Gujarati / English

બપોરે મેડા ઉપર લાલુભાઈ, હીરાભાઈ આદિ હરિભક્તોને સ્વામી વૃંદાવનદાસજી વાતો કરતા હતા કે, “આ ફેરે બાપાશ્રીની દયા તમારા ઉપર અતિ ઘણી છે. બાપાશ્રીનો ઠરાવ એવો છે જે સૌને મૂર્તિના સુખભોક્તા કરવા. તમારાં તો અમને બહુ મોટાં ભાગ્ય જણાય છે ; કેમકે કેટલાય હરિભક્તો દેશોદેશમાં સંભારે છે, પ્રાર્થનાઓ લખે છે, તેમ કેટલાકને વચન આપ્યાં છે કે આ ફેરે તમારે ગામ જરૂર આવીશું. તે સર્વેને જાગૃત, સ્વપ્નમાં દર્શન દઈ તાણ પૂરી કર્યાના કાગળો આવે છે. તમને તો વગર માગે સુખ મળે છે તે બહુ મોટું છે. આ બાપો ક્યાંથી! બાપાશ્રી આ વખતે વાતો બહુ કરે છે. એમનો સિદ્ધાંત એ છે કે જે સૌને શ્રીજી મહારાજની મૂર્તિમાં રાખવા. સાધનના બળે મૂર્તિમાં રહેવાતું નથી, તેમાં તો કેવળ કૃપા જોઈએ.”

એ રીતે મહિમાની વાતો થતી હતી ત્યાં બાપાશ્રી ઠાકોરજીને જમાડીને આવ્યા.

ત્યારે હરિભાઈએ કહ્યું જે, “બાપા! સૌ તમારી વાટ જુએ છે.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, “છેટું રહેવાનું હોય ત્યાં સુધી વાટ જોવાની રહે ખરી; મૂર્તિમાં તો બધાયને ભેળા રહેવાનું છે.”

એમ કહીને બોલ્યા જે, “હરિભાઈ! જીવના વાંક, ગુના ને પાપ એટલાં બધાં હોય છે કે કોણ જાણે કેટલાય જન્મ લેવા પડે તોય આરો ન આવે. એવા ગુના આજ મહારાજ અને મોટા શરણે આવે એટલામાં માફ કરી દે છે. કેમ સાચી વાત લાગે છે ને?”

ત્યારે હરિભાઈ કહે, “હા બાપા! સાચી વાત લાગે છે. આપે કૃપા બહુ કરી છે.”

તે ટાણે વાંટાવદરવાળા ત્રિભુવનભાઈ ને તેમનો નાનો દીકરો રાઘવજી દર્શને આવ્યા, દંડવત કરી જય સ્વામિનારાયણ કહ્યા, તેના પર બાપાશ્રીએ હાથ મૂકીને રમૂજ કરી કે, “છોકરા! રૂપિયા ખપે?”

ત્યારે તે કહે, “હા બાપા.”

પછી કહ્યું જે, “કેટલા?”

ત્યારે તે રાઘવજી કહે, “બે-ચાર.”

ત્યારે પોતે એમ બોલ્યા જે, “જુઓ તો ખરા! એક-બે નહિ ને પાધરા બે-ચાર; આવું કામ છે. આ સમયમાં કળિયુગ એવો છે જે નાનપણથી જ વાસના ઉદય થઈ જાય છે.”  II ૫૪ II

In the afternoon, Swāmī Vṛṅdāvandāsjī was talking to Lālubhāī, Hīrābhāī, etc. devotees on the upper storey of the temple building. He said, “During this trip Bāpāśrī has much mercy on you people. Bāpāśrī has determined to make you all enjoyers of happiness of Mūrti. In my view you are very lucky because many devotees remember him in various parts of the country, writes the requesting letters, and he has promised that he would definitely come to their villages in this trip. All of them here sent letters telling that their wish has been fulfilled by his darśan in awaken (jāgṛt) state and dream (swapna) state. You are getting happiness without asking. It is great thing. Where can you get such great Bāpāśrī! This time Bāpāśrī talks much. It is his principle to keep everyone in Mūrti. One cannot dwell in Mūrti by the power of means. It requires only kindness of muktas.” While the talk was going thus, Bāpāśrī came after offering meals to Ṭhākorjī. Then Haribhāī said, “Bāpā! Everybody is waiting for you.” Bāpāśrī said, “One has to wait till there is distance, but in Mūrti, all have to dwell together.” Saying thus Bāpāśrī told Haribhāī that mistakes, guilt, sin of jīva are so much that God knows how many rebirths it will have to take. Even then, it will not be over. Such guilts are pondered as soon as he surrenders to Mahārāj and muktas- am I right?” Haribhāī said, “Yes. It is true. You have shown much favour.” At that time, Tribhovanbhāī and his younger son Rāghavjībhāī of Vāṅṭāvadar came for darśan, prostrated and greeted with Jay Swāmīnārāyaṇa. Bāpāśrī put his hand on his head and jokingly said my child! Do you want money? He said, yes Bāpāśrī. Bāpāśrī asked, “How much?” Rāghavjī said, two or four. Then Bāpāśrī said, “Just see! Instead of one or two, he wants two or four such is the work. The effect of Kaḷiyug during this time is so that the grip of desire for material things is very tight even from early age.” || 54 ||