Gujarati / English

રાત્રે મેડા ઉપર આસને બાપાશ્રીએ વાત કરી જે, “મહારાજનું ધ્યાન ખટકો રાખીને કરવું, સંકલ્પરૂપી ગઠિયાનો વિશ્વાસ કરવો નહિ. ધ્યાન કરીને અંતરવૃત્તિ કરીએ તો તેજ દેખાય ને તે તેજના ઝબકારામાં મૂર્તિ દેખાવા માંડે એટલે સભાએ સહિત મુક્તોથી બ્રહ્માંડ ઠસાઠસ ભરેલું છે એવી રીતે જોડાવું. એક કલાક બેસવા ધાર્યું હોય તો બે કલાક થઈ જાય એમ કરવું. આપણાથી લાખ મણનો પત્થર ઊપડતો ન હોય, પણ મોટા મુક્ત હાથ દે તો ઊપડે; તેમ ધ્યાનથી સુખિયા થવાય છે. કારણ મૂર્તિનું ધ્યાન કર્યા વિના ચાલોચાલથી સુખ ન આવે. આ દિવ્ય સભા સંભારશો તો મોટાની સહાયતાથી એ વાત સિદ્ધ થશે. તે શ્રીજી મહારાજે પ્રથમ પ્રકરણના ૩જા વચનામૃતમાં કહ્યું છે કે, ‘જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી જેથી ભગવાન સાંભરે.”‘

એમ કહીને સભાનો દિવ્ય ભાવ જણાવ્યો ને કહ્યું જે, “સો કાળ સામટા પડે, પણ ભાવ ઓછો થવા દેવો નહિ. કોઈનું કર્યું કાંઈ થાતું નથી. આવી રીતે સમજે ત્યારે જ કૃપાપાત્ર થવાય. પાત્રની તારતમ્યતાએ અધિક-ન્યૂન સુખ આવે છે. જેને અખંડ મૂર્તિ દેખાય એ કૃપાપાત્ર કહેવાય અને સુખ પણ ત્યારે જ આવે. તેમાં મોટા અનાદિના આશીર્વાદ ને દયા જોઈએ. અમો ખેતર ખેડીએ, ખાતર પૂરીએ, પાણી પાઈએ વગેરે પ્રયત્ન કરીએ, પણ ફળપ્રદાતા શ્રીજી મહારાજ છે. કેટલુંક પુરુષપ્રયત્ને થાય છે ને કેટલુંક ભગવાન અને ભગવાનના મુક્તની દયાથી કામ થાય છે એ જાણવું જોઈએ. પુરુષપ્રયત્ન ન કરે  તો મોટા અનાદિને વિષે દિવ્ય ભાવ ન આવે. કેટલાક અમદાવાદ, ભુજ, ગઢડા, વડતાલ આદિ બધે ફરી આવે, પણ મોટા મુક્તને ઓળખ્યા વિના ને જોગ-સમાગમ અને સેવાએ રાજી કર્યા વિના પાત્ર થાય નહિ.

“વીજળીના ઝબકારા કાયમ રહેતા નથી; તેથી આ ઝબકારામાં મોતી પરોવી લેવું. પાત્ર થઈને મોટા અનાદિની વાતો ઝીલીને જીવમાં ઉતારે તો પુષ્ટિ બહુ થાય છે ને ભાગવતી તનુ બંધાય છે. જેમ હાંડીનું આવરણ ભેદીને પ્રકાશ થાય છે ત્યારે હાંડી પણ પ્રકાશમય થઈ; તેમ દિવ્ય દેહ થાય તો આ સમજાય. આ તો સાકરનું નાળિયેર એટલે કે દિવ્ય મૂર્તિને લઈને બધુંય દિવ્ય. આ મંદિર આંહી કર્યું અને પ્રતિમા માંહી પધરાવી એટલે મંદિરને પણ કલ્યાણકારી દિવ્ય જાણવું. આપણને મહારાજ અને મોટાનો જોગ થયો એ કાંઈ થોડી વાત નથી. જેમ વૃક્ષમાં ગુણ છે, જળમાં ગુણ છે, તેમ મહારાજ તથા મોટા અનાદિમાં ગુણ છે. એમ મહિમા સમજી ધ્યાન કરવું, માળા ફેરવવી, સત્સંગમાં દિવ્ય ભાવ લાવવો એ બધું પાત્ર થવાનું કારણ છે. એવો પાત્ર થાય ત્યારે મહારાજ અને મોટા અનાદિની સંપૂર્ણ કૃપા થાય. આ વચનામૃતનો મુદ્દો છે. બીજાં શાસ્ત્ર બાર ને બાર ચોવીસ વર્ષ ભણે, પણ કારણ મૂર્તિ હાથ ન આવે. માટે આવું દિવ્ય ભણતર મોટા મુક્ત પાસેથી શીખવું.”

પછી એમ બોલ્યા જે, “વચનામૃત અને ભક્તચિંતામણિ આદિ સત્તશાસ્ત્ર, શિક્ષાપત્રી, ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ આદિ આજ્ઞા, સત્ એવો જે આત્મા તથા સત્ એવા પરમાત્મા જે ભગવાન શ્રીજી મહારાજ એ ચાર વાતો સિદ્ધ કરે તે સત્સંગી કહેવાય. હવે સત્સંગી થયો, પણ દેવ પધરાવવા જોઈએ. તે મોટા અનાદિમુક્ત પધરાવે છે. મોટાના આશીર્વાદના શબ્દે કરીને ભગવાન આવે છે. એવા મોટા અનાદિ સત્યસંકલ્પ છે.

“જુઓને! વચનામૃત વંચાય છે તેમાં કેવળ શ્રીજી મહારાજનો અમૃતરસ ચાલ્યો આવે છે. તે અમૃતરસ પાન કરનારા સર્વે મહામુક્ત છે. આ સભામાં એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિ બધાય છે. આપણે આ સભા મહારાજની મૂર્તિમાં જોવી. મુક્ત મૂર્તિમાં સળંગ રહ્યા છે, રસબસ રહ્યા થકા સુખ ભોગવે છે. મહારાજ દાતા અને મુક્ત ભોક્તા એમ સ્વામી-સેવકપણું રહે છે. મુક્ત મૂર્તિમાં રહે એટલે આધાર મહારાજ થયા ને સેવકપણું મુક્તને દૃઢ થયું. પછી તો એને મૂર્તિ વિના કાંઈ છે જ નહિ. અનંત મુક્ત એ રીતે મૂર્તિમાં રસબસ રહી સુખ ભોગવે છે.”  II ૫૬ II

At night, Bāpāśrī talked from his seat on the upper storey of the temple. He said, “Meditation of Mahārāj should be done with awareness– we should not trust the rogue in the form of thoughts. If we meditate and become introvert, luminescence will be seen and in the flash of that luminescence, Mūrti will be seen. Therefore, one should get attached thinking that the cosmos is full of muktas along with assembly. You may have thought for sitting one hour but see that it takes two hours- try to do like that. We may not be able to lift very heavy stone weighing hundreds of thousands quintals but if great muktas give their hand, it can be lifted. Similarly, we can be happy by meditation. Unless, causal Mūrti is meditated happiness will not come with ordinary efforts. If you remember this divine assembly, that thing will be realised with the help of muktas. Śrījī Mahārāj has said in the 3rd Vachanāmṛt of 1st Gaḍhaḍā First Chapter, “One should remember the līlā which has been done at respective places by respective incarnations so that God can be remembered. Saying so Bāpāśrī showed divine feeling of assembly and added that even if there may be famine after famine for hundred times but our devotion for God should not become less. Nobody is able to do anything. If one understands thus he becomes worthy of grace. Comparative importance of worthiness brings more or less happiness. The one who sees Mūrti constantly is called worthy of grace and then only happiness comes. Blessings and mercy of great Anādis is needed in it. We till the field, give manure, water it, and do such efforts but the giver of fruit is Śrījī Mahārāj. Something is possible with our own efforts and something is possible by the mercy of God and His muktas- know thus. If own efforts are not put he will not have divine feeling for great Anādi. Some may go to Amdāvād, Bhuj, Gaḍhaḍā, Vaḍtāl, etc. but without recognising great muktas and without getting attached to them and pleasing them by service, one cannot be worthy. Flash of lightening does not remain for ever; therefore the pearl should be threaded in this flash. After becoming worthy and talks of great Anādi muktas takes by heart, his efforts for achieving goal become very strong and he gets divine body. Just as the light comes from the lamp piercing the cover, the cover itself becomes the form of light. Similarly, when the body becomes divine, this is understood. This is sweet coconut means everything is divine on account of divine Mūrti. This temple is built here and Idol installed in it so, the temple should be known as beneficial divine. It is not a small thing that we have got association of Mahārāj and muktas. Just as there is attribute in a tree and water. Similarly, there is attribute in Mahārāj and muktas. Understanding the greatness thus one should meditate, do rosary, have divine feeling in satsaṅg– this is all the cause of becoming worthy. When he becomes such worthy, he gets full grace of Mahārāj and great Anādis.  This is the principle of Vachanāmṛt. He may study other scriptures for twelve plus twelve means twenty-four years but he will not get causal Mūrti. Therefore, one should learn such divine education from such great muktas.

          Then Bāpāśrī said, “He is called satsaṅgī when he realises four things viz. Vachanāmṛt and Bhaktachiṅtāmaṇi, etc. scriptures; Śikṣāpatrī, Dharmāmṛt, Niṣkāmśuddhi, etc. commands; sat (truth) which is soul and sat (true) which is God means Lord Śrījī Mahārāj; this four things who has realised has now become satsaṅgī, but he should install God, which is installed by great Anādi muktas. God comes by the words of blessings of muktas. Such great Anādis are satyasaṅkalpa (realising saṅkalpas). Just see! In the reading of Vachanāmṛt, only nectar of Śrījī Mahārāj is there. Those who have drink that nectar are all great muktas. In this assembly, there are all viz. ekāṅtik, param ekāṅtik, and Anādi. We should see this assembly in Mūrti. Muktas dwell in Mūrti with their divine body. They enjoy happiness remaining engrossed in it. Mahārāj is donor and muktas are enjoyer. Thus, there is the master-servant relationship. Muktas dwell in Mūrti means Mahārāj becomes support and feeling of servant becomes firm for muktas. Then he has nothing excepting Mūrti. Infinite muktas enjoy happiness remaining engrossed in Mūrti in this way. || 56 ||