Gujarati / English

ફાગણ વદ-૭ને રોજ સવારે નિત્યવિધિ કરીને બાપાશ્રીએ લાલુભાઈ સામું જોઈને સંતોને કહ્યું કે, “આ અમારા વિશ્વાસી. જેમ કહો તેમ હા બાપા! વચનમાં વિચાર કે તર્ક નહિ. મહારાજ આવા વિશ્વાસીને વશ થઈ જાય છે. આ ટાણે સંત પણ એવા આવ્યા છે તે ઠેઠ મૂર્તિમાં મૂકી દે છે. કેમ લાલુભાઈ!”

ત્યારે લાલુભાઈ કહે, “બાપા! આપ કહો છો એવા જ સંત છે.”

પછી બાપાશ્રીએ કહ્યું જે, “આ સદગુરુ, આ પુરાણી તથા આ સંત રાત ને દિવસ મહારાજને રાજી કરવામાં તત્પર રહે છે, અનેક જીવને અભયદાન આપી મૂર્તિના સુખમાં મૂકી દે છે, નિત્ય નવા બ્રહ્મયજ્ઞ કરે છે, અમૃતના મેહ વરસાવે છે, કંઈકને ન્યાલ કરે છે. એમનો દિવ્ય ભાવ આવે તો કાંઈનું કાંઈ કામ થઈ જાય. આત્યંતિક મુક્તિ આજ આવા સંતના પ્રતાપે સુગમ છે. મહારાજ કહે છે કે, ‘તમ જેવા ધર્મ-નિયમવાળા સંતની વાત જ જુદી છે’ એવા આ સંત છે. પણ દેહાભિમાની જીવ આવી વાત ન સમજી શકે. શ્રીજી મહારાજને રાજી કરવા જેણે સત્સંગ કર્યો છે તેને તો આવા મોટા સંત ને આવા અનાદિ તે જેવા છે તેવા ઓળખાય. આ તો બહુ જબરી પ્રાપ્તિ થઈ છે. વિચારી જુએ તો ખબર પડે જે આવા ધન-સ્ત્રીના ત્યાગી સંત કોઈ બ્રહ્માંડમાં નથી. માટે સર્વેને દિવ્ય સમજવા જેથી કોઈનો અપરાધ થાય નહિ.  શુભ વાતોનું મનન કરવું, પણ નબળી વાતોનું મનન કરવું નહિ. મોટા અનાદિની છાયામાં ઘાટ-સંકલ્પ બંધ થઈ જાય છે. એવો મહિમા ન હોય તો ઠાકોરજી પાસે પણ વઢવેડ કરે અને કોઈને શિખામણ દેતાં પોતાને ગુણ આવી જાય તો મહારાજને ભૂલી જવાય. શ્રીજી મહારાજને સાથે રાખીને જે કાંઈ થાય તે ખરું. પર્વતભાઈના ગામની ભાગોળે માતરો ધાધલ ગયા ત્યાં અંતઃકરણમાં સત્વગુણ વરતાયો.”

ત્યારે નારાયણપુરવાળા ધનજીભાઈએ પૂછ્યું જે, “બાપા! માતરા ધાધલને સત્વગુણ વરતાયો તે શું?”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “માતરા ધાધલનો બાપ ધીંગાણામાં મરાણો હતો. પછી તેને લોકો મેણાં દેતા કે, ‘તું મોટી મોટી વાતો કરે છે, પણ તારા બાપનું વેર તો લઈ શકતો નથી.’ એમ લોકોના મેણાંથી તેને મનમાં બહુ ખેદ રહેતો. પણ મહારાજનાં દર્શન કરવા જાય ત્યારે મહારાજ તેના અંતરનું જાણીને વાત કરે તેથી એ વિચાર સમાઈ જાય. પાછો ઘેર આવે ત્યારે તેના ભાઈબંધ જે શૂરવીર હતા તે કહેતા કે, ‘માતરા! મોટી મોટી મૂછો રાખીને ફરે છે, પણ જીવતર શું જીવે છે! તારા બાપને બહારવટિયાએ મારી નાખ્યો તે ભેળો તને ઝટકાવી નાખ્યો હોત તો અમને દાઝ તો ન થાત. હવે તો તું તારા બાપ વાંસે મર, કાં તો તારા બાપને મારનારનું માથું ઉતાર. અમને લાજ આવે છે, પણ તને કેમ કાંઈ થતું નથી? તને ખાવું કેમ ભાવે છે? સાચો શૂરવીર હો, તો મરીને પાળિયો થા, કાં જીવીને જશ લે. અમને તો બહુ શરમ આવે છે.’ એમ કહે ત્યારે પાછું ચાનક ચડી જતું.

“પછી એક વખત તેના ભાઈબંધોને સાથે લઈને વેર લેવા જવાનું નક્કી કર્યું. હવે માતરા ધાધલને એમ થયું જે મરવું કાં મારવું, પણ ગઢડે મહારાજનાં દર્શન કરીને જવું એટલે મરીએ તોય ફીકર નહિ. આમ વિચાર કરી તૈયાર થઈ ગઢપુર ગયા. ત્યાં મહારાજનાં દર્શન કરી દંડવત કર્યા. ત્યારે મહારાજે અજાણ્યા થઈને કહ્યું કે, ‘માતરા ધાધલ! આ ફેરે તો સંઘ લઈને દર્શને આવ્યા?’ ત્યારે તેણે પોતાની વાત વિસ્તારીને કરી. શ્રીજી મહારાજે તેનો અતિ વેગ જોઈને કહ્યું જે, ‘ભલે જાઓ, પણ પહેલાં અગત્રાઈ જજો, ત્યાં અમારા મોટા મુક્ત પર્વતભાઈ છે. તેમનાં દર્શન કરીને જશો તો તમારી જીત થશે ને દર્શન વિના જશો તો પરાભવને પામશો.’

“એવું સાંભળી માતરો ધાધલ મનમાં રાજી થયા ને જાણ્યું જે પર્વતભાઈનાં દર્શન કરીને જઈશું તો તેમાં બે લાભ છે. એક તો મોટા મુક્તનાં દર્શન થશે અને બાપાનું વેર પણ લેવાશે. એમ વિચાર કરી ભાઈબંધોને સાથે લઈ ત્યાંથી ચાલ્યા, તે વાટમાં ટીમણ કરતાં કરતાં ત્રણ-ચાર દિવસે સવારે અંધારામાં અગત્રાઈ પહોંચ્યા. ત્યાં સૌએ ગામ બહાર ઉતારો કર્યો.

“માતરો ધાધલ કહે, ‘આપણે ત્રણ દિવસ થયા ટીમણ કરીએ છીએ તેથી આજ આપણે રસોઈ કરી જમવાનું કરીએ. હું ગામમાં પર્વતભાઈનું ઘર ગોતી, તેમને મળી, સીધું-સામાન લઈ આવું.’

“એમ કહી તે ચાલ્યા. ત્યાં ગામની ભાગોળે જ પર્વતભાઈ સામા મળ્યા તે હાથમાં લોટો, અડધું ધોતિયું પહેરેલ, અડધું ઓઢેલ એવા જંગલ જવા નીકળ્યા હતા. તેમને પૂછ્યું કે, ‘આ ગામમાં પર્વતભાઈ છે તેમનું ઘર ક્યાં હશે? ત્યારે કહ્યું કે, ‘હું જ પર્વતભાઈ છું, તમારે શું કામ છે?’ તરત જ માતરો ધાધલ દંડવત કરી મળ્યા અને કહ્યું જે, ‘હું અહીં ઊભો છું; તમો બહાર જઈ આવો; મારે તમારી સાથે વાત કરવી છે.’ પછી પર્વતભાઈ બહાર જઈ આવ્યા એટલે સાથે સાથે ઘેર ગયા ને પર્વતભાઈએ નાહી પૂજા કરી ત્યાં સુધી બેઠા. પછી બધી વાત કરી જે, ‘અમે આ કામે જઈએ છીએ. મહારાજે તમારાં દર્શન કરી જવાનું કહ્યું છે.’

“પર્વતભાઈ તો મહારાજની મરજી સદાય જાણતા તેથી માતરા ધાધલને પોતાની પાસે મોકલવાનું કારણ એમનું અજાણ્યું ન હતું. તેથી કહ્યું જે, ‘તમે ઠીક કર્યું. ખરા દીકરા હોય તે બાપનું વેર લે જ, પણ એક બાપનું વેર લીધે વેર વળ્યું ન કહેવાય. આ જીવે ચોરાસી લાખ જાતના દેહ ધર્યા તેમાં અનેક બાપ થયા છે. તેમાં કોઈ મોતે મર્યા હોય અને કોઈ કમોતે મૂઆ હોય. એ બધાયનું વેર લેવાય તો વેર વળે.’ એમ કહી મહારાજના ઐશ્વર્ય-પ્રતાપની તથા આજ્ઞાની વાતો કરવા માંડી તેથી તેને વેર લેવાના અંકુર બળી ગયા.

“પણ મોડું બહુ થયું તેથી તેની સાથે આવેલા માણસો પર્વતભાઈનું ઘર પૂછતાં પૂછતાં ત્યાં આવી વઢવા લાગ્યા કે, ‘અમે ભૂખ્યા ને ભૂખ્યા તારી વાટ જોઈ જોઈને થાકી ગયા અને તું તો અહીં જ બેસી રહ્યો. તેં હવે ધાર્યું છે શું?’ પછી તેને સીધું-સામાન લઈ જમાડ્યા ને કહ્યું કે, ‘હવે મારે મારા બાપનું વેર લેવા જવું નથી.’ એમ સમજાવી સૌને પાછા જવા કહ્યું, ત્યારે તેના ભાઈબંધ કહેવા લાગ્યા જે, ‘અરે ફોશી! અહીં આવીને ફસકી ગયો! અમે ગામમાં જઈને લોકોને મોઢું શું દેખાડશું?’

એમ ઘણા તિરસ્કારના અને ચાનક ચડાવવાનાં વચન કહ્યાં, પણ પર્વતભાઈનાં દર્શન, સમાગમ ને કૃપાથી તેના અંતરમાં ગુણના વેગને લીધે જે ઉદ્વેગ હતો તે નિવૃત્ત થઈ ગયો. પછી તેના ભાઈબંધ ખિજાઈને દાઝે બળતાં, જેમ તેમ બોલતાં બોલતાં ચાલ્યા ગયા.

“પછી માતરે ધાધલે બે મહિના રહી પર્વતભાઈનો જોગ-સમાગમ કર્યો ને બહુ રાજી થયા ને મહારાજે ‘દર્શન કરી જવાથી જીત થશે’ એમ કહેલું તે વાત સમજાણી. પછી ગઢપુર આવી મહારાજનાં દર્શન કર્યાં. ત્યારે મહારાજે કહ્યું કે, ‘આવો માતરા ધાધલ! તમારા બાપનું વેર લઈ આવ્યા?’ ત્યારે તેણે પર્વતભાઈના પ્રતાપની અને મોટપની વાતો કરી જેથી મહારાજ રાજી થઈને બોલ્યા કે, ‘જોયું! અમારું હથિયાર કેવું? પર્વતભાઈ તો અમારા અનાદિમુક્ત છે અને તે તો અમારું હથિયાર છે.’ એમ મોટાના જોગથી બહુ ભારે કામ થાય છે.

“એક વખત ધ.ધુ.આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ જામફળી નીચે પોઢેલા હતા. ત્યાં ઝાડ ઉપરથી જામફળ પડ્યું, તે સુધારી ઠાકોરજીને જમાડી એક ચીર હરિભક્તને આપી તે પ્રસાદી જમતાં તે ભક્તને અલૌકિક દિવ્ય ભાવ આવ્યો. ત્યારે તે ભક્ત એમ બોલ્યા જે, ‘આ તો ભગવાન છે.’ ત્યારે સંતોએ કહ્યું જે, ‘આ તો આચાર્યજી મહારાજ છે.’ એમ મોટાને દર્શને તથા પ્રસાદી જમવે કરી એવો દિવ્ય ભાવ આવે છે. કમળના ફુલને જેમ પાણીનો પાસ અડે નહિ તેમ ઉત્તમ પુરુષને વ્યવહાર અડે નહિ.”

તે ઉપર ભોજા ભક્તની વાત કરી.

પછી એમ બોલ્યા જે, “મલિન અંતઃકરણ હોય તો ભૂત, પ્રેત, વાઘરાં બધાંય નડે. સ્વામિનારાયણ પધરાવી દીધા હોય તો એ કોઈ આવે જ નહિ. પંચભૂતનો જે દેહ તે બ્રહ્મરાક્ષસ છે તે કાંઈ ને કાંઈ માગ્યા જ કરે છે. મરચાં માગે, ગોળ માગે, ધાણાજીરું માગે એવા સ્વાદ માગે, પણ એને આપણે નવરો મેલવો નહિ. જો ભગવાનમાં જોડી દઈએ તો એ કામ કરી આપે; માટે તે ભૂતને વશ કરવું. આ ટાણે સત્સંગમાં એ બધો વખત છે, જોગ છે અને આવા સંત સમજાવનાર છે, પણ જીવ મોટાને ઓળખે નહિ અને પોતાની મહત્તા જણાવે એટલે કાંઈ કામ થાય નહિ. માટે ગુમાસ્તા થઈને રહેવું.

“મહારાજ કહે છે કે, ‘મરેલાને પહોંચીએ, પણ જીવતાને ન પહોંચાય.’ જેમ કોઈકને ભૂત વળગ્યું હોય અને વળી પાછો બાધા રાખે, વળી કામણ-ટૂમણ કરે એને કેમ પહોંચાય! એ કરતાં તો વાસનિકને એક સંકલ્પ માત્રે દુઃખમાંથી છોડાવી દઈએ. જેમ હાથીને માવત કબજામાં રાખે છે તેમ આ દેહરૂપ ભૂતને કબજામાં રાખવું. કોઈ ખરેખરો ગોળી ભરીને ઊભો રહે તો પચાસ માણસ સામા આવ્યા હોય તોપણ ભાગી જાય. માટે ગોળી ખરેખરી ભરવી; ખાલી બંદૂક લઈને ઊભા ન રહેવું. મંદવાડ હોય અને માથામાં લોઢાના ગોળા મારે એથી કાંઈ દુઃખ ઓછું થાય? ન જ થાય. માટે અવળા ઉપાય ન કરવા.

“મહારાજ અને મોટાના આશરે સુખિયા રહેવું, પણ જાણીને દુઃખમાં પગ ઘાલવો નહિ. આવો જોગ છે તોપણ જીવ બહુ દુઃખિયા છે. કેટલાક તો એમ કહે છે કે મારે કોઈ નથી તેનું શું કરવું? માળામાં જેમ દોરો સળંગ છે તેમ માન, અપમાન, જાગૃત, સ્વપ્ન વગેરેમાં મૂર્તિ મુખ્ય રાખવી. પ્રથમ મોટા મોટા સંતનાં કરડાં વર્તમાન કેવાં હતાં? ઠરાવ એવો રાખવો. વાછરડું કૂદકા મારતું જાય તો પગ ભાંગી જાય. માટે મહારાજની આજ્ઞા પાળવામાં યુક્તિ ન કરવી.

“મોટા મુક્ત તો બહારનો વ્યવહાર બધો કરે, પણ મૂર્તિને તો જાળવે અને બીજાને પણ એ મૂર્તિનું સુખ આપે. પણ જીવમાં મંદવાડ છે તેથી એ સમજાતું નથી. મંદવાડમાં લાડુ હોય તે ઝેર જેવા લાગે અને ભજિયા, ફાફડા ને વડાં ભાવે; પણ જો સાજો હોય તો માલપૂઆ, લાડવા ને શીરો જમે ને પાંચ મણનો પથ્થર પણ ઉપાડે. શીરો ખાવા માંડે તો રોગીને ન ફાવે; તેમ પરભાવની વાતો મહારાજ ને મોટાનો મહિમા ન સમજ્યા હોય તેને ન ગમે. દોરડું હાથમાં રાખીને સમુદ્રમાં પડવું; તેમ શાસ્ત્ર છે તે સમુદ્ર છે, માટે મહારાજની મૂર્તિરૂપી દોરડું છોડવું નહિ.”  II ૫૭ II

In the morning of Fāgaṇa Vad 7th, Bāpāśrī after finishing his daily routine looked at Lālubhāī and said to saints, “This is my trustworthy. Whatever I say he concurs with me. In my words, he does not apply thought or reasoning. Mahārāj is bewitched by such trustworthy person. On this occasion such saints have also come who can put you directly in Mūrti. Do not they Lālubhāī?” Lālubhāī said it is so Bāpā! They are such saint as you called them. Then Bāpāśrī said, “This Sadguru, this Purāṇī, and these saints are ready to please Mahārāj day and night. They give assurance of safety to many jīvas and put them in the happiness of Mūrti, perform daily new brahmayajña, showers rain of nectar, and accomplish many people. If you have divine feeling for them anything can be achieved. Ultimate liberation is easy because of the grace of such saints. Mahārāj says, “The talk of saints like you observing dharma and niyam (rules, norms and commands) is different- these saints are such.” But egoistic jīva cannot understand such talk. The one, who has done satsaṅg to please Śrījī Mahārāj, can recognise such great saints and such Anādis as they are. This is a great achievement- if one ponders over it he can know. There are no such renunciatory saints who have renounced wealth and woman, in any cosmos. Therefore, all should be understood as divine, so that guilt is not committed against any. One should contemplate on good talk, but not on weak talk. In the shade of Anādi, thoughts will stop coming. If one does not have such understanding of greatness for them, he would even quarrel with Ṭhākorjī and while advising someone if he thinks himself to be virtuous and will forget Mahārāj. Whatever happens by keeping Śrījī Mahārāj with us, will be all right. As soon as a person named Matarodhadhal reached the outskirts of Parvatbhāī’s village sattvaguṇa was felt in his conscience.

          Dhanjībhāī of Nārāyaṇapur asked Bāpāśrī, “Bāpā! What is the meaning of feeling of sattvaguṇa prevailing in Mātarā Dhādhal?” Bāpāśrī said, “The father of Mātarā Dhādhal was killed in violent fight. Then people used to taunt and say that he was boasting but was unable to take revenge of his father’s death. He became very sad because of taunting of people. But whenever he went to darśan of Mahārāj, Mahārāj would talk knowing what was going on inside him, so, his thoughts would subside. Once again when he returned home his friends who were brave used to instigate him by telling him that he was keeping big moustache but what is the use of his life. Your father has been killed by an outlaw and it would have been better that you had been killed with your father, then we would not have grudge. Now you die or kill the killer of your father. We are ashamed of you, but you are shameless. How do you like to eat? If you are really brave, die and become martyr or take credit by living. We are very much ashamed. When he was told these words, he would be ready to take revenge. Once he decided to go along with his friends to take revenge. Now he thought either to die or to kill but before dying, go to Gaḍhaḍā to have darśan of Mahārāj so that there is no worry. Thinking thus, he went to Gaḍhpur, had darśan of Mahārāj and prostrated before Mahārāj. Mahārāj told Mātarā Dhādhal as if He knew nothing. This time you came for darśan with group (saṅgha). Then he talked in detail about his plan. Śrījī Mahārāj looked at his anger and told him to go; but before going, he was ordered to go village Agatrāī where His great mukta Parvatbhāī was there. If he went after his darśan he would win and if went without his darśan he would face defeat. Hearing thus Mātarā Dhādhal became happy inwardly and thought that by having darśan of Parvatbhāī, he had two benefits (1) Darśan of great mukta (2) and father’s death will be avenged. Thinking thus, he went with his friends and on the morning of fourth day reached village Agatrāī early morning in darkness. They all landed outside the village. Mātarā Dhādhal said to his friends that for the last three days they were living on the food taken for journey; so today would cook food and dine. Then Mātarā Dhādhal said he would go in the village to find out Parvatbhāī’s house, would meet him and come back with ration- saying so he left. On the way at the outskirts of the village, Parvatbhāī met him. He had a pot in his hand, had worn dhoti, half of it was worn and other half was covering his body- he was going for the natural call. Mātarā Dhādhal asked him the address of Parvatbhāī. Parvatbhāī told him that he himself was the person he was looking for and asked him why he was looking for him. Immediately Mātarā Dhādhal met him and prostrated before him and told him that he would wait for him till he came back, as he wanted to talk with him. When Parvatbhāī came back, both of them went to his house. Parvatbhāī took his bath and performed pūjā, till then he sat and waited. Then he told everything about his plan, and told him that he had been asked by Mahārāj to have your darśan before implementing the plan. Parvatbhāī always knew the wish of Mahārāj. So, it was not the secret for him why Mahārāj had sent Mātarā Dhādhal to him, so he told him that he had done well. It is natural for true son to take the revenge for the murder of his father but taking revenge only for father is not called having taken revenge- this jīva has taken births of eighty four lacs kinds and it had many fathers. During those births, some would have died natural death and some had met death unnaturally. If all these deaths are avenged it is called having taken revenge. Then he started talking about Mahārāj’s divinity, glory and His commands, so, the sprout of taking revenge was burnt. He took so much time with Parvatbhāī so his friends who had come with him came to Parvatbhāī’s house after making inquiries about his house. There they scolded Mātarā Dhādhal and said that they waited for him remaining hungry and he was sitting there. What hell do you mean? Then he fed them and said that he did not want to take revenge of his father’s death. Then he persuaded them and told them to go back. Then his friends called him a coward and scolded him for falling back on his words, and further added that how they would be able to face the people of village. Thus, many words of insult and instigation were thrown on him but due to Parvatbhāī’s darśan, association and grace, the biting pain in his conscience resulting in sadness got rid of. Then his friends went away using abusive language with anger. Then Mātarā Dhādhal stayed for two months and associated with Parvatbhāī, became very pleased and he understood the meaning which was said by Mahārāj that after having darśan of Parvatbhāī he would win. Then he went to Gaḍhpur and have darśan of Mahārāj. Mahārāj welcomed him and asked him if he had taken the revenge of his father’s death. Then Mātarā Dhādhal talked about Parvatbhāī’s power and greatness, so Mahārāj was pleased and expressed how His weapon was. Parvatbhāī was His anādi mukta and he was His weapon.  Thus, much can be done in association with muktas. Once, Dharma Dhuraṅdhar Āchāryaśrī Ayodhyāprasādjī Mahārāj was sleeping under a guava tree. There guava fell which was offered to Ṭhākorjī after making in pieces and a piece of it was given to a devotee. By eating that prasādī, the devotee had divine supernatural feeling. Then the devotee said that he was God. Then saint said that he was Āchāryajī Mahārāj. Thus, either darśan of muktas and eating prasādī given by them brings such divine feeling. Just as the water cannot affect the lotus flower, similarly worldly affairs do not affect great people. Example of Bhojā Bhakta was given to elaborate the point. Then Bāpāśrī said if the conscience is impure, ghost will harass but if Swāmīnārāyaṇa is installed nobody can harass. This body of five elements is Brahmarākṣas. It asks for one thing or other-will asks for chilly, jaggery, coriander-cumin– it will ask for such taste but it should not be kept idle. If it is got attached to God it will do everything. Therefore, that ghost should be tamed. This time in satsaṅg there is opportunity and there is such saint who makes us understand but jīva does not recognise muktas and shows its importance. So, no work can be done. Therefore, remain as a servant. Mahārāj says that it is easy to deal with the dead but difficult to deal with alive. Just as someone is affected by ghost and moreover he takes oath and does witchery- what can be done with him. Instead, it is better to free a passionate person from misery by only a saṅkalpa. Just as the controller of an elephant controls an elephant, similarly the ghost in the form of this body should be controlled. If anyone stands with loaded pistol, he can face fifty men and if they had come to play mischief or harm, they would run away. Therefore, the pistol should be loaded with real bullets. Do not stand with empty pistol. If there is illness and if he beats his head with iron ball, will the pain be relieved? Not at all. Therefore, do not use counter-acting remedy. Remain happy under the shelter of Mahārāj and muktas but do not thrust your leg in misery intentionally. There is such opportunity still jīva is very unhappy. Some say that they have no one– what should be done of it. Just as thread is continuous in rosary, similarly keep Mūrti as main in honour, dishonour, awaken state (jāgṛt), dream state (swapna). How difficult vartamāns of great saint were?  Keep such resolution. If the calf walks jumping, it will break leg. Therefore, do not use trick in obeying Mahārāj’s commands. Great muktas perform activities of the world but preserve Mūrti and give the happiness of Mūrti to others but jīva is sick so it does not understand. In sickness sweet balls (lāḍus) would taste like poison but bhajīyā, fāfḍā and vaḍā (fried tasty articles of food) are liked. But one who is healthy would like to eat mālpuvā, lāḍu, śīro, etc. (sweet food) and would even be able to lift stone weighing a quintal. The unhealthy person cannot eat śīro will not be convenient.  Similarly, the talks of divine perspective are not liked by the one who has not understood the greatness of Mahārāj and muktas. Scriptures are like the sea, just as jumping into sea with rope in hand. Therefore, do not give up rope in the form of Mūrti. || 57 ||