Gujarati / English

પછી બાપાશ્રીએ વાત કરી જે, “કોઈનું સંપેતરું પહોંચાડવું હોય અને કોઈ પરબાર્યો જમી જાય તેમ જેને દેહ ને જીવ જુદા છે એવી વિક્તિ નથી તેવા જીવનું જ્ઞાન ઈન્દ્રિયો બારોબાર વાપરી નાખે છે.”

ત્યારે સુખપરવાળા મિસ્ત્રી માવજીભાઈએ પૂછ્યું જે, “મોટા મુક્ત જીવને બારોબાર જ્ઞાન આપે  તો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજ તથા મુક્તને વિષે દિવ્ય ભાવ હોય તો આનંદ થાય અને જીવ બારોબાર ગ્રહણ કરે ને તેમને વિષે મનુષ્યભાવ હોય તો ઈન્દ્રિયો દ્વારા વપરાઈ જાય તેથી જીવ સુધી પહોંચે નહિ. માટે વાંદરાની પેઠે અધરપધર વૃત્તિ ન રાખવી. મોટા અનાદિમુક્ત વાત કરતા હોય તે દિવ્ય જાણવી. તેજના સમૂહને વિષે શ્રીજી મહારાજ છે અને ચારે બાજુ મુક્તની સભાથી બધું બ્રહ્માંડ ઠસાઠસ ભરાઈ ગયું છે, તેજનાં કુંડાળાં પડે છે અને તેજનો ઘોષ થઈ રહ્યો છે. તેને પ્રણવનાદ કહે છે.”

એમ કહીને સૌને મૂર્તિના સુખનો આશીર્વાદ આપ્યો.

પછી એમ બોલ્યા જે, ‘માળામાં મણકાનો દોરો જુદો દેખાય છે તે માયિકભાવ છે ને સળંગ દેખાય તે અનુભવજ્ઞાન છે. આ લોકનું જ્ઞાન ભણવેથી વધી જાય છે તો અનુભવજ્ઞાન વધે એમાં શું કહેવું! એ જ્ઞાનને કોઈ પહોંચી શકતું નથી. આ લોકનું બહુ ભણીને પૃથ્વીનું અને જળનું પ્રમાણ કરે, પણ શ્રીજી મહારાજની મૂર્તિનું જ્ઞાન એનાથી થાય નહિ. મોટા અનાદિ તો અનુભવજ્ઞાનથી કરોડોને મૂર્તિનું સુખ આપે. દાડિયું કરીને વડોદરાનું રાજ્ય લેવું હોય તો ન મળે, પણ રાજાની કૃપા થાય તો રાજી થઈને આપી દે. મોટા અનાદિમુક્તે અને મહારાજે આ સડક કાઢી છે. આ સભામાં જે મોટાને ન ઓળખે તેને તેટલું નુકસાન છે. છેવટે એમ સમજે તોય ઠીક જે ભગવાનને ત્યાં બધુંય છે. બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી તથા આજના સંત તે સર્વે દિવ્ય છે. ખરેખરા સાધુતાના ગુણ આવે ત્યારે જ કામ પૂરું થાય. ખરેખરું સત્સંગમાં દાસપણું રખાય અને નિર્માનીપણે રહેવાય તો મનુષ્યભાવ તથા દિવ્ય ભાવ એક સમજાય; નહિ તો ન સમજાય.”

તે ઉપર ભુજના વેદાન્તાનંદ બ્રહ્મચારી મહારાજની પ્રસાદી જમ્યા નહોતા ને પછીથી પસ્તાવો કર્યો તે વાત કરી.

“એમ પ્રગટમાં સંશય રહી જાય છે, તે ન રાખવો. આજ તો મોટા અનાદિ શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ પ્રવર્તાવે છે અને મનવારો ભરી ભરીને અક્ષરધામમાં મોકલાવે છે. એવા મોટાનો જોગ કરીએ તો મહારાજને વિષે દિવ્ય ભાવ આવે ને નિઃસંશય થવાય. મોટા હજાર હજાર રૂપિયાના બારિસ્ટર આવતા ને સામા ઊભા રહેતા તોપણ શ્રીજી મહારાજના પ્રતાપે કેટલાક ભક્તોની રક્ષા થઈ છે એવો મહારાજનો અલૌકિક પ્રતાપ છે. જેણે હાથ ઝાલ્યો તે કોઈ દિવસ મૂકે નહિ; તેમ શ્રીજી મહારાજ ને તેમના અનાદિમુક્ત સાથે સંબંધ થયો પછી તે કેમ મૂકે! આવો જોગ મળ્યો છે તોપણ કેટલાક ભૂલી જાય છે તે કેવું અજ્ઞાન કહેવાય! આ લોકમાં મોટા મોટા વ્યવહારના પહાડ પડ્યા છે, તેને તોડીને બ્રહ્મરાક્ષસને મારીને મહારાજને પધરાવી દેવા, જેથી કરીને મહારાજની મૂર્તિને પ્રતાપે અલૌકિક જ્ઞાન થઈ જાય.

“ત્યારે કોઈ એમ કહે જે, ‘મોટાની ઓળખાણ વિના ને મહારાજનું સુખ આવ્યા વિના હેત કેમ થાય?’ તેનું તો એમ છે જે આપણે ભેગા થઈને કથા-વાર્તા કરીએ છીએ તે કેવળ મોક્ષને માટે ને મહારાજનું સુખ આપવા માટે કરીએ છીએ. આપણે તો એક શ્રીજી મહારાજની વ્યતિરેક મૂર્તિ ખરેખરી સાક્ષાત્કાર ચૈતન્યમાં પધરાવી દેવી. તે પધરાવનારા મોટા અનાદિ આ વખતે તૈયાર છે તેમની સાથે દિવ્ય ભાવે જોડાવું.”

પછી એમ બોલ્યા જે, “સૂર્યના રથમાં બેઠા તેને રાત્રિ-દિવસ નથી. એમ મૂર્તિ આકારે દૃષ્ટિ થઈ તેને કાળ નથી, કર્મ નથી, દિવસ નથી, રાત નથી, અવસ્થા નથી; એને તો પુરુષોત્તમ નારાયણની મૂર્તિના તેજમાં સર્વે સુખમય થઈ ગયું છે. માટે મહારાજની મૂર્તિ વિના બ્રહ્મપુર, ગૌલોકાદિક કાંઈ સંભારવું નહિ ને પૂછવું પણ નહિ. સંભારીએ તો મોટા કચવાય કે તેની કાંઈ ઈચ્છા હશે કે કેમ? આપણે મોટા પાસે તેનું પ્રમાણ કરાવીએ તે ઠીક નહિ. એક સાધુએ અમને પૂછ્યું ત્યારે અમે કહ્યું કે, ‘મૂર્તિ વિના અમે તો બીજું કાંઈ ભાળ્યું નથી ને જોયું પણ નથી. જો ખપે તો મહારાજની મૂર્તિ છે.’

“શ્રીજી મહારાજે ગામમાં વન કર્યાં છે. તે વન તે શું? તો જ્યાં માયા નથી એવાં દિવ્ય મંદિરો કર્યા છે તે નાવરૂપ છે. નાવનો એટલો વિશ્વાસ રહે કે બેઠા પછી નક્કી કાંઠે ઉતારશે; તેમ મોટા મુક્તનો એટલો વિશ્વાસ રાખવો કે તે નક્કી મહારાજના સુખમાં પહોંચાડશે. ‘નિર્ગુણના ગુણ ગાય ધર્મ સુત લાડીલો.’ બીજું જ્ઞાન ઓછું હશે તો ચાલશે, પણ એવો પ્રબળ નિશ્ચય રાખવો કે આ સંત છે તે અનાદિ છે, નિર્ગુણ છે ને સભા બધી સળંગ છે, વચમાં મહારાજની મૂર્તિ છે, મૂર્તિને અને મુક્તને ભેગાપણું છે. એમ સમજે તો બહુ કામ કરી દે.

“શાસ્ત્ર આડાં આવે એને આ વાત સમજાતી નથી. બાળકનો રમાડનાર હોય તે બાળક જેવી વિધિ કરે અને જુદું જુદું પણ બતાવે તેમ સંત મુક્ત, સભા ને મહારાજ એમ જુદું પણ રાખે ને ભેળું પણ બતાવે. ગોળ, ખાંડ, ઘી બધુંય ભેગું થયે સુખ વધે; એકલો લોટ ખાધે સુખ ન આવે. માટે ભેગામાં સુખ છે. મહારાજની મૂર્તિ છે ત્યાં સર્વે મુક્ત બેઠા છે. આ તો દિવ્ય સભા છે તેને મૂકીને એકલા ન રહેવું ને કોઈ વાતે ધોખો ન કરવો. મહારાજ અને મોટા અનાદિ મળ્યા એટલે જીતનો ડંકો થઈ ગયો. છેલ્લી વખતે આવું ને આવું રહે એટલે બસ છે. આ લોકનો વ્યવહાર ભૂત જેવો છે તે બાઝે તો મૂકે તેવો નથી. કાઠિયાવાડના બળદને આર મારે છે, પણ આરનો ભય નથી રહેતો કે હમણાં બીજી આવશે. એમ જોગ કરતાં કરતાં આ જ્ઞાન પેસી જશે એટલે બધુંય સમજાશે. જીવનો તો એવો સ્વભાવ છે જે કાંઈક નજરે ભાળે તો આનંદ, પણ અંદરનો આનંદ નહિ. માટે ખરેખરો મૂર્તિના સુખનો આનંદ અંદરનો રાખવો.

“સંપ્રદાયનું આડું-અવળું કાંઈક થાય તેમાં મહારાજ ને મોટા જે કરતા હશે તે ઠીક કરતા હશે એમ ન જાણે ને વચમાં પોતે કૂદી પડે, પણ મહારાજ ઉપર ન લાવે. એવી રીતે જીવ બહુ ભુલાણો છે. જીવનું શું ગજું! દેખાતું કાંઈએ ન હોય અને ધણી પોતે થાય તેને ઘણી ખોટ આવે છે. ધણી તો મહારાજ તથા મોટા મુક્ત છે. માટે તેમને સાથે રાખશું તો કાંઈ વાંધો નહિ રહે. મહારાજ અને સંતને ખરેખરા વોળાવા કરવા એટલે ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચાડે.”  II ૫૮ II

Then Bāpāśrī talked, “Just as we have to deliver someone’s article and someone else dines without information; similarly, the senses of such jīva which does not believe that the body and jīva are apart uses its knowledge without its notice.” Mistry Māvjībhāī of Sukhpur asked, “What if great muktas give knowledge from outside to jīva?” Bāpāśrī said, “If there is divine feeling for Mahārāj and muktas he will get joy and jīva gets it from outside and if it has human feeling for them, it will be used by senses and it would not reach to jīva. Therefore, tendency should not be like a monkey. When Anādi muktas talk, it should be known as divine. Śrījī Mahārāj is in the mass of luminescence, and on all around the whole cosmos is full with the assembly of muktas. Circles of luminescence are formed and that make sound of luminescence. It is called prāṇavnād. Saying so, all were blessed with the happiness of Mūrti.

          Then Bāpāśrī said, “If the thread appears different from beads of rosary it is māyik feeling and if it appears as a whole it is experiential knowledge. The knowledge of this world increases by education so if experiential knowledge increases it is not a surprise. There is no end of this knowledge. One can give the measurement of water and the earth with the education of this world but the knowledge of Mūrti cannot be measured by it. Great Anādis give happiness of Mūrti to innumerable people with experiential knowledge. If one wants to take the kingdom of Vaḍodarā, he cannot take it by doing work of labour but the king will pleasingly give it if he shows grace. Great Anādi muktas and Mahārāj have made this path. The one who does not recognise muktas in this assembly is at loss. At least if one understands that there is everything at the place of God, it is enough. Brahmānaṅd Swāmī, Gopālānaṅd Swāmī and present saints are all divine. When one gets real virtues of saints, he is fulfilled. In satsaṅg, if one keeps real feeling of servant and remains in it without pride, then he would understand the human feeling and the divine feeling as one, otherwise not. To clarify the point the example of Vedāṅtānaṅd Brahmachārī was given. He did not eat prasādī of Mahārāj in Bhuj and afterwards he repented. When Mahārāj Himself was here in human form, some had doubt, which should not be kept. The happiness of Mūrti is being prevailed by great Anādis today and sends innumerable devotees to Akṣardhām. If we get attached to such muktas, we will develop divine feeling for Mahārāj and will become doubtless. Muktas faced reputable barristers and several devotees were protected by the grace of Śrījī Mahārāj. Such is the divine power of Mahārāj. He who has given support will not back out. Similarly, when you get attached to Śrījī Mahārāj and His Anādi muktas how they can back out. Some forget even though they have got such an opportunity- what an ignorance! There are mountains of worldly affairs in this world- break that Brahmarākṣas and install Mahārāj so that by the grace of Mūrti, one will get divine knowledge. Then someone may doubt that how can one develop love without getting happiness of Mahārāj and without acquaintance of muktas?  He thinks that we get together and do kathā-vārtā, which we do it to get the happiness of Mahārāj and only for salvation. We should install Śrījī Mahārāj’s transcendent Mūrti in soul itself for which purpose great Anādis are ready to install it. so, get attached to them with divine feeling.

          Then Bāpāśrī said, “He who is sitting in the chariot of the sun has nothing like day and night. Similarly, he whose sight has become the form of Mūrti has no kāḷa, no karma, no day, no night and no age. His everything has become the happiness in the luminescence of Mūrti of Puruṣottam Nārāyaṇa. Therefore, Brahmpur, Golok, etc. should not be remembered and should not be inquired of excepting Mūrti. If those are remembered, muktas feeling will be hurt because they may think he may have some desire. It is not good if we ask muktas for its reliability. Once, a saint asked me and I told him that I have seen and experienced nothing excepting Mūrti. If you want, I have Mūrti. Śrījī Mahārāj has made forests in villages- what are those forests? He has made divine temples where there is no māyā– it is the form of a boat. We trust that after sitting in a boat, it will land us at the bank. Similarly that much trust should be kept in great muktas that they are sure to take us in the bliss of Mahārāj. ‘Nirguṇnā guṇa gāy dharmasut lāḍīlo’ (the one who praises virtues of having no virtues that son of Dharma is dear). If the other knowledge is less, do not worry but keep such strong determination that this is saint, he is Anādi, he is without attributes and the assembly is constant. In the centre, there is Mūrti. If one understands that muktas and Mūrti are having oneness, much will be done. This talk is not understood by the one who depends on scriptures only. The caretaker of a child will act like a child and though he may show something apart, similarly, he also considers saint, muktas assembly and Mahārāj as separate and also considers them to be together. When jaggery, sugar, ghee are mixed in flour, it gives happiness but if only flour is taken it will not give happiness. Therefore, there is happiness in unity. All muktas are sitting where there is Mūrti. This is a divine assembly and should not remain alone leaving it and should not lament for anything. Since we have met Mahārāj and great Anādi, it is the sign of victory. If it remains like this till the last moment of life span, it is enough. The affairs of this world are like ghost- if it embraces, it will not leave. The ox of Kāṭhiyāwāḍ is beaten with a nail in the stick but it has no fear of it and never cares for beating after beating. Similarly, in continuous association, this knowledge will go deep so everything will be understood. The nature of jīva is such that whatever it sees it gets joy but there is no inward joy. Therefore, the joy of happiness of Mūrti should be from inside. If something goes wrong in the sect and if he does not think that whatever Mahārāj and muktas do must be doing as they think fit and interfere but jīva does not think that it is the work of Mahārāj- such is its mistake. What is the capacity of jīva? Nothing is seen but becomes an owner of it- he suffers a lot. The owner is Mahārāj and great muktas, and if we keep them with us, nobody can harm. If Mahārāj and saint are kept as guard, they will take us directly in the bliss of Mūrti.” ||58||