Gujarati / English

સંવત ૧૯૮૩ના કારતક સુદ-૬ને રોજ સ્વામી ઈશ્વરચરણ-દાસજી આદિ સંતો ભારાસર આવ્યા ને બાપાશ્રી પણ ત્યાં પધાર્યા.

બીજે દિવસે સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૧લું વચનામૃત વંચાતું હતું.

ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, “માયા તે શું? તો આ દેહ છે તે જ માયા છે. તેમાંથી હેત ટાળવું અને મૂર્તિમાં જોડાવું. મૂર્તિમાંથી તેજ હડડ હડડ નીકળે છે એવી એ મૂર્તિ છે, પણ મહિમા સમજવો જોઈએ. અ.મુ.સદ્. ગોપાળાનંદ સ્વામી કેવડા મોટા હતા! અને તેમના શિષ્ય સ્વામી નિર્ગુણદાસજી પણ તેવા જ સમર્થ, તોપણ તેમની કેટલાક નિંદા કરતા; હવે તેમને સંભારે છે. આ સભામાં એવા હોય, પણ ઓળખાય તો કામ થાય.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “જાઓ નાહવા.”

ત્યારે સ્વામી બોલ્યા જે, “ભલે.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “મૂર્તિમાં નહાવું એ ખરું છે. કેટલાક સાધનમાં અધિક માલ માને છે અને પ્રત્યક્ષ ભગવાન તથા પ્રત્યક્ષ સંત તેને ઓળખે નહિ ને મૂર્તિમાં જોડાય નહિ; પણ મૂર્તિમાં જોડાવું એ જ ખરું  છે. હરિજનો! આ વાત સર્વે સમજી રાખજો, મહારાજને તથા આ સંતને ઓળખજો. અમે આજે જઈશું.”

ત્યારે હરિજનો બોલ્યા જે, “આજ તો રહેવું જોઈશે; કાલે પધારજો.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “કલ્યાણ કરશો તો કાલે પણ રહીશું. અમને ઓળખજો. અમે અક્ષરધામમાંથી તમને સર્વને ખણવા (લઈ જવા) આવ્યા છીએ. તે ખંપાળી નાખી છે, પણ ખંપાળી નાખતાંય કોઈ પડ્યા રહે તેનું શું કરવું? તે તો રહી જાય. માટે કોઈ રહેશો નહિ.”  II ૬ II

 

Saṁvat 1983, on the day of Kārtak Sud 6th, Swāmī Īśvarcharaṇadāsjī, etc. came to Bhārāsar and Bāpāśrī also came there. In the morning of the next day, the 1st Vachanāmṛt of Gaḍhaḍā First Chapter was being read in the assembly. Bāpāśrī said, “What is māyā? This body itself is māyā. We should annihilate our attachment with the body and should get attached to Mūrti. Mūrti is such that abundant luminescence radiates from Mūrti. For that, we should know His greatness. How great Anādi Mukta Sadguru Gopālānaṅd Swāmī was! His disciple Swāmī Nirguṇdāsjī was also similarly great. Even then, some used to criticize him; but now they recall him reverently. Such great muktas may be in this assembly; but if we know them then we become fulfilled.”

Then Bāpāśrī asked Swāmī Īśvarcharaṇadāsjī to go to bathe. Swāmī replied in positive. Bāpāśrī said, “To bathe in Mūrti is the real bath. Some give more importance to spiritual endeavours than knowing manifest God and His manifest saints and hence they do not get attached to Mūrti; but to get attached to Mūrti is the best spiritual endeavour. O Devotees! Understand this matter and recognise Mahārāj and His saints. Today I am going to leave.” Then the devotees said, “You will have to stay here today and may leave tomorrow.” Bāpāśrī said, “If you wish I shall stay till tomorrow even; but recognise me. I have come from Akṣardhām to fetch you all there. I want to draw you all; in spite of that if someone remains left out on his own, what can I do for him? Such person is sure to be left out. Therefore, see that you are not left out.” || 6 ||