Gujarati / English

રાત્રે મેડા ઉપર આસને બાપાશ્રી વાતો કરતા હતા.

તે વખતે મનફરાવાળા માનસંગ ભક્તે પૂછ્યું જે, “બાપા! સત્સંગમાં મહારાજના મહિમાની વાતો બહુ થાય છે તે સાંભળીએ છીએ તોપણ ઘાટ-સંકલ્પ કેમ ટળતા નહિ હોય? ને માનસી પૂજા કરવા ટાણે, માળા ફેરવવા ટાણે ને ધ્યાન કરવા ટાણે કંઈક ઘાટ-સંકલ્પ આડા આવીને ઊભા રહે છે તે કેમ ટળે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજના આશ્રિતને એ મૂર્તિનું બળ રાખવું ને મોટા સંતનો મહિમા સમજવો એટલે એ ઘાટ નડી ન શકે. આ ટાણે બહુ ભારે કામ થાય છે, માટે ઢીલા-પોચા ન રહેવું. અને દેહમાં ટોળું ભરાઈ ગયું છે તે બહુ જબરું છે. એના જયારે ઘાટ થાય ને મનન કરે ત્યારે એનો સાક્ષાત્કાર થાય; માટે થતા ઘાટને જ દંડ દઈને કાઢી મૂકવો. અને જેમ વિદ્યાર્થી ભણે છે ને ગોખે છે તે પાકું થઈ જાય છે, તેમ મનન કરવાથી પાકા ઘાટ થઈ જાય છે, માટે ઘાટનું મનન કરવું નહિ. આપણને નબળા ઘાટનો અભાવ હોય તો મરેલા જાણવા અને હેત હોય તો જીવતા જાણવા. માટે ખબડદારી રાખવી અને પોતાને પાપી ન માનવું.

“આપણે ગૃહસ્થને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું છે, તેથી આઘું-પાછું વર્તવાનું કદી કરવું નહિ. અને કોઈ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે નહિ તેનાં વચનમાં વિશ્વાસ કરવો નહિ.

“મોટાનો મહિમા બરાબર સમજે તેનું તરત કામ થઈ જાય છે તે જ્યારથી જોડાય ત્યારથી તેનું કલ્યાણ થાય. સાધનવાળાને દેહને અંતે કલ્યાણ છે. જેમ એકને રોકડા રૂપિયા ને એકને હૂંડી વટાવવી બાકી છે તેમ.

“મહારાજની મૂર્તિનું અનુસંધાન સર્વે ક્રિયામાં રાખવું. મહારાજના સંત સર્વેને દિવ્ય જાણવા, તેનું મનન કરવું, પણ એથી પરવારવું નહિ. પાંચ વખત માનસી પૂજા કરવી અને તેનો કેફ પંદર કલાક એટલે કે આખો દિવસ રહે. વ્યવહાર કરવામાં એક વરસ આગળથી ઠરાવ કરે છે. તો માનસી પૂજા કરતાં એક એક કલાક ઠરાવ થાય અને એક એક કલાક પછી સાંભર્યા કરે એમ કરતાં કરતાં અખંડ થઈ જાય. બહારની સેવા-ભક્તિ થાય, પણ ટાણું આવે ત્યારે માનસી પૂજા ભૂલી જવાય. આગળ-પાછળ થઈ જાય તો તે કેવું થયું કે જેમ કોઈકને નોતરું દઈને પછી ટાણે જમાડે નહિ, તો કચવાઈ જાય; તેમ નિયમ વિનાની માનસી પૂજા પણ એવી છે. એક વખત ભૂલી જવાય તો બે વખતની ભેગી કરે એમ કાંધા કરે, એમ કાંધા કરતાં પણ પૂરું થાય નહિ ત્યારે દેવાદાર થઈ જવાય. માટે નિયમસર માનસી પૂજા કરવી, પણ કાંધા કરવા નહિ. ધણીના ઘરમાં આવ્યા પછી ધણીની મરજી પ્રમાણે વર્તવું જોઈએ, નહિ તો કાઢી મૂકે. મહારાજે એક સાધુને ચોંટી ભરી તેથી જતા રહ્યા. દેહનું કામ એવું છે.”  II ૬૧ II

At night Bāpāśrī sitting on his seat on the upper storey of the temple was talking. At that time Mānsaṅg Bhakta of village Manfarā said, “Bāpā! Many talks are taking place about greatness of Mahārāj in satsaṅg. We listen to them even then we cannot avoid thoughts. Why is it so? Moreover, while performing mental worship, rosary, meditation, some thoughts put hurdles- how can they be avoided?” Bāpāśrī said, “The followers of Śrījī Mahārāj should keep the strength of Mūrti and understand the greatness of great saints so thoughts will not disturb. Much is being done during this time. Therefore, do not be timid and the body is full of senses, etc., which is harmful. When they come as thoughts and if they are pondered over, they become real. Therefore, such thoughts should be driven out by punishing them. Just as a student learns and crams and it becomes firm. Similarly, by pondering thoughts become firm. So, they should not be pondered. If there is lack of weak thoughts, they should be known as dead if they are loved, they should be known as alive. Therefore, be alert and do not believe ourselves as sinner. The householders have to behave according to Śikṣāpatrī, so never behave otherwise. If someone does not behave according to Śikṣāpatrī, his words should not be trusted. If one understands the greatness of muktas, he is soon fulfilled. The time from when he joins, he becomes fit for achieving his goal. The seeker is liberated after his death. It is just like one having cash money and other having promissory note which is yet to be realised. We should keep continuity of Mūrti in every activity. All saints of Mahārāj should be known as divine, ponder over them but never get tired of it. Perform mental worship five times, and keep its intoxication for fifteen hours so it will remain for the whole day. For the work of worldly affairs one plans a year in advance. While performing mental worship if one plans an hour in advance and remembers it an hour, it will become constant by and by. Outward service-worship is done but when the time comes mental worship is forgotten. It is done without maintaining its time means doing it whenever it is remembered- it is just like inviting someone at lunch and not giving him food at the time of lunch, he will be dissatisfied. Similarly, mental worship without observing its norm is like that. If it is forgotten one time, he will do it two times together and thus he carry forward but he will not be able to complete it. So he will become debtor. Therefore, mental worship should be performed as per the rules but should not be evaded. After entering the house of Mahārāj, we should behave according to His wish; otherwise, we will be driven out. Mahārāj pinched a saint so he went away. The work of body is like it.” || 61 ||