Gujarati / English

બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ધર્મ તો સ્વામિનારાયણને ઘેર છે, બાકી તો ઘેર ઘેર ભાંગેલાં ઠીકરાં છે. ખપ હોય તેને સત્સંગમાં ઘણા મોટેરા પડ્યા છે તેને જોગે કરીને પોતાનું પૂરું કરી લેવું. આ સભાની ચરણરજ વાળેલી હોય તે રજનો મહિમા જાણીને પાપી જીવ માથે ચડાવે તો તે પાપી હોય તોપણ પાપથી મુક્ત થાય અને ભૂત-પ્રેત હોય તો તે પણ જતું રહે. તે ભૂત-પ્રેત વાસનાએ કરીને અને મોટાનો અપરાધ કરવે કરીને થાય છે. પ્રેત એટલે વાસનાવાળું. પ્રેતને લાજ હોય, અને ભૂત એટલે વધારે પાપવાળું. જેણે મોટા મુક્તનો દ્રોહ કર્યો હોય, ભગવદીનો દ્રોહ કર્યો હોય તે ભૂત થાય. તેને લાજ પણ હોય નહિ. વળી તેનો આહાર મલિન એટલે કે ખાવા-પીવાની નકારી વસ્તુ; જેથી કરીને દિવસે દિવસે વધારે મલિન થતો જાય. કેટલાક આવા દુખિયા વિચાર વિના થઈ જાય છે.

“માટે કોઈને શિખામણ દેવી હોય તોપણ શુદ્ધ સત્વમાં રહીને દેવી; તમોગુણી થઈને ન કહેવું. જેમ મા-બાપ છોકરાંને શિક્ષા કરે છે, પણ અંતરમાં રાજીપો રાખીને; પછીથી કાંઈ ખાવાનું આપીને છોકરાંને રાજી કરે છે તેમ કરવું, પણ બીજાને ટાઢા કરવા જાય ને પોતાને બળાપો થાય અને નાના-મોટાનો અપરાધ થઈ જાય એમ ન કરવું. સત્વગુણથી સમાસ થાય છે તે શુદ્ધ સત્વગુણથી થોડુંક કહે તોપણ દાબ વધારે બેસે છે. મલિન સત્વગુણ એ તો માયાનો ગુણ છે. તેમાં રહીને કદાપિ ધ્યાન કરતો હોય કે માળા ફેરવતો હોય, પણ માંહીથી ધક્કો લાગે ત્યારે બીજાને લડવા માંડે ને ક્રોધ આવે, માટે શુદ્ધ સત્વગુણી થાવું. મલિન સત્વગુણ ઉપરથી તો શાંત દેખાય છે, પણ એ ત્રણે ગુણ એક જ ભાઈ છે; જેમ લીંબોળી પાકી હોય તેને ઉપરથી ખાય જરાક ઠીક લાગે, પણ કચરીને ખાય તો તે પણ ઝેર જેવી કડવી લાગે તેમ. ત્રણ ગુણથી જુદા રહી નિષ્કપટપણે સત્સંગ કરવો. મોટા મુક્ત આગળ નિષ્કપટપણે અને સરળ સ્વભાવે વર્તવાથી મોટા બહુ રાજી થાય છે.”

પછી એમ બોલ્યા જે, “અમે એક વખત જેતલપુર જતા હતા. ત્યાં અશ્લાલીની ભાગોળે કેટલાક નાનાં છોકરાં દોડતાં દોડતાં આવ્યાં ને આળોટવા મંડ્યાં. તે જોઈ અમે બહુ રાજી થયા અને સિગરામમાંથી નીચે ઊતર્યા તેથી તે દર્શન કરી બહુ આનંદ પામ્યાં. એમ જે મોટાના જોગમાં આવી જાય તેનું તો બહુ ભારે કામ થાય છે. આ સમે મહારાજ કહે, ‘અમારે પાત્ર-કુપાત્ર જોવા નથી. અમે તો અનંત જીવને અભયદાન આપવા આવ્યા છીએ. અમારા મુક્તનો ને અમારો વાયરો અડે એટલામાં કામ પૂરું થઈ જાય.’ મોક્ષનાં લાખો સાધન લખ્યાં છે, પણ મહિમા ને દિવ્ય ભાવ જેવી મોટી વાત કોઈ નથી એમ ભગવાનના ભક્તને સમજવું. જો એમ ન સમજાય તો મહારાજની પ્રસન્નતા થાય નહિ. આ સમે મહારાજે જીવો ઉપર અપાર દયા કરી છે.”  II ૬૨ II

Bāpāśrī, showing his favour, talked. He said, “Religion is at the door of Swāmīnārāyaṇa. At other places, there are broken earthen vessels. If one has need, there are many muktas in satsaṅg– get attached to them and be fulfilled. If dust of this assembly is put by the sinner on his head with the understanding of the importance of the dust, and even if he is sinner, he will become free from sin and if he is ghost, he will be free from that birth as ghost. The birth as ghost is got because of passion and by becoming guilty of muktas. Goblin means having passion, and it has shame, and ghost means having committed more sins, and he who betrayed great muktas. He who has betrayed devotees will become ghost and it is shameless. Moreover, its food is dirty- means prohibited food. So, he becomes dirtier day by day. Some become such miserable because they are thoughtless. Therefore, if you want to advise someone, advise in pure sattvaguṇa but not in tamoguṇa. Just as, parents punish their children but remaining soft inwardly. Then they please the children by giving them eatable of their liking- do it thus. If one tries to cool someone but he himself is with agony and may be the cause of becoming guilty- do not do thus. Sattvaguṇa brings goodwill. If even a little is said with pure sattvaguṇa, it has more effect. Polluted Sattvaguṇa is the attribute of māyā. If one meditate in that attribute or does rosary, there will be shock from inside and then he starts quarrelling, becomes angry, so achieve pure Sattvaguṇa. Polluted Sattvaguṇa seems to be quiet but all the three attributes are the same brothers. If you eat ripe fruit of a neem tree without crushing it, the taste of it will be bit good but if you crush it, it will become bitter like poison. Similarly, we should do satsaṅg frankly remaining apart from three attributes. Great muktas will be pleased if we behave frankly and straight forwardly in front of great muktas. 

          Then Bāpāśrī said, “Once I was going to Jetalpur. There some children came running at the outskirts of Aślālī. They began to wallow on the ground. I was very much pleased to see it and got down from the sigrām (a comfortable, covered vehicle drawn by bullocks or horses). They were very much pleased having darśan. Those whosoever come in contact with muktas are lucky because they get a chance to achieve their goal. Mahārāj says that He is not concerned whether the devotees are worthy or not. We have come to give them assurance of safety to infinite jīvas. If the wind, which has touched Me and My muktas, touches anyone will be beneficial to him. Many means have been described for liberation but there is no any other great talk other than that of greatness and divine feeling- the devotee of God should understand thus. If it is not understood thus, Mahārāj will not be pleased. This time Mahārāj has shown His unlimited pity on jīvas.” || 62 ||