Gujarati / English

બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આપણે તો બધો દિવ્ય ભાવ સમજવો. મોટા અનાદિમુક્ત મળ્યા છે તે ધક્કે મારીને ધામમાં લઈ જાય તેવા છે. તે શું? તો માયાનાં આવરણ બધાં તોડીને, સામ્યાવસ્થા ભેદાવીને અક્ષરધામમાં પહોંચાડે એવા અનાદિમુક્ત આ રહ્યા. આ સભા સર્વે દિવ્ય છે. આ ટાણે જમ્યા તે પણ દિવ્ય છે. જીવને મોટા મળ્યા એટલે સોંઘા થઈ ગયા એમ જાણવું. પરોક્ષ હોત તો મોંઘા હોત.

“આ લોકમાં એક ને એક વસ્તુનું નામ લે તો ગાંડો કહેવાય અને ઘણી વસ્તુનું નામ દે તો ડાહ્યો કહેવાય. તેમ આ લોક-પરલોકના દૃષ્ટાંત-સિદ્ધાંત, અવતાર-અવતારીના દૃષ્ટાંત-સિદ્ધાંત એ બધી વાત કરે અને તે વિશેષ પ્રમાણ કરે એ લાંબા ફેરનો રસ્તો છે. આ સમજ્યા વિના મહારાજને, ધામને તથા મોટાને વગોવ્યા એમ દહાડો નીકળી ગયો એવું થયું. શ્રીજી મહારાજ તથા મોટાએ તો પરબાર્યો રસ્તો કર્યો છે. એ ખરી વાત જીવમાં પેસે તો ગાંડા થઈ જવાય, પણ ગાંડા થવાતું નથી એટલી નિશ્ચયમાં કસર છે તથા શ્રદ્ધામાં કસર છે.

“મહારાજની સાક્ષાત્ વ્યતિરેક મૂર્તિનું સુખ આપણને મળ્યું છે. સાધનથી કાંઈ પૂરું થાય તેમ નથી. માટે જળ અને મીનના જેવું મોટાને વિષે હેત રાખવું. શ્રીજી મહારાજના લાડીલા છે તે ત્રણે અવસ્થામાં મૂર્તિને ભેળી જ રાખે છે, પણ મહિમા નથી કે આ ક્યાંના આવેલા છે! આ કાંઈ થોડી વાત નથી. મોટા મુક્ત ભેળા બેસીને વાત કરે છે ને સુખ આપે છે તે જીવમાં કસ આપે છે ને તેજ, સામર્થી અને સુખ આપે છે, પણ સમાગમ વિના એવું સમજાતું નથી. ‘રસબસ હોઈ રહી રસિયા સંગ જ્યું મીસરી પય માંહી ભળી.’ તેમ મહારાજ અને મોટા સાથે રસબસ થઈ રહેવું એટલે આપણો ખરેખરો આત્યંતિક મોક્ષ થઈ ગયો. ખરો મુદ્દો અને ખરા ખેવટિયા હાથ આવ્યા છે તે મનવારો ભરી ભરીને જીવને અક્ષરધામમાં લઈ જાય છે.”

તે વિષે મનવારની વાત કરી.

“એવી લાખો મનવારો ભરીને મહારાજ અને મોટા અનાદિ જીવને લઈ જાય છે; કાંઈ એક-બેનું કલ્યાણ કરે એવા નથી, પણ નજરે ચડ્યા એ બધાયનું કલ્યાણ છે. માટે પરિપકવ નિશ્ચય જોઈએ. સમુદ્રમાં પડે, કૂવામાં પડે, અગ્નિમાં બળી જાય, વીજળી પડે અને મરે, પણ જેને મોટા મળ્યા હોય તેને આત્યંતિક કલ્યાણમાં સંશય નહિ. મોટા અનાદિને વિષે આત્મબુદ્ધિ રાખતાં કલ્યાણમાં ફેર રહે, તો મોટાને માથે જોખમદારી છે. ભૂત સર્વત્ર દેખાય છે, ત્યારે મોટા અને મહારાજની મૂર્તિ સર્વત્ર કેમ ન દેખાય? મૂર્તિનો મહિમા ખરેખરો સમજાય ત્યારે આ લોકની તુચ્છતા થઈ જાય. માટે આ વાતનો કેફ રાખવો કે કલ્યાણ થઈ જ ગયું છે.

“આ તીર્થમાં નાહ્યા તેનો કેટલો મહિમા છે! બધાય રસબસ નાહ્યા તેમાં શું બાકી કહેવાય! અનંત બ્રહ્મહત્યાઓ, પંચમહાપાપ સર્વે નાશ પામી ગયા. પછી પોતાને કોઈ પાપી માને એ અણવિશ્વાસ કહેવાય. જો વિશ્વાસ હોય તો અનંત જન્મનાં પાપ બળી જાય. એ વાતમાં સંશય નથી. આવી વાત હાથ ન આવી હોય અને ભૂત, ભવિષ્ય ને વર્તમાનની વાતો કરે, ઐશ્વર્ય-ચમત્કાર જણાવે, તોય શું! એ બધુંય મહારાજની મૂર્તિ વિના વિઘ્નકર્તા છે. માટે આપણે તો એક મૂર્તિમાં ખેંચાવું ને એ મૂર્તિમાં રહ્યા હોય તેમની સાથે દૃઢ હેત કરવું.”  II ૬૬ II

Bāpāśrī showing his favour talked. He said, “We should understand everything in divine feeling. We have met great Anādi muktas who push us in Akṣardhām- such is their capacity. They break our shackles of māyā and pierce our sāmyāvasthā and takes, us to Akṣardhām- here are such Anādi muktas. This entire assembly is divine. The food, which we take, is also divine and we should think that since jīva met muktas so they have become common, easily approachable for us. Had they been parokṣa (not manifested on the earth), they would have become rare. If one repeats the name of the same thing, he will be considered mad in this world and if he  gives names of many things, he  will be considered wise. Similarly, he gives example of this world and heavenly world– principle, example of incarnation and the one who gives incarnation-principle, etc. and standardises them additionally- that path is very long. Without understanding this, it is like wasting the whole day and defamed Mahārāj, abode and muktas. Śrījī Mahārāj and muktas have paved the direct path. If this real thing goes deep in jīva, one would become mad but he is not becoming mad so there is that much defect in determination and shortcoming in faith. We have got the bliss of transcendental (vyatirek) Mūrti of Mahārāj. Nothing can be fulfilled by means. Therefore, one should keep love for muktas, as the fish loves water. Those who are beloved of Śrījī Mahārāj keep Mūrti with them in all three states but one who does not have understanding of greatness doubt their existence. This is not an ordinary talk. Great muktas talk and give happiness sitting with us. It gives nourishment to jīva. They give luminescence, power and happiness but it is not understood thus without association. ‘Rasbas  hoī rahī rasiyā saṅg jyuṅ misrī pay māhīṅ bhaḷī’ like that, we should remain engrossed with Mahārāj and muktas so that we can achieve true ultimate liberation. We have got the real treasure and real captain of the ship. They fill the warship with jīvas and take them to Akṣardhām- the talk was given on warship. Such ten thousands of warships are filled with jīvas by Mahārāj and great Anādi muktas and take them to Akṣardhām- it is not that they liberate one or two jīvas but all those on whom their sight falls are liberated. Therefore, matured determination is required. One may fall and die in the sea, in the well, get burnt in fire, accidental death by lightening but those who have met muktas will doubtlessly get ultimate liberation. If one has ātmabuddhi (inner faith or oneness as one has with one’s body) in great Anādi and if he is not liberated, muktas will be responsible. A ghost is seen everywhere so why muktas and Mūrti can not be seen everywhere? If the greatness of Mūrti is thoroughly understood, this world will become trivial. Therefore, one  should keep intoxication of this talk and believe that salvation is achieved. How much importance is there  in taking bath in this pilgrimage? All bathed with full faith in bliss of Mūrti, then what remains to be done! Infinite killings of Brāhmaṇas, five great sins were all destroyed. There after if one considers himself as a sinner, it is called having no faith. If there is faith, sins of infinite births will be burnt- no doubt about it. If such thing is not understood and talks about past, present and future and shows miracles, supernatural powers so what! That is all hurdles without Mūrti. Therefore, we should be attracted to Mūrti and should develop firm love with those who dwell in Mūrti.” || 66 ||