Gujarati / English

રાત્રે મેડા ઉપર આસને સંત-હરિભક્તો બેઠા હતા.

ત્યારે બાપાશ્રીએ હીરાભાઈ તથા હરિભાઈને કહ્યું જે, “તમોએ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાનું પારાયણ બેસારીને બહુ લહાવ લીધા. બધાયને બ્રહ્મયજ્ઞ કરાવીને ખેંચી લીધા. કથામાં જે નાદ થાય છે તે બધાય પરભાવના છે. તે શ્રીજી મહારાજનાં ને મહામુક્તનાં વચન છે. અનંત બ્રહ્માંડમાં ફરી વળે તોય આ નાદ ન સંભળાય. શ્રીજી મહારાજને ઘેર આ બધુંય છે. આ તો ચમત્કારિક વાતો થાય છે. એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ, એવા આ મોંઘા મુક્ત છે. તે શ્રીજી મહારાજે સોંઘા કર્યા છે તેથી મળો છો, વાતો કરો છો, જમાડો છો, આશીર્વાદ લો છો. આ તો મહારાજના પડછંદા છે. મુક્ત તો હજૂરના રહેનારા છે ને મહારસના પાન કરનારા છે. તે રસબસભાવે મૂર્તિના સુખભોક્તા ભેગા ને ભેગા જ.”

પછી બાપાશ્રીએ લાલુભાઈ સામું જોઈને કહ્યું જે, “કેમ લાલુભાઈ! આમ હશે કે નહિ હોય?”

ત્યારે લાલુભાઈ કહે, “બાપા! એમ જ છે. આ દર્શન ક્યાંથી મળે? મહારાજની મૂર્તિમાંથી સુખ લીધા કરે ને સૌને એ સુખ આપ્યા કરે એ અલૌકિક દિવ્ય મૂર્તિનાં દર્શન બધાયને થાય છે. શ્રીજી મહારાજની દયા આ સમે અમારા ઉપર ઘણી છે. આપે તો અમને આ ફેરે ન્યાલ કર્યા છે.”

ત્યારે બાપાશ્રી કહે, “લાલુભાઈ! મહારાજની દયાનું માપ થાય તેવું નથી. અમૃતના સિંધુ ઊલટ્યા છે. કોઈ આવો! કોઈ આવો! ગુણ-અવગુણને નાથ ગણતા નથી. આ ટાણે મહારાજે મોક્ષનાં સદાવ્રત બાંધ્યાં છે.”

રાત્રે કેટલાક હરિભક્તો સમય થઈ જવાથી ગયા અને થોડા હરિભક્તો બેઠેલા તે સેવા કરવા લાગ્યા.

ત્યારે બાપાશ્રીએ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, “સ્વામી! અમારો દેહ હવે ચાલતો નથી. મહાદેવભાઈને ઘેર તેની દીકરીના આજે સંબંધ થવાના હતા તે નિમિત્તે બહુ કરગરીને અમને તેડી ગયા, પણ હવે શરીરમાં થાક જ્ણાય છે. અહીંના હરિભક્તો પ્રેમી બહુ તે મહાદેવભાઈના એક ઘેર જવાનું હતું, પણ આ કહે મારે ઘેર ને ઓ કહે મારે ઘેર, એમ ફળિયામાં ઘેર ઘેર અમને તેડી ગયા. ત્યાં હરિભક્ત કીર્તન બોલે, ઘેર ઘેર ઠાકોરજીની મૂર્તિઓ આગળ ઘીના દીવા બળે, અગરબત્તીના ધૂપ ને જ્યાં જઈએ ત્યાં મેવા આદિકના થાળ જમાડી પ્રસાદી હરિભક્તોને વહેંચે, આરતીઓ થાય, નાનાં નાનાં છોકરાંને લાવી લાવીને ખોળામાં મૂકે, વર્તમાન ધરાવવાનું કહે. એમનાં હેત જોઈને તો અમે ઘણા રાજી થયા. મહારાજની અહીંના સત્સંગ પર બહુ દયા જણાય છે, નહિ તો આવા બળિયા ન હોય. એ તો હેતવાળા, પણ અમારા ભેગા આ આશાભાઈ, મોતીભાઈ, ખીમજીભાઈ આદિ ભેળા હોય તે પણ એમ ન કહે જે, ‘આમને થાક લાગ્યો હશે.’ તે તો મૂળગા એમ કહે જે, ‘બાપા! જાવું ખપે, હરિભક્તો રાજી થાય.’ એવા ભેગા ચાલનારા.”

ત્યારે આશાભાઈ કહે, “બાપા! સૌને તાણ રહી જાય તેથી અમે તો એમ કહીએ.”

ત્યારે સ્વામી વૃંદાવનદાસજી કહે, “બાપા! આ ફેરે આપ અહીં પધાર્યા ત્યારથી થાકનું કે ભૂખનું ક્યાં ગણો છો! આપને તો એમ છે જે બધાય રાજી કેમ થાય.”

ત્યારે બાપાશ્રી કહે, “આ બધું અવરભાવમાં છે. પરભાવમાં તો એક મહારાજની મૂર્તિ જ છે. અનંત મુક્ત એ મૂર્તિ ભેગા છે. મહારાજ નવાં નવાં સુખ આપે છે, મુક્ત એ સુખ ભોગવે છે. ત્યાં ભૂખ કે થાક નથી, ત્યાં તો આનંદ, આનંદ ને આનંદ છે. કોટાનકોટિ કલ્પ વીતી જાય તોપણ એ સુખમાંથી તૃપ્ત ન થવાય એવું મહામોઘું સુખ શ્રીજી મહારાજે આ સમે સોંઘું કર્યું છે.

“અમે તો જ્યા જઈએ ત્યાં સિંહાસનમાં મહારાજની મૂર્તિ વિનાનાં કોઈ ઘર દેખતા નથી. હરતાં ફરતાં નાનાં નાનાં છોકરાં દર્શન કરે, થાળ જમાડીને જમે. આરતીયું બોલે, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ કરે, ઠાકોરજીને જગાડે, પોઢાડે; આવી શ્રીજી મહારાજે નૌતમ રીત ચલાવી છે. તે ઘર બધાંય અક્ષરધામ રૂપ કરી દીધાં છે. અમે શેરીઓમાં નીકળીએ ત્યારે હરિભક્તોનાં નાનાં-મોટાં છોકરાંથી ને બીજા કેટલાક મુમુક્ષુઓથી રસ્તાઓ ભરાઈ જાય છે. સૌને રાજી કરવાનું તાન. કોઈ હાથ જોડે, કોઈ પગે અડે, કોઈ પ્રાર્થના કરે, કોઈ કરગરે; પણ સૌને એમ જે અમારા ઉપર રાજી થાય. અમને પણ એમ થઈ જાય છે જે મહારાજ સૌને મૂર્તિમાં રાખી સુખિયા કરે. સંતો! તમે પણ સૌ દયા કરજો.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! આપના સંકલ્પ ભેગા સૌના સંકલ્પ. આપ રાજી છો તે તેમનાં ભાગ્યનો પાર ન કહેવાય.”

ત્યારે બાપાશ્રી કહે, “મહારાજ આ ટાણે પાત્ર-કુપાત્ર જોતા નથી. આ વખતે મહારાજે ખંપાળી નાખી છે તેથી નજરે પડ્યો તેનું કામ થઈ જાય છે, પણ જીવને આ જોગનો નવો આદર ને માયામાં ગોથાં બહુ ખાધાં છે તે હજી ફેર ચડી ગયેલા ઊતરતા નથી. મહારાજે ને મોટાએ તો એવો સંકલ્પ કર્યો છે કે કોઈ રહી જાય નહિ. સૌને મૂર્તિમાં રાખવા છે. જુઓને! આ કુંજવિહારી હરિકૃષ્ણ મહારાજ કેવા પ્રતાપી બિરાજે છે! આ ઠેકાણે તો દરિયાનાં પાણી આવતાં તે ઠેકાણે અક્ષરધામ તુલ્ય સ્થાન થઈ ગયાં. મહારાજની ને તમારા જેવા મોટા સંતોની કૃપાનાં આ ફળ છે.”

પછી સેવા કરનારા હરિભક્તો સામું જોઈને કહ્યું કે, “તમે સૌ સેવા કરો છો તે અપરાધ નહિ થાય?”

ત્યારે સોમચંદભાઈએ કહ્યું કે, “બાપા! આ સેવાથી તો અનંત જન્મના અપરાધ ટળે.”

પછી ગોવિંદભાઈ, ગોરધનભાઈ, વલ્લભદાસભાઈ, માવજીભાઈ, ડોસાભાઈ, લાલજીભાઈ આદિ સેવા કરનારા હરિભક્તો કહે, “બાપા! આ સેવા મોંઘી બહુ છે, પણ તમે દયા કરી છે તેથી મળે છે.”

ત્યારે બાપાશ્રી કહે, “આપણને મહારાજ મળ્યા છે તે ન્યાલકરણ છે. તેમના મુક્ત પણ બીજું શું કરે? એ જ કરે. જેને જેને એ મળે તેને મહારાજના સુખે સુખિયા કરે છે. મહારાજ કહે છે કે અનંત મનવારો લાવ્યા છીએ. તે મહારાજના મુક્ત અનંત કોટિ જીવને ખણી ખણીને મૂર્તિમાં મૂકે છે તેથી મહારાજ અનંતગણી મોજ આપે છે. આ બધોય શ્રીજી મહારાજનો દિવ્ય સાજ છે. તે જીવને અભયદાન આપે છે. જુઓને! અહીં લાલુભાઈ જેવા મુક્ત કેવા હેતવાળા છે, કેવા નિર્માની છે! હીરાભાઈ, સાંવલદાસભાઈ પણ એવા. બીજા નાના-મોટા સૌ બળિયા છે. તે સર્વેને મહારાજને રાજી કરતાં સારું આવડે છે. સત્સંગ બધોય દિવ્ય છે એવું જણાય ને સૌનો દાસ થઈને વર્તે તો સુખિયો થતાં વાર ન લાગે એવો આ સમાગમ છે. કેટલાક આવો જોગ હોય તોય માન, સ્વાદ, આદિકમાં અટકી પડે છે. આપણે મૂર્તિ વિના ક્યાંય અટકવું નહિ.”

એમ સૂતાં સૂતાં વાતો કરતા હતા ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું કે, “બાપા! મોડું બહુ થયું છે અને આપને આજે થાક લાગ્યો છે તે જરા આરામ કરો.”

ત્યારે બાપાશ્રી કહે, “આપણે તો સદાય આરામ જ છે. મૂર્તિના સુખમાં તૃપ્ત થવાનું નથી. તમ જેવા સંતની દયા થઈ છે તે થાક કે ભૂખ કાંઈ જણાતું નથી.”

ત્યારે સ્વામીશ્રી કહે કે, “બાપા! આપ તો સુખ દેવા આવ્યા છો તેથી સૌને સુખિયા કરો છો. આપ અહીં પધાર્યા ને અમને ભેગા લીધા તેથી અમને પણ લહાવ છે ને!”

ત્યારે બાપાશ્રી કહે, “‘બડા બડાઈ ન કહે બડા ન બોલે બોલ, હીરા મુખસે ના કહે લાખ અમારા મોલ’ તેમ તમારી વાતો અમે જાણીએ છીએ. આપણા ગુરુ સ્વામી નિર્ગુણદાસજી કહેતા, ‘મઢી નાની ને બાવો મોટા’ એમ આ ટાણે બન્યું છે. સૌ મહારાજની કૃપાએ સુખિયા છે. સાજો સત્સંગ દિવ્ય. કરાંચી શહેર આ ટાણે અક્ષરધામ બની ગયું છે. આ બધોય શ્રીજી મહારાજનો પ્રતાપ છે. આમ ને આમ સૌ મૂર્તિના સુખમાં કિલ્લોલ કરજો.” એ આશીર્વાદ આપ્યો.  II ૬૯ II

At night, saints and devotees were sitting on the first floor of temple. At that time, Bāpāśrī said to Hīrābhāī and Haribhāī, “By arranging pārāyaṇa of Vachanāmṛt Rahasyārtha Pradīpikā, you have taken much benefit. By arranging brahmayajña, you have attracted all. The divine sound which arises in kathā is all of divine perspective (parbhāv). They are all words of Śrījī Mahārāj and great muktas. This divine sound cannot be heard even if one goes around the infinite cosmoses. Everything is there at the abode of Śrījī Mahārāj. These are all miraculous  talks. In every Muni, there are groups of many Munis- such are these rare muktas. Śrījī Mahārāj has made them easily available. So, you meet them, talk with them, feed them, and take their blessings- they are echoes of Mahārāj. Muktas remain as attendant and drink the divine juice. They are enjoyers of bliss of Mūrti while remaining engrossed and  are always together. Then Bāpāśrī looking at Lālubhāī asked him whether it is thus or not. Lālubhāī replied to Bāpāśrī that it is so. Where can we get such darśan? They take happiness from Mūrti and give happiness to all. All get darśan of that miraculous divine Mūrti. This time Mahārāj has much mercy on us.  You have satisfied us during this visit. Bāpāśrī said, “Lālubhāī! Nobody can gauge mercy of Mahārāj. The sea of nectar has been poured, come someone, come someone! The Master does not consider virtues or vices. This time Mahārāj has started charity in the form of liberation.”

          At night some devotees left as the time was over but some devotees who were sitting began to do attend Bāpāśrī. Bāpāśrī said to Swāmī Vṛṅdāvandāsjī and Īśvarcharaṇadāsjī, “My body is not feeling good nowadays. At the place of Mahādevbhāī, there was a programme of his daughter’s engagement. On the occasion, he took me there by emotional prayer but now I feel tired. The devotees of this place are very affectionate so when I went to Mahādevbhāī’s house all devotees invited me to their houses and took me to their houses. There, devotees would sing devotional songs, would light lamps of ghee before idol of Ṭhākorjī, would burn incense stick, would offer prasād of dry fruit, etc. to Ṭhākorjī and distribute it to devotees, āratī would take place, would bring children and put them in my lap, would say to give oath of vartamān, etc. I was very much pleased, seeing their love. The mercy of Mahārāj on the satsaṅg of this place, is very much otherwise I do not think they would be such strongly devoted. They had much love; but Āśābhāī, Motibhāī, Khīmjībhāī, etc. would accompany me but would never say that I (Bāpāśrī) was tired. On the contrary, they would say Bāpā! You must go so that devotees would be pleased. Such were my companions.” Āśābhāī said, “Bāpā! All are eager so we say like that. Swāmī Vṛṅdāvandāsjī said, “Bāpā! You do not care for tiredness or hunger after coming here this time. You just think how to please all.” Bāpāśrī said, “This is all in avarbhāv (in view from the perspective of this world). In the divine perspective (parbhāv) there is only Mūrti. Infinite muktas are with that Mūrti. Mahārāj gives various kinds of happiness and muktas enjoy that happiness. There neither hunger nor tiredness– there is only glee. The thirst for this happiness is not quenched even though thousands of kalpas may pass. Such rare happiness has been made easily available by Mahārāj during this time. Wherever we go, we see only Mūrti in the throne but do not see there any house, without Mūrti. Children would have darśan moving arouand, and take food after offering it to Ṭhākorjī, sing āratī, say Jay Swāmīnārāyaṇa, Jay Swāmīnārāyaṇa, wake up Ṭhākorjī, make Him sleep-  such tradition has been started by Śrījī Mahārāj. All houses have been made the form of Akṣardhām. When we pass through streets, children of devotees and some other seekers (mumukṣus) crowded the road. All are eager to make me please. Some stand with folded hands, some touch feet, some pray, some request humbly and all wish that I may be pleased with them. I also feel that Mahārāj keep all in Mūrti and make them happy.” Then Bāpāśrī requested saints to show mercy on all. Then Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! Saṅkalpas of all are with your saṅkalpas. Since you are pleased, their fortune cannot be described.” Bāpāśrī said, “At this time Mahārāj does not think whether he is worthy or unworthy. This time Mahārāj liberates all without any discrimination of a jiva’s worthiness. The one who comes under the sight will be fulfilled. But jīva is entangled in new tradition and māyā and that greediness is not leaving it. Mahārāj and muktas have made saṅkalpa that nobody is left out. All are to be kept in Mūrti. Just see! How powerful this Kuñjavihārī Harikṛṣṇa Mahārāj shines! At this place, the water of sea used to come. Now that place has become as equal as Akṣardhām. This is all because of grace of Mahārāj and great saints like you.”

          Looking at devotees who were rendering service there, Bāpāśrī asked, “Will it be a guilt on the part of you all who render services here?” Somchaṅdbhāī said, “Bāpā! The guilt of infinite births will be done away with by this service.” Then devotees who were rendering service viz. Goviṅdbhāī, Gordhanbhāī, Vallabhdāsbhāī, Māvjībhāī, Ḍosābhāī, Lāljībhāī, etc. said to Bāpāśrī, “This service is very rare but because of your mercy, we have got it.” Bāpāśrī said, “We have got Mahārāj who is giver of everything (Nyālkaraṇa). What else do His muktas do?They do the same. Whomsoever they meet, make them happy in the happiness of Mahārāj. Mahārāj says that He has brought unlimited warships. Those muktas of Mahārāj put innumerable jīvas in Mūrti so Mahārāj gives them limitless joy. This is all the divine associates of Śrījī Mahārāj. They assure safety to jīva. Just see! How affectionate mukta like Lālubhāī is! He is very humble. Hīrābhāī, Sāṅwaldāsbhāī are also like him. Others small or big are all like them. They all know how to please Mahārāj. If one feels that, the whole satsaṅg is divine and behaves as the servant of all. In no time, he will be happy- such is this association. Some are entrapped in honour, taste, etc. even though there is such association. We should not stop anywhere else excepting Mūrti. While Bāpāśrī was resting and talking thus, Swāmī Vṛṅdāvandāsjī said, “Bāpā! It is very late and you may be tired today; so have some rest,” Bāpāśrī said, “I have always rest, the thirst for the happiness of Mūrti is never quenched. I do not feel hungry or tired because of the mercy of saints like you.” Swāmī said, “Bāpā! You have come to give happiness, so you are making all happy. We are also benefited because you came here and took us with you.” Bāpāśrī said,‘Baḍā baḍāī na kahe baḍā na bole bol, hīrā mukhse nā kahe lākh amārā mol’ (the great person will not boast of his greatness, the diamond will not tell its value from its mouth). Thus, I know your talks. Our Guru Swāmī Nirguṇdāsjī used to say the dwelling place is small and the saint is big- it has happened like this at this time. All are happy by the grace of Mahārāj. The whole satsaṅg is divine and the city of Karāchī has become Akṣardhām at this time. This is all because of Śrījī Mahārāj’s grace.” All were blessed to enjoy in the happiness of Mūrti in the same way. || 69 ||