Gujarati / English

ફાગણ વદ-૯ને રોજ મેડા ઉપર બાપાશ્રી પૂજા કરી રહ્યા તે વખતે મગનભાઈ ફૂલના હાર લાવ્યા.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી આદિક સંતોને કહ્યું જે, “બાપાશ્રીની પૂજા કરો.”

પછી સંત મંડળે બાપાશ્રીને ચંદન ચર્ચી હાર પહેરાવ્યા ને હરિભક્તોએ પણ એક પછી એક બાપાશ્રીની તથા સંતોની ચંદનહારથી પૂજા કરી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સ્વામી! આ અક્ષરધામમાં ચંદન ચર્ચાય છે. આ ચંદન ને પુષ્પ સર્વે દિવ્ય છે. મહારાજની મૂર્તિમાંથી તેજ ઝળળળ ઝળળળ નીકળે છે, અનંત મહામુક્તો એ મૂર્તિમાં રસબસ છે. અવરભાવમાં આમ દેખાય છે, પણ પરભાવમાં દિવ્ય તેજોમય છે. આ વાત સમજાય તો પડદા તૂટી જાય.”

પછી ચંદનવાળા હાથ લૂઈને બન્ને સદગુરુઓ તથા પુરાણી આદિક સંતોને કહ્યું જે, “આજ પારાયણની સમાપ્તિ છે તે ચાલો સભામાં.”

એમ કહી પોતે પણ ઠાકોરજીનાં દર્શન કરી સભામાં પધાર્યા. હરિભક્તો ને સંતોથી સભા મંડપ ભરાઈ ગયો. પુરાણીની ચંદન-પુષ્પથી પૂજા થતી હતી.

તે વખતે હરિભાઈએ બાપાશ્રીને કહ્યું જે, “બાપા! આપે બહુ દયા કરી જેથી આ વચનામૃતના પરભાવ તથા અર્થ સૌને સમજાય તેવી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા થઈ તે સાંભળી સૌ હરિભક્તો અતિ રાજી થાય છે ને કહે છે કે, ‘બાપાશ્રીએ આ અતિ મોટો ઉપકાર કર્યો છે. વચનામૃતનું અધ્યાત્મ જ્ઞાન આવું સુગમ કરી કોણ સમજાવે?”‘

ત્યારે બાપાશ્રી કહે, “આ બધી શ્રીજી મહારાજની દયા છે. એમના સંકલ્પે આવાં કામ થાય છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. કર્તાહર્તા શ્રીજી મહારાજને રાખીએ એટલે જે સમજવાનું છે તે સમજાણું.”

પછી કથામાં વચનામૃત વંચાવા લાગ્યાં. સૌ હરિભક્તો એક ચિત્તે શ્રવણ કરતા હતા. પછી તે કથાની સમાપ્તિ વખતે હીરાભાઈ તથા હરિભાઈએ ઠાકોરજીને ભેટ ધરવા છાબું ભરાવી કેમ કે તે બન્નેનું પારાયણ હતું. હરિભક્તો ઉત્સવ કરતાં કરતાં એ છાબું લાવ્યા. બન્ને સદગુરુઓની ચંદન તથા પુષ્પના હારથી પૂજા કરી.

સૌ હરિભક્તોએ સદગુરુઓ તથા પુરાણી હરિપ્રસાદદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી આદિ સંતોને પ્રાર્થના કરી જે, “વચનામૃતનું પારાયણ વાંચનારની પૂજા સાથે બાપાશ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરનાર હોવાથી તેમની પણ પૂજા થાય તો વધુ ઠીક.”

એ પ્રાર્થના સૌ સંતોને ગમી.

પછી બાપાશ્રીને બે હાથ જોડી બન્ને સદગુરુઓએ કહ્યું કે, “બાપા! આપે રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરી છે તો આપ આ પાટ ઉપર બેસો તો સૌ સંત-હરિભક્તો ચંદન હારથી પૂજા કરે.”

પ્રથમ તો બાપાશ્રી કહે, “મહારાજ અને સંતોની પૂજામાં અમારી પૂજા થઈ ગઈ.”

પણ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીનાં વિનયવચન એવાં હતાં કે બાપાશ્રી તેમને રાજી કરવા પાટ ઉપર કથામંડપમાં બેઠા.

પછી સૌ સંત-હરિભક્તોએ એક પછી એક પૂજા કરી સંતોને વસ્ત્ર ઓઢાડ્યાં. છાબું ઠાકોરજી પાસે હરિભક્તો વાજતે-ગાજતે લાવ્યા, ચોઘડિયાં તો વાગતાં જ હતાં. હરિભક્તોથી મંદિર ઊભરાઈ જતું હતું. પછી હીરાભાઈ, હરિભાઈ, સાંવલદાસભાઈ, હરિલાલ, કુંદન, આદિક સૌએ આરતી ઉતારી. તે વખતે બાપાશ્રી ધ્યાનસ્થ બેઠા હતા, ચંદન અને કુંકુમથી કપાળ ભરાઈ ગયેલ ને કંઠમાં હારની ઠઠ થઈ રહી હતી. તે સર્વે હાર ઉતારી સૌ હરિભક્તોને પહેરાવ્યા. પછી સભામંડપમાં બાપાશ્રી આસને પધાર્યા. હરિભક્તો એક નજરે બાપાશ્રી સામું જોઈ રહ્યા હતા. પછી બાપાશ્રીએ તથા સૌ હરિભક્તોએ સંતોની પૂજા કરી વસ્ત્ર ઓઢાડ્યાં ને બાપાશ્રીને હીરાભાઈ તથા હરિભાઈએ પાઘડીઓ બંધાવી તથા બીજા હરિભક્તોએ પણ પાઘડીઓ બંધાવી. એમ પારાયણવિધિ પૂરો થયો, કીર્તન બોલાયાં.

પછી બાપાશ્રી ઠાકોરજીને જમાડવા ઉતારે પધાર્યા. ત્યાં એક જેઠીબાઈ નામની બાઈને વળગાડ હતો. તે બાઈ બાપાશ્રીને જોતાં જ ધૂણવા મંડી, તે રાડોરાડ થઈ જતાં બાઈઓએ મળી તે બાઈને ઝાલી.

બાપાશ્રી કહે, “સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરો ને પૂછો કે તું કોણ છે?”

તે વખતે તેને બાઈઓએ પૂછતાં કોઈ બાઈનું નામ લીધું અને કહ્યું જે, “મેં એનું દોઢ રોજ કામ કર્યું હતું તેના પૈસા નથી જડ્યા તે પૈસા સારુ હું આને વળગી છું.”

ત્યારે બાપાશ્રી કહે કે, “હવે તારે પૈસા જોઈએ છીએ?”

ત્યારે તે કહે, “ના. પૈસાની વાસનાથી તો મારા આવા હાલ થયા છે. તમે મોટા પુરુષ છો તે મારું સારું કરો, હું બહુ દુઃખી છું.”

તે વખતે બાપાશ્રીએ જળ મંગાવી તે બાઈને છાંટ્યું ને કહ્યું જે, “જા બદરિકાશ્રમમાં.”

એ વચન કહેતાં તરત જ તે બાઈ તેના શરીરમાંથી નીકળી ગઈ.

પછી બાપાશ્રીએ ભેળો થઈ ગયેલ બાઈઓનો સમૂહ તેને કહ્યું કે, “સૌ ભગવાન ભજજો. મહારાજની આજ્ઞા ખરેખરી પાળજો. આ લોકનું તાન હોય તેના આવા હાલ થાય છે.” એમ કહ્યું.

તે વખતે નાળિયેર ને સાકર મંગાવી તે બાઈએ બાપાશ્રી આગળ મુકાવીને પ્રાર્થના કરી જે, “મારું દુઃખ તમે દયા કરી કાઢ્યું. મને મરવા સુધી આ દુઃખ મટે એવું નહોતું.”

પછી બાપાશ્રીએ નાળિયેર ઠાકોરજી પાસે મુકાવ્યું ને સાકર મહારાજને જમાડી તેને પાછી અપાવી ને કહ્યું કે, “જ્યાં સુધી આ સાકર પહોંચે ત્યાં સુધી એક એક ગાંગડો નિત્ય જમજો ને મહારાજનો આશરો દૃઢ રાખજો.”

એમ કહી ઠાકોરજીને જમાડી મેડા ઉપર આસને પધાર્યા. ત્યાં બન્ને સદગુરુ આદિ સંતોને તે ઝોડ સંબંધી વાત કરીને કહ્યું જે, “જીવને માયારૂપી ઝોડનો વળગાડ થયો છે તે આ દિવ્ય સભાને પ્રતાપે નીકળે છે, પણ ગરજુ થાવું ખપે. આ સભા તો અનંત જન્મ-મરણનાં ખાતાં વાળે છે. કેમ સ્વામી! તમારું એ કામ છે કે બીજું? મહારાજે અનંત જન્મનાં પાપ બાળવાનો સંકલ્પ કર્યો છે તેથી જીવના મોક્ષ થાય છે; નહિ તો અનંત જન્મના અપરાધ કોણ માફ કરે! આ તો કેવળ દયાના સાગર મહારાજ ને તેમના મુક્ત છે તે ઘેર ઘેર ફરીને જીવને માયામાંથી બહાર કાઢી લે છે, પણ જીવને માયાનો ફેર બહુ ચઢી ગયો છે તે મનાય નહિ.

“મહારાજને સર્વોપરી જાણવા તેમાંયે અટકે. જીવનાં કલ્યાણ કરવા અતિ દયા કરી મોટા મુક્તોએ સત્તશાસ્ત્ર લખ્યાં તેમાં મહારાજનું સર્વોપરીપણું અને દિવ્યપણું સમજાવ્યું, મોટા મુક્તોનો મહિમા તથા અવતાર-અવતારી એવો ભેદ સમજાવ્યો. ક્યાં મહારાજ! ક્યાં મુક્ત! ને ક્યાં અવતાર! તોય કેટલાક મહારાજને ને અવતારને સરખા વર્ણવે છે. પ્રથમ અનાદિ મહા મુક્તરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાસમર્થ સંતો મહારાજને સર્વોપરી કહેતા તેથી ઉપાધિઓ બહુ થતી હતી. તે વખતે કેટલાય માનતા પણ ન હતા અને હવે તેમની વાતોનાં પુસ્તક ખભે ઊંચકીને ફરે છે ને એમાંથી નિર્વાહ ચાલે છે. માટે એવા મોટાનાં દિવ્ય શાસ્ત્ર ને એ શાસ્ત્રમાં લખ્યા સિદ્ધાંતોનું મનન કરવું. ચાલોચાલ સત્સંગમાં આ વાત હાથ ન આવે.”

એમ કહીને બોલ્યા જે, “સત્તશાસ્ત્ર ક્યારે જાણ્યાં કહેવાય? તો જે શાસ્ત્રને વિષે શ્રીજી મહારાજની મૂર્તિ અને તેનાં લીલાચરિત્ર વર્ણવ્યાં હોય તે ઉપર જ પ્રીતિ અને પ્રતીતિ, પણ પરોક્ષ શાસ્ત્ર ઉપર તેવી નહિ; તેમ વર્તતું હોય ત્યારે સત્તશાસ્ત્ર જાણ્યાં કહેવાય. તેમ સત્તપુરુષ પણ શ્રીજી મહારાજના ઉપાસક અને તેમને વિષે જ પ્રીતિવાળા તેમનો જ સંગ ગમે, પણ બીજા મતના ગમે તેવા મોટા કહેવાતા હોય, પણ તેને વિષે પ્રીતિ નહિ અને પ્રતીતિ નહિ, એવી સમજણ હોય તો સત્તપુરુષ જાણ્યા કહેવાય. તેમ જ આત્મા સત્ય તે પણ પોતાના સંપ્રદાયમાં જેવી રીતે આત્મસ્વરૂપનું પ્રતિપાદન કર્યું હોય તેવી રીતે સત્ય સમજીને દૃઢ કરે, પણ પરોક્ષ શાસ્ત્રમાં કે પરોક્ષવાળા જે આત્મસ્વરૂપનું નિરૂપણ કરે છે તેને વિષે પ્રીતિ કે પ્રતીતિ નહિ ત્યારે આત્મા સત્ય જાણ્યો કહેવાય. તેમ જ પરમાત્મા પણ સત્ય ક્યારે જાણ્યા કહેવાય? તો જે પોતાનાં સંપ્રદાયમાં મોટા અનાદિમુક્ત અવતાર-અવતારી ભેદ સમજાવે અને શ્રીજી મહારાજનું સર્વોપરીપણું કહે, તેને નિઃસંશય થકો માને અને પોતાના સંપ્રદાયના ગ્રંથમાંથી અને સત્તપુરુષ થકી શ્રવણ કરીને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવું ઘટે તેમ સમજે, તેને વિષે જ પ્રીતિ અને પ્રતીતિ; પણ પરોક્ષ શાસ્ત્રમાંથી સમજવામાં તેવી પ્રીતિ નહિ. તે પરમાત્મા સત્ય જાણ્યા કહેવાય.”

પછી એમ કહ્યું જે, “કાર્ય દેખીને તેમાં જરાય લેવાવું નહિ ને કારણમાં ચોંટવું, એમ મોટા મુક્તનો સિદ્ધાંત છે. ને મંદિર, હવેલાં, હાથી, ઘોડા, રથ, પાલખી, બાગ, બગીચા, ઘરેણાં વગેરે સત્સંગની શોભા તે કાર્ય કહેવાય; પણ તેના કારણ પોતે શ્રીજી મહારાજ છે ને તેમને લઈને એ બધુંય છે.”  II ૭૦ II

On the day of Fāgaṇa Vad 9th, when Bāpāśrī was performing pūjā on the upper storey of temple, Maganbhāī brought a garland. Then he requested Swāmī Īśvarcharaṇadāsjī and Swāmī Vṛṅdāvandāsjī, etc. saints to perform pūjā of Bāpāśrī. Then group of saints applied sandalwood paste to Bāpāśrī and garlanded him. The devotees also one by one performed pūjā of Bāpāśrī and saints with sandalwood paste and garlands. Then Bāpāśrī said, “Swāmī! This sandalwood paste is being applied in Akṣardhām. This sandalwood paste and flowers are all divine. Luminescence emits like jet from Mūrti. Innumerable great muktas are engrossed in that Mūrti. It is seen thus in the view from the perspective of this world but in the view from divine perspective it is divine luminous. If this talk is understood, hurdles will be over.” Then after cleaning hands having sandalwood paste, he told both Sadgurus and Purāṇī, etc. saints, “That today pārāyaṇa will be over so let us go to the assembly.” Saying so he also came to the assembly after having darśan of Ṭhākorjī. The assembly pandal was full with devotees and saints. When pūjā of the Purāṇī was performed with sandalwood paste, flower, Haribhāī said to Bāpāśrī, “Bāpā! All devotees are very much pleased because you showed mercy and explained divine perspective (parbhāv) of Vachanāmṛt and the meaning through the medium of Rahasyārtha Pradīpikā Ṭīkā so that all could understand and they say that Bāpāśrī has obliged us much. Who can explain the spiritual knowledge of Vachanāmṛt in an easy way?” Bāpāśrī said, “This is all because of mercy of Śrījī Mahārāj. Such types of works are done by His saṅkalpas. We are only instruments. We should consider Śrījī Mahārāj as the doer so whatever is to be understood is understood. Then Vachanāmṛt was begun to be read in kathā. All devotees were listening attentively. When kathā came to end Hīrābhāī and Haribhāī brought baskets filled with offerings for Ṭhākorjī because it was a pārāyaṇa of both these devotees. The devotees brought the baskets, dancing and singing devotional songs. Both Sadgurus were applied with sandalwood paste and garlanded. All devotees prayed to Sadgurus, Purāṇī Hariprasāddāsjī, Purāṇī Dharmakiśordāsjī, etc. saints. It would be better if pūjā of Bāpāśrī is also performed along with the orators of Vachanāmṛt pārāyaṇa because Bāpāśrī is the author of Rahasyārtha Pradīpikā Tīkā. All saints liked this prayer. Then both Sadgurus requested Bāpāśrī to sit on the dais so that all saints and devotees could perform his pūjā with sandalwood paste and garland because he was the author of Rahasyārtha Pradīpikā Ṭīkā. At first Bāpāśrī said that his pūjā was already performed in the pūjā of Mahārāj and saints. But request of Swāmī Vṛṅdāvandāsjī and Swāmī Īśvarcharaṇadāsjī was so emotional that Bāpāśrī sat on the dais under the pandal to please them. Then one by one, all saints and devotees performed his pūjā. Saints were offered cloth, devotees brought baskets of offering for Ṭhākorjī in the festival mood and the musical instruments were already being played. The temple was overcrowded with devotees. Then āratī was performed by Hīrābhāī, Haribhāī, Sāṅwaldāsbhāī, Harilāl, Kuṅdan, etc. At that time, Bāpāśrī was sitting in trance. His forehead was fully covered with sandalwood paste and kumkum and lots of garlands were around his neck. All those garlands were removed and they were garlanded to devotees. Then Bāpāśrī came to his seat in the assembly under the pandal. All devotees were constantly looking at Bāpāśrī. Then Bāpāśrī and all devotees performed pūjā of saints, gave cloth and Hīrābhāī and Haribhāī tied turban on the head of Bāpāśrī and other devotees also did the same. When the ritual of pārāyaṇa was over, kīrtans were sung. Then Bāpāśrī came to his room to feed Ṭhākorjī. There a lady named Jeṭhibāī was affected by ghost. On seeing Bāpāśrī, that lady started shaking her body violently so there was commotion, women folk forcibly caught hold of that lady. Bāpāśrī said to start dhoon of Swāmīnārāyaṇa, Swāmīnārāyaṇa and ask who she was. Women folk asked her and she gave the name of some woman who had not paid her labour charges for the work she had done for one and a half day. The ghost had affected her for the money. Then Bāpāśrī asked her if she wanted money but she refused and said that she has become such because of the passion for money. You are a great man and do good of me because I am very unhappy. At that time, Bāpāśrī asked to bring water and it was thrown on the lady and told her to go to Badrikāśram.  As soon as Bāpāśrī said thus, that ghost came out of the body of that lady. Then Bāpāśrī told the group of women which had assembled there to do worship God and obey commands of Mahārāj sincerely. Bāpāśrī said, “The one who has attraction of this world, will face the same problem.” At that time, the woman made someone to bring a coconut and sugar, put them before Bāpāśrī and said that she had been relieved from the misery by his mercy. She further said that her misery would not have been over till her death. Bāpāśrī got the coconut put at the feet of Ṭhākorjī and sugar was offered to Mahārāj and that offering was given to that lady and asked her to take one piece of sugar everyday till it lasts and keep firm faith in Mahārāj. Saying so Bāpāśrī came to his seat after feeding Ṭhākorjī. There he talked to both Sadgurus etc. saints about ghost and said that ghost in the form of māyā has affected jīva. It is driven out by the power of divine assembly but one should show the need of it. This assembly does the work of removing the cycle of death and birth. Bāpāśrī got it confirmed from Swāmī by asking him if it was not his work. Mahārāj has made a saṅkalpa of burning sins of innumerable births so that jīva is liberated. Otherwise, who can forgive guilts of infinite births! This is only because of Mahārāj and His muktas who show much pity. Jīva is taken out of māyā by going round every house but jīva is much affected by māyā so do not believe. It even hesitates in calling that Mahārāj is supreme. To liberate jīva, great muktas showing their pity, wrote scriptures and explained divinity and supremacy of Mahārāj in it. The difference between incarnation and the one who gives incarnation is explained and also greatness of great muktas. What to say about Mahārāj, muktas, and where is the place of incarnations! Even then some, describe Mahārāj and incarnation as equal. Formerly Anādi Mahā Muktarāj Sadguru Gopālānaṅd Swāmī and Sadguru Guṇātitānaṅd Swāmī who were very powerful saints used to tell about the supremacy of Mahārāj, so they faced opposition. At that time, many did not believe them and now they carry on shoulder the book of their talks and earn their livelihood. Therefore, one should ponder on the principle written in those divine scriptures by such muktas. One cannot understand it in ordinary satsaṅg. Saying so he said, when can scriptures be said to be understood? It is said to be understood when the scripture in which the description of Mūrti and His līlā- charitra is described and one has love only for it and determination for it- but such love and determination is not there on parokṣa (not manifest on earth) scriptures and one behaves accordingly. Moreover Satpuruṣa is also the worshipper (upāsak) of Śrījī Mahārāj and he likes the association of such who has love for Śrījī Mahārāj. In the opinion of others he may be called great but he has no love or determination for other incarnation, if he has such understanding, he is said to have known Satpuruṣa. Similarly, it is to be understood and determined according to his sect which describes the form of soul and does not have love and determination on its form described by parokṣa (other than Swāmīnārāyaṇa) scriptures- then only the soul is said to be understood as true. Similarly, when can it be said God is known as true? It is said to be understood when in his sect great Anādi muktas explain the difference between incarnation and the one who gives incarnation, there should be supremacy of Śrījī Mahārāj, which one believes without doubt and understands as it is to be understood, from the scriptures of his sect and by listening to Satpuruṣa the form of Puruṣottam and he has the love and determination for Him but there is no such love in understanding it from parokṣa (other than Swāmīnārāyaṇa) scriptures- then only God is said to be understood as true. One should not be led away by seeing the work, but should stick to cause. Such is the principle of great muktas. The work, i.e., temple, big buildings, elephants, horses, chariots, palanquins, gardens, ornaments, which are the decoration of satsaṅg but its cause is Śrījī Mahārāj Himself and everything is on account of Him.” || 70 ||