Gujarati / English

સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આપણે કારણ મૂર્તિ જે સ્વામિનારાયણ ભગવાન તેમને વળગવું ને મોટા મુક્તની વાત સાંભળીને તેનું મનન કરવું અને તેનો નિદિધ્યાસ કરવાથી સાક્ષાત્કાર થાય.”

એમ કહીને પોતાની વાત કરી જે, “સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીની વાતો સાંભળીને હું અને કુંવરજી પટેલ રાત બધી મનન કરતા. શું તેમની વાતોની ઢબ! સભામાંથી કોઈ સંત-હરિભક્ત વાતો થતી હોય ત્યાં સુધી ઊઠી શકે જ નહિ. શ્રીજી મહારાજે સદ્. ગોપાળાનંદ સ્વામીને કહ્યું હતું જે, ‘તમે મારું પુરુષોત્તમપણું નહિ પ્રવર્તાવો ત્યાં સુધી આ દેહમાં રાખીશ.’ એ આજ્ઞા આ સ્વામીશ્રીએ માથે ચડાવી હોય ને શું! તેમ શ્રીજી મહારાજના સર્વોપરીપણાની, અવતાર-અવતારીના ભેદની વાત સમજાવવાની તથા મહા સમર્થ મુક્તોના ઐશ્વર્ય-પ્રતાપની, દિવ્ય ભાવની, જેને જેને એ સર્વોપરી મૂર્તિનો સંબંધ થયો તેના અહોભાગ્યની વગેરે ઘણી વાતો કરતા.

“સ્વામીની ત્યાગ-વૈરાગ્યની છટા પણ સર્વોત્તમ હતી કે જેથી ભેળા રહેનારા કોઈ પણ સંત તેમની મરજી લોપી શકતા નહિ, તેમ જ આજ્ઞા પાળવા-પળાવવામાં એવું જ તાન કે કોઈ પણ સંત રંચમાત્ર આજ્ઞા લોપી શકે નહિ. સભામાં કોઈ વેદ, વેદાંત આદિક શાસ્ત્ર જાણનાર વિદ્રાન આવતા તે પણ સ્વામીની વાતોની છટા તેમજ પ્રમાણભૂત વચનો સાંભળી દબાઈ જતા, એવો તેમની વાતોનો પ્રભાવ હતો.

“મહારાજને સર્વોપરી કહેવામાં સ્વામીને સત્સંગમાં કેટલીક ઉપાધિ થયેલી, પણ એ ગણતા જ નહિ ને એમ જાણતા જે, ‘બિચારા સમજતા નથી તેથી એમ બોલે છે. જ્યારે એ બોલનારા તેમજ ઉપાધિ કરનારા મહારાજને સર્વોપરી સમજશે ત્યારે તેમને આ વાતોનો ધોખો નહિ થાય.’ એમ કહેતા.

“એક વખત મહારાજના હજૂરી પાર્ષદ ભગુજીએ સભામાં કહ્યું હતું કે, ‘હું સ્વામીની વાતો સાંભળું છું ત્યારે મોટા સદગુરુ નિત્યાનંદ સ્વામી જેવા સમર્થ મુક્તોનો જેમ સભામાં દાબ પડતો એમ આ સ્વામીશ્રીનો પણ એવો જ ભાર પડે છે.’

“તેમણે વાતો ઘણી કરી છે, પણ તે વખતે કોઈએ એ લખી નહિ. મહારાજનાં લીલાચરિત્ર ને પરચાની કેટલીક વાતો લખી, પણ જો સ્વામી જેવી વાતો કરતા તેવી લખી હોત તો સત્સંગમાં મહારાજને સર્વોપરી સમજવાનું એક સર્વોત્તમ ચમત્કારી પુસ્તક થાત.

“અમે તો એમની વાતો સાંભળી છે. શું એમની વાતો કરવાની છટા! સ્વામી ગામડાંમાં ફરવા નીકળે ત્યારે વીશ-પચીશ ને ક્યારેક તેથી પણ અધિક સંતો ભેળા હોય ને કથા-વાર્તાનો અખાડો સદાય ચાલુ જ હોય. સવારે ચાર વાગે નાહી, પૂજાઓ કરી લે તે એક વખત ભંડારમાં હરે થાય એટલી પ્રવૃત્તિ જણાય. પછી તો રાત્રિના બાર વાગ્યા સુધી કથા-વાર્તા થયા જ કરે. તેમાં મુખ્યપણે સ્વામી જ વારંવાર વાતો કરતા, સર્વોપરી ગ્રંથ વંચાવતા. કોઈ સંત તેમજ હરિભક્ત ગ્રામ્ય વાત તો કરી જ ન શકે એવો એમનો દાબ. અમને બહુ હેત જણાવી મળતા ને અમે પણ એ સ્વામીનો બહુ મહિમા જાણતા. વાહ રે વાહ! સ્વામી નિર્ગુણદાસજી વાહ! આ બાવે (સ્વામી ઈશ્વરચરણદાસજીએ) એમનો ચીલો રાખ્યો છે.”

એમ કહી અતિ પ્રસન્નતા જણાવી.

પછી બાપાશ્રીએ એમ વાત કરી જે, ‘મહારાજ તથા તેમના મોટા મુક્તનો મહિમા જાણવો ને એટલું તો દૃઢ કરી રાખવું જે મોટા અનાદિને વળગ્યા છીએ તે આપણને પાકા કરીને બ્રહ્મરસ જરૂર રેડશે જ, પણ ભૂલશે નહિ.”

ત્યારે નારાયણપુરવાળા ધનજીભાઈએ કહ્યું કે, “બાપા! અમે જેટલું પાત્ર થયા હોઈએ તેટલું તો અમને આપો.”

ત્યારે બાપાશ્રી કહે કે, “પુરુષોત્તમ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમના અનાદિ મહામુક્ત એવા ચાળા-ચૂંથણા કરતા નથી.”

એમ કહીને બોલ્યા જે, “મોટા પાસે બહુ આગ્રહ કરીને ઐશ્વર્ય લે છે તે માગીને ઘરેણું પહેર્યા જેવું છે. તે જ્યારે તેનો ધણી ઘરેણું ઉતારી લે ત્યારે તે પહેરનાર લૂખો થઈ જાય. માટે જ્યારે ખપ પડે તે ટાણે આપે તે ઠીક છે. ભગવાન ને ભગવાનના મોટા મુક્તને અંતર્યામી જાણવા જોઈએ. શ્રીજી મહારાજને અંતર્યામી જાણે અને તેમના મોટા અનાદિને અંતર્યામી ન જાણે તો તે અડધો નાસ્તિક કહેવાય; કેમ જે મહારાજ અને મોટા મુક્ત સદા સાથે જ છે, ક્યારેય પણ જુદા નથી. એમ સમજવું.”

પછી કહ્યું જે, “ખોટા ખોટા સંકલ્પ અને મલિન ઘાટ થાય કે તરત તેના ઉપર ખોટા કરી નાખવાના વિચાર ઊપડે તો તે ક્યાં સુધી રહે! જેમ દુશ્મન માથું ઉપાડે કે તરત તેના ઉપર ઘણનો ઘા થાય તે કેટલું નભે! ન જ નભે, મરી જાય. તેમ તેવા ઘાટ-સંકલ્પ વિચારે કરીને ટાળી નાખવા.”  II ૭૧ II

In the morning assembly, Bāpāśrī showing his favour talked. He said, “We should stick to causal Mūrti which is Lord Swāmīnārāyaṇa –one should listen to the talks of great muktas, ponder on it and daily learn it by heart by which there will be realisation. Then Bāpāśrī talked about himself. He and Kunvarjī Paṭel used to ponder on the talks of Sadguru Śrī Nirguṇdāsjī Swāmī after listening to him. What to say about his way of presentation! No devotee or saint would get up from the assembly till his talks were going on. Śrījī Mahārāj had said to Gopālānaṅd Swāmī that unless he spreads His  Puruṣottam form, He would keep him in his body. His command was literally accepted by this Swāmī (Nirguṇdāsjī). He used to talk about Śrījī Mahārāj’s supremacy, to explain the difference between incarnation and the one who gives incarnation, the power of great powerful muktas, divine feeling, and about those devotees who got the relationship with supreme Mūrti and their luck, etc. The renunciation of Swāmī was second to none. It was so powerful that no saint staying with him could violate his wish. Moreover, to obey commands and making it obeyed was also very powerful and so no saint could violate commands. In the assembly those learned who had thorough knowledge of Vedas, Vedāṅt, etc. came in the assembly would also become humble by listening to the talks  delivered by Swāmī with proof– such was the power of his talks. In talking about the supremacy of Śrījī Mahārāj in satsaṅg, he had to face many difficulties but he would not care for them and knew that they poor were speaking thus because they do not understand. Swāmī used to say when those who say anything and those who cause trouble would not do so when they understand the supremacy of Mahārāj and then they would not feel harm for this talk. Once Mahārāj’s attendant Pārṣad Bhagujī had said in the assembly that whenever he heard the talks of this Swāmī, he could see that Swāmīji’s talks impressed the audience like powerful Mukta Sadguru Nityānaṅd Swāmī. He had delivered many talks but nobody had written them at that time. Many talks about Mahārāj’s līlā-charitra and miracles had been written; but if the Swāmī’s talks had been written– to explain the supremacy of Mahārāj, in satsaṅg it would have been proved the best divine book. We have heard his talks. What to say about his way of presentation! Whenever Swāmī used to go round the villages, twenty to twenty five saints would always accompany him and the programme of kathā-vārtā would always go on. In the morning, he would finish his daily routine viz. bathing, pūjā, etc. and then would have lunch only once- only this much activity would be seen except kathā-vārtā.  Then till twelve in the night, kathā-vārtā would go on and mainly in this assembly Swāmī would often talk, and would make the Vachanamṛt to be read. No saint or devotee would dare to talk any loose talk, such was his influence. He used to meet me with much love and I also knew about his greatness. Then Bāpāśrī praised Swāmī Nirguṇdāsjī and said that Swāmī Īśvarcharaṇadāsjī is carrying on his work- Bāpāśrī said thus showing his pleasure.

Bāpāśrī said, “One should know the greatness of Mahārāj and His great muktas and one should be firm that since one has stuck great Anādis, they would make him perfect and will definitely pour Brahmras but will not forget.” Dhanjībhāī of Nārāyaṇapur requested Bāpāśrī to give him as much as he was worthy of it. Bāpāśrī said, “Puruṣottam i.e. Lord Swāmīnārāyaṇa’s Anādi great muktas do not show  spectacle. Those who take siddhi from muktas by insistence is like wearing ornament got by begging. When the owner of the ornament takes it away, the wearer will be disheartened. If he gives us when we need it, it is all right. God and God’s great muktas should be known as clairvoyant. If he knows Śrījī Mahārāj as clairvoyant and does not know great Anādis as clairvoyant, he is said to be half atheist, because Mahārāj and great muktas are always together and are never separate– understand thus. When wrong thoughts or wicked thoughts arise they should be made false and if they are made false soon, how long they will remain! Just as when the enemy raised his head and if he is hammered immediately, how long he will remain alive- he will die. Similarly, such thoughts should be avoided.” || 71 ||