Gujarati / English

બાપાશ્રીએ વાત કરી જે, “મહારાજ અને અનાદિમુક્ત તો જુદા રહેતા જ નથી, પણ ભાવ જુદા: દાતા-ભોકતાપણું અને સ્વામી-સેવકપણું. અનાદિમુક્તને એમ સમજવામાં બાધ નહિ આવે, નુકસાન નહિ આવે. અને જેવડા જાણો તેવડા કરે છે; ગમે તેવા મોટા જાણો. મોટા જાણ્યામાં લાભ છે. માટે જેવા છે તેવા મહારાજને તથા અનાદિમુક્તને જાણવા જોઈએ. જેને મહારાજની મોટપ ખરેખરી જાણ્યામાં આવે તેને જ કુશાગ્ર બુદ્ધિવાળા કહ્યા  છે. આગળ લાખો વર્ષ તપ કર્યાં તોપણ આવા મહારાજ ને આવા મુક્ત મળ્યા નથી ને મહારાજનું દિવ્ય સુખ પણ મળ્યું નથી, માટે અવરભાવનો ત્યાગ કરીને પરભાવમાં રહેવું. પરભાવમાં રસ છે.

“આપણે શ્રીજી મહારાજની મૂર્તિમાંથી બહાર નીકળવું નહિ; એટલામાં જ રહેવું. એવો ખટકો થાય તો મહારાજ જરાય છેટા નથી. ખટકો રાખીને મંડે તો છ મહિનામાં પૂરું થઈ જાય તે પૂરું નક્કી કરવું પડશે; છૂટકો નથી. બીજું બધુંય થાય. માળા, કીર્તન, સેવા, મંદિરનો વ્યવહાર, મહંતાઈ એવું બધુંય થાય, પણ કારણ વસ્તુ જે શ્રીજી મહારાજની મૂર્તિ તેમાં ન રહેવાય; માટે મૂર્તિરૂપ માળામાં જ રહેવું.

“કોઈ ભગવાન સામું એક ગજ ચાલે તો ભગવાન તેના સામા બે ગજ ચાલે એવા દયાળુ છે, પણ જીવને ગરજ થોડી છે. મહારાજ અને મોટા  મુક્ત મળ્યા છે તે પૂરું કરાવી દેશે, પણ ખટકો રાખીને મંડવું. પંચભૂતના દેહને પડ્યો મૂકીને ભગવાનના સ્વરૂપમાં જોડાઈ જવું. મોટા તો મૂર્તિમાંથી ઘડીયે નોખા પડતા નથી. તેવા મોટાને વિષે હેત રાખશો તો વાંધો નહિ આવે. હિંમત હારશો નહિ જે કેમ થાશે? હમણાં તો કારણ મૂર્તિમાં રહેવું કઠણ પડે છે, પણ રહેવા માંડે તો નીકળવું કઠણ પડે. તે આપણે કરવાનો ખટકો ઓછો છે અને ખપ થોડો છે. મહારાજે કહ્યું છે જે, ‘એણે ક્યારે આગ્રહ કર્યો ને ક્યારે ન થયું?’ કરવા માંડે તેને કાંઈ કઠણ નથી.

“મોટા કરે તેમ ન કરવું, પણ કહે તેમ કરવું. આ જીવને સર્વે કામ પુરુષપ્રયત્નથી થાય તેમ છે, પણ પુરુષપ્રયત્ન વિના કાંઈ બને નહિ. તે કરવાની શ્રદ્ધા નથી ને નકરી કૃપા જોઈએ છીએ, પણ પાત્ર થશે તો એની મેળે જ કૃપા થશે. જ્યાં સુધી આ લોકની મોટપ, માન, સ્વાદ, મહોબત એ બધુંય રાખે તો ક્યાંથી પાત્ર થવાય? આવાં વચન સાંભળે ત્યાં સુધી ઠીક રહે અને પછી કાંઈ ન મળે. માટે આપણે જરૂર કરવું પડશે; છૂટકો નહિ થાય. એમ જાણીને મંડી પડવું, તો મહાપ્રભુનું અચળ, અનાદિ ને સનાતન સુખ લેવાય.

“પ્રથમ મોટા સદગુરુઓએ કેટલાંક દુઃખ સહન કર્યાં છે તો આજે અચળ, અનાદિ ને સનાતન સુખને પામ્યા છે. તેની આપણે વાતો કરીએ છીએ, પણ ટાણું આવે ત્યારે પાછું કાંઈ ન મળે. નહિ તો આવાં વચનની સેડું જીવમાં ઊતરી જાય ને સૂકા હાડકા જેવું લૂખું થઈ જવાય, પણ માંહી ઊતરતું નથી. માટે પાત્ર થવા પુરુષપ્રયત્ન જરૂર કરવો પડશે. જો તળાવમાં પાણી નિર્મળ, શાંત ભરેલ હોય તો સૂર્યને કહેવું પડે નહિ જે મારા ઉપર દયા કરો, એ તો એની મેળે જ માંહી દેખાય. લાખો-કરોડો ગાઉ ઉપર સૂર્ય છે, પણ સહેજે એમાં દેખાય છે અને જરાક પાણી ડોળાય તો ન દેખાય; માટે પાત્ર થવું.

“કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાદ એમાં તણાવું નહિ. તેનો ખટકો ન રાખે તો ખોટ બહુ આવે. આ દેહ અંધો ઘોડો છે તે ક્યાંય ફગાવી નાખે એમ જાણી જાણપણારૂપ ભગવાનના ધામના દરવાજામાં રહીને ભગવાનની મૂર્તિમાં જોડાઈ જવું તો સુખિયા થવાય; નહિ તો આ લોકમાં નકરું દુઃખ જ છે, ક્યાંય સુખ નથી. જાણપણામાં ન રહેવાય તો ખોટ બહુ આવે કારણ કે આ લોક જ એવો દુઃખદાયી છે. માટે નિયમ, નિશ્ચય, આજ્ઞા, ઉપાસના આદિમાં ખબરદાર થઈ રહેવું. તે જો નિયમ ન હોય તો ક્યાંય જતું રહેવાય. અમારે ત્યાં બે-ચાર હરિભક્ત આવ્યા હતા. તે રામજીભાઈને કહે જે, ‘ચાર પડની રોટલી તથા સવારે શેર દહીં ને શેર દૂધ જોઈશે.’ આવા ઠરાવવાળા થઈ જવાય, માટે સ્વભાવ જીતવા. જીવના ઠરાવ જ ઊંધા, તે જો પ્રસાદી વહેંચાતી હોય તો એમ થાય જે કાંઈક ગળ્યું હોય તો ઠીક. આવા ઠરાવમાં મહાપ્રભુનું સુખ કયાંથી આવે! માંડવીના મંદિરમાં લક્ષ્મીરામભાઈએ રસનાનું બહુ ખંડન કર્યું ત્યારે એક સાધુને ઠીક ન લાગ્યું. આવા સ્વભાવ પડે છે. માટે સ્વભાવ વાંસે તણાઈ જવું નહિ અને મહાપ્રભુની મૂર્તિનું સુખ લેવું.”  II ૭૬ II

Bāpāśrī said, “Mahārāj and Anādi muktas never live separately but the relationship of donor-donee and master-servant does persist. There is no problem and harm in understanding Anādi muktas thus. They will make one as much as he knows them. One may consider them as great as he wants. There is benefit in knowing them as great. Therefore, one should know Mahārāj and Anādi muktas as they are. He who truly knows the greatness of Mahārāj is called having sharp intelligence. Formerly many have done penance for thousands of years but they have not got such Mahārāj and such muktas and have not got divine happiness of Mahārāj. Therefore, we should give up the view from the perspective of this world (avarbhāv) and have the view from divine perspective (parbhāv). Parbhāv is intresting one. We should not come out of Mūrti. If we have deep feeling to dwell in Mūrti, Mahārāj is not at all away from us. If we begin with this feeling, we will be fulfilled within six months but we will have to determine; there is no way out. Everything else -rosary, kīrtan, sevā, administration of temple, mahaṅtāī- can be done but causal thing is Mūrti; but we cannot dwell in the causal thing i.e. Mūrti. We should dwell in the vicinity, in the form of Mūrti. If one walks a yard to meet God, God will walk two yards to meet him- such merciful He is. But jīva has very little inclination towards Him. Since we have met Mahārāj and great muktas, they will get us fulfilled but we should persevere sincerely. We should join in the form of God by not caring for the body made of pañchabhūt (five elements). Muktas never get separated even for a moment from Mūrti and if you keep love for them, you will not be harmed. Do not be discouraged, thinking that what will happen. In the beginning, it is difficult to dwell in causal Mūrti, but if you begin to dwell, it will be difficult to come out. We have no sincerity and need is also not much. Mahārāj has said when he insisted, and when He has not obliged him. It is not difficult if he begins to do. We should not act as muktas act but do as they say. All deeds of jīva are done by efforts but without efforts nothing can be done. We have no faith in doing and simply want His grace. But if we become worthy, His grace will automatically be had. So long as there is desire for honour, status, taste, affection of this world, how we can become worthy? It is all right till these words are heard and then there is nothing. Therefore, we will have to do unfailingly. Begin knowing thus. Then you can get eternal, stable and Anādi (having no beginning or ends) happiness of Mahāprabhu. Formerly great Sadgurus have suffered a lot so they have got stable, Anādi and eternal happiness. We are talking about it but when time comes, we do not get it, otherwise such words would go deep in heart and one will become indifferent to worldly affairs but it does not go deep. Therefore, we will have to make efforts to become worthy. If water in a pond is clean, quiet and full, the sun will not be requested to show mercy, it will automatically be reflected in it. The sun is far far away but it is reflected normally and if the water is polluted it will not be reflected. Therefore, be worthy and do not be drawn in passion, anger, greed, attraction, taste, etc. If one is not cautious about it, one will be at loss. This body is like a blind horse and may throw us anywhere. Therefore, remaining in the door of abode in the form of knowledge, we should get attached to God’s Mūrti so that we become happy; otherwise there is only misery in this world- nowhere is happiness. If there is no knowledge, it will be a great loss because this world is sorrowful. Therefore, remaining alert we should strictly follow norms, determination, commands, upāsanā, etc. If norms are not followed one may get strayed. Some devotees came to me. They told Rāmjībhāī, they would require chapāṭī of four folds and in the morning half pound of curd and half pound of milk will be needed. We may become of such nature having resolution, so try to conquer nature. Intentions of jīva are always queer- for example, when prasādī is distributed, it will like to get some thing sweet. How can it get happiness of Mahāprabhu with such intention? When in the temple of Māṇḍavī, Lakṣmīrāmbhāī criticised liking of taste, a saint did not like it- such is the nature. Therefore, do not be drawn by nature and take the happiness of Mahāprabhujī’s Mūrti. || 76 ||