Gujarati / English

રાત્રે આરતી થયા પછી બાપાશ્રી સભામાં વાતો કરતા હતા.

ત્યારે ડોસાભાઈએ પૂછ્યું જે, “બાપા! મહારાજ અને મોટા મુક્ત મળ્યા ત્યારથી મૂર્તિમાં રાખ્યાની વાત સમજાણી છે છતાં મોટા મુક્ત જેવું સુખ ભોગવે છે તેવું સુખ કેમ આવતું નહિ હોય? તથા વ્યવહારમાંથી અરુચિ કેમ નહિ થતી હોય? અને પ્રકૃતિ ટળતી નથી તેનું શું કારણ હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજની મૂર્તિના સુખભોકતા થવામાં પાત્ર થવાની જરૂર છે. પાત્ર થયા વિના એ સુખ જીરવાય નહિ. જો હમણાં જ એમ થાય તો પછી કોઈની ગરજ રહે નહિ અને પૂર્ણપણું જ મનાઈ જાય, તેથી કરીને વૃદ્ધિ પામી શકાય નહિ. તેથી કોઈને જણાવવાનું મન થાય જે આ મિત્ર છે, આ હેતુ છે, આને કહ્યા વિના કેમ ચાલે? એમ થાય તેથી ઠીક ન રહે. જીવનો તો એવો જ સ્વભાવ છે જે સારું સ્વપ્ન આવ્યું હોય તોપણ બીજાને કહે ત્યારે સુખ થાય.

“જુઓને! આ જીવને કેટલું બધું અજ્ઞાન છે, કેટલો બધો મોહ છે અને કેટલી બધી વાસના છે જે પોતાની સ્ત્રી-છોકરાં સારુ આખો દહાડો ખડિયો ખંભે લઈને ફર્યા કરે છે અને સાંજે માંડ ચાર પૈસા કે આઠ પૈસા રળે એ લાવીને સ્ત્રી-છોકરાંને ખવરાવે ને રાજી રાજી થાય, પણ કષ્ટ વેઠવું પડ્યું હોય તેનું દુઃખ મનમાં ન ધરે અને વૈરાગ્ય પણ ન થાય. જો એટલું ભગવાન સારુ કરે તો કેવડું સુખ પ્રાપ્ત થાય! પણ જીવથી એ થાય નહિ અને માયિક, નાશવંત, તુચ્છ ને દુઃખદાયી તથા કોટિ કલ્પ લગી માયામાં ભમાડે એવાં માયિક પદાર્થ સારુ કેટલું બધું થાય છે! ભગવાનના ભક્તને એવું ન જોઈએ. ભગવાનના ભક્ત તો મહારાજની આજ્ઞાનુસાર મહારાજની મૂર્તિ રાખીને વ્યવહાર કરે તે પણ ખોટો જાણીને કરે. અને તેને તો એવી સમજણ હોય જે ભગવાન સારુ રામપત્તર લઈને માગવું પડે તોય શું! પણ રાજી રાજી રહે. માથું જાતાં પણ ભગવાન ને ભગવાનના મુક્ત મળે તોય બહુ જ સોંઘા મળ્યા છે, એમ જાણે.”

તે ઉપર કીર્તનની ટૂંક બોલ્યા જે, “‘સો માથાં જાતાં રે સોંઘા છોગાળા.’ ભગવાનના ભક્તની એવી સમજણ હોય. તેથી વ્યાવહારિક પદાર્થની હાણ-વૃદ્ધિએ કરીને હર્ષ-શોકને ન પામે અને તે પદાર્થ મેળવવાના પ્રયત્નમાં મંડ્યો ન રહે. મહારાજની અને મોટાની આજ્ઞાનુસાર વ્યવહાર કરે. તે વ્યવહાર મહારાજ અને મોટા મુકાવે તો તરત મૂકી દે, પણ કોઈ પ્રકૃતિ આડી આવે નહિ અને મૂંઝાય પણ નહિ, તો તેનો મહારાજના સુખમાં મોટા મુક્ત ભાગ રાખે છે. જેમ નબળો ખેડુ હોય તે સારા ધનાઢ્ય ખેડુ સાથે સહિયારો ભાગ કરે પછી પોતાના બળદો નબળા હોય અને તે ખેડુના તો મોટા જબરા હોય, પણ મોલ પાકે ને વહેંચે ત્યારે જેટલું સારાને આવે તેટલું નબળાને આવે; પણ જો દાડી કરી હોય તો ભાગ વહેંચાય નહિ ને દાડીના જેટલા પૈસા મળે. તેમ આપણે મોટા મુક્ત સાથે ભાગ કરવો, પણ દાડીઓ કરવી નહિ.”

પછી એમ વાત કરી જે, “આપણે ઘેર કોઈ વ્યવહારિક સંબંધવાળા આવે તેને મહેમાન કહેવા, પણ સત્સંગી આવે તેને મહેમાન કહેવા નહિ ને મહેમાન જાણવા નહિ. કારણ કે દેહના સગાં-સંબંધી તો એક બે દિવસ રહે ત્યાં સુધી ભેગા રહે છે અને પછી નોખા પડે છે તેમ સત્સંગી તો કોઈ દિવસ નોખા પડવાના નથી. ત્યારે મહેમાન કેમ કહેવાય?

“આ સમયે મહારાજનો અને મોટા મુક્તનો પ્રતાપ બહુ જબરો છે. એમની દૃષ્ટિએ જે જે પશુ, પક્ષી, ઝાડ, પહાડ વગેરે પડે છે તે તે સર્વેનું બીજબળ થાય છે અને સર્વે સંસ્કારી થાય છે. વળી જેણે જેણે મોટા મુક્તનો જાણે-અજાણે સ્પર્શ કર્યો, અગર જે જે મોટાના ઉપયોગમાં આવ્યા તે તે સર્વે અહોભાગ્યવાળા છે અને તેમનું કલ્યાણ થાય છે. જ્યાં જ્યાં મોટા મુક્ત વિચરે છે તે તે સર્વે સ્થાન પ્રસાદીનાં તીર્થરૂપ થાય છે અને દિવ્ય થાય છે. મુક્તના જોગમાં જડ-ચૈતન્ય જે કોઈ આવે છે તે નિર્ગુણ થઈ જાય છે, તે સર્વેને પવિત્ર કરે છે એટલે એ મોક્ષને આપવાવાળા થઈ જાય છે. એવો મોટા મુક્તના સંબંધનો પ્રતાપ છે; કેમ કે એ મહારાજની મૂર્તિ વિના ક્યારેય એકલા રહેતા નથી. એવા મોટા મુક્ત માયાને ટાળવાનો કવાજ શિખવાડે એટલે માયા એની મેળે જ છેટી રહે. મોટા અનાદિ તો જીવને પુરુષોત્તમ ભગવાન સન્મુખ કરે છે તેથી માયા વાંસે ગોથાં ખાતી રહે, પણ તેનું કાંઈ ચાલતું નથી.

“માટે મોટા મુક્ત સાથે અતિશે હેત કરવું. તે હેત રૂપે કરીને, સ્વાર્થે કરીને, ભયે કરીને અને ગુણે કરીને થાય છે. તેમાં ગુણે કરીને જે હેત થાય છે તે સર્વેથી ઉત્તમ છે. માટે સ્નેહ કરવો તે બીજા સર્વેને મૂકીને ગુણે કરીને જ કરવો. આવા મોટા અનાદિને વિષે વિશ્વાસ લાવવો અને એમ જાણવું જે એ જ્યાં છે ત્યાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે.

“તે જેને આવા સત્સંગની જરાકેય પ્રતીતિ હશે ને વિશ્વાસ હશે તેને તો તુરત હા જ પડશે, પણ જેને સત્સંગની ઠામૂકી પ્રતીતિ નહિ હોય ને નાસ્તિક ભાવ હશે તથા જે સત્સંગને કલ્પિત જાણતા હશે તેની તો વાત નથી કહેવી. કેમ જે મોટા અનાદિ છે તેમનાં દર્શનને તો મોટા મોટા અવતારાદિક ઈચ્છે છે. તે ઉપર દૃષ્ટિ રહે તો એ વાત સમજ્યામાં આવે.

“કેટલાક પરની ને અવરની વાતો તથા નવાં નવાં ઐશ્વર્ય તેને જાણવા ઈચ્છે, પણ તેમાં કાંઈ માલ નથી. એ તો જેમ દ્રવ્ય સાચવે એવો દીકરો થાય પછી તેનો બાપ તેને સામટી ભંડારની કૂંચી સોંપી દે છે તેમ ઠીક. એ રીતે જ્યારે અવસર આવે ત્યારે મહારાજ અને મોટા મુક્ત તેમ કરી દે, પછી તે સમે તેને કોઈની કશી ધ્રા (બીક) નહિ.

“પણ જો મોટા મુક્તમાં મનુષ્યભાવ પરઠીને લગારેક અવગુણ લે તો એ જીવનું તૈયાર થઈ ગયેલું કામ બગડી જાય છે. જેમ કોઈએ પ્રથમ વાઢ કરેલો હોય તે શેરડી પાક્યા પછી તેને પીલીને રસ ઉકાળીને ભીલીયું તૈયાર થઈ ગઈ હોય, પણ તે રાત્રે તેના ઉપર મેહ બહુ વરસે તો ગોળનું પાણી થઈ જાય. પછી તે ગોળને ફરીવાર ઉકાળી ભીલીયું કરવા માંડે તો ભીલીયું થાય નહિ અને કાળો રગડા જેવો નઠારો ગોળ થઈ જાય. તેમ આપણે ગોળની ભીલીયું તૈયાર થઈ ગયેલી છે તેથી જાળવવા જેવું ખરું. તે શું? તો કોઈનો અવગુણ ન આવે એમ વર્તવું.”  II ૮૦ II

After the āratī at night, Bāpāśrī was talking in the assembly. Ḍosābhāī asked Bāpāśrī, “After meeting Mahārāj and muktas, the point of dwelling in Mūrti has been understood even then why is not there disliking for the material world and why is the nature not given up? What is the reason?” Bāpāśrī replied, “To become the enjoyer of Mūrti one has to become worthy. Unless one becomes worthy that happiness cannot be sustained. If it takes place now, he would not need anyone and will believe that he is fulfilled. As a result, he cannot progress. So, he would think that he is our friend, well-wisher and without telling them how it is possible. It is not good if it happens like this. The nature of jīva is such that if he has a good dream he will feel happy when he tells it to other. Just see! How much ignorance, passion and attachment-attraction this jīva has. So for his family he labours and hardly earns to meet their requirement. He becomes pleased by fulfilling the needs of his family but he neither feels sorry nor thinks for renunciation even though he has to do hard labour in earning livelihood. If he takes so much trouble for God how much happiness he will get but jīva cannot do it and it does so much for the perishable trivial, and for giver of misery and for māyik things drawing again in māyā for billions of years.  A devotee of God needs no such thing. A devotee of God does activity according to commands of Mahārāj and keeping Mūrti with him and that he should do it knowing it as false. If he has such understanding, he may have to beg for God so what! But remains pleased. Even if one has to sacrifice life, there is no harm if God and His muktas are met easily- know thus. A line from devotional song said by Bāpāśrī, ‘So māthā jātā re soṅghā chhogāḷā’ (even if hundreds of heads have to be cut for achieving God, that sacrifice is nothing as compared to the achievement). God’s devotee has such understanding so he becomes neither sorry nor joyous when material objects are lost or increased and he will not crave for those objects. He would do activities according to the commands of Mahārāj and muktas and if he is asked to give up those activities by Mahārāj and muktas, he would immediately give up and in doing so his nature would not come in his way and would not be confused. Then great muktas keep his share in the happiness of Mahārāj. Just as poor farmer keeps share with a rich farmer, the poor farmer’s bullocks may be weak and the rich farmer’s bullocks may be strong but when the crop is ready, the poor farmer will get as much share as the rich farmer will get. If he has done only labour, he will not get the share but he will get the labour charges. Similarly, we should keep share with great muktas but should not go for labour work. If anyone comes to our house having worldly relations he should be called a guest. But if a satsaṅgī comes to our house, he should not be called a guest and should not be known as a guest because relatives will stay with us for a day or two and then separate from us, whereas satsaṅgīs will never separate from us. So how can we call him a guest? In the present time, the impact of Mahārāj and great muktas is much. Animals, birds, trees, mountains whatever comes in their sight, becomes powerful satsaṅgī, and all become cultured. Moreover, whosoever has touched great muktas knowingly or unknowingly or whosoever has been useful to muktas, are all fortunate and they are liberated. All those places where great muktas tread become centre of pilgrimage in the form of prasādī and become divine. Whatever animate or inanimate objects come in contact with great muktas become free from attributes and purifies all, means they can give salvation. Such is the power of great muktas’ relation because they never live alone without Mūrti. Such great muktas teach how to keep māyā away; so māyā itself remains away. Great Anādis take jīva to Puruṣottam. So māyā cannot do anything. Therefore, we should develop much love for great muktas. It can be developed in the form of love, by self-interest, by fear, by virtues. The love, which is developed by virtue is the best. Therefore, love them by virtues leaving aside everything. One should have trust in such great Anādi and should know that wherever they are, Mahārāj Himself is there. The one who has attraction towards satsaṅg and trust will immediately agree. On the other hand, the one who has no attraction at all towards satsaṅg will be atheist and those who know the satsaṅg as imaginary are not to be talked about, because even great incarnations desire darśan of great Anādi. If that point of view is in mind, it can be understood. Some desire to hear the talks about the divine perspective (parbhāv) and view from the perspective of this world (avarbhāv) and desire to know about miracles but it is of no use. When the son becomes matured, to look after wealth, the father hands him over everything. Similarly, when the time comes, Mahārāj and great muktas do in the same way. Then there will be no fear from anyone but if jīva finds a little fault in great muktas considering them as human beings, everything of jīva, which is ready work, will be spoiled. Then the example of how jaggery is prepared was given. It is prepared from the sugarcane juice. It is boiled and when it becomes jaggery, it is moulded in round shape; but if it rains and rainwater falls on it, it will become liquid and when again it is boiled turn it into jaggery, it will not become solid and will remain as black liquid. Similarly, we have to preserve packed jaggery which is ready – what does it mean? It means we should behave in such a way that we see no fault in anyone.” ||80||