Gujarati / English

ફાગણ વદ-૧૧ રોજ સવારે નિત્યવિધિ કરીને બાપાશ્રીએ વાત કરી જે, “આ સભા અક્ષરધામની છે. આ સભાને જે સંભારે તેને જન્મ-મરણ ન રહે. સંતો! હરિભક્તો! જુઓ આવી સભા બીજે ક્યાંય છે? આ સભામાં તો અક્ષરધામના ધામી બિરાજે છે. માટે આ સભા સંભારજો. આપણને લાભ બહુ મળ્યો છે. ક્યાં પુરુષોત્તમ નારાયણ ને ક્યાં જીવ! આ તો બહુ ભારે વાત મળી છે. બહારદૃષ્ટિ હોય તેને આવી વાત ન સમજાય. કેટલાક કહે છે કે સત્સંગમાં ફીટાડો છે, પણ જેને એક મહારાજના સુખે સુખ છે તેને ક્યાં ફીટાડો હતો! તેને તો એક મહારાજ જ જીવન છે. તે તો મૂર્તિનાં રોમ રોમનાં સુખ ભોગવે છે, ક્યારેય તૃપ્ત થતા નથી, બહાર કાંઈ જોતા જ નથી.

“મહારાજની મૂર્તિ અને મહામુક્ત એ બે સામું જોઈએ એટલે બીજું બધું દુઃખ મટી જાય. દુઃખ મટવાનું એ એક જ સાધન છે. મહારાજ તો આ સમે સત્સંગમાં પ્રગટ બિરાજે છે. જેને જેવું જોઈશે તેવું લેશે. આપણે તો એક મહારાજને રાખવા. તેમની મરજી વિના આ લોકમાં કાળ, કર્મ કે માયા બાપડાં શું કરે એવાં છે? એનો શો ભાર છે કે ભગવાનના ભક્ત પાસે આવી શકે! આપણે તો અખંડ એકતાર મહારાજમાં જોડાઈ જાવું. હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં, સૂતાં-જાગતાં, હરે મહારાજ! સ્વામિનારાયણ! એમ ધૂન કરવી, શ્વાસોશ્વાસ એમને સંભારવા એટલે બધુંય દુઃખ ગયું. સત્સંગમાં મહારાજ તથા મોટાના પ્રતાપે સંત-હરિભક્ત સૌ સુખિયા છે. તમારે પણ સુખિયા રહેવું હોય તો મહારાજ તથા મોટાને આગળ રાખજો. શ્રીજી મહારાજ આ સમે મુક્ત દ્વારે બધી ક્રિયા કરે છે એવું જેને જણાણું હોય તેને તો બધી ક્રિયા દિવ્ય લાગે.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “બાપા! આ સમે અક્ષરધામમાં મહારાજનું દર્શન કેવું થતું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સ્વામી! મહારાજ તો ઝળઝળાટ તેજમાં દર્શન દે છે. દિવ્ય દૃષ્ટિ થાય એટલે આ રહ્યા, ક્યાંય હશે એમ નથી. અનંત મુક્ત એ મૂર્તિમાં રહીને સુખ ભોગવે છે, અનંત સન્મુખ રહી સુખ ભોગવે છે. અપરિમ્ અપરિમ્ સુખનું સ્થાન એ મહાપ્રભુ છે. અનંત મુક્ત, અનંત અવતાર, અનંત ઐશ્વર્યાર્થી, અનંત માયિક જીવ તે સર્વેમાં જ્યાં જ્યાં સુખ છે તે મહારાજનો જેટલો સંબંધ તેટલું છે. જેટલું સમીપે સુખ તેટલું છેટે ક્યાંથી હોય? સર્વથી પર અક્ષરધામ તેમાં તો અતિ અપાર સુખ શ્રીજી મહારાજની મૂર્તિનું છે. મુક્ત તેજોમય, ધામ તેજનો જ અબાંર, સર્વ દિવ્ય સમાજ, દિવ્ય સુખ, દિવ્ય વર્ણન. ‘અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય.’ એવા દિવ્ય ધામમાં મહાપ્રભુ બિરાજે છે. તે મૂર્તિમાં મુક્ત રસબસ રહ્યા છે.

એ મહારાજ ને મુક્ત વિના આપણો ક્યાંય ભાગ નથી અને એ બે વિના બીજું ઠરવાનું ઠામ ક્યાંય નથી. માટે જે જે વચન આવે તે ઠેઠ મૂર્તિમાં લગાડવાં. એ મૂર્તિ ને મુક્ત આ સભામાં દિવ્ય તેજોમય દર્શન દે છે. જેને દિવ્ય ભાવ થાય તે દેખે. શ્રીજી મહારાજ આ સભામાં અખંડ બિરાજે છે, પૂજા સ્વીકારે છે, મંદ મંદ હસે છે, મંદ મંદ સુગંધ વાયુ વાય છે; આ સર્વે અહીં જ છે. સ્થાવર-જંગમ સર્વે ઠેકાણે મહારાજ દેખાય એ સ્થિતિ, અને એ વિના કાંઈ ન દેખાય તે પ્રાપ્તિ. ક્યાં મહારાજ ને આવા મુક્ત! આ તો કેવળ શ્રીજી મહારાજની દયા છે.”

એમ કહીને બોલ્યા જે, “કેમ સ્વામી! આમ હશે કે નહિ?”

ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું જે, “હા બાપા! એમ જ છે.”

પછી હરિભાઈએ પ્રાર્થના કરી કે, “સ્વામી! બાપાશ્રીને તેડીને અમારે ત્યાં પધારવા દયા કરો.”

તે વખતે બાપાશ્રી કહે, “તમારાં ઘર ક્યાં છે?”

ત્યારે સ્વામી કહે, “આ રહ્યાં મંદિરની જગ્યામાં.”

ત્યારે બાપાશ્રી કહે, “ચાલો.”

પછી સંત હરિભક્તોએ સહિત તેમને ઘેર પધાર્યા. ત્યાં હરિભાઈએ સૌને ચંદન ચર્ચી, હાર પહેરાવી, વસ્ત્ર ઓઢાડ્યાં.

તે સમે બાપાશ્રીએ હરિભાઈને કહ્યું કે, “તમે જૂના સત્સંગી છો કે નવા?”

ત્યારે હરિભાઈ કહે, “બાપા! આપ કહો તેવા.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું, “અમે તો કચ્છમાં રહીએ તે અમને તો તમે કહો તો ખબર પડે.” એમ રમૂજ કરી.

ત્યારે હરિભાઈ કહે, “બાપા! આપ તો સમર્થ છો, અતંર્યામી છો, તમે ન જાણો તેવું કાંઈ નથી. તમને લઈને તો સત્સંગ ફૂલી રહ્યો છે, નિત્ય સમૈયા થાય છે.”

ત્યારે બાપાશ્રી કહે, “હરિભાઈ! આવા સંતે આપણને દર્શન આપ્યાં તે સંત ભેગા શ્રીજી મહારાજ અખંડ હોય. મહારાજ સૌને સુખ આપે છે. તમે, અમે ને આ સંત સર્વે શ્રીજી મહારાજના સુખે સુખિયા છીએ. આ સહુ દોડ્યા આવે છે તે એમને બીજું કાંઈ ખપતું નથી, એક મહારાજ ખપે છે; તે અમે આપીએ છીએ, કેમ જે અમારે મૂર્તિનો જ વેપાર છે. જો અમને સાચો થઈને કોઈ મન સોંપે તો તેને તો અમે અનાદિમુક્તની પંક્તિમાં ભેળવી દઈએ. આ સમે કોઈને કેડે રહેવા દેવા નથી. મહારાજ કહે છે કે, ‘અમારે અનંત જીવના ઉદ્ધાર કરવા છે. તેથી મોક્ષનાં સદાવ્રત બાંધ્યાં છે.’ કારણ મૂર્તિનું એ જ કામ છે. મહારાજ સત્સંગમાં પ્રત્યક્ષ દર્શન દે છે. અણસમજણવાળાને એવું ન દેખાય તેથી બિચારા દુખિયા મટે નહિ. આપણે તો સર્વેનું સારું જ કરવું છે. તમે તો જૂના સેવક છો.” તેમ કહી પ્રસન્નતા જણાવી.

એ સમે સંતો ‘આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ’ એ કીર્તન બોલ્યા. પછી મંદિરમાં આવતાં માર્ગમાં હરિભક્તોનાં ઘેર પ્રાર્થના થવાથી સંતો મંદિરમાં ગયા ને બાપાશ્રી તે સર્વેને દર્શન દઈ થોડીવારે મંદિરમાં પધાર્યા. ત્યાં બે કણબી પાણાની ખાણેથી દર્શન કરવા આવેલ તેમને સમાચાર પૂછ્યા.

પછી તેમના પર પ્રસન્નતા જણાવતાં બોલ્યા જે, “સત્સંગમાં સર્વે ભગવાન ભજે છે તેમાં કણબી સત્સંગી છે તેની એક જ વૃત્તિ અને બિચારા વિશ્વાસી બહુ. ને વેપારી તથા બીજાઓની વૃત્તિ ડોળાયેલી હોય પણ તે ઠીક. અને બ્રાહ્મણને સૂઝે તેમ પણ કાંઈક પોતાપણું રહેતું હશે ખરું, એમ અમને તો જણાય છે.”

પછી માસ્તર પ્રભાશંકરભાઈએ પૂછ્યું જે, “બાપા! કારણ શરીર તે શું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા  જે, “માયિક પદાર્થની વાસના તેને કારણ શરીર જાણવું. એ કારણ શરીર વજ્રસાર જેવું છે, તે શ્રીજી મહારાજના ધ્યાને કરીને ટળે છે. અને નાના પ્રકારનાં ઐશ્વર્યના રાગ તેને મહાકારણ કહેવાય. તે મહાકારણ શ્રીજી મહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય ને તે મૂર્તિમાં આપોપું થાય ત્યારે ટળે છે.”

પછી એમ બોલ્યા જે, “આજ સત્સંગમાં મોટા મુક્ત છે તેમાં કોઈક નિરંતર કથા-વાર્તા કરીને સુખ આપે એવા હોય અને કોઈક દર્શનમાત્રે સુખ આપે એવા હોય. તે સર્વે શ્રીજી મહારાજને રાજી કરવા કરે છે એમ જાણવું.”

પછી શિવજીભાઈએ પૂછ્યું જે, “બાપા! આપ વાતોમાં બહુધા મહારાજનું વર્ણન કરો છો તેમાં મહારાજનાં બીજાં નામ કરતાં શ્રીજી મહારાજ  એ શબ્દ વધારે આવે છે તેનું શું કારણ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ નામ બહુ રમણીય છે, માટે વધારે વપરાય છે.”

પછી વાત કરી જે, “જેને અતંર્દષ્ટિ હોય તે તો મહારાજની મૂર્તિને વિષે દિવ્ય ભાવે જોડાઈ જાય તે નિષ્કામ કહેવાય. તેને મૂર્તિ વિના બીજું કાંઈ ખપે જ નહિ. અને બહારદૃષ્ટિવાળો સકામ કહેવાય, તેને ‘મહારાજ તેડવા આવશે કે રથ વિમાન લાવશે’ એમ વાટ જોવી પડે.”  II ૮૧ II

In the morning of Fāgaṇa Vad 11th, Bāpāśrī, after his daily routine said, “This assembly is of Akṣardhām. Whosoever remembers this assembly will be free from cycle of birth and death. Drawing attention of saints and devotees Bāpāśrī asked them. Is there any such assembly anywhere? The Master of Akṣardhām shines in this assembly. So remember this assembly. We have got much benefit. Where is this jīva and where is Puruṣottam Nārāyaṇa- how can jīva be worthy of Him? We have achieved a very great thing. The one whose sight is outward cannot understand such talk. Some say that there is spoil in satsaṅg but where is spoil in satsaṅg for them who has only happiness in the happiness of Mahārāj!  For him Mahārāj is only life. He enjoys happiness from every pore of Mūrti- his thirst is never quenched. He does not see anything outside. If we look at Mūrti and great muktas, all misery will be done away with- it is the only means for the remedy of misery. In the present time, Mahārāj Himself is there in satsaṅg. Whatever one wants will take it. We should keep only Mahārāj. What can poor kāḷa, karma or poor māyā do in this world without the wish of Mahārāj? What capacity have they that they can come to God’s devotees? We should constantly join with Mahārāj becoming one with Him. While doing every activity e.g. walking, moving, eating, drinking, etc. we should chant Hare Mahārāj! Swāmīnārāyaṇa! In every breath, He should be remembered to become free from misery. By the grace of Mahārāj and muktas, saints and devotees all are happy in satsaṅg. If you want to be happy, keep Mahārāj and muktas with you. During this time Śrījī Mahārāj does all activities through the medium of muktas- if one has known thus, all activities will appear divine to him.

          Swāmī Vṛṅdāvandāsjī asked Bāpāśrī, “What kind of darśan of Mahārāj would be there in Akṣardhām at this time?” Bāpāśrī said, “Swāmī! Mahārāj gives darśan in bright luminescence. If sight becomes divine, He is here- it is not so that He is not anywhere.  Infinite muktas enjoy bliss dwelling in that Mūrti. Infinite muktas enjoy bliss staying in front. The place of boundless happiness is Mahāprabhu. Wherever there is happiness in infinite muktas, infinite incarnations, desirous of spiritual powers, infinite māyik jīva, is there in the measure in which they have relationship with Mahārāj and also the same measure to those who are in front of Him. How can happiness be far away? Akṣardhām is above all and in it, there is boundless bliss of Mūrti. Muktas are luminous, abode is full of luminescence, the whole divine satsaṅg, divine happiness, divine narration, ‘Ati tejomay re ravi śaśī koṭik vārṇe jāy’ (Akṣardhām is so luminescent that the luminosity of billions of suns and moons together is nothing before it). In such divine abode, Mahāprabhu shines. Muktas remain engrossed in that Mūrti. We have no share anywhere excepting with Mahārāj and muktas and without two of them, there is no place, where we can get peace. Therefore, whatever words we hear should be for Mūrti. That Mūrti and muktas give divine luminous darśan in this assembly. One who has divine feeling can see. Śrījī Mahārāj is constantly present in this assembly, accepting pūjā, giving gentle smile, gentle fragrant breeze blowing, everything is here.  The state in which Mahārāj is seen in every place- movable or immovable, and nothing is seen without Him, is the achievement. What to say about Mahārāj and about such muktas! It is only the mercy of Śrījī Mahārāj. Saying so Bāpāśrī wanted to get it confirmed from Swāmī. Will it be like that? Swāmī Vṛṅdāvandāsjī confirmed Bāpāśrī’s statement. Then Haribhāī prayed to Swāmī and requested him to take Bāpāśrī to his house. Bāpāśrī asked him where his house was. Swāmī said there it was, in the compound of temple. Bāpāśrī said O.K. and he went to his house along with saints and devotees. Haribhāī applied sandalwood paste to all, garlanded them, gave them cloth, etc. Bāpāśrī asked Haribhāī if he was new or old satsaṅgī. Haribhāī replied he was as Bāpāśrī would say. Bāpāśrī replied in light mood that since he lived in Kutch how he could know that. Haribhāī said that Bāpāśrī was capable and omniscient. There is nothing that he did not know and because of him, the satsaṅg was getting strength. He added that samaiyā were daily features. Bāpāśrī said Haribhāī, “Śrījī Mahārāj is constantly with such saints who gave us darśan. Mahārāj gives happiness to all. You, myself and these saints are all happy in the happiness of Śrījī Mahārāj. All those who come to us do not require anything excepting Mahārāj and that we give them, because our aim is only Mūrti. If someone gives us his mind sincerely, he will put him in the cadre of anādi mukta, and no one will be left out in this time. Mahārāj says that He has to liberate infinite jīvas, so He has started charity of liberation. This is the only work of causal Mūrti. Mahārāj Himself always gives darśan in satsaṅg. The ignorant cannot understand this so these poor people cannot come out from unhappiness. I want to do good, of all. Looking at Haribhāī, Bāpāśrī said you are an old devotee and showed his pleasure in saying so. Then quoted a line from devotional song by saints, ‘Āj māe oraḍe re āvyā avināśī albel’ (today immortal God has come to my place). On the way to the temple, devotees requested Bāpāśrī to visit their houses so Bāpāśrī went there, saints went to the temple and Bāpāśrī after giving darśan to devotee came to the temple. There two Kaṇabīs from their work place of quarry came for darśan. Bāpāśrī inquired of their well-being. Then Bāpāśrī showing his pleasure, said, “All worship God in satsaṅg. Among them Kaṇabī is satsaṅgī and he has only that tendency and trustworthy. Businessman and others whose mental state is disturbed but it is O.K. Brāhmaṇas also worship but they have some pride- thus feel.

 Prabhāśaṅkarbhāī, the teacher, asked Bāpāśrī, “What is the causal body?” Bāpāśrī said, “Passion for māyik objects is the causal body. It is informidable. It is avoided by meditating on Śrījī Mahārāj. Various kinds of attachments for luxury are called mahākāraṇa. It is automatically avoided when there is proper knowledge of the form of Śrījī Mahārāj and oneness with His Mūrti. In satsaṅg, there are great muktas. Some of them are such that they give happiness by constantly doing kathā-vārtā and some are such that they give happiness by darśan only. Know that they do it to please Śrījī Mahārāj.

          Śivjībhāī said to Bāpāśrī, “You mainly describe Mahārāj in your talks. In talks you use the word Śrījī Mahārāj instead of using other names Mahārāj, what is the reason?” Bāpāśrī said, “This name is very pleasant so it is used more. The one who has inner sight will immediately join Mūrti with divine feeling. He is called niṣkām (desireless). He does not want anything excepting Mūrti. The one looking outwardly is called sakām (having desire). Whether Mahārāj will come to fetch him, will bring chariot or aeroplane –thus he has to wait.” || 81 ||