Gujarati / English

સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જુઓને! સત્સંગમાં કેવા ચમત્કાર થાય છે! તેનું કારણ ભગવાન ને મોટા મુક્ત સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજે છે. એ મહારાજની બહુ દયા છે. આપણે તેમને રાજી કરવા. ભગવાને તો આ સમે બહુ સામર્થી જણાવી છે. હજારો ને લાખો પરચા થાય છે. જ્યાં જોઈએ ત્યાં સ્વામિનારાયણ દેખાય.

“આવી સભામાં બેઠા હોય તોપણ ચોરીઓ કરે તે ચોરી દેહની, મનની ને જીવની. ખલ્લાં જડે તોય કરે. ભગવાને હાથ આપ્યા, પગ આપ્યા, આંખો આપી, કાન આપ્યા, સત્સંગનો જોગ આપ્યો તોય જીવ કૃતઘ્ની થાય ને જન્મ ખરાબ કરી નાખે; એવા પણ જીવ હોય છે. આપણે તો બહુ ખટકો રાખવો. નાનું-મોટું પાપ થઈ જાય તો પ્રાયશ્ચિત્ત કરી નાખવું. આવી દિવ્ય સભામાં કોઈ હાથ જોડીને કહે જે, ‘હે મહારાજ! હે ભગવાન! હું તમારો ગુનેગાર છું. મારા ઉપર રાજી થાઓ. મારાથી આવી ભૂલ થઈ ગઈ.’ એમ કહે તો તત્કાળ મહારાજનો રાજીપો થઈ જાય અને દોષ માત્ર ટળી જાય. જો અજાણે કાંઈક દોષ થઈ જાય તો મોટાને પૂછીને તે જે કાંઈ પ્રાયશ્ચિત્ત દેખાડે તે તરત કરી નાખવું, પણ અભડાયેલ ન રહેવું.

“આવી સભામાં બેસીને પોતાનું પૂરું કરી લેવું. દેહનો નિરધાર ક્યાં છે? અમે એક હરિભક્તને ઘેર ગયેલ ત્યાં છોકરો બહુ માંદો હતો તે રાડ્યો પાડીને કહેતો જે, ‘હું મરી જાઉં છું, મરી જાઉં છું.’ આવું દેહનું કામ છે. ‘મરના મરના સૌ કહે મરી ન જાણે કોઈ, બ્રહ્માનંદ કહે એસા મરના ફેર જન્મ ન હોઈ.’ આવી અવસ્થામાં અને આવા સમયમાં ભગવાન ન ભજાય, તો ખોટ ટળે નહિ. આપણને તો લાભ બહુ મોટો મળ્યો છે, માટે થોડા જીવતરમાં કોઈએ ખોટનો વેપાર ન કરવો.

“જીવ તો ખાનપાન અને વિષયમાં ભરાઈ તો નીકળી ન શકે ને વિષયમાં ખૂંચે એટલે એવા સંકલ્પ થાય જે, ‘ક્યાં ગયું કુળ માહરું ક્યાં ગઈ મૃગાનેણી નાર’ એવા ખોટા ઘાટ થાય. માટે ભગવાનના ભક્તને બહુ બીતા રહેવું. કામ, ક્રોધ ને માન આદિ બહુ ભૂંડા છે, મોટા મોટાને ફગાવી નાખ્યા છે. સત્સંગીને એ સર્વે વિચારવું. બાળપણામાંથી પાધરી વૃદ્ધ અવસ્થામાં જવું. તરુણ અવસ્થા આવે તો ન કર્યાંનાં કામ થાય. તે શું? તો છાનાં કામ કરે, ધર્મ લોપે, તેમ કરતાં જીવતર બગાડી નાખે, બહાર ફરતા શીખે એમાંથી સંગદોષ લાગવા માંડે. તેનો વિચાર ન હોય તો ક્યાંય જતું રહેવાય.

“અહીં કેવી સભા છે! પણ આવી સભા મૂકીને કેટલાક બીજે જાય અને વિચાર ન રાખે તો થઈ રહ્યું. નબળા માણસ સાથે ભાઈબંધી કરે અને જે તે ખાય પછી ભગવાન ભજવાનું પણ વીસરી જાય. આ બધુંય જડ માયા માટે થાય છે. આપણે તો ખરાબ માણસ સાથે સહિયારો વેપાર પણ ન કરવો ને ભગવાનને રાજી કરવાનું તાન રાખવું. પહેલા ભગવાન અને પછી બીજા બધાય. ભાઈ હોય તોય શું! દીકરો હોય તોય શું!

“હરજી ઠક્કરની માએ મહારાજને નાહવા સારુ મોટો ચરુ આપ્યો ત્યારે તેના દીકરા પ્રેમજીએ કહ્યું જે, ‘આવડો મોટો ચરુ કેમ આપ્યો? નાનો આપ્યો હોત તો ન ચાલત?’ એમ કહ્યું કે તરત જ તેનો સામાન ખણીને ગાડામાં ભરાવ્યો ને રજા દઈ દીધી. પછી કહ્યું કે, ‘હું તારું મોઢું નહિ જોઉં.’ એમ કહીને દેહ મૂક્યો ત્યાં સુધી તેનું મોઢું જોયું નહિ. એ રીતે મહારાજની મૂર્તિને સૌ કરતાં વહાલી રાખવી.

“તે હરજી ઠક્કરની માએ વીશ વરસ સુધી તે દીકરાનું મોઢું જોયેલ નહિ, તોપણ શુભ ઈચ્છા રહી જે મહારાજને મારા હાથથી થાળ કરીને જમાડ્યા નહિ એવી શુભ વાસના પણ નડી. દેહ પડ્યા પછી ફેર જન્મ લીધો તે નાનપણમાં મહારાજને દર્શને આવેલ તે વખતે મહારાજે હરજી ઠક્કરને કહ્યું જે, ‘હરજી ઠક્કર! તમારી માને ઓળખો ખરા?’ ત્યારે તે કહે, ‘મહારાજ! એને એ રૂપે હોય તો ઓળખું.’ ત્યારે મહારાજ કહે, ‘આ સામે બેઠી છે તે તમારી મા છે’; એમ ઓળખાવ્યાં. પછી તે બાર વર્ષનાં થયાં ત્યારે મહારાજને અતિ હેતે કરીને પોતાના હાથે થાળ કરી જમાડ્યા એટલે દેહ મૂકીને અક્ષરધામમાં પહોંચ્યાં. આવી શુભ વાસના પણ નડે, માટે સર્વે પ્રકારની વાસના ટાળી એક મહારાજની મૂર્તિ રાખવી.

“સ્વામિનારાયણ, સ્વામિનારાયણ હાલતાં ચાલતાં કરવું. આજ સતયુગ છે. તે સ્વામિનારાયણના ઘરમાં છે, બીજે નથી. જે સ્વામિનારાયણનું નામ લેતા હોય એવાનો પણ જાણે-અજાણે દ્રોહ થઈ જાય તો જીવનો નાશ કરી નાખે એવું કામ છે. કેટલાક ભગવાનના ભક્ત ગરીબ હોય છે. તે ગરીબ પણ ઓળખવા. ખાવા ન મળે તે ગરીબ નહિ, રૂપિયા લાખો હોય ને સ્વભાવે ગરીબ હોય તે. આજ તો મહારાજ ને સંત આ સભામાં પ્રત્યક્ષ બિરાજે છે, તેમને રાજી કરી લેવા.”

પછી સભા સામું જોઈને કહ્યું જે, “કેમ! આ સભામાં મહારાજ હશે કે નહિ હોય?”

ત્યારે સૌ હરિભક્તોએ હા કહી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આવા મોટા અનાદિમુક્તને રાજી કરે તો ઠેઠ પહોંચી જાય. હજારો ચમત્કાર થાય છે, તે જુએ તેને ખબર પડે. એક ગામમાં ગોપાળાનંદ સ્વામી ગયા. ત્યાં ગામમાં કોઈ માણસને મંદિર ક્યાં છે એમ પૂછ્યું. તે માણસ ઓટલે બેઠો દાતણ કરતો હતો તે ત્યાં બેઠે બેઠે દાતણની સાને કરીને મંદિર બતાવ્યું કે, ‘આમ ને આમ ચાલ્યા જાઓ, સામે મંદિર છે.’ એટલું કહેલ અને એટલું કરેલ તે પુણ્યે દેહ મુકાવી મહારાજે સત્સંગમાં જન્મ આપ્યો. વર્તમાન ધરાવ્યા પછી તો તે મોટી ઉંમરે સાધુ થયો તેને દેહ મૂકવા ટાણે ગોપાળાનંદ સ્વામીએ અદભૂત પ્રતાપ જણાવ્યો. તે શું? તો આમ જુએ ત્યાં લાખો રૂપે ગોપાળાનંદ સ્વામી દેખ્યા. તે ટાણે કહેવા લાગ્યો જે અહો! આ લાખો સંત ક્યાંથી આવ્યા! એમ સ્વામીશ્રીએ અલૌકિક પ્રતાપ બતાવી દેહ મુકાવી દીધો.

“આ રીતે ભુજ, વડતાલ, અમદાવાદના જેને સંભારીએ તે મહારાજ સાથે આવીને ઊભા રહે; પણ સાધુ કહ્યે સાધુ નહિ, સાચા સાધુ હોય તે જ આવે. માટે આ બધું વિચારવું. આવા સંતનો ને ભગવાનનો જોગ ન વંજાવવો.

“ખાવા ખપે, વસ્ત્ર ખપે, બીજું શું જોઈએ? જેને સ્વામિનારાયણને ઘેર જાવું હોય તેને શીળ, સંતોષ, ધીરજ આદિ ગુણ રાખવા. ગરીબને કલ્પાવવા નહિ. ગરીબને કલ્પાવવાથી વંશે સહિત નાશ પામે છે- જો ગરીબ સ્વભાવ હોય તો. ભગવાન પણ ગરીબનિવાજ કહેવાય છે. કોઈ તો ચાલોચાલ સત્સંગ કરે છે તે કંઠી ને તિલક કરીને થયા સત્સંગી એમ ન કરવું. એક હરિભક્ત હતો તે માંહી સાવ ગોબરો, પણ બીજા સારા હરિભક્ત સાથે તકરાર કરી બેઠો ને કહે જે હું શું સત્સંગી નહિ? એવાને સત્સંગની શી ખબર પડે?

“આજ મહારાજ સત્સંગમાં બિરાજે છે, તેમને રાજી કરવા. રાજી થતાં ક્યાં વાર છે? જેને ભગવાનને રાજી કરવા હોય તેને ધડોધડ પાંચ વખત માનસી પૂજા કરવી. એક વારની થઈ ને બીજી વારની. વળી કથા, વાર્તા, ધ્યાન, ભજન કરી ભગવાનને રાજી કરવા. અધિકાર તો કાળા નાગ જેવો છે. આ સત્સંગમાં, આ સભામાં જ્યાં જોઈએ ત્યાં મહારાજ બિરાજે છે, પણ દેહાભિમાની જે આંધળા છે તે દેખતા નથી ને સમજતા પણ નથી; માટે ચાલોચાલ ન કરવું. કોઈના અવગુણ ન લેવા. આવો વખત નહિ મળે. મોટા મોટા સત્સંગમાં કહેવાય છે તે ખોટા નહિ હોય, એમ જાણવું. અને કામ, ક્રોધ, લોભ, માન આદિ દોષ બધાય સર્પ જેવા છે તેને ટાળીને મહારાજ અને મોટા મુક્તને રાજી કરી લેવા.”     II ૮૨ II

In the morning, Bāpāśrī, showing his favour, talked in the assembly. He said, “Look! Many miracles are happening in satsaṅg. It is because of God and great muktas who  themselves sit in satsaṅg. It is very much mercy of Mahārāj. We should please Him. God has shown very much His supreme power at this time. Thousands and thousands of miracles are taking place. Wherever we see, Swāmīnārāyaṇa is seen. One commits theft even though he sits in such assembly- it is the theft of body, mind and jīva. Though he is punished, he does it. God has given us hands, legs, eyes, ears, gave us also opportunity of satsaṅg even then jīva becomes disloyal and there are jīvas which spoil the birth. We have to take much care. If small or big sin is committed, we should repent. If someone in such divine assembly says with folded hands that Oh Mahārāj! Oh God! I am your convict please be pleased on me. I have committed such mistake; then Mahārāj will soon be pleased and all his faults will be done away. If some fault happens unknowingly, muktas should be consulted and whatever repentance they suggest, must be done immediately but should not remain impure. One should become pure by sitting in such assembly. The life is uncertain. Once I had been to a devotee’s house, there a child was very sick and it was loudly saying that it is dying. Such is the life. ‘Marnā marnā sau kahe marī na jāne koī, Brahmānaṅd kahe esā marnā fer janam na hoī’ (every one says he wants to die but does not know how to- Brahmānaṅd says that die in such a way that you become free from rebirth). If God is not worshipped in such age or in such time, it will be great loss. We have got a big advantage so during short span of life we should not waste time. When jīva is engrossed in taste, and passion, it would not come out from it, and once it has thrust in passion, it will have the thoughts of family and beautiful woman. It will have such useless thoughts. Therefore, devotees of God should fear much. Passion, anger, pride, etc. are very naughty. Even great persons have become victim of it. All these should be thought by satsaṅgī. For this purpose, one should directly go into the feeling of old age since childhood. In the young age the deeds, which should not be done, will be done- what are they? They are secret activities, violation of religion, etc. Thus, the aim of life will be missed. Moving with bad company one learns delinquency. If it is not taken care of, one does not know where it will stop. If one leaves such assembly and goes away somewhere else and if he is careless, he will be the victim. He will forget worshipping God if he keeps friendship with the wicked and takes prohibited food. This is all for wealth. We should not enter into business partnership with a wicked person and we should be eager to please God. First of all God, and then all others. Even if he is your brother or your son, so what!  Then the mother of Harjī Ṭhakker gave a big pot to Mahārāj for taking bath. Her son Premjī asked his mother why she had given such a big pot. Had it not been all right if small one was given? When he said so, he was driven out of the house with his luggage. Then she told him she would not see his face and she did not, till she left the body. Thus, Mūrti should be kept dearer than anything else. Though the mother of Harjī Ṭhakker did not see the face of her son for twenty years, her kind wish of offering meals prepared with her own hands to Mahārāj could not be fulfilled so it became cause of rebirth. She took rebirth. In her young age, she had gone for darśan of Mahārāj. At that time, Mahārāj asked Harjī Ṭhakker if he could recognise his mother, Harjī Ṭhakker said, he could, provided she was the same as she was before. Mahārāj pointed to his mother and told him that she was his mother. Thus, she was recognised. When she became twelve years old, she prepared food with her own hands, fed Mahārāj with much love then she went to Akṣardhām after death. Even such kind of wish becomes hurdle. So all kind of desires must be avoided and only Mūrti should be kept. In every activity, chant Swāmīnārāyaṇa, Swāmīnārāyaṇa. It is now Satyug. It is in the house of Swāmīnārāyaṇa, nowhere else. If someone betrays knowingly or unknowingly him who chants Swāmīnārāyaṇa, his jīva will be punished. Some devotees of God are poor. They should also be recognised. He who does not get food to eat is not poor. He who has lacs of rupees and is poor by nature- he is poor. Today Mahārāj and saints are themselves present in the assembly- please them. Then looking at the assembly Bāpāśrī asked if Mahārāj was there in that assembly or not. All devotees said, “Yes”. Bāpāśrī said, “If one pleases such great Anādi, he will be fulfilled. Thousands of miracles are taking place, one who sees them will know. Gopālānaṅd Swāmī went to certain village and there he asked someone where the temple was. That man was brushing his teeth sitting on a platform pointed to the temple and told Swāmī to go in that direction. For this little service, Mahārāj gave him birth in satsaṅg, after making his body leave this world as a righteous devotee. He was given the vows of vartamān and in his old age, he became saint. At the time of his death, Gopālānaṅd Swāmī showed a wonderful miracle. What is it? The saint saw Gopālānaṅd Swāmī in many forms and the saint said where these lacs of saints came from. Thus, Swāmīśrī showed divine power and made saint leave his body. Thus, saints from Bhuj, Vaḍtāl, Amdāvād, whosoever remembered will come and stand with Mahārāj, but not that saint whom we call saint for the namesake. Only those saints who are true saint will come. Therefore, think everything. Do not miss the opportunity of associating with God and such saints. One wants basic necessity (food, clothing, shelter)- what more do you want? He who wants to go to the house of Swāmīnārāyaṇa should keep virtues like character, contentment, patience, etc. Do not harass the poor. If you harass a poor man who is poor by nature, your whole generation will be destroyed. God is called benefactor of poor. By wearing kaṇthī and making tilak, one should not make the show of satsaṅgī. There was a devotee, he was satsaṅgī only outwardly. He quarrelled with real devotee and asked if he was not satsaṅgī. What can such man know about satsaṅg? Mahārāj is present in satsaṅg– please Him. He is pleased soon. He, who wants to please God, should often perform mental worship five times, then kathā-vārtā, meditation, devotion (bhajan) and thereby please God. Authority is like cobra. In this satsaṅg, in this assembly wherever you see, you will see Mahārāj sitting but the egoistic are blind so they do not see and do not understand. Therefore, do not do ordinary satsaṅg. Do not find fault with others. You will not get such opportunity. Whosoever is said big in satsaṅg cannot be wrong- know thus. The faults like passion, anger, greed, pride, etc. are like snake- avoid them and please Mahārāj and great muktas.”|| 82 ||