Gujarati / English

બપોરે મેડા ઉપર આસને બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આપણે તો શ્રી પુરુષોત્તમ નારાયણને સર્વે કારણના કારણ જાણવા. જેમ વડનું ઝાડ મોટું દેખાય છે અને બીજ નાનું છે તે નાનામાં ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયની સામર્થી છે તેમ ભગવાન તો આવડા મનુષ્ય જેવડા જ હોય, પણ અનંત કોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયના કારણ છે. તે શ્રીજી મહારાજે કહ્યું છે જે, ‘સૌને વશ કરું રે સૌનો કારણ હું ભગવાન.’ એમ કારણમાં અલૌકિકપણું છે.

“આવા ભગવાન તે તો કેવળ કૃપાએ કરીને જ ઓળખાય; સાધનથી એ પમાય એવા નથી. સાધન તો દીનકઢણી કહેવાય. ખેતરમાં બાજરી આદિક વાવે તેમાં દાડિયાં કામ કરનારાં હોય તેને તો થોડીક મજૂરી મળે ને ઘરધણીને તો બધુંય ઘેર આવે, તેમ મૂર્તિમાં રહ્યા હોય તેને આ વાતો બધી ઘેર આવે, પણ જે દાડિયાની પેઠે સત્સંગમાં રહ્યા હોય તે તો જ્યારે આવી વાતો થાય ત્યારે બીજા ઉપર નાખી દે, તેને તો આ લાભ ને આ કૃપાની ઓળખાણ પડી નથી. મુક્તાનંદ સ્વામી અને પર્વતભાઈ જેવા મૂર્તિમાં રસબસ રહેનારા મુક્ત પણ એમ કહેતા જે, ‘મહારાજ ને મોટા મુક્તની અનુવૃત્તિમાં આ સર્વે પ્રાપ્તિ થાય.’

“શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર કરવાનું આ ટાણું છે. આ સમયે ભગવાન કેવળ કૃપાસાધ્ય છે. મહાપ્રભુ દયાએ કરીને પધાર્યા છે, માટે ભગવાનને અખંડ રાખવા. હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં, માળા, માનસી પૂજા આદિમાં મૂર્તિ રાખવી. મૂર્તિ વિના ભવસાગરનો પાર નથી આવતો. ‘ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના’ માટે નિશ્ચય પરિપકવ કરવો જોઈએ. મહારાજ કહે છે કે, ‘જેવા અમે છીએ તેવા અમને જાણશો અને જેવા અમારા મુક્ત છે તેવા તેમને જાણશો તો કલ્યાણ થશે.’

“અનાદિમુક્ત તો મૂર્તિના સુખમાં ઝીલે છે. આ સભા દેખાય છે તેમાં અનાદિમુક્ત મહારાજની મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે, પણ જીવને અજ્ઞાન બહુ છે તેથી ઓળખી ન શકે. મહારાજ અને અનાદિ તો સદાય ભેળા જ રહે છે. ‘રસબસ હોઈ રહી રસિયા સંગ જ્યું મીસરી પય માંહી ભળી’ એમ સાથે જ રહે છે. જુદા ન પડે તેથી એ મૂર્તિને સુખે સુખિયા. મહારાજ અને અનાદિનો એવો સંબંધ છે. આવી સમજણ હોય તે લોક, ભોગ, માન, મોટપનો ત્યાગ કરે. તેને લોકો કહેશે કે આ ગાંડા થયા; પણ આ વાતો તો બહુ મોટી, તેથી કઠણ પડે ખરી. જો સમજાય નહિ તો લાભ ન મળે.

“મોટાનાં વચનમાં વિશ્વાસ હોય તો તે પાત્ર થયો કહેવાય. ‘ભગવાન વિશ્વાસીને શીશ’ એમ કહ્યું છે. વિશ્વાસ હોય તો સદાય દાસપણું રહે. જુઓને! મુક્તાનંદ સ્વામી બે હાથ જોડી ગદગદ કંઠ થઈને મહારાજને પૂછતા; આવાં દાસપણાનાં લક્ષણ છે. ભગવાનના ભક્તમાં શૂરવીરપણું, પ્રીતિ, દાસપણું, એવાં એવાં અંગ હોય જ. વાળાક દેશના આહીર પટેલ સામતને તેની માનો સત્સંગ, તોય કેવા બળિયા! માનકુવાના મૂળજી ને કૃષ્ણજી, લાધીબાઈ, માતાજી, ઉદેપુરનાં રાણી તે સર્વેએ ભગવાનને અર્થે બહુ કર્યું તો તે લખાણાં.”

તે સમયે મિસ્ત્રી નાજુભાઈએ કહ્યું જે, “અમે તો આવું કાંઈ કરી શકતા નથી તેથી આપ કૃપાદૃષ્ટિ રાખજો.”

ત્યારે બાપાશ્રી પ્રસન્ન થઈને બોલ્યા જે, “કૃપાસાધ્યમાં મહારાજ અને મોટા રાજી થાય; એવી ક્રિયા કરતાં આવડવું જોઈએ, પણ મનધાર્યું કરવાનું થતું જાય તો મેળ રહે નહિ. રાજી કરતાં તો ક્યાંય નીકળી જવાય. રાજી કરવા માટે તો દેહ પણ પાડી નાખે– જો મહિમા સમજાય તો. શ્રીજી મહારાજ અને મોટા અનાદિ વર્તમાન કાળે સાવ સોંઘા છે, પણ જીવને સમજણ નહિ તેથી લહાવ ન લઈ શકે.”

એમ વાત કરતા હતા તે વખતે નાજુભાઈ, સાંવલદાસભાઈ, અમીચંદભાઈ, ગોવિંદભાઈ, શિવજીભાઈ આદિક હરિભક્તોએ એકાદશી હોવાથી સમુદ્રમાં નાહવા જવા માટે આગળથી ગોઠવણ કરેલ હોવાથી મોટરો આવી એટલે સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી હવાબંદર નાહવા પધાર્યા. સંત-હરિભક્તો કીર્તન બોલતાં બોલતાં સમુદ્રકિનારે પહોંચ્યા.

ત્યાં બેઠક જેવું કાંઠા પર જોઈને બાપાશ્રી બોલ્યા જે, “સ્વામી! તમે સર્વે નાહી આવો ને હું અહીં બેસું તો? હજી ચાલવાનું છે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, “બાપા! આપ ઠેઠ સુધી આવો તો સહુ રાજી થાય.”

ત્યારે બાપાશ્રી કહે, “ભલે સ્વામી! જેમ તમે કહો તેમ.”

પછી પગથિયાં ઊતરતાં વધુ પરિશ્રમ થાય નહિ તે માટે માંચીમાં બેસી સૌની સાથે બાપાશ્રી કાંઠે આવ્યા, ત્યાં સર્વે ધૂન કરીને નાહ્યા. નહાતાં નહાતાં બાપાશ્રીના પૌત્ર માવજીભાઈને એક હરિભક્ત અતિ હેતે સમુદ્રમાં જરા આગળ લઈ જતા હતા ત્યારે બાપાશ્રીએ હરિભક્તોને કહ્યું, “એને બહુ આઘે લઈ જશો નહિ કેમ કે તમારા દરિયા મોટા બહુ. અમારે ત્યાં દરિયા છે, પણ તેમાં તો દોરડે પાણી સિંચીએ ત્યારે પાણી મળે; એટલે આ દરિયા મોટા લાગે.” એમ વાત કરી.

ત્યારે વાંટાવદરવાળા ત્રિભુવનભાઈનો નાનો દીકરો રાઘવજી પાસે ઊભો હતો. તેના હાથમાં એક રૂપિયો હતો તે જોઈ બાપાશ્રીએ રમૂજ કરી કે, “છોકરા! રૂપિયો મને આપીશ?”

ત્યારે તેણે હા કહી અને તે રૂપિયો બાપાશ્રીને આપી દીધો.

ત્યારે બાપાશ્રી એમ બોલ્યા જે, “આવા ને આવા હીરા અહીં પડ્યા છે. કાંઈ છે એને? નહિ તો છોકરા એક બદામ પણ હાથમાંથી મૂકે નહિ. આમ મહારાજ ને મોટા મુક્તની સન્મુખ જીવ થાય તો હીરા થવાય. લોકમાં કહે છે કે ‘હીરા એટલા હીરા ને બીજા બધા પાંચીકા.”‘ એમ કહી તેને રૂપિયો પાછો આપ્યો.

પછી કાંઠા પર મહાદેવના મંદિર પરથી જવાતું હતું, ત્યાંથી સૌ ધીમે ધીમે ચાલતાં કીર્તન બોલતાં વિશાળ બેઠકમાં આવ્યા, ત્યાં સભા થઈ. હરિભક્તો મેવો લાવેલ તે ઠાકોરજીને જમાડી સૌને પ્રસાદી વહેંચી. હરિભક્તોએ ત્યાં થોડીવાર ઉત્સવ કર્યો. પછી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી.

તે વખતે બાપાશ્રી બોલ્યા જે, “સૌ આવો ને આવો આનંદ રાખજો. શ્રીજી મહારાજને આવું બહુ ગમે છે. સંત-હરિભક્તોનાં આવાં હેત જોઈને મહાપ્રભુ ઘણા રાજી થાય છે. અમે કચ્છમાં રહ્યા થકા હેતવાળા સહુને સંભારીએ છીએ.”

એમ કહી લાલુભાઈને આગળ બોલાવીને કહ્યું જે, “લાલુભાઈ! શું વાતો થઈ?”

ત્યારે તે કહે, “બાપા! મૂર્તિના સુખની. આ સભા બધી મૂર્તિમાં રહે છે. મૂર્તિમાં રાખવા આપ પધાર્યા છો તેથી અમારાં મોટાં ભાગ્ય છે. આપે આ વખતે બહુ દયા કરી અમને ન્યાલ કર્યા.”

ત્યારે સંતો સામું જોઈને બાપાશ્રી બોલ્યા જે, “જુઓ! કેવા મહિમાવાળા છે! વિશ્વાસી પણ એવા. આવા હેતવાળા છે તેથી કરાંચી અક્ષરધામ જેવું થઈ રહ્યું છે. આ નાના હરિભક્તો પણ રાજી કરવા સારુ રાત-દિવસ દાખડા કરે છે. ‘હેત જોઈ હરિજનનાં વાલો પોતે થયા પ્રસન્ન.’ આવા પ્રેમ જોઈને મહારાજ રાજી થાય છે તેવા ડહાપણે કે બીજા સાધને રાજી થાય નહિ.”

તે વખતે એક હરિભક્તે ચરણરજ માથે ચડાવી ત્યારે બાપાશ્રી કહે, “તમે આ શું કર્યું?”

ત્યારે તેણે કહ્યું કે, “બાપા! તીર્થનો વિધિ.”

ત્યારે બાપાશ્રી કહે, “આપણે વિધિ બધોય મૂર્તિ ભેગો રાખવો. સાધનની ખખા આવવા દેવી નહિ. મૂર્તિના સુખમાં મહારાજ અથવા એમના અનાદિમુક્ત એ બે પહોંચાડે. નકરાં સાધને તો કેટલાય આંટા થાય, પણ પહોંચાય નહિ.”

એમ કહી સંત-હરિભક્તો સામું જોઈને બોલ્યા જે, “જુઓને શોભા! આ બધી સ્વામિનારાયણની ફૂલવાડી છે. સૌનાં હેત તો જુઓ! અહીંથી માયા બિચારી રાડ પાડીને ભાગી જાય. આવી સભાનાં દર્શન ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, અક્ષરકોટિ આદિકને દુર્લભ છે. તે તો ઝંખના કરે છે, તોપણ મહારાજ ને મુક્ત જ્યારે દયા કરી દૃષ્ટિગોચર થાય, ત્યારે તેને દર્શનનો લાભ મળે. આ સમે આ શહેર ધામરૂપ બની ગયું છે. સમુદ્રમાં જેમ બધાંય તીર્થ છે તેમ મહારાજની મૂર્તિમાં અનંત અનાદિમુક્ત રહે છે. સુખનો સમુદ્ર તો એક શ્રીજી મહારાજ જ છે. મહારાજ તથા તેમના અનાદિમુક્ત તો સદાય સાથે જ છે. એ જેમ છે તેમ દેખાય તો દીવાના થઈ જવાય. આ ફેરે મહારાજ કેવળ કૃપાદૃષ્ટિથી જીવોને માયામાંથી કાઢી આત્યંતિક મુક્તિ આપે છે. આવા તીર્થમાં મહિમાએ સહિત ને દિવ્ય ભાવે સહિત જે નહાય તેનાં અનેક જન્મનાં કર્મ બળી જાય.”

એમ કહી ત્યાંથી મોટરમાં બેસી મંદિરમાં આવતાં વચમાં નાજુભાઈના આગ્રહથી તેમને ઘેર ગયા. ત્યાં સર્વેને રાજી કરી વચમાં આવતાં હરિભક્તોને દર્શન દઈ મંદિરમાં પધાર્યા.

થોડીવાર પછી ધનજીભાઈએ નારાયણભાઈના  આગ્રહથી હવાઈ વિમાન જોવા જવાની ઈચ્છા કરી તે વાત બાપાશ્રીને જણાવી કે, “બાપા! હવાઈ વિમાન જોવા જાઉં?”

ત્યારે બાપાશ્રી કહે, “અમે અહીં ઘેર બેઠાં વિમાન દેખાડશું. શહેરમાં આવીને એવાં ફંદ ન કરીએ.”

પછી સભામાં બાપાશ્રીએ ધનજીભાઈને કહ્યું જે, “જુઓ ધનજીભાઈ! આ આપણાં વિમાન. આ સંત-હરિભક્તરૂપ દિવ્ય વિમાન અક્ષરધામ સુધી ઊડે છે, તે ઠેઠ મહારાજની મૂર્તિમાં ઠરીને બેસે છે.  માટે આપણે આવાં દિવ્ય વિમાન જોવાં. બીજાં તો માયા ને માયાના કાર્યમાં ઊડનારાં છે તેનું આપણે શું કામ છે? આપણે જોયા જેવું તો એક મહારાજનું રૂપ છે.”

એમ કહીને બોલ્યા જે, “‘સુરપુર નરપુર નાગપુર એ તીનમેં સુખ નાંહી, કાં સુખ હરિ કે ચરણમેં કાં સંતન કે માંહી.’ મહારાજની મૂર્તિ વિના બીજે રોગી વાની છે, તે ઊડીને આંખોમાં પડે.”

પછી સભામાં મધ્ય પ્રકરણનું ૧૩મું વચનામૃત વંચાતું હતું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજે ‘તેજને વિષે એક ભગવાનની મૂર્તિ દેખાય છે’ એમ કહ્યું તથા ‘જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો’ એમ પણ કહ્યું. એવા તેજોમય દિવ્યમૂર્તિ શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. એમનાં વચન પણ સર્વોપરી. સંત-હરિભક્ત સર્વોપરી. આવાં મંદિર ને આવી રીત બધુંય સર્વોપરી છે. આવી પ્રાપ્તિ થઈ છે તોપણ જીવ માયામાં ભડાભૂટ કરે છે ને આ સભામાંથી અવકા કાઢે છે. તેને મોટી ખોટ આવે છે; માટે એ માર્ગે કોઈએ ચાલવું નહિ.

“આપણે સત્સંગમાં શ્રીજી મહારાજને રાજી કરવા આવ્યા છીએ તેથી એમની આજ્ઞામાં રહેવું ને મૂર્તિ મૂકવી નહિ. ભગવાનના ખરેખરા કૃપાપાત્રને ભગવાનની મૂર્તિ અને ભગવાનના મુક્ત એ વિના બીજે રહેવાય જ નહિ; એ અક્ષરધામના મુક્તનું લક્ષણ છે. ખાતાં, પીતાં, નહાતાં, ધોતાં, હાલતાં, ચાલતાં, સુખમાં, દુઃખમાં મૂર્તિ સંભારવી. મહારાજે પોતે ભક્તિ કરી તે આપણને શીખવવા માટે એમ જાણવું. મૂર્તિ સંભારતાં જે જે વિઘ્ન આવે તેને મૂર્તિને બળે ટાળી નાખવાં. માયાના ગુણને ગરવા દેવા નહિ. માન-અપમાન થાય કે ત્રણ ગુણનું પ્રધાનપણું થાય ત્યારે ગુણ વ્યાપે તેથી ખબર રહે નહિ. એ ગુણને ઓળખીને કાઢી નાખવા. ખાવું-પીવું, પહેરવું-ઓઢવું, તેમાં રુચિ રહે તે રજોગુણ અને અંધધંધ જેવું વર્તે તે તમોગુણ, તથા ગરીબ રાંક જેવા થઈ રહેવાય તે સત્વગુણ. માટે માયાના ગુણ થકી રહિત થાવું.”  II ૮૩ II

In the afternoon Bāpāśrī sitting on the first floor of temple talked, showing his favour. He said, “We should know Puruṣottamnārāyaṇa as the cause of all causes. Just as banyan tree appears big but its seed is small. The small seed has capacity of creation, maintenance, and destruction. Similarly, God may be as big as human being but He is the cause of creation,  maintenance and destruction of infinite cosmoses. Śrījī Mahārāj has said, ‘Saune vaś karuṅ re sauno kāraṇ huṇ bhagvān’ (I control all and am cause of all, I am God). Thus in cause there is marvel. Such God is recognised only by grace. He cannot be achieved by means. Means are called wage earning. Those working in the farm sow seeds and get wages but the owner of the farm gets the whole crop. Similarly, these talks will go to the house of those who dwell in Mūrti but those who are in the satsaṅg like wage earner will hand over the benefit of such talks to others. They do not have the understanding for this benefit or such grace. Muktas like Muktānaṅd Swāmī and Parvatbhāī who are engrossed in Mūrti used to say that all these achievement can be had by obeying commands of Mahārāj and great muktas. This is the time to realise Śrījī Mahārāj. During this time, God can be achieved only by his grace. Mahāprabhu has come by His mercy so keep God constantly in every activity like walking, moving, eating, drinking, getting up, sitting, rosary, mental worship, etc, Mūrti should be kept. Without Mūrti, one cannot cross the ocean in the form of cycle of birth and death. ‘Bhavsāgarno pār na āve prabhu vinā re.’ (the ocean of berth and death cannot be crossed without the help of God). So, determination should be matured. Mahārāj said that if you know Me and My muktas as we are, you will be liberated. Anādi muktas are taking deep in the happiness of Mūrti. In this assembly, Anādi muktas are seen dwelling in Mūrti but jīva is very ignorant so it cannot recognise. Mahārāj and Anādi always live together. ‘Rasbas hoī rahī rasiyā saṅg jyuṅ misrī pay māhiṅ bhaḷī’ (just as sugar mixes with milk, similarly Anādi muktas have oneness with Mahārāj). They do not separate so they are happy in the happiness of Mūrti. Such is the relationship between Mahārāj and Anādis. He who has such understanding will give up this world, passion, pride, status. He will be called mad by the people. These talks are having deep meaning so it will become difficult to digest. If it is not understood, one will not be benefited. If one has faith in words of muktas, he is called worthy. ‘Bhagvān viśvāsīne śīś’ (God is with him who has faith). It is said so. If one has faith, there always be feeling of servant. Just see! Muktānaṅd Swāmī used to ask Mahārāj with folded hands and emotionally. These are the characteristic of a servant. The devotee of God has bravery, love, feeling of sevā– such are the characteristic. Āhīr Paṭel Sāmaṅt of Vāḷāk region had satsaṅg of his mother, even then how much capacity he had! Mūḷajī and Kṛṣṇajī of Mānkuvā, Lādhībāī, Mātājī, the queen of Udaipur, did so much for the sake of God so their stories are written. At that time, Mistry Nājubhāī said that we were unable to do thus, so requested to keep pity on us. Bāpāśrī was pleased and said, “Mahārāj and muktas are got by their grace so one should know how to do activity so that they are pleased but if it is done according to one’s own wish nothing is possible. One can progress very fast by pleasing them. For pleasing them, the devotee will even be ready to sacrifice his life, if he has understood the greatness. Śrījī Mahārāj and great Anādis are easily available in the present time, but jīva has no understanding so it cannot get benefit. While Bāpāśrī were talking thus Nājubhāī, Sāṅwaldāsbhāī, Amīchaṅdbhāī, Goviṅdbhāī, Śivjībhāī, etc. devotees brought cars as it was pre-planned to go to the seashore to take bath as it was Ekādaśī. So saints and devotees along with Bāpāśrī came to take bath at Havābaṅdar. Saints and devotees singing devotional songs reached the seashore. At the seashore, Bāpāśrī saw a place for sitting so he asked Swāmī if he could sit there till they come back after having bath, because it was still far and had to walk. Swāmī Īśvarcharaṇadāsjī requested Bāpāśrī to go with them up to the last point so that all would be pleased. Bāpāśrī agreed and said O.K. as you wish. While going down the steps Bāpāśrī sat in a māṅchī (kind of wheel chair) to avoid strain and reached the shore with all. There all bathed reciting dhun (incessant collective utterance of the name of God-incantation). While they were bathing a devotee was taking away Māvjībhāī the grandson of Bāpāśrī further in the sea; so Bāpāśrī told devotee not to take him further in the sea because the sea is deep. The sea in our side is shallow. So this sea appeared deep. At that time, Rāghavjī younger son of Tribhovanbhāī of Vāṅṭāvadar was standing nearby. He had a rupee coin in his hand. Bāpāśrī jokingly asked the boy if he would give him the rupee. The boy agreed and gave away it to Bāpāśrī. Bāpāśrī remarked that such gems were there and added that the boy had no care, otherwise young boy would not even give away an almond. If jīva surrenders to Mahārāj and great muktas in this way, it will become a gem. The people say, ‘hīrā eṭlā hīrā ne bījā badhā pāṅchīkā’ (a gem is a gem and everything else is worthless). Saying so, Bāpāśrī returned the rupee.  From there, there was a way to the Śiva temple on the shore and from that way, all slowly walking and reciting kīrtans came to a big ground. There the assembly was held. Devotees had brought dry fruits with them, which was offered to Ṭhākorjī, and it was distributed as prasād to all. There devotees celebrated for a while. There after, Jay ghosh of Śrī Sahajānaṅd Swāmī Mahārāj was done. By that time, Bāpāśrī advised all to keep such joy because Śrījī Mahārāj likes this very much. Mahāprabhu is very much pleased by seeing such love of saints and devotees. Bāpāśrī further said, “Though I am in Kutch I remember all having love. Saying so Lālubhāī was called near and asked what talks took place. He said that there were talks of bliss of Mūrti. This whole assembly dwells in Mūrti. You (Bāpāśrī) have come here to keep us in Mūrti- we are very fortunate. This time, you have shown much mercy and fulfilled us. Then Bāpāśrī looking at the saints said, “Look! How much understanding of greatness they have and faith is also much. Karāchī has become as Akṣardhām because of such devotees having love. The young devotees do attempts day and night to please.  ‘Het joī harijannā vālo pote thayā prasanna’ (God Himself became pleased by seeing the love of devotees). Mahārāj is pleased by seeing such love. He is not pleased by  wisdom or any other means.”

          “Once a devotee put charaṇaraj (dust of feet) on his head. Bāpāśrī asked him, what he had done. He said to Bāpāśrī that it was ritual of pilgrimage. Bāpāśrī said to him, “All rituals should be kept with Mūrti. Means are not important. Mahārāj or His Anādi muktas lead us to the happiness of Mūrti. Only by means there may be numbers of births and deaths but cannot reach in the happiness of Mūrti. Then looking at saints and devotees Bāpāśrī said, see the charm! There are all flowers of garden of Swāmīnārāyaṇa. See the love of all! Poor māyā will run away from here with a shrill cry. Darśan of such assembly is rare for Īśvarkoṭi, Brahmakoṭī, Akṣarkoṭi, etc. They crave for it. Even then, when Mahārāj and muktas come in sight by their grace, they will get the benefit of darśan. This city has become the form of Akṣardhām this time. Just as there are all places of pilgrimage in the sea. Similarly, infinite Anādi muktas dwell in Mūrti. Only Śrījī Mahārāj is the ocean of happiness. Mahārāj and His Anādi muktas are always together. If this is seen as it is, one becomes mad with joy. This time, Mahārāj gives ultimate liberation to jīvas taking them out from māyā by the grace of His sight. In such pilgrimage if one bathes with divine feeling and with the understanding of greatness, his karmas of many births will be burnt.” Saying so Bāpāśrī went to temple by car and on the way, he went to Nājubhāī’s house on his insistence. There he pleased all on the way, gave darśan to devotees and came to the temple. After some time, Dhanjībhāī desired to see the aeroplane on the insistence of Nārāyanbhāī. The plan was disclosed to Bāpāśrī and asked for his permission. Bāpāśrī told him that he would show him the aeroplane sitting over here at home. After coming to city, do not be childish. Thereafter Bāpāśrī told Dhanjībhāī that they were their aeroplanes. This divine aeroplane in the form of saints and devotees flies up to Akṣardhām and lands directly in Mūrti. Therefore, we should see such divine aeroplanes. The others are for the purpose of flying for māyā and its work- what we have to do with that?  For us there is only one thing, which is worth seeing, is the beauty of Mahārāj only. ‘Surpur, Narpur, Nāgpur ae tīnme sukh nāhīṅ, kāṅ sukh Hrike charanme kāṅ saṅtan ke māhīṅ’ (there is no happiness in this world or heaven or in the world below. There is happiness at the feet of Hari or in saints). There is only ash everywhere excepting Mūrti. It will go in eyes by the force of wind. In the assembly the 13th Vachanāmṛt of Gaḍhaḍā Middle Chapter was being read. Then Bāpāśrī said, “Mahārāj has said, God’s Mūrti is seen in luminescence and Mūrti which is in the luminescence is Mahārāj Himself- know thus. Such luminous divine Mūrti Śrījī Mahārāj is supreme Lord. His words are also supreme. Saints and devotees are supreme. Such temples and such ways are also supreme.  In spite of such achievement, jīva is caught hold of māyā and finds faults from this assembly.  It is a big loss. Therefore, no one should tread on that path. We have  come in satsaṅg to please Śrījī Mahārāj and we should remain in his command and should not give up Mūrti.  He who is really worthy of favour of God cannot live anywhere excepting God’s Mūrti and God’s muktas– it is the characteristic of muktas of Akṣardhām.  In every activity, viz. eating, drinking, bathing washing, walking moving, in happiness, in misery, Mūrti should be remembered.  Mahārāj Himself did bhakti– it is only for teaching us– know thus.  Whatever obstacles come while remembering Mūrti should be avoided by the supernatural power of Mūrti.  Do not allow attributes of māyā to come in us.  When we get honour or insult or there is predominance of three attributes, we are affected by attributes and we do not become aware of it.  Those attributes should be identified and should be taken out.  If we have inclination for eating, drinking, dressing, it is the sign of rajoguṇa and if our behaviour is not normal, it is attribute of tamoguṇa and if we remain very humble, it is attribute of sattvaguṇa.  Therefore, we should remain free from attributes of māyā.” || 83 ||