Gujarati / English

બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ભગવાનનો ભક્ત ખટકો રાખી કથા, વાર્તા, સાધુ સમાગમ, સેવાભક્તિ આદિક કરે તો આ ને આ દેહે પૂરું થઈ જાય. જીવને તો કાંઈ કરવું નહિ ને કૃપાસાધ્ય ગોતે, પણ ક્રિયાસાધ્ય નહિ; કેમ જે તેમાં કારસો આવે; માટે ઢીલા ન રહેવું. મહારાજને રાજી કરવા તત્પર થવું. મહારાજ સાચા ભાવવાળા ઉપર તરત પ્રસન્ન થઈ જાય છે.”

તે ઉપર વાત કરી જે, “દંઢાવ્ય દેશમાં એક ડોશી મહામુક્ત હતાં તે હાથ જોડીને કહે, ‘મહારાજ! હું તમારો થાળ કરું?’ એમ કહીને મહારાજનો થાળ કરે. પછી રસોઈ સારી થવા માટે માંહીથી જરા ચાખી જુએ ને એક એક ગટ્ટો ભરે. પછી એ વાતની ભગુજીને ખબર પડી ત્યારે કહ્યું જે, ‘મહારાજ! તમને આ ડોશી આવો થાળ જમાડે છે.’ ત્યારે મહારાજે પરીક્ષા લેવા કહ્યું જે, ‘એમ કરતાં હોય તો તમે જઈને તેને મારો.’ તે મારવાની તો આજ્ઞા થઈ, પણ ડોશી ખરેખરાં મહિમાવાળાં તેથી રેંટિયો ફેરવતાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલે, ત્યારે વિચાર્યું જે આવા ભક્તને કેમ મરાય? પછી તે વાત બ્રહ્માનંદ સ્વામીને કહી ત્યારે તેમણે મહારાજને કહ્યું કે, ‘મહારાજ! તમે આવું વચન કીધું છે, પણ તે બહુ આકરું છે; કેમ જે ડોશી મહામુક્ત છે.’ ત્યારે શ્રીજી મહારાજ કહે, ‘આવું વચન તો અમારું પણ ન માનવું.’ એમ કહીને તે રાજબાઈની પ્રશંસા કરી. માટે સાચા ભાવથી જે થાય તે ઠેઠ પૂગે ને મહારાજ રાજી થાય. જેને સર્વદેશી સમજણ હોય તે તો ક્યાંયે અટકે નહિ. મોક્ષ તો શ્રીજી મહારાજ કૃપાએ કરીને કરે છે.”

પછી એમ વાત કરી જે, “મહારાજના અનાદિમુક્તનો મહિમા બહુ ભારે છે. એવા મોટાને જમાડે તો અનંત કોટિ બ્રહ્માંડને જમાડે તેટલું ફળ થાય છે.”

તે ઉપર વાત કરી જે, “એક વખતે રાજબાઈએ પાંચસો સાધુને જમાડવાની રસોઈ કરાવી. તે તૈયાર થયા પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ ચાર સંતને જમવા મોકલ્યા. આ સંતો તો ત્યાં જઈને પાંચસો સાધુની રસોઈ જમી ગયા તેવી આ બાઈને ખબર પડી. જેથી દિલગીર થઈ રોવા લાગ્યાં જે હવે આટલા સંતને હું શું જમાડીશ! એમ કહીને બીજી રસોઈ કરાવી. તે પણ તે ચાર સદગુરુઓ એવી જ રીતે જમી ગયા. ત્યારે તે બાઈ ઉદાસ થઈને મહારાજ પાસે ગયાં અને મહારાજને આ વાત કરી. ત્યારે મહારાજે એ ચારે સદગુરુને બોલાવીને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું જે, ‘તમે કેટલું જમ્યા?’ ત્યારે સ્વામી કહે, ‘મહારાજ! હું તો એક નવટાંક જમ્યો છું અને બીજા સંતો પણ નવટાંક નવટાંક જેટલું માંડ જમ્યા હશે, બીજું તો સર્વે ધામના મુક્તોને જમાડી દીધું. તે અનંત કોટિ મુક્ત જમ્યા.’ આ વાત સાંભળીને એ બાઈ કૂદવા મંડ્યાં ને બહુ જ પ્રસન્ન થયાં.

“આવા મોટા મુક્તને ઓળખવા ને તેમની સેવા કરવી ને રાજી કરવા એટલે ભેગા મહાપ્રભુજી પણ રાજી થાય. આ રીતની ખબર ન હોય તેને સાચા-ખોટાની વાત જાણ્યામાં ન આવે. સર્વેના કારણ શ્રીજી મહારાજ છે ને તેમનું કાર્ય અનંત અવતાર, ઐશ્વર્ય, વિભૂતિ છે. માટે તે કાર્ય-કારણરૂપ શ્રીજી મહારાજની સમૃદ્ધિ ને સામર્થી જોઈ મહારાજનો મહિમાએ સહિત નિશ્ચય રાખીને દિવ્ય મૂર્તિનું ધ્યાન કરવું. મહારાજ તથા મોટાને વિષે સદાય દિવ્ય ભાવ રાખવો. મોટાની અનુવૃત્તિમાં સુખ છે. મહારાજની મૂર્તિમાં રસબસ રહેવું. પ્રગટ ભગવાન, પ્રગટ મુક્ત, પ્રગટ સંત હોય ત્યારે માણસને સમજાય નહિ, પણ પછી આવા મળે નહિ; માટે મહિમા બહુ સમજવો.  ભગવાન અને મોટા મુક્તના રાજીપા વિના વાસના ટળતી નથી.”

તે ઉપર એક કણબીની વાત કરી જે, “એને અંત સમે રાબ ખાવાની વાસના થઈ. પછી રાબ કરતાં જરા વાર લાગી ત્યાં તો એનો દેહ પડી ગયો, પણ રાબમાં વૃત્તિ રહેલ તેથી મરીને તે ભૂત થયો. માટે મહારાજની મૂર્તિ વિના ક્યાંય વાસના રાખવી નહિ. મહારાજની તથા મોટાની અનુવૃત્તિમાં રહે અને મૂર્તિમાં રસબસ જોડાઈ જાય તો આ દેહે જ જાણે અક્ષરધામમાં બેઠો છે અને તે જ છેલ્લો જન્મ છે, ને તેનો જ આત્યંતિક મોક્ષ થયો જાણવો. છ મહિના સુધી સત્સંગ અહોરાત્રિ કરીએ તેટલું કામ, જો મોટા મુક્તનો વિશ્વાસ હોય તો એક દિવસમાં મોટા પૂરું કરી આપે. આ વખત ફરી મળે તેવો નથી.

“સત્સંગનો નિશ્ચય ક્યારે કહેવાય કે મહારાજ તથા મોટા મુક્ત સિવાય બીજે ક્યાંય પ્રતીતિ આવે નહિ, કોઈ દેવ-દેવલાંનો તેને ભાર રહે નહિ ત્યારે. આંબાના વૃક્ષનો એક વખત જાણીને નિશ્ચય કર્યો જે આ આંબો છે તે પછી રાત્રિ હોય કે દિવસ હોય કે ગમે તે આવીને કહે જે, ‘આ આંબો નથી ને લીંબડો છે’; પણ જાણનારને આંબા સિવાય બીજો નિશ્ચય થાય નહિ. તેમ ભગવાન તો એક પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ જ છે તે સિવાય બીજા કોઈ ભગવાન નથી. અને તેમના મુક્ત તથા સંત તે પણ એ મૂર્તિરૂપ જ  છે. એમ દૃઢ નિશ્ચય કરવો.”  II ૮૪ II

Bāpāśrī showing his favour, talked. He said, “If God’s devotee does kathā-vārtā, association with saints, service devotion, etc. sincerely he will be fulfilled in this birth itself. Jīva does not want to do anything and is on the look out for kṛpāsādhya (which can be got by grace) but not on the look out for kriyāsādhya (which can be got by efforts)- because there is labour in it- therefore do not remain feeble, be ready to please Mahārāj. Mahārāj is soon pleased on him who is having real feeling. Bāpāśrī quoted an example on this point. There was Mahā Mukta old woman in Daṇḍhāvya region. With folded hand she asked Mahārāj if she could offer Him meals. Saying so, she would prepare meal for Mahārāj. Thereafter she would taste the food to see that everything is all right or not. Bhagujī came to know about it and complained to Mahārāj. Mahārāj told him to take the test and told him if she was doing thus, beat her. Though as order was given to beat her, as the old woman was really the knower of greatness, she would chant Swāmīnārāyaṇa, Swāmīnārāyaṇa while turning the spinning wheel, he thought how he could beat such devotee. Then the talk was referred to Brahmānaṅd Swāmī, Swāmī told Mahārāj that he had given such an order but the task is very tough because the old woman is Mahā Mukta. Then Śrījī Mahārāj said such order even if it was His it should not be obeyed. Saying so Mahārāj praised Rājbāī. Therefore, whatever is done, if it is done sincerely it will reach the destination and Mahārāj will be pleased. He, who has understanding of everything, will not stop anywhere. Liberation is possible by the grace of Mahārāj.”

          Bāpāśrī said, “The greatness of anādi mukta of Mahārāj is much. If one feeds such muktas, its fruit will be feeding infinite cosmoses. An example was quoted on this point. Once Rājbāī got meals prepared for five hundred saints, when it was ready Śrījī Mahārāj sent Muktānaṅd Swāmī, Gopālānaṅd Swāmī, Nityānaṅd Swāmī, Brahmānaṅd Swāmī, etc. four saints to take meals. These saints went there and ate meals of five hundred saints. When Rājbāī came to know about it she became very sorry and started worrying how she would be able to feed other saints and began to cry. She got meals ready second time. That meals too were eaten by those four sadgurus in the same way. Rājbāī became sad and went to Mahārāj and told Him about it. Mahārāj called those four sadgurus and asked Brahmānaṅd Swāmī, how much they had eaten. Swāmī replied that he had only eaten a very little and other saints must have also eaten very little at the most. The remaining meals was fed to muktas of all abodes. It was eaten by infinite muktas. On hearing this Rājbāī started jumping joyfully and became very pleased. To know such great muktas and do their service and please them means Mahāprabhujī is also pleased with them. The one who does not know this practice will not be able to know what is right or wrong. The cause of all is Śrījī Mahārāj and His work is infinite incarnation, supernatural power and divine power. Therefore, looking the richness and power of Śrījī Mahārāj who is cause and doer, one should determine to meditate on divine Mūrti along with the understanding of Mahārāj’s greatness. Always keep divine feeling for Mahārāj and muktas. There is happiness in keeping our tendency in the tendency of muktas means their wish should be our wish. Remain engrossed in Mūrti. Incarnated God, incarnated mukta, incarnated saint, are not recognised by human beings but afterwards we miss them. Therefore, have much understanding of greatness. Passion is not avoided without pleasing God and great muktas. An example of Kaṇabī was quoted. At the time of his death he desired to eat rāb (a kind of liquid śīro). It took some time in preparing rāb and in the meanwhile, he died. Since his desire was for rāb he became ghost after his death. Therefore one should not keep passion anywhere excepting in Mūrti. If one remains in the tendency of Mahārāj and muktas and joins Mūrti by engrossing in it, as if he is in Akṣardhām with this body itself. And it is the last birth and he has got ultimate liberation. If one has faith in great muktas they can fulfil him within a day, whereas the same work will take six months if one remains in satsaṅg round the clock. This opportunity will not come back.  When it is said that there is determination for satsaṅg– it is said only then when there is no attachment elsewhere excepting Mahārāj and great muktas, and he will have no attachment with any gods or goddess. Once it has been determined that it is a mango tree, there will not be any other determination for it for the knower of the tree even though someone may say that it is not a mango tree but a neem tree. Day in and day out it is a mango tree. Similarly, God is only Puruṣottam Śrī Swāmīnārāyaṇa and there is no any other God excepting Him. His muktas and saints are also the form of Mūrti- determine firmly thus.” || 84 ||