Gujarati / English

બાપાશ્રીએ વાત કરી જે, “મોટા સંત દેશાવરમાં ફરે છે તે અરસપરસ સમાગમ માટે છે. એવા મોટા સંત હરિભક્તને સુખિયા રાખે છે તેથી હરિભક્તને સંતનો ગુણ આવે છે અને ઉત્તમ હરિભક્ત જોઈને સાધુ પણ તેનો ગુણ લે છે, તેથી અરસપરસ બહુ મોટા લાભને પામે છે. મહારાજ અને મોટાનો પણ એ જ સિદ્ધાંત છે. મોટા મોટા દેવ હાથ જોડીને એમ કહે છે કે, ‘અમને મનુષ્ય દેહ આપો’ એનું કારણ પણ આવા મોટા સંતનો મહિમા અને તેમને રાજી કરવાની ગરજ છે. એવા દેવતાને દુર્લભ આવા સંત મળ્યા છે ને મહારાજ સત્સંગમાં બિરાજે છે તોપણ સ્ત્રી, દ્રવ્ય, દીકરા આદિક પ્રકૃતિના કાર્યમાંથી પાછું ન વળાય તેને શ્રીજી મહારાજની મોટપ અને આવા સંતનો મહિમા હાથ આવ્યો નથી.

“આપણને તો બહુ મોટું સુખ મળ્યું છે, બહુ મોટી પ્રાપ્તિ થઈ છે, તેથી ખરેખરો ફેરો ફાવ્યો છે. મહારાજ અને મોટાનાં દર્શન ક્યાંથી? મોટા તો ત્રણે અવસ્થામાં મહારાજની મૂર્તિમાં જોડાઈ બેઠા છે. તેથી સૂર્ય, ચંદ્ર આદિક સર્વે પ્રાર્થના કરે છે જે અમારું સારું કરો અને તે સર્વે પ્રસાદી લેવા મહારાજ પાસે આવ્યા હતા. એકલાં સાધનથી શું કામ થાય? કૃપાસાધ્યનો જોગ થાય તો કામ થઈ જાય. કાળમાં વરસાદ વરસે તે ભારે કામ થયું કહેવાય તેમ આજ ખરેખરી શરદ ઋતુ છે. આ વાતો ક્યાંથી આવે છે? તો મહારાજની મૂર્તિમાંથી આવે છે.

“‘વસંત ઋતુમાં આવે જો શ્યામ તો રંગભર રમીએ’ એમ આજ એ ઋતુ છે કે નહિ? આપણે તો મહારાજ પ્રગટ થયા ત્યારથી જ શરદ ઋતુ બેઠી છે. આવા સંતો વાતો કરે તે અંતરમાં ઉતારે તો પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામી જાય. બીજી માયિક ઋતુ અને આ દિવ્ય ઋતુ છે. મોટા વાતો કરે તે ચકોર પક્ષીની પેઠે સાંભળવી. આ બ્રહ્માંડ પલટશે ત્યારે આ ઋતુ પાછી આવશે. તે શું? તો આ ધણી જ્યારે પધારશે ત્યારે ઋતુ આવશે.

“અવતાર તો ઘણાય થાય, પણ આત્યંતિક મોક્ષ તો કારણ મૂર્તિથી જ થાય. ‘આ વખત નહિ આવે ફેરી નહિ આવે ફેરી’ વલખાં મારીને ઘણાય મરી જાય, પણ આ વખત ન મળે તે આપણને મળ્યો છે. પુરુષોત્તમના અનાદિ ને લાડીલા કહેનારા ક્યાંથી મળે? તે આ ટાણે છે. તો સત્સંગમાંથી સત્સંગ મળ્યો છે. ઘણાય બહાર પડ્યા હશે, પણ પંચવિષય મૂકી શકે નહિ. જો મોક્ષ સારુ પડ્યા હોય તો આવા મોટાને તરત ઓળખી કાઢે. આપણે એક મહારાજનું કામ છે.

“મહારાજે સૌને રોટલા આપ્યા છે, તે ખાઈને ભગવાન ભજી લેવા. આ દેહ માટે ઘણું કરી કરીને મરી ગયા, પણ કોઈનું પૂરું થયું નહિ. પૂરી જોઈએ, રોટલી જોઈએ તેનાથી કાંઈ થાય નહિ. પણ જો ભગવાનને જમાડીને જેવું મળે તેવું ખાઈને સુખિયો રહે ને ભગવાનને ભજે તે ડાહ્યો છે. આ દેહ તો કોઠી જેવો છે. તેમાં જે ભરે તે ચાલે. હાડકા ઉપર ચામડું મઢ્યું છે, અંદર નકારી વસ્તુ ભરેલી છે, માટે મોહે કરીને કોઈ ઠેકાણે બંધાવું નહિ. આ લોક ખોટો છે, ખોટો છે, એમ મોટા પુરુષ ડંકા વગાડીને કહે છે, પણ લાખ-બે લાખનો ફાયદો થતો હોય તો કહેશે કે, ‘મોટા પડ્યા રહ્યા.’ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પાંચે હરામજાદા છે, માટે પંચવિષયના દોર્યા દોરાવું નહિ. આપણે શા સારુ ભેગા થયા છીએ? તો એક શ્રીજી મહારાજ સારુ.”

એમ કહીને બોલ્યા જે, “સ્વામિનારાયણ હરે! ચલાવો કથા, મહારાજને બોલાવો. આપણે મહારાજની મૂર્તિમાં તથા આ દિવ્ય સભામાં જવું એટલે તરત પાર આવે. સભામાં બેઠા નિદ્રા આવે તો માયા આવી જાણવી. માટે સાવચેત રહેવું. મોટા મુક્તનો વ્યવહાર બધો દિવ્ય જાણવો, તેમાં કોઈ અયોગ્ય સંકલ્પ કરવો નહિ. મહારસના પીરસનારામાં ફેર હોય નહિ, પણ જમનારામાં ફેર છે એમ જાણવું. મહારાજ અને મોટા તો કલ્યાણકારી જ છે તેમાં કોઈ જાતનો તર્ક કરવો નહિ. જમનારેય દિવ્ય અને જમાડનારેય દિવ્ય.

“તમો સર્વે વેપારી છો, માટે તમારા અતંરમાં તર્ક થઈ જાય તેથી રુચે તેવી સર્વદેશી વાતો કરીએ છીએ. ભગવાનના ભક્તને સર્વદેશી સમજણ રાખવી. મૂર્તિ વિના બીજું જોવામાં કાંઈ માલ નથી. ચાલોચાલ સત્સંગ કરવો નહિ. બરાબર સાવચેતી રાખવી. શામ, દામ, ભેદ ને દંડનો માર્ગ જાણવો. સંત-હરિભક્તને ઓળખવા. અમારી તો વાતો આવી છે તેને જાણી હોય તો કોઈ વખત સમાસ જરૂર થાય. સત્સંગ છે તે અગ્નિરૂપ છે, માટે સત્સંગમાં હાથ ન નાખવો.

“કારણના કારણ કોણ છે તે ખબર છે? કારણ અનાદિમુક્ત મહારાજના લાડીલા અને કારણના કારણ શ્રીજી મહારાજ છે. એમના સાથે હાથેવાળો મેળવી દેવો. ‘હાથેવાળો હરિ સંઘાથે કીધો.’ અમારે તો કોઈને બીજે જવા દેવા નથી. ઠેઠ અક્ષરધામમાં મહારાજની મૂર્તિમાં મૂકી દેવા છે. કેટલાયને મૂકી દીધા છે. આવું સુખ સાધને મળે નહિ, માટે મહારાજની મૂર્તિના ધ્યાનનો અભ્યાસ રાખવો. કલાક કલાક, બબ્બે કલાક ધ્યાન કરવું. સમર્થ ધણીએ હાથ ઝાલ્યો છે, ને મૂકે તેવા નથી. આ અભયદાન છે એ છેલ્લો લેખ છે એ નક્કી જાણજો. તેનો દૃઢ ભરોસો રાખી વિશ્વાસ રાખવો. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ એ માયાનાં છે, માટે એનો વિશ્વાસ ન રાખવો.”  II ૮૬ II

Bāpāśrī said, “Great saints who move about in various places, move about for the purpose of association with one another. Such great saints keep devotees happy so that devotees imbibe virtues of saints and on seeing the best devotee, a saint also imbibes his virtues so that very great benefit is achieved by one another. The principle of Mahārāj and muktas is also the same. Great deities request with folded hands and say to give them human body. The reason for this is that they want to please such great saints and their craving for pleasing such great saints and the understanding their greatness. We have met such great saints who are rare even to deities. Mahārāj sits in satsaṅg even then some do not to turn away from wife, wealth, sons, etc. which are māyā’s work. Because they have not understood the greatness of Śrījī Mahārāj and such saints. We have got very much happiness, very great achievement so that our birth has really become fortunate. Where can one get darśan of Mahārāj and muktas? muktas are attached to Mūrti in all three states. Therefore, the sun, the moon, etc. all pray for their good and all came to Mahārāj for taking prasād. What can be achieved only by means? If there is chance of associating with those who have achieved favour of Lord, liberation can be achieved. If it rains during the famine, it is said that God is favourable. Similarly, today it is really the autumn. Where do these talks come from? They come from Mūrti. ‘Vasaṅt ṛtumāṅ āve jo śyām to raṅgbhar ramiye’ (if God comes in spring, we shall play with colour). Is it not the same season today? For us autumn has set in since incarnation of Mahārāj. When such saints talk and if these talks are taken by heart, one can achieve the attribute of Lord Puruṣottam. The other season is māyik, whereas this is divine season. When muktas talk, we should listen like a chakor bird. When this cosmos changes, this season will come back- what it means? This means when this Master comes the season will come. Many incarnations have taken place but the ultimate liberation is possible only by the causal Mūrti. ‘Ā vakhat nahi āve ferī nahi āve ferī’ (this time will not come back again, will not come back again). Many have tried hard but in vain and they did not get this opportunity which we have got. Where can you find such preacher who is Puruṣottam’s Anādi and beloved? They are there at this time. We have got satsaṅg within satsaṅg. Many have called themselves as great persons but they cannot give up objects of five senses. If they are in satsaṅg for liberation, they can immediately recognise such muktas. We are concerned only with Mahārāj. Mahārāj has given livelihood to all so enjoy and worship God. Many have done much for this body but they were not fulfilled. The tongue wishes different tastes but it has no meaning. But if one eats whatever he gets after offering to God and remains happy and worships God then he is wise. This body is like storpot whatever is stored in it will be all right. Bones are covered by skin. The body is filled with useless things. Therefore, we should not get attached anywhere by passion. Great saints say at the top of their voice that this world is illusive. But if there is benefit of hundred or two hundred thousand, one will say let saints say whatever they like. Touch, taste, sight, smell, sound are all rogues. Therefore one should not be led away by five senses. Why have we come together? Only for Śrījī Mahārāj. Saying so, Bāpāśrī said Swāmīnārāyaṇa hare. Continue kathā and call Mahārāj. We should go in this divine assembly and in Mūrti so that we may be liberated soon. While sitting in assembly if we feel drowsy, know that māyā has come, so be cautious. The activity of great muktas should all be known as divine. No improper saṅkalpa should be done in it. There cannot be any change in those who serve nectar but we should know that there is alteration in them who eat meals. Muktas and Mahārāj are benevolent. We should not apply any logic in it. The one who is eating and the one who feeds are both divine. You are all businessmen and there may be reasoning in your conscience so I talk in such a manner that you may like it. God’s devotee should have such understanding that covers all aspects. Everything excepting Mūrti is useless. One should not do ordinary satsaṅg. We should be cautious and know the four ways of getting our work done: sweet talk, money, intrigue and punishment. Recognise saints and devotees. My talks are like this- if it is understood it may be useful in future. Satsaṅg is like fire. Therefore, do not put hand in satsaṅg. Do you know who is the cause of cause? Cause is Mahārāj’s beloved Anādi muktas and cause of cause is Śrījī Mahārāj. We should try to be one with Him. ‘Hathevāḷo Hari saṅgāthe kīdho’, (I have married to Śrī Hari). I do not want any one to go elsewhere. I want to put everyone directly in Mūrti in Akṣardhām. Many have been put there. Such happiness cannot be had by means; therefore, we should constantly meditate on Mūrti. Meditate for an hour or two. The capable Master has taken hold of the hand and He is not such that would abandon it. Be sure that He has given assurance of eternal safety- it is the last word. Keep firm faith and trust. Sattvaguṇa, rajoguṇa and tamoguṇa belong to māyā; so do not trust them. ||86 ||