Gujarati / English

બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આપણે સ્વામિનારાયણને સાથે જ રાખવા. પાધરા થયા વિના અક્ષરધામમાં ગરવા દેશે નહિ. આકરા બહુ છે, માટે આધા-પાછા અને વાંકા-ચૂકા ચાલવું નહિ. મહારાજની આજ્ઞામાં રહી સદાય સરખા એટલે કે પાધરા રહેવું. મોટા તો મોક્ષનો દરવાજો છે. આ સભા દિવ્ય જાણે તેને માયાનો પડદો ટળી જાય છે. પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાંથી ખુશબો છૂટે છે. મૂર્તિથી બહાર નીકળે તે સુખિયા ન થાય. મૂર્તિ વિનાનું બીજું જ્ઞાન છે તે પ્રકૃતિનું છે. તેમાંથી નીકળી શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડાવું. તે મૂર્તિમાંથી સુખના ફુવારા છૂટે છે એટલે સુખ આવે છે. ‘સાચા શૂરા રે જેના વેરી ઘાવ વખાણે’ માટે ફોશી ન થાવું. સૌને માથે ઠેક દઈને પુરુષોત્તમ નારાયણ પાસે પહોંચવું, પણ માન આદિક દોષ નડતા હશે તો છેટું ઘણું થઈ પડશે. જીવને અહંમમત્વ ન રાખવો. આ લોકની બીક લાગે, પણ સ્વામિનારાયણ ભગવાન સત્સંગમાં અખંડ બિરાજે છે તેમની બીક ન લાગે એ કેવડું બધું અજ્ઞાન! કેટલાક તો પકડી વાત મૂકે નહિ, એમ ન કરવું. આજ્ઞા લોપે તો દેવાળું નીકળે છે. તેવી જ રીતે ભગવાન અને ભગવાનના મુક્ત સન્મુખ ન થવાય તે દેવાળું કહેવાય. લોકાલોક પર્વત પાડવો હોય તો વાર લાગે, પણ ધૂળનો ઢગલો પાડતાં વાર ન લાગે. તેમ મહારાજની આજ્ઞા લોપાય તો અપમૃત્યુ થયું જાણવું. અમારે ત્યાં લોક મજૂરીએ જાય છે તોપણ તપ કરે છે, ધર્મ પાળે છે, ભગવાન ભજે છે. એમ કરવું; તો ભગવાન રાજી થાય.”

પછી બાઈઓના મંદિરમાં સુખશય્યામાં મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાનું અગાઉથી નક્કી કરેલ હતું, તેથી સમય થયો એટલે મોટર આવી. વાજાં, પડઘમ આદિ સર્વે તૈયારીઓ થવા લાગી. બાપાશ્રી પણ સર્વ સંતો સહિત સાથે જવા તૈયાર થયા. મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હતી તે મૂર્તિઓ ગાદી-તકિયાએ સહિત મોટરમાં પધરાવી. એ રીતે મહારાજની બે મહાન ચમત્કારી દિવ્ય મૂર્તિઓ ને પાછળ બાપાશ્રી તથા સંતોની ગાડીઓ. આગળ ઉત્સવ કરનાર હરિભક્તોની મંડળી, પાછળ હરિભક્તો તથા પુરવાસી મુમુક્ષુજનો.

એ રીતે ગાજતે-વાજતે શહેરમાં દર્શન દેતાં ગાડીખાતામાં બાઈઓના મંદિરે પધાર્યા. ત્યાં સંતોએ મહારાજની ચંદન-પુષ્પાદિકે પૂજા કરી. હરિભક્તો ઉત્સવ કરતા હતા ને સંતો શ્લોક બોલતા હતા. વચમાં હરિભક્ત સૌ પર ગુલાલ નાખતા હતા, છડીદાર ઊંચે સાદે ‘મહારાજાધિરાજાને ઘણી ખમ્મા..’ એમ છડી પોકારતા હતા, એવા ઉમંગભર્યા હરિભક્તો તથા મુમુક્ષુજનોથી મંદિર ઊભરાતું હતું. સમય થયો ત્યારે બાપાશ્રીએ શ્રીજી મહારાજની મૂર્તિઓ સુખશય્યામાં પધરાવી મહાપ્રભુજીની જય બોલાવી. મોહનલાલ નથુભાઈએ તે વખતે રૂ. ૫૦૦) ભેટ કરી આરતી ઉતારી બાપાશ્રીની પ્રસન્નતા મેળવી. સૌને એ દિવ્ય મૂર્તિ તથા મુક્તમંડળનાં દર્શનથી આનંદ આનંદ થઈ રહ્યો હતો. મંદિરમાં હરિભક્તો ન સમાતાં હજારો માણસો બહાર આ દિવ્ય શોભાનાં દર્શનથી કૃતાર્થ થતા હતા.

પછી ત્યાંથી ગાજતે-વાજતે શ્રીજી મહારાજ દિવ્ય સ્વરૂપે કરાંચીમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા વખતે પધારેલા છે તેની સ્મૃતિરૂપ છત્રી કરી જે સ્થળે ચરણારવિંદ પધરાવેલાં છે, ત્યાં પણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા બાપાશ્રીને હાથે કરવાની હતી, તેથી સૌ ત્યાં આવ્યા. ત્યાં પણ એવી જ ધામધૂમથી પ્રતિષ્ઠાવિધિ થયો. શ્રીજી મહારાજની તથા ચરણારવિંદની બાપાશ્રી તથા સર્વ સંતોએ આરતી ઉતારીને જય બોલાવી.

પછી બન્ને સદગુરુઓએ કહ્યું જે, “બાપા! આ દેશમાં શ્રીજી મહારાજ દિવ્ય સ્વરૂપે પધાર્યા છે તેની સ્મૃતિરૂપ આ સ્થાન બન્યું છે ને આપે અહીં મહારાજની પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી, માટે આશીર્વાદ આપો.”

ત્યારે બાપાશ્રી કહે, “અહીં આવીને જે શ્રીજી મહારાજ તથા ચરણારવિંદના દર્શન કરશે તેનો આત્યંતિક મોક્ષ થશે.” એ વર આપ્યો.

પછી ઠાકોરજીને થાળ જમાડેલ મગજની પ્રસાદી સૌને વહેંચી. તે વખતે બાપાશ્રી બોલ્યા જે, “આ દેશમાં શ્રીજી મહારાજ દિવ્ય સ્વરૂપે પધાર્યા છે, એમ અમે પણ આપણા ગુરુ સ્વામી શ્રી નિર્ગુણદાસજીની વાતોમાં સાંભળેલું, પણ આ સ્થાન થતાં સૌને શ્રીજી મહારાજની સ્મૃતિ થશે. વળી અહીં મૂર્તિની પ્રતિષ્ઠા થઈ તેથી લાખો જીવોનાં આત્યંતિક મોક્ષ થશે. આ સ્થાન બહુ ભારે થયું.” એમ પ્રશંસા કરી.

પછી લાલજીભાઈને ઘેર ઠાકોરજીના થાળ થયેલ તેથી બાપાશ્રી સર્વ હરિભક્તોએ સહિત તેમને ઘેર ઠાકોરજી જમાડવા ગયા.

ત્યાં લાલજીભાઈએ પ્રાર્થના કરી જે, “બાપા! બહું મોડું થયું.”

ત્યારે બાપાશ્રી કહે, “આવું મોડું તો અનંત જીવના મોક્ષ કરી નાખે તેવું છે. આજ તો કાંઈના કાંઈ કામ થયાં. તે શું? તો આત્યંતિક મોક્ષનું સદાવ્રત ઊઘડ્યું. શ્રીજી મહારાજને ઘેર આવાં કામ થાય છે. ‘અસંખ્ય જીવ ઉદ્ધારવાને આવિયા રે લોલ, બ્રહ્મમોહોલવાસી હરિરાય’ એ રીતે આવા સમૈયાનાં દર્શનથી સહેજે મહારાજની પ્રસન્નતા થાય.

“આવા હેતવાળા હરિભક્ત બાઈ-ભાઈ સૌને ધન્ય છે. બાઈઓએ આ ભારે સેવા કરાવી છે. હરિભક્તોનાં હેત પણ એવાં. અમારે આ વખતે પાંચ દિવસ રહેવાનું હતું, પણ દસ-બાર દિવસ તો થઈ ગયા. હજી સૌ રોકવાની તાણ કરે છે. સંતોને પણ વશ કરી લીધા છે. હરિભક્તોનાં હેત જોઈને એમ થાય છે જે આમને શુંયે આપી દઈએ! અમે તો મહારાજ વિના બીજો ઠરાવ રાખ્યો નથી. સૌને મૂર્તિના સુખમાં જોડવા છે.

“અહીં હરિભક્તોના સમૂહ કરતાં બાઈઓનો સમૂહ મોટો જણાય છે. અહીં સાંખ્યયોગી બાઈઓએ સત્સંગ ભારે ફેલાવ્યો છે. ધર્મવાળા હોય તેના પર શ્રીજી મહારાજનો રાજીપો થાય. તેથી પોતે સુખિયા રહે ને જોગ કરનારાને પણ સુખિયા રાખે. બાઈઓ ભોળાં ને વિશ્વાસી હોય તેથી મહારાજમાં હેત થતાં વાર ન લાગે. અહીં મંદિર પણ ભારે થયું છે. મહારાજ તો ચમત્કારી છે જ, એમાં શું કહેવું? આ બધુંય જોતાં કરાંચીવાસી સૌ સત્સંગી બાઈ-ભાઈનાં મોટાં ભાગ્ય લાગે છે. જેને આ ટાણે સત્સંગ ઓળખાણો, જેને શ્રીજી મહારાજનો આશરો થયો, તેને તો ભારે લહાવ આવી ગયો છે. ‘આવ્યો અવસર ને ચેત્યા ટાણે’ એવું અહીં થયું છે. સૌ આવું ને આવું હેત છેલ્લી ઘડી સુધી રાખજો.”

પછી મહારાજને થાળ જમાડી બાપાશ્રી લાલુભાઈને ઘેર જતાં મારગમાં જે જે હરિભક્તોના આગ્રહ હતા તે સર્વેને દર્શન દઈ તેમના પર અમૃત નજર કરતાં આશીર્વાદ આપી નાનાં બાળકોને વર્તમાન ધરાવી અનેકને દર્શનદાને સુખિયા કરતાં લાલુભાઈને ઘેર પધાર્યા.

લાલુભાઈએ ચંદન-પુષ્પથી પૂજા કરી દંડવત કર્યા ને કહ્યું જે, “બાપા! આવાં ને આવાં સદાય દર્શન દેજો.”

ત્યારે બાપાશ્રી તેમના પર પ્રસન્ન થઈને બોલ્યા જે, “લાલુભાઈ! જીતે હલો ઈ તે વલો (જ્યાં ચાલો ત્યાં વાલો). મહારાજની મૂર્તિમાં આનંદ કરજો.”

એમ કહી સૌ હરિભક્તોને કહ્યું જે, “આ લાલુભાઈ મહામુક્ત છે, રત્ન છે. ક્યાં સિંધ ને ક્યાં આવા મુક્ત! આ બધી શ્રીજી મહારાજની દયા છે, નહિ તો આવી વાત દુર્લભ.”

એમ કહી પછી દેવજીભાઈ આદિને ત્યાં દર્શન દઈ કેટલાક મુમુક્ષુને મોક્ષના આશીર્વાદ દેતાં બાપાશ્રી મંદિરમાં પધાર્યા. II૮૯II

Bāpāśrī, showing his favour, talked. He said, “We should keep only Swāmīnārāyaṇa with us. Unless we are straightforward, He will not allow us to enter Akṣardhām. He is very strict. Therefore, we should not be crooked. Always remain in His commands and always be straightforward. Muktas are doors of liberation. One’s curtain of māyā is removed, if he knows this assembly as divine. Fragrance emits from Puruṣottam Nārāyaṇa’s Mūrti. One who comes out of Mūrti will not be happy. The knowledge other than Mūrti is the knowledge of māyā. One should come out of it and join Mūrti. The happiness comes because jets of happiness emits from Mūrti. ‘Sāchā śūrā re jenā verī ghāv vakhāṇe’ (he whose attacks are praised by enemy is really brave). Therefore, do not be coward. Go directly to Puruṣottamnārāyaṇa by jumping from the heads of all. If there are obstacles of pride, etc. the path will be far away. Jīva should not keep ego or attachment. We may be afraid of this world but Lord Swāmīnārāyaṇa is constantly present in this satsaṅg. We are not afraid of Him- what an ignorance! Someone are adamant and do not give up their point- do not do like that. If command is violated one will be bankrupt. Similarly, if one cannot be in front of God and His muktas it is called bankruptcy. If one, wants to break a big mountain it takes time but heap of sand will take no time in bringing it to ground. Similarly, if Mahārāj’s command is violated, it should be known as unnatural death. At our place people go for the work of labour- even then they do penance, follow religion and worship God. If you do like this, God will be happy.”

          Thereafter in women’s temple as it was decided previously to install idols in sukhśaiyā, all preparations like bringing car, a band party, drums, etc. began as it was time up. Bāpāśrī got ready to go along with saints. The idols which were to be installed in the temple were put on cushion and mattresses and then they were put in car. Thus, two great miraculous divine idols of Mahārāj and in other car back of previous one is of Bāpāśrī and saints joined the procession. In front there was a group of devotees in the mood of celebration, followed by devotees and Mumukshus of the city. Thus all came to the women temple in Gāḍīkhātā street and on the way band party was ahead in the procession and saints and Bāpāśrī were giving darśan to Mumukshus. There saints performed pūjā of Mahārāj with sandalwood paste, flowers, etc. Devotees were celebrating and saints were reciting ślokas. In between devotees were throwing gulāl on all and a macebearer was loudly uttering wishes of long life to Śrījī Mahārāj. Thus, the temple was full of such enthusiastic devotees and Mumukshus. At the auspicious time Bāpāśrī installed the idols  in sukhśaiyā and made jai ghosh of Mahāprabhujī. At that time Mohanlāl Nāthubhāī donated five hundred rupees and performed āratī and got the pleasure of Bāpāśrī. All were overjoyed by darśan of that divine Mūrti and group of muktas. Many devotees could not find place in the temple so standing outside, they were having darśan of the divine celebration and considering themselves having become grateful. From there all came to the place where Śrījī Mahārāj had come in divine form in Karāchī at the time of installation of Mūrti. As a memorial to the occasion a chhatrī was constructed where charaṇārviṅd were installed. There also Mūrti was to be installed by the hands of Bāpāśrī. So, all came there. There also installation ceremony was performed with the same grandeur. Bāpāśrī and all saints performed āratī of Śrījī Mahārāj and charaṇārviṅd, and made Jay ghosh. Then both Sadgurus requested Bāpāśrī to bless because he had installed Mūrti, performed āratī at the place where the Śrījī Mahārāj had come in divine form and the place had became memorial to the occasion. Bāpāśrī gave the boon that whosoever comes here and has darśan of Śrījī Mahārāj and charaṇārviṅd will get ultimate liberation.” Then Bāpāśrī distributed prasād of sweets which was offered to Ṭhākorjī. At that time Bāpāśrī said, “I have heard from the talks of our Guru Swāmī Nirguṇdāsjī that Śrījī Mahārāj had come in divine form at that place. But with the installation of Mūrti at this place all will have memory of Śrījī Mahārāj. Moreover innumerable jīvas will get ultimate liberation because of installation of Mūrti.” The place was very much praised. Thereafter, offerings for Ṭhākorjī was prepared at Lāljībhāī’s house so Bāpāśrī along with all devotees went to his place to offer meals to Ṭhākorjī. Then Lāljībhāī prayingly said to Bāpāśrī that it had become very late. Reacting to it Bāpāśrī said, “Such delay liberates infinite jīvas. Many have gained- what is it? it is the opening of almsgiving centre for ultimate liberation. Such deeds are done at the door of Śrījī Mahārāj. ‘Asaṅkhya jīva uddhārvāne āviyā re lol, Brahmamoholvāsī Harirāy’ (Mahārāj, who is resident of Brahmamohol, has come to liberate innumerable jīvas). Thus by having darśan of such samaiyā, Mahārāj is easily pleased. Kudos for such loving devotees! Women folk have done these great services. Moreover, love of devotees is equally good. I had plan of staying here for five days but ten to twelve days are already over, still all want me to stay and they insist for it. Saints have also been won. On seeing love of devotees I wonder how much I should give them. I have kept no other resolution than Mahārāj, want all to get attached to Mūrti. Here it seems there are more female devotees than male devotees. Here the nuns have spread satsaṅg very much. Mahārāj is pleased with those who are religious minded, Therefore, they themselves remain happy and also make happy those who associate with them. Women are frank and trusting, so it will not take time for them to develop love for Mahārāj. This temple is also grand. Mahārāj is miraculous- is there any doubt about it? Seeing this it seems that the fate of satsaṅgī women and men of Karāchī is more fortunate. Those who knew satsaṅg at this time and who got the shelter of Śrījī Mahārāj have got great benefit. ‘Āvyo avsar ne chetyā ṭāṇe’ (opportunity came and you became aware at right time). It has happened here like thus.” All were asked to keep such love till the last moment. Thereafter Bāpāśrī offered meals to Mahārāj and on the way to the house of Lālubhāī went to the place of all devotees who insisted, gave them darśan, threw his sight of love, blessed them, gave vows of vartamān to young children, made happy many with his darśan and came to the house of Lālubhāī. Lālubhāī performed Bāpāśrī’s pūjā with sandalwood paste and flowers and prostrated before him and requested him to give darśan always like this. Bāpāśrī was pleased with Lālubhāī and said in Siṅdhī, ‘Jīte halo īte valo’ (jyāṅ chālo tyāṅ vālo’) (wherever you go there is beloved God). Take joy in Mūrti. Saying so, he told all devotees that Lālubhāī is great Mahāmukta and is like jewel. What to say about Siṅdha and such mukta. This is all because of Śrījī Mahārāj’s mercy; otherwise such talk is rare. Saying so Bāpāśrī gave darśan to Devjībhāī, etc. blessed several Mumukshus with liberation and came to temple. || 89 ||