Gujarati / English

રાત્રે મેડા પર આસને બાપાશ્રી તથા સંત-હરિભક્તો ઘણા બેઠા હતા.

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મોટા મુક્ત મહારાજની હજૂરની સભામાં બેસનારા તેની ભેગા બેઠા હોય તોપણ ભાવ બેસે નહિ, એ ઠીક ન કહેવાય. અંતરવૃત્તિવાળાને તો અણુ જેટલું છેટું નથી. બહારવૃત્તિવાળાને લાખો ગાઉનું છેટું છે. આ વખતે જોગ ખરેખરો છે, કહેનારા પણ તેવા જ મળ્યા છે. આવો અવસર ફેર મળવો દુર્લભ છે. જેટલા ઘાટ-સંકલ્પ થાય તેટલો નિશ્ચય જીવમાં નથી; ઈન્દ્રિયો-અંતઃકરણમાં છે.”

પછી એમ બોલ્યા જે, “એક હરિભક્તે અમને કહ્યું કે, ‘ગુજરાતમાં આવો તો પહેલા મારે ગામ આવજો.’ પણ અમારી પાસે રહ્યા નહિ ને ચાલી નીસર્યા, પણ બે દિવસ વધુ ટક્યા નહિ. એમ જીવને મહિમા નથી. સુખ માત્ર શ્રીજી મહારાજની મૂર્તિ અને મોટા અનાદિમુક્તને આશરે રહ્યું છે. જુઓને! ઘણાય ભટકે છે અને બહુ હેરાન થાય છે, પણ સમજાતું નથી. મહારાજનો ખપ બધાયને છે, પણ મોટા ઓળખવા જોઈએ. સ્વામી નિર્ગુણદાસજી જેવા અમારી પાસે આવતા. એવી રીતે આપણે પણ જોગ-સમાગમ કરી લેવો. મહારાજ તથા મોટાના સિદ્ધાંતની હારો કરવી. દેશકાળ, ક્રિયા, સંગ રૂડા સેવવા. મહારાજની મૂર્તિનો આશરો દૃઢ રાખવો. પોતાની ભૂલ ઓળખવી ને ટાળવી. આ સત્સંગમાં લક્ષાવધિ મનુષ્ય છે તે સર્વે મહારાજને લઈને છે અને સત્સંગ તે તો કલ્પતરુ સમ છે.

“શ્રીજી મહારાજે સમ ખાધા કે આ બધા અક્ષરધામના મુક્ત છે એમ હું સર્વેને દેખું છું. મહારાજ દિવ્ય, સત્સંગ દિવ્ય. માટે આ સભા તુલ્ય કાંઈ નથી. રાજાના કુંવરને કોઈ એમ નહિ કહે કે આ રાજા નથી. એ પ્રમાણે દિવ્ય ભાવ લાવવો. જો દિવ્ય ભાવ ન જુએ તો પોતાને નુકશાન છે. મહારાજ અનાદિ અને મુક્ત પણ અનાદિ, તે મુક્તને મહારાજ નવીન નવીન સુખ આપ્યા જ કરે છે. જેમ જેમ સુખ મળે તેમ તેમ તૃપ્તિ જ ન થાય અલૌકિક અનહદ સુખ છે. કલ્પે કલ્પ વીતી જાય પણ તૃપ્તિ નથી. એવા મુક્તને ઓળખવા એ પર્વત જેવડી ઘાંટી છે. કાળ-કર્મથી છૂટવાને આવા મોટાને વળગીએ તો ઠીક. આવા ખરેખરા મળ્યા છે, પણ જીવ બીજે ફરે છે. મોટાનો પ્રતાપ જોઈએ તો બહુ જબરું સમજાય. આપણે દોડાદોડ શા માટે કરીએ છીએ? તો અનંત જન્મના થાક ઉતારીએ છીએ.”

સભા સામું જોઈને કહ્યું જે, “આવા સંત સમજાવનારા છે, પણ જીવ આવા મોટાને ઓળખે નહિ. અને પોતાની મહત્તા જણાવે એટલે કાંઈ કામ થાય નહિ; માટે ગુમાસ્તા થઈને રહેવું. મહારાજના અનાદિમુક્ત તો કરોડોને મૂર્તિનું સુખ આપે એવા સમર્થ છે, તે જે જાણતા હોય તે જાણે. મોટા અનાદિમુક્ત શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ પ્રવર્તાવે છે. અનેક મનવારો ભરી અક્ષરધામમાં મોકલાવે છે એવા મોટા મુક્તનો જોગ કરીએ તો નિઃસંશય થવાય. મહારાજે તથા મોટા અનાદિમુક્તે હાથ ઝાલ્યો તે કોઈ દિવસ મૂકે નહિ. મહારાજની મૂર્તિના પ્રતાપે અલૌકિક જ્ઞાન થઈ જાય છે, પણ ઓળખાણ વિના ને સુખ વિના હેત કેમ થાય? આપણે ભેગા થઈ કથા-વાર્તા કરીએ છીએ તે કેવળ મોક્ષને માટે કરીએ છીએ. મોટા મુક્તને અવસ્થા નથી, કાળ નથી, કર્મ નથી, દિવસ નથી, રાત્રિ નથી; જેમ સૂર્યના રથમાં બેઠેલાને રાત નથી તેમ. પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં એ સર્વે સુખમય થઈ ગયા છે.

“આવા સંત છે તે અનાદિમુક્ત છે. આ સભા બધી સળંગ છે અને જ્યાં જુએ ત્યાં મૂર્તિ જ છે. એવા મુક્ત મૂર્તિમાં રસબસભાવે સુખ લીધા જ કરે છે. આ તો દિવ્ય સભા છે. માટે કોઈ વાતે ધોખો ન કરવો. મહારાજ ને મોટા મુક્ત મળ્યા એટલે જીતનો ડંકો થઈ ગયો. છેલ્લી વખતે આવું ને આવું રહે એટલે બસ છે. આ સમે મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે. લાખો-કરોડો જન્મે આવું થાય તેમ નથી. આ સર્વે સુખ મૂર્તિને લઈને છે. આપણે કૂદી કૂદીને દેહ પાડી નાખીએ એટલો આનંદ થાય, પણ સમજાતું નથી. આપણા ઘરની આપણને ક્યાં ખબર છે! જેમ મહારાજની મૂર્તિનું સમીપપણું તેમ વિધિ વધારે કરવો જોઈએ. શ્રીજી મહારાજ અને મોટા મુક્તને સાથે રાખીએ તો કોઈ જાતનો વાંધો ન આવે. જેટલાં ભગવાનનાં અવયવ તેટલાં મુક્તનાં અવયવ.

“તેજોમય મૂર્તિ ઝળક ઝળક ઝળકે છે. તેમાં અનાદિમુક્ત રહ્યા છે. રસબસ રહ્યા થકા રોમ રોમનાં નવીન નવીન સુખ ભોગવે છે. એ વસ્તુ એવી છે કે શાસ્ત્રથી કે કહ્યાથી ખબર પડે તેમ નથી. મૂર્તિમાં અનેક જાતનાં સુખ રહેલાં છે, એવી મહારાજની મોટપ છે. આપણે ખરેખરું મહારાજની મૂર્તિનું જાણપણું રાખવું. સંત-હરિભક્ત સર્વેને દિવ્ય જાણવા; મનન પણ તેવું જ કરવું. ધણીના ઘરમાં બેઠા પછી ધણીની મરજી પ્રમાણે વર્તવું જોઈએ; નહિ તો કાઢી મૂકે. અનાદિમુક્ત નહાતા હોય તે પાણી મહિમાએ સહિત માથે ચડાવે તો તેના પંચ મહાપાપ બળી જાય. તેવા પુરુષ ઓળખવા જોઈએ, પણ માયા પાપરૂપ છે તે જીવને ફેરવી નાખે છે, ગોથાં ખવરાવી સંશયમાં નાખી આ સભાથી નોખા પાડે છે. માટે મહારાજની આજ્ઞા યથાર્થ પાળવી; જેથી માયા નડી શકે નહિ. મહારાજ તથા મોટાને સંભારીને દિવ્ય ભાવે ભેળા રાખવા, નહિ તો વાતોનાં પકવાન્ન જેવું થાય. મહારાજ ને મોટા મુક્ત આ વખતે કૃપાસાધ્ય છે. શ્રીજી મહારાજનો ચમત્કાર બહુ મોટો છે. આ વાત પણ આપણને બહુ મોટી મળી છે. અક્ષરધામની મૂર્તિ ને સભા તેનું યથાર્થ જ્ઞાન થાય તેને અણુ જેટલું છેટું નથી. આવાં વચનનો વિશ્વાસ રાખવો. ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ મહારાજની લીલા સમજાય– જો પરિપક્વ નિશ્ચય હોય તો. નિશ્ચયમાં કસર હોય તો દુખિયું રહેવાય.”

તે ઉપર વાત કરી જે, “એક સાધુના શિષ્ય દેહ મૂકી ગયા પછી તે સાધુએ અમને પટારો ઉઘાડી બતાવ્યો ને કહ્યું કે, ‘આ બધાં પુસ્તકો કોણ વાંચશે?’ એમ કહીને રોવા લાગ્યા, એવું છે. ભણાવી-ગણાવીને શિષ્યને સભામાં કથા કરાવે તો રાજી રાજી અને દેહ મૂકે તો દુઃખી થઈ જાય. મોટાના જોગ વિના આવું છે. આપણું પૂરું કરવું એ મહારાજ ને મોટા મુક્તના હાથમાં છે, અને આજ્ઞા પાળવી એ આપણા હાથમાં છે. આ ટાણે ખરો મુદ્દો હાથ આવ્યો છે તે પાછો મૂકી દઈએ તો રખડી પડીએ.  ધણીની સહાયતા મૂકી દે તો આગળ કેટલું ચાલે? માટે જીવને મહારાજ તથા મોટા અનાદિમુક્તનો વિશ્વાસ જોઈએ. આવા મુક્ત કોઈ બ્રહ્માંડમાં નથી. જેથી વિશ્વાસ રાખી તે રાજી થાય તેમ મંડવું, પણ બેસી રહેવું નહિ.

“શ્રીજી મહારાજ ભેળા અનંત કોટિ મુક્ત છે, એમ જાણવું. જેમ રાજાની સવારી સાથે સર્વે તેનું લશ્કર હોય તેમ. આવા મોટા ભગવાન મળ્યા ને આવા હજૂરી મુક્ત મળ્યા તે તો બહુ ભારે લાભ થયો છે એનો કેફ રાખવો. મહારાજની મૂર્તિમાં મુક્ત છે તે સળંગ રહ્યા છે તેમાંથી જેટલો લાભ લેવો હોય તેટલો મળે. પારસ, ચિંતામણિ, કલ્પતરુ, તે પાસેથી જેટલું ચિંતવે તેટલું મળે; તેમ મોટા અનાદિ સાથે જીવ બાંધે એટલે ચિંતવે તેટલું સુખ પ્રાપ્ત થાય. ભગવાનના સુખનો અનુભવ ન થાય ત્યાં સુધી કોઈ સુખિયો નથી. આપણા દેહનો કાંઈ નિરધાર નથી માટે મોટા દર્શન દેતા હોય ત્યાં સુધી સમાગમ કરી લેવો. આ જોગ બહુ દુર્લભ છે, ચોમાસુ હોય ત્યારે આડે વગડે પાણી હોય. મહારાજ અને મોટા મુક્ત સદાય સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજે છે. વર્તમાન કાળે સુખ ઘણું પ્રવર્ત્યું છે.

“આપણને જે વસ્તુ જોઈએ તે અહીંયા છે; બીજે કોઈ ધામમાં નથી. બીજે આ પુરુષોત્તમ ભગવાનની ઉપાસના નથી, તેથી તે ધામ ન્યૂન છે. ત્યાં પાર પડતું નથી એમ જાણી ઉપાસના દૃઢ કરવી. જેને ઉપાસના ન હોય તે માથા વિનાનું મનુષ્ય કહેવાય. મોટા મુક્ત છે તે તો પુરુષોત્તમરૂપ છે. તેથી ભગવાન ને ભગવાનના મુક્તની સેવાનું સરખું ફળ છે. તેમને અને ભગવાનને જુદાપણું નથી. મહારાજનું સુખ અપાર છે. મહારાજ ને સભા બન્ને અનાદિ છે. મહારાજના મહિમાનો કોઈ પાર પામતા નથી.

“પ્રત્યક્ષ ભગવાન ને બીજા માયિક આકાર એમ વચનામૃતમાં કહ્યું છે એટલે કે ભગવાનની મૂર્તિ વિના બીજા સર્વે માયિક આકાર કહેવાય. અધોઊર્ધ્વ પ્રમાણે રહિત તેજનો રાશિ છે. તે મધ્યે શ્રીજી મહારાજની મૂર્તિ છે. એ મૂર્તિ તો ખરેખરું ઠરવાનું ઠામ છે ને તેજ શીતળ, શાંત અને શ્વેત છે. અંતરવૃત્તિવાળાને જેવો શ્રીજી મહારાજનો મહિમા રહે છે તેવો બહારવૃત્તિવાળાને રહેતો નથી, માટે અંતરવૃત્તિનું સુખ વિશેષ છે. સાંખ્યવિચાર તો લાખ વાર કરવો. એમ કરતાં કરતાં મૂર્તિ સાક્ષાત્કાર થઈ જાય. માટે દાખડો કરવો જોઈએ. મોટા મુક્ત છે તે તો એક-બે જન્મનું અથવા અનંત જન્મનું જાણે છે અને અનંત કોટિ બ્રહ્માંડમાં જ્યાં જ્યાં અવતાર થાય છે તેનું પણ જાણે છે. પણ શ્રીજી મહારાજની મરજી પ્રમાણે જ બોલે ને લાભનો જ વેપાર કરે. એ તો શ્રીજી મહારાજની મૂર્તિમાં સદા સળંગ નિમગ્ન રહે છે. એ મૂર્તિનું સુખ અપાર અપાર છે. તે સુખને આ લોક તથા અનંત બ્રહ્માંડમાં કોઈ ઉપમા દેવાય તેવું નથી. ઉપમા દઈએ છીએ તે તો સર્વેને સમજાય તેટલા સારુ. અતંરમાં દુઃખ થાય છે, પણ સમજાવવા માટે કહેવું પડે છે.”

પછી બોલ્યા જે, “ભગવાનનો ભક્ત જ્યારે શ્રીજી મહારાજની મૂર્તિના સુખને મોટા અનાદિમુક્તના સમાગમ-સેવાએ કરીને શ્રીજીરૂપ થઈને ભોગવે છે ત્યારે એને કોઈ વાતની અપેક્ષા રહેતી નથી. સર્વે ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે. તેને કાંઈ અલભ્યપણું રહેતું નથી, સર્વેનું સુલભપણું થઈ જાય છે. તેને કોઈ મનોરથનું અપૂર્ણપણું તથા ન્યૂનપણું રહેતું નથી. સર્વે પરિપૂર્ણપણું થઈ જાય છે. અને શ્રીજી મહારાજની મૂર્તિના સુખથી બીજું સર્વે સુખ અતિ તુચ્છ, લૂખું અને અતિ અલ્પ ભાસે છે.”  II ૯૦ II

At night Bāpāśrī, saints and many devotees were sitting on the upper storey of the temple. Bāpāśrī showing his favour, talked. He said, “Even though they sit in the assembly in the presence of great muktas and Mahārāj, they do not have the feeling of greatness for great muktas and Mahārāj, it is regretted. For introverts it is not far even an atom. For extroverts it is far, far away. At this time this is very good opportunity and the adviser is also capable. To get such opportunity again is rare. The determination of jīva is not as much as the saṅkalpas arising in the mind- senses are the inner faculty (aṅtahkaraṇa).” Then Bāpāśrī said, “A devotee requested Bāpāśrī to come to his village first when he visited Gujarāt; but he did not stay with me and left. He even did not stay for two days. Thus, jīva has no understanding of greatness. The happiness is only at the disposal of Mūrti and great Anādi muktas. Just see! Many wander and suffer much but do not understand. All want Mahārāj but muktas must be recognised. Swāmī like Nirguṇdāsjī used to come to me. Similarly, we should associate and attach too. The principle of Mahārāj and great muktas should strictly be followed and it should be continued. One should always be in proper region, good time, good activity and good company. We should firmly keep refuge in Mūrti. One should know his own mistake and avoid it. In this satsaṅg there are innumerable devotees and they are all, because of Mahārāj, and satsaṅg is like a kalpataru. Śrījī Mahārāj swearingly said that these are all muktas of Akṣardhām and showed them. Mahārāj is divine, satsaṅg is divine therefore there is nothing which can be compared with this assembly. Nobody will say that the prince is not a king. Similarly, bring divine feeling. If one does not have divine feeling, it is loss for him. Mahārāj is Anādi and muktas also Anādi- Mahārāj continuously gives them various kinds of happiness. As one goes on getting happiness, his thirst is not quenched- it is indescribable supernatural happiness. Thousands of years may pass but there is no satisfaction. Recognising such muktas is as difficult as climbing the mountain. To be free from death and deeds, we should stick to such muktas. We are lucky to have such real mukta even though jīva wanders elsewhere. If we look at the ability of muktas, much can be understood. Why are we making unnecessary efforts? This is for making ourselves fresh from the tiredness of innumerable births. Looking at the assembly Bāpāśrī said such is the saint to explain but jīva does not recognise such muktas and shows its own importance so nothing can be done therefore remain as a clerk. Anādi muktas of Mahārāj have such capacity that they give happiness of Mūrti to billions of people. It is known to those who know it. Great Anādi muktas prevail in happiness of Mūrti. Innumerable people are sent to Akṣardhām by warship. If one gets attached to such great muktas, he will be free from doubt. Mahārāj and great Anādi muktas have caught hold of our hand which will never be left. By the power of Mūrti supernatural knowledge is achieved but without his acquaintance and without happiness, how can love be developed? We come together for kathā-vārtā and it is only for the purpose of salvation. For great muktas there is no age limit, no death, no deeds, no day, no night it is just the same, as there is no night for the one who sits in the chariot of the sun. All have been engrossed in happiness of Puruṣottamnārāyaṇa’s Mūrti- such saints are Anādi muktas. The whole assembly is constant and wherever it sees there is Mūrti. Such muktas go on taking happiness from Mūrti and remaining engrossed in it. Since this is the divine assembly, do not regret. We have got Mahārāj and great muktas, it is victory. If it remains like this at the time of end, it is enough. At this time, Mūrti is realised. This is not possible even after billions of births. This all happiness is because of   Mūrti. The joy is so much that we forget our body even then it is not understood. We do not have the knowledge even of our home. As and when there is nearness of Mūrti, rituals should be done more. If we keep Śrījī Mahārāj and great muktas with us, there would not be any obstacles. Muktas have as much capacity as God has. Luminous Mūrti twinkles. Anādi muktas dwell in it. They enjoy various kinds of happiness in every pore remaining engrossed in it. It is such that it cannot be understood by the aid of scriptures or by any one’s telling. There are various kinds of happiness in Mūrti- such is the greatness of Mahārāj. We should keep the real knowledge of Mūrti. Saints and devotees, all should be known as divine. Contemplation should also be in the same way. While sitting in Master’s house behaviour should also be according to the wish of Master; otherwise He would drive us out. If the water of anādi mukta’s bath is put on the head by knowing greatness, five great sins will be burnt. Such muktas should be recognised but māyā in the form of sin changes the jīva, confuses it, makes it doubtful and separates it from the assembly. Therefore, commands of Mahārāj should be obeyed properly; so māyā does not become an obstacle. Remember Mahārāj and muktas and keep them together with divine feeling; otherwise, it will be like delicious dishes in talk. Mahārāj and great muktas are easily realised by their blessings in the present time. Miracle of Śrījī Mahārāj is very great. This thing is a great achievement for us. If the proper knowledge of Akṣardhām’s Mūrti and the assembly is got by one, it is not far away even an atom to him. Keep faith in such words. If there is firm belief then only creation, maintenance and destruction will be understood as Mahārāj’s līlā. If there is shortcoming in determination, one will remain unhappy. An example was quoted to elaborate the point- after the death of a saint’s disciple, he opened a big box and asked who would read all these books? Saying so he began to weep– it is like this. He would become happy when the disciple starts discourses in the assembly after giving him training and knowledge, but when the disciple leaves this world he would be unhappy. It is because of lack of association with muktas. It is in the hands of Mahārāj and great muktas who make us fulfilled and to obey their commands is in our hand. This is real opportunity and if it is not seized, we will be looser. If we avoid the help of Master, how long can it be sustained? Therefore, jīva must have   faith in Mahārāj and great Anādi muktas. There are no such muktas anywhere in any cosmos. Therefore, keep faith and continue in the way that they are pleased but do not leave efforts. Know that there are infinite muktas with Śrījī Mahārāj. In the same way as there is whole army with the procession of the king. Since we have got such great Lord and such engrossed muktas, it is a great benefit and keep pride of it. Muktas are constantly there in Mūrti so one can get as much benefit as he wants. One can get as much as he muses from pāras, chiṅtāmaṇi, kalpataru. Similarly if jīva is attached to great Anādi it will get as much happiness as he muses. Unless happiness of God is experienced, nobody becomes happy. Our life is uncertain. Therefore get attached to muktas till they give darśan. This opportunity is rare. In monsoon, there is water everywhere. Mahārāj and great muktas always keep themselves present in satsaṅg. Much happiness prevails in the present time. The thing which we want is here- it is in not any other abode. Nowhere else there is upāsanā (worship) of lord Puruṣottam; so that abode is inferior. One cannot fulfil there. Know thus and make upāsanā firm. One without upāsanā is called man without head. Great muktas are form of Puruṣottam. So, sevā of Lord and His muktas gives equal fruit. They and God are not separate. Bliss of Mahārāj is limitless. Mahārāj and assembly both are Anādi. Nobody finds the limit of Mahārāj’s greatness. Vachanāmṛt says that there is Lord Himself and others māyik form means everything else excepting Lord’s Mūrti is called māyik form. There is mass of luminescence without lofty or low state. In the centre, there is Mūrti. That Mūrti is the real place for rest, it is cool, calm and white. The extroverts do not have so much importance of Śrījī Mahārāj as the introverts have. Therefore, happiness of tendency of inner feeling is more. Think of sāṅkhya hundred thousand times. By continuing so, Mūrti is realised. Therefore, efforts must be made. Great muktas know about one or two births or about innumerable births and they also know about incarnations wherever they take place in any cosmos, but they speak as per the wish of Śrījī Mahārāj and do the beneficial persuit. They always remain constantly engrossed in Mūrti. The happiness of that Mūrti is limitless. That happiness has no simile in this world and in infinite cosmoses. Simile is given because all can understand. It gives pain to me in the heart but I have to tell to explain. When a devotee of God becomes the form of Śrījī Mahārāj and enjoys bliss of Mūrti by associating with mukta and doing sevā, he does not have any desire. All desires are fulfilled. Nothing is unattainable for him. He can attain everything. None of his desires remains unfulfilled and he does not fall short of anything. He experiences completeness. All other happiness seems trivial, dry and negligible compared to the bliss of Mūrti.” || 90 ||