Gujarati / English

પછી બાપાશ્રી સભામાં પધાર્યા ત્યાં વચનામૃતની કથા વંચાતી હતી તે પ્રસંગે વાત કરવા લાગ્યા જે, “જેને શ્રીજી મહારાજનું સુખ અંતરમાં વર્ત્યું, તેને સર્વે પદાર્થ તુચ્છ થઈ જાય છે; માટે મહિમા બહુ સમજવો. જેમ ગોળ-સાકરનું મોટું પાત્ર ભર્યું હોય તેમાંથી કીડી કેટલુંક ખાય, પણ મનમાં જાણે જે આખું પાત્ર લઈ લઉં, પણ તે તેનાથી લેવાય નહિ; તેમ શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ અપરંપાર છે તેનો અનાદિ મહામુક્ત પણ પાર પામતા નથી. એવું સુખ છે. જેમ હીરો તથા ચિંતામણિ ઘરમાં રાખી હોય, પણ તેની કિંમતની ખબર પડતી નથી, તે તો જ્યારે કિંમત કરનાર મળે ત્યારે પડે છે; તેમ જીવ પંચભૂતના દેહનો ત્યાગ કરીને પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામશે ત્યારે ગતિ પહોંચશે. આજ શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર કરાવનાર બેઠા છે.

“આપણે તો અલભ્ય લાભ મળ્યો છે. તેથી અંતર ઠરીને હીમ થઈ જાય છે. જીવ મહારાજને તથા મોટા મુક્તને સંભારે તો તરત શાંતિ થઈ જાય. સો ગાઉ ઉપર હોય અથવા હજાર ગાઉ ઉપર હોય, પણ તેનું તેને બળ આવે છે; તેવો મોટા મોટા સદગુરુનો અભિપ્રાય છે. આવો અભિપ્રાય અતંરમાં ઉતારે તો ત્રિવિધના તાપ ટળી જાય. આવા શબ્દ પાત્ર વિના ઝીલી શકાય નહિ. કસ્તુરી હોય ત્યાંથી કસ્તુરીની સુગંધ આવે, તેમાંથી બીજી આવે નહિ. આ સત્સંગ કરીએ છીએ, તે માંહેલી કોર કરોડ પડ રહ્યા છે તે જેમ જેમ ઊંડા ઊતરીશું તેમ તેમ અપારપણું જણાશે. બત્રીસ અક્ષરની વિદ્યા કોઈનો કાગળ વાંચતા હોય ત્યારે સાચી મનાય છે, તેમ મોટા સદગુરુ જે જે કહી ગયા અને જે જે વાત કરે છે તેમાં વિશ્વાસ રાખવો. જેટલો વિશ્વાસ ન આવે તેટલો નાસ્તિક ભાવ. આપણા સંપ્રદાયમાં બત્રીસ લક્ષણવાળા સંત કહેવાય છે, તે અક્ષરધામની ખબર લાવે તેમાં કાંઈ નવાઈ નથી. મોટા અનાદિમુક્ત સાથે મન બાંધ્યું હોય તો તેને ઠેઠ પુરુષોત્તમ ભગવાનને મેળવી દે અને જે પુરુષોત્તમ ભગવાનનો વિશ્વાસ રાખીને મંડ્યો હોય તેને ભગવાન મોટા મુક્તનો જોગ મેળવી દે. માયા છે તે સુલભા છે, ને મોક્ષાર્થી જીવ છે તે વિદેહી છે; એમ જાણવું.

“મોટા મોટા સદગુરુ હતા તે પોતે સદા મૂર્તિમાં રહેતા અને કથા-વાર્તા કરતા. વળી શ્રીજી મહારાજના સંકલ્પ ભેળો સંકલ્પ મેળવીને હજારો, લાખો જીવને સુખિયા કરી મૂકતા. ખંડિયો રાજા હોય તેને બીક રહે, પણ ચક્રવર્તી રાજા હોય તેને કોઈની બીક હોય નહિ. તેમ મહારાજ સ્વતંત્ર છે અને અનાદિમુક્ત પણ સ્વતંત્ર છે. આ સત્સંગમાં ચીંથરે વીંટ્યા રત્ન છે. તે સમાગમ કરે ત્યારે ખબર પડે. ક્યાં પુરુષોત્તમ ભગવાન ને ક્યાં તેમના અનાદિમુક્ત! તેમનો મેળાપ ક્યાંથી થાય! આ તો બહુ ભારે વાત છે. શ્રીજી મહારાજનો અવતાર કેવળ કૃપાસાધ્ય છે. તેમના અનાદિ આપણને મળ્યા તે પણ કૃપાસાધ્ય. ‘કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું.’ એવું છે. સમુદ્રને ઠેકાણે મહારાજ છે. ગંગાજીને ઠેકાણે મહારાજના મુક્ત છે. ધરાના પાણીને ઠેકાણે સાધનદશાવાળા છે તે સિદ્ધદશાવાળા મુક્તને જોગે કરીને શ્રીજી મહારાજની મૂર્તિરૂપ સમુદ્રને પામે છે, ત્યારે સર્વે સજાતિ થાય છે.”

પછી વૃષપુરના પ્રેમજીભાઈએ પૂછ્યું જે, “બાપા! તેની વિલક્ષણતા કેમ જણાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ગંગા વગેરે જળમાંથી મોતી નીપજે નહિ, ને સમુદ્રમાંથી મોતી નીપજે; તેમ સર્વે મહારાજની મૂર્તિના સુખભોકતાએ કરીને ભારે ભારે સુખ લે છે તે સુખ મોતીને ઠેકાણે છે, પણ ગંગાજીના પાણીમાંથી એ નીપજે નહિ. તેમ સજાતિપણે એક સરખા જણાય, પણ સુખભોકતાએ કરીને વિલક્ષણપણું છે. મહારાજ તો સૌને અભય સુખ આપી દે છે, એ સુખ લેવાને ત્વરા કરવી.

“મોટા હાથ ઝાલે છે તે મૂકતા નથી. એક નાવમાં બેઠા તે સર્વે સાથે ઊતરી જશે. એક નાવવાળો જુદો પડે નહિ. મોટાને વિષે વિશ્વાસ ન આવે ને તર્ક રહે તો જાણીએ જે જુદા નાવમાં બેઠો. કોઈ વાત ઝીણી હોય અને તે સમજાતી ન હોય તો એમ જાણે જે આ વાત છે તો સાચી, પણ મને સમજાતી નથી, તો તર્ક ન કહેવાય. મહારાજની મૂર્તિને વિષે મુક્ત રહ્યા છે તે મહારાજરૂપ કહેવાય. એવી રીતે સમજે તો નિસ્તર્ક થયો જાણવો; ત્યારે જાણીએ જે સંપૂર્ણ વિશ્વાસ આવ્યો. જેટલો તર્ક કરે તેટલો સુખમાં ફેર છે.

“મોટા મુક્ત જે જે વાત કરે તેમાં મહારાજનું મુખ્યપણું આવે એવો મોટાનો સિદ્ધાંત છે, તેથી એ પોતાની મોટાઈ તો જણાવે જ નહિ; કેમ જે એમને તો એક મૂર્તિ જ છે. એવા અનાદિમુક્ત શ્રીજી મહારાજની મૂર્તિમાં અનંત રહ્યા છે. તે તો એ મૂર્તિનું જ સુખ લે છે. મહારાજના સંકલ્પે અહીં દેખાય છે, તોપણ એ તો છે એમ ને એમ છે. પોતે પોતાનો યશ કે ચમત્કાર કોઈને જણાવવા ઈચ્છતા જ નથી. મહારાજના અપાર સુખમાં પોતે લુબ્ધ રહે છે અને સમર્થ થકા જરણા કરે છે. શ્રીજી મહારાજ જેટલું કરે તેટલું મોટા મુક્ત કરે. કેમ જે તે તો સદાય મૂર્તિમાં રસબસ રહ્યા છે અને કર્તાપણું મહારાજનું છે જેથી જે મુક્ત દ્વારે ધારે તેટલું શ્રીજી મહારાજ બતાવે.

“આ લાભ મળ્યો છે તે ફોગટ જાવા દેવો નહિ. આજ્ઞા-ઉપાસના અને આવા મોટા મુક્તનો મહિમા સમજાય એ શરદ ઋતુ ગણાય. મોટાના શબ્દ છે તે શ્રીજી મહારાજની મરજી વિના પડતા નથી. જેમ જેમ મહિમા સમજાતો જાય તેમ તેમ સુખ વધતું જાય. આપણને અત્યારે ખરેખરી શરદ ઋતુ મળી છે એમ જાણવું. શ્રીજી મહારાજની મૂર્તિમાં રસબસ ક્યારે રહેવાય? તો જ્યારે દેહના સુખદુઃખને ન ગણીને કારણ ઉપર નજર રાખે ત્યારે. માટે કાર્ય ઉપર નજર રાખવી નહિ.

“મહારાજને સર્વોપરી સમજવા; બીજાને સૌ સૌના સ્થાને રાખવા. મહારાજનો બાંધેલો સંપ્રદાય તેમની પુષ્ટિમાં રહીએ તો મહારાજ રાજી થાય ને જો તોડાય તો મહારાજ કુરાજી થાય, માટે જે કરશે તે ભોગવશે. બીજા કોઈના હાથમાં હુકમ નથી. કારણ મૂર્તિ વિના મોટાઈ બધી આ લોકની છે.”

પછી બોલ્યા જે, “પ્રસન્નતાનાં સાધન જે કરી રહ્યા હોય તેને આવરદા હોય તોપણ મહારાજ દેહ મુકાવીને મૂર્તિના સુખમાં લઈ જાય અને એવો ન હોય તેને આવરદા ન હોય તોપણ રાખે.”  II ૯૨ II

Then Bāpāśrī came in the assembly. Kathā of Vachanāmṛt was being read. On that occasion Bāpāśrī said, “For the one who has enjoyed the bliss of Śrījī Mahārāj in his heart, all objects would be trivial. Therefore, understand greatness properly. Just as a big vessel is full of jaggery and sugar and an ant thinks that it would eat the whole quantity but it cannot. Similarly, bliss of Mūrti is limitless. Even Anādi Mahā muktas do not find its limit. Such is bliss. Just as we have kept a diamond and chiṅtāmaṇi but we do not know its real value. It is only known when valuer tells us its value. Similarly, when jīva gives up body of five elements and achieves the form of Lord Puruṣottam, it would get liberation. Today we have such mukta who will make us realisation of Śrījī Mahārāj. We have got invaluable benefit. As a result the heart becomes cold like snow. If jīva remembers Mahārāj and muktas it will soon have peace in mind. They may be hundred or thousand of miles away but the devotee gets their strength, such is the opinion of such great Sadgurus. If such opinion is taken by heart, his three kinds of miseries will be done away with. Such words cannot be grasped without being worth of it. Where there is musk, scent of musk will come- no other smell will come out of it. We are doing this satsaṅg in which there are innumerable folds. As we go deep in it, no end of it will be seen. Education is  believed to be true when the letter of someone is read. Similarly, whatever has been said by great Sadgurus and whatever they say, keep trust in it. The proportion in which there is no trust, in that much proportion is a feeling of atheism. In our sect saints are called having thirty two characteristics. If they bring news from Akṣardhām, it is not surprise. If mind is given to great Anādi muktas, they will directly make him meet Lord Puruṣottam and whosoever has continued efforts, keeping faith in Lord Puruṣottam, God will make him meet muktas. Māyā binds jīva whereas jīva which is for salvation is bodily feelings- know thus. Great Sadgurus always dwell in Mūrti and used to do kathā-vārtā. Moreover, they would mix their saṅkalpa with the saṅkalpa of Śrījī Mahārāj and used to make innumerable jīvas happy. The subordinate king is afraid but the sovereign is not afraid of anyone. Similarly Mahārāj is independent and Anādi muktas are also independent. In this satsaṅg they are like jewels covered by rag. It is known when they associate. What to talk about Lord Puruṣottam and His Anādi muktas! Meeting them is impossible. It is a very big task. Incarnation of Śrījī Mahārāj is only by His favour. Meeting with His Anādi muktas is also by His favour. ‘Kīḍī kuñjarno meḷāp jīvan jāṇuṅ chhuṅ’ (I know that it is as rare as the meeting of an ant and an elephant). In place of ocean there is Mahārāj. In place of the Gaṅgājī there are Mahārāj’s muktas. In the place of stream there are seekers. They realise the ocean in the form of Mūrti, through the medium of realised muktas- then all become one.” Premjībhāī of Vṛṣpur asked, “Bāpā! How can they be differentiated? How can we know their peculiarity?” Bāpāśrī replied, “Pearls cannot be had from the water of Gaṅgā- they are the products of the sea. Similarly, all take much happiness because of enjoyers of Mūrti. That happiness is in the place of pearls but it cannot be found from the water of Gaṅgā. Similarly, they may seem equal because of oneness but peculiarity is because of enjoyer of happiness. Mahārāj gives secured happiness to all. So, eagerness should be there to take that happiness. When muktas take hold of our hand, they do not leave it. Those who boarded in   boat will all land together. The passenger of the same boat will not get separated.  If there is no faith in muktas and there is doubt, understand that he is in different boat. If some talk is having deep meaning and if it is not understood but he believes that the talk is true but it is not understood by me then it is no doubt. Muktas who are in Mūrti are called form of Mahārāj. If one understands thus, he has become resolute and then can be known as having full trust. There is difference in happiness in the proportion in which he has doubt. Whatever great muktas talk, there is Mahārāj in centre- such is the dictum of muktas so they never show their greatness, because for them there is only Mūrti. Such infinite Anādi muktas dwell in Mūrti. They take bliss of that Mūrti only. They are seen here by Mahārāj’s saṅkalpa but they are as they are. They do not wish to show their prominence or miracle to anyone. They remain engrossed in the limitless bliss of Mahārāj and bear even though they are capable. Great muktas do as much as Śrījī Mahārāj does because they are always engrossed in Mūrti and doer is Mahārāj so Śrījī Mahārāj shows as much as He wishes through the medium of muktas. We have got this benefit so let it not go in vain. When command, upāsanā and understanding of greatness of such great muktas is considered it is said to be an autumn. The words of muktas never come out without the desire of Śrījī Mahārāj. As and when there is understanding of greatness, happiness increases. Know that we have got real autumn at this time. When is it called engrossed in Mūrti? Only when the sight is kept on the cause without caring for happiness and unhappiness of the body. Therefore, do not keep the sight on activity. Understand Mahārāj to be supreme. Let others be kept at their respective place. If we firmly remain in the sect started by Mahārāj, He will be pleased and if we break away, Mahārāj will be displeased. Therefore, he who does will suffer. No one else has command in his hand. Greatness without causal Mūrti belongs to this world. Those who do the means of pleasing are taken in the happiness of Mūrti by Mahārāj after making him leave the body even though his life span is not over and if one is not such he will be kept in the body even though his life span is over.” || 92 ||