Gujarati / English

પછી બાપાશ્રીએ એમ વાત કરી જે, “ગૃહસ્થ સત્સંગી હોય તેને ખરું કુટુંબ આ સત્સંગ જાણવો. તે વિના આ ગૃહસ્થનું કુટુંબ છે તે તો ખાડ કહેવાય. ખરું કુટુંબ અને ખરું ઘર એ તો સત્સંગ છે. કુસંગી દીકરો હોય તો તે પણ કુટુંબ ન કહેવાય. તેમ સગાંનું પણ જાણવું. બીજા દેહનાં સગાંથી આખું બ્રહ્માંડ ભર્યું છે તેનો કાંઈ પાર આવે તેમ નથી. એક બાપના દીકરા તે તો સત્સંગી જ કહેવાય. મહારાજ આપણા સર્વેના બાપ છે એમ જાણી કથા-વાર્તા કરી સુખિયા રહેવું. કથા-વાર્તા છે તે તો ધ્યાનમાં ને ભગવાનની મૂર્તિના સુખમાં પોષણ આપે છે.

“સિદ્ધદશાવાળા તો મૂર્તિથી બહાર નીકળતા જ નથી. તેમને તો મહારાજનો  અખંડ સંબંધ છે. માટે જેટલું ચલાય તેટલું ચાલવું; પણ મોટા મુક્ત સાથે મન બાંધવું તો અંત વખતે તે પૂરું કરી દે. મહારાજ અને મોટા મુક્ત રખવાળા છે તે જેમ સમુદ્ર ઊતરવો હોય તો વહાણને પ્રતાપે કરીને ઊતરાય, તેમ મહારાજ વિના મોક્ષ ન થાય. આંધળો હોય તેને દોરવો પડે તેની પેઠે મહારાજ અને મોટા મુક્ત જીવની બહુ રક્ષા કરે છે, નહિ તો જીવનો શો આધાર! આ ખજીનો બહુ મોટો છે તેનું જતન રાખનાર શ્રીજી મહારાજ અને મોટા મુક્ત છે, નહિ તો વિઘ્ન ઘણાં છે. બાળક હોય તે એમ જાણે કે મને વસ્તુ આપશે કે નહિ? પણ મા-બાપ તો તે માટે જ રાખે છે, તે કેમ ન આપે? તેમ મહારાજની મૂર્તિનું જે સુખ તે જેને ખરી ઉપાસના હાથ આવે તેને માટે એ વસ્તુ રાખી છે તે જરૂર આપશે જ.

“આપણને બહુ મોટો લાભ મળ્યો. આ તો અલભ્ય લાભ. ક્યાં મહારાજ! અને ક્યાં મોટા મુક્ત! ને ક્યાં આપણ! તેનો ઓચિંતાનો સંબંધ થઈ ગયો. જેમ ઇંગ્રેજ ને ગરીબ હમેલિયો તેનો ઓચિંતાનો સંબંધ થઈ જાય તેની પેઠે આપણને મહારાજ તથા મોટાનો મેળાપ થઈ ગયો છે. શ્રીજી મહારાજના લાડીલા સ્વતંત્ર અનાદિ મહામુક્તને વિષે હેત, નિષ્ઠા અને અનન્યપણું થયું તેનું અધુરું ન રહે. આપણું સુખ તો મહારાજ અને મોટા ભેગું કરી રાખે છે. પાત્ર વિના મહારાજનું સુખ જેમ છે તેમ આવે તો પોતે ભગવાન થઈ બેસે અથવા બીજાને ભગવાન કરી બેસાડે. જીવને ખરેખરી વસ્તુ દેખાય તો જીરવાય નહિ; માટે પાત્ર થઈને મૂર્તિના સુખની ત્વરા રાખવી, પણ પોતાપણું આવવા દેવું નહિ.

“આ શબ્દ ને આવી વાતો અને આવો જોગ તે ક્યાંથી મળે! માટે અપચો થવા ન દેવો. પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામેલો હોય તેને આ સત્સંગ દિવ્ય ભાસે. જે મોટાનાં વચનમાં વર્તે છે તે શ્રીજી મહારાજનાં વચનમાં વર્તે છે. શ્રીજી મહારાજ અને મોટાના શબ્દ એક જ છે અને તે તો તેમના પડછંદા છે, એવી એકતા છે. જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય જાણવું. માયિક દૃષ્ટિવાળાને માયિક ભાસે, પણ છે તો દિવ્ય. મોટા સંત પણ અહીં રહ્યા થકા બીજે દર્શન આપે છે ને તેમની સામર્થી છુપાવી રાખે છે. એમની કૃપામાં જે આવે તેને પણ મહારાજ અને મુક્ત વિના બીજું કાંઈ ભાસતું નથી. એવા મોટા મુક્તનો સંબંધ થયો તેને થોડાકમાં કામ થઈ જાય. મહારાજ ને મોટા મુક્ત કાંઈ છેટે નથી. બધો મુદ્દો આપણને હાથ આવ્યો છે.

“મૂર્તિના તેજની સામર્થી ને સુખના ભોકતાની આ  દેહે કરીને ઉપમા દેવાય તેવી નથી. તેનો પાર પમાય નહિ. દિવ્ય દેહે પણ પાર પમાતો નથી; જેમ સમુદ્ર બાહુ-બળે કરીને તરાય નહિ તેમ. માટે ખરેખરા ખેલાડુ થઈ આવા મોટા મુક્તને ઓળખી, સમાગમ કરીને સુખ લઈ લેવું. એ સુખ વિના અતંર ટાઢું થાય તેવું નથી. શ્રીજી મહારાજની મૂર્તિનો મહિમા સમજાય તો સુખમાં દૃષ્ટિ પહોંચે અને તરત પાછું વળાય; નહિ તો મંદિર સર્વે સોનાનાં કરે તોય અતંર ટાઢું થાય નહિ; માટે પોતાનું પૂરું કરી લેવું. મહારાજના મુક્ત જેવા પ્રગટ જોઈએ તેવા સત્સંગમાં છે. તેમની સાથે મન, કર્મ, વચને જીવ જોડે તો તેને માયા પરાભવ ન કરે. લૂ વાતી હોય ને વરસાદ વરસે એટલે સર્વે ટાઢું થઈ જાય, એટલો તો માયિકનો પ્રતાપ છે; તો શ્રીજી મહારાજ જેના ભેળા અખંડ રહ્યા હોય તેને કોઈ જાતનો તાપ નડે નહિ તેમાં શું કહેવું? માટે ખરેખરા મોટા પુરુષ મળે તેમને ઓળખીને જોગ-સમાગમ કરે તો સર્વે કામ થઈ જાય.

“આ તો બહુ જબરું સુખ અને જીવ નાનો તેથી જીરવી શકે નહિ. દેહ મૂકીને મહારાજ પાસે જઈએ ત્યારે આપણી કમાણીની ખબર પડે. મહારાજની મૂર્તિનું તેજ શીતળ, શાંત ને સુખરૂપ છે, તેમાં શ્રીજી મહારાજ અખંડ રહ્યા છે. ખરું સુખ તો એ મૂર્તિમાં જ છે. અત્યારે આપણને ખરેખરો વખત મળ્યો છે, પણ જીવ અનાદિનો નાદાન છે તેથી ભગવાન સન્મુખ થતો નથી. આપણો માર્ગ જુદો છે માટે બીજા કોઈની માનીનતા ન રાખવી અને પોતાને અપૂર્ણપણું ન માનવું. પૂર્ણપણું માનીને છકી પણ જાવું નહિ. કથા, વાર્તા ને મોટા મુક્તનો સમાગમ કર્યા કરવો. ‘મોટાની કૃપાએ હું તો મહારાજ સાથે જ છું, ક્યાંય જવું-આવવું નથી’, એમ જે સમજે તેને આત્યંતિક કલ્યાણ કહેવાય. મહારાજની મૂર્તિમાં મુક્ત સર્વે રહ્યા છે. તે પરસ્પર એકબીજાને કેવી રીતે ઓળખે છે? તો જેમ પુષ્પમાંથી સુગંધ આવે છે તે સુગંધી ભિન્ન ભિન્ન છે, તેથી જુદીજુદી જાતનાં પુષ્પની ખબર પડે છે તેમ.”

એમ વાત કરી સંતો તથા હરિભક્તોને બાપાશ્રીએ સાકરની પ્રસાદી વહેંચી.

તે સમે પુરાણી હરિપ્રસાદજીએ પૂછ્યું જે, “બાપા! આ પ્રસાદી જમનારને કેવી પ્રાપ્તિ  થશે?

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “અક્ષરધામમાં મહારાજની મૂર્તિના સુખની. આ પ્રસાદી મળવી અતિ દુર્લભ છે, આ સાકર તો અક્ષરધામની દિવ્ય વસ્તુ જાણવી. અને જ્ઞાનમાર્ગમાં તો એમ જે આ થકી આ, ને આ થકી આ, આ ખોટું, આ સાચું, એમ વર્ણન હોય, પણ અમને તો એક સાચી જણસ સ્વામિનારાયણની મૂર્તિ લાગે છે અને એ જ જ્ઞાન ખરું છે. અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ છે એ કારણ મૂર્તિ. તે મૂર્તિને જ્ઞાને કરી સર્વે ખોટું કરી નાખવું એટલે થયું; કેમ કે આપણે એક મૂર્તિ જ પામવી છે. ખોટાને સાચું કોણ કહે? હજાર રૂપિયા હોય તેમાંથી ખોટા હોય તે જુદા કાઢી નાખો, પછી તેને સાચા કોણ કહે? આપણે તો સાચી વસ્તુ શ્રી સ્વામિનારાયણ તે રાખવા. દિવ્ય સ્વરૂપ મૂર્તિનું અને દિવ્ય સ્વરૂપ મુક્તનું, એ બેય સ્વરૂપ દિવ્ય છે. એમને જોગે કરીને સર્વે દિવ્ય થાય છે.

“મહારાજ જય સચ્ચિદાનંદ  કહે છે તે પોતાના મુક્તને કહે છે. જેમ આ લોકમાં કોઈ બીજાને ત્યાં જમવા જાય ત્યારે પોતાનાં ઘરનાંને તથા છોકરાંને સંભારે છે તેમ ‘જય સચ્ચિદાનંદ કહી મહારાજ પોતાને ઉતારે પધાર્યા’ એમાં તો પોતાની દિવ્ય સભાને સંભારી છે. એ સભા તો છે છે ને છે જ. સડેલાં હશે તે એક કોર પડ્યા રહેશે. મુક્ત, મુમુક્ષુ એ સર્વે મહારાજને આશરે છે. જ્યારે અનુભવજ્ઞાન ખરેખરું થાય ત્યારે મૂર્તિને ખેંચે.”

તે ઉપર મૂળજી અને કૃષ્ણજીનું દૃષ્ટાંત દીધું.

“આ તો બહુ મોટી વાત છે, પણ આ લોકના ડહાપણે જીવને વિશ્વાસ આવતો નથી. માટે મહારાજ તથા મોટાનો વિશ્વાસ રાખે તો કામ થઈ જાય.”  II ૯૩ II

Bāpāśrī said, “If a householder is satsaṅgī, he should know that his real family is this satsaṅg. The family of the householder without the family of satsaṅg, it is called as deep pit. The real family and the real home is the satsaṅg. If the son is having bad company, he is also not called a family member. Similarly, we should know about all relatives. Other relatives of this body are innumerable because the whole cosmos is full of them. Sons of same father are called satsaṅgī. Know that Mahārāj is the Father of all of us, knowing thus, one should remain happy by doing kathā-vārtā. Kathā-vārtā gives nourishment to the happiness in God’s Mūrti and in meditation. Those who are realised do not come out of Mūrti. They have constant relationship with Mahārāj. So try to maintain contact with them as much as possible but bind the mind with great muktas and they make us fulfilled at the time of death. Mahārāj and great muktas are our guardians. If we want to cross the sea, the boat will be our aid. Similarly, liberation is not possible without Mahārāj. The blind man has to be guided. Similarly, Mahārāj and great muktas protect jīva very much otherwise what is the support of jīva? This treasure is very big; its protectors are Śrījī Mahārāj and great muktas- otherwise there are many obstacles. The child fears whether it will get the thing it wants or not. But parents have kept it for it- how can they deny? Similarly, bliss of Mūrti is kept for the one whose upāsanā is sincere– He will definitely give. We got great benefit. It is rare benefit. What to talk about Mahārāj and great muktas! And where are we! Our relation is surprisingly established. Just as the relationship between an English man and a poor labour is suddenly established. Similarly, our contact with Mahārāj and muktas is established. The one who has love for Śrījī Mahārāj’s beloved independent Anādi Mahā muktas, faith in them and unparalleled devotion towards them will not remain unfulfilled. Our happiness is stored by Mahārāj and muktas. If the bliss of Mahārāj comes  without one’s worth, he will consider himself as God or he will install someone else as God. If the real thing is seen by jīva it cannot digest it. Therefore, after becoming worthy one should keep eagerness for the bliss of Mūrti but do not allow ego. Where can one get such word, such talk and such opportunity? Therefore, avoid indigestion. He who has become one with Lord Puruṣottam will see the satsaṅg as divine. The one, who behaves according to the words of muktas, behaves in the words of Śrījī Mahārāj. The words of Śrījī Mahārāj and muktas are the same and they are His echo- such is the unity. Where there is Mūrti know that there is centre of Akṣardhām. The one having māyik sight will see it as māyik but it is divine. Great saints dwelling here even give darśan elsewhere and they hide their capacity. He who comes in their grace, also sees nothing else excepting Mahārāj and muktas. The one who has established relationship with such muktas will get his work done easily. Mahārāj and muktas are not away from us. We have got real guidance. Simile of power of luminescence of Mūrti and the enjoyer of happiness cannot be given by the physical body. It is beyond limit. Even the divine body does not find the limit. Just as the sea cannot be crossed by the strength of arm. Therefore be real knowledgeable and recognise such great muktas, associate with them and take the happiness. The heart cannot be cooled without that happiness. If greatness of Mūrti is understood, the sight will reach in happiness and can soon return. Otherwise, even if all temples may be built of gold, heart will not be cooled. Therefore, get yourself fulfilled. The way in which one requires presence of Mahārāj’s muktas they are there in satsaṅg in the same way. If jīva is attached to them by mind, deed and words, māyā will not defeat it. It rains when hot wind is blowing, everything will become cool- such is the capacity of māyā. Then what is to say about them with whom Śrījī Mahārāj is constantly together, suffers no affliction? Therefore, if one comes in contact with real great muktas, recognises them, gets attached to them, all his desires will be fulfilled. This is very great happiness and jīva is too young to digest it. When we go to Mahārāj after leaving body, we know our earning. Luminescence of Mūrti is cool, calm and form of bliss and Śrījī Mahārāj dwells in it constantly. The real bliss is in that Mūrti. We have got opportune time but jīva is foolish since long, so it does not go to God. Our path is different. We should not look elsewhere and should not believe oneself to be unfulfilled, and should not be puffed up by believing oneself perfect. Continue doing kathā-vārtā and association with great muktas. By the grace of muktas, I am already with Mahārāj. If one understands that there is no where to come and go, it is called ultimate liberation. All muktas are in Mūrti. How do they know one another? Just as fragrance comes from flowers but it is of various kind.  So we recognise different kinds of flowers. Then Bāpāśrī distributed prasād of sugar to saints and devotees. At that time, Purāṇī Hariprasāddāsjī asked Bāpāśrī, “What kind of achievement will the eater of this prasād get?” Bāpāśrī said, “He will achieve bliss of Mūrti in Akṣardhām.” It is rare to get this Prasād. Believe this sugar as divine thing of Akṣardhām, in the path of knowledge describes what is false, what is true, etc. but in my opnion real thing is Swāmīnārāyaṇa’s Mūrti and that is the real knowledge. Akṣarādhipati Puruṣottamnārāyaṇa is Śrījī Mahārāj that is causal Mūrti. On the basis of the knowledge of that Mūrti, everything should be made false, because we want to realise only Mūrti. Who will say false as true? In the coins of thousand rupee separate counterfeit coins- then who will say they are genuine. We should keep real thing that is Swāmīnārāyaṇa. Mūrti is divine form and mukta is divine form- both these forms are divine. By their power, everything becomes divine. Mahārāj says Jay Sachchidānaṅd- He says it to His muktas. Just as someone goes to the others’ house to dine, he remembers his wife and children. Similarly, after saying Jay Sachchidānaṅd Mahārāj comes to His lodging place. There He remembers His divine assembly. That assembly is there already. Those who are rotten will remain aside. Muktas, mumukṣu are all under the refuge of Mahārāj. When there is real experiential knowledge, Mūrti will be attracted.” To elaborate the point example of Mūḷajī and Kṛṣṇajī was given. “This talk is very great but the wisdom of this world does not allow jīva to keep faith. If one keeps faith in Mahārāj and muktas, goal will be achieved.” || 93 ||