Gujarati / English

બપોરે મેડા ઉપર બાપાશ્રીએ વાત કરી જે, “જેમ મહારાજ દિવ્ય તેજોમય છે, તેમ મહારાજના મુક્ત પણ દિવ્ય તેજોમય છે. એવી સમજણ રાખવી જે એ મનુષ્ય જેવા દેખાતા હોય તોય દિવ્ય છે. જીવને મોટું સુખ પામવું છે, પણ મોટાની સમજણ ગ્રહણ કરતા નથી. તે જો મોટાની સમજણ ગ્રહણ કરે તો એ દિવ્ય સુખ મળે. જુઓને! લોકમાં મોટું થવાનું જીવને કેવું તાન છે? કેટલેક ઠેકાણે એવી રીત હોય છે કે જ્યારે વેપારી ચોપડા લખે ત્યારે ગમે ત્યાંથી મંગાવીને સાકરકોળું ખાય છે તે સાકરકોળાનું શાક ખાય તો ગરાસવાળા થવાય, એમ જાણીને ખાય છે. તે ગરાસવાળા થવામાં દુ:ખ બહુ છે, પણ કાંઈ સુખ થાય તેમ નથી; તોપણ એવું થવાની ઈચ્છા રાખે છે એવા જીવના સ્વભાવ છે. પણ જેમાં સદાય અપાર મહાસુખ રહ્યું છે એવા જે સર્વોપરી શ્રીજી મહારાજ તેમને પામવાને માટે જીવ આગ્રહ કરતા નથી, એવું જીવમાં અજ્ઞાન છે.”

એમ વાત કરતા હતા. ત્યાં લાલજીભાઈ આવીને દંડવત કરવા મંડ્યા, પણ બાપાશ્રીની દૃષ્ટિ સભા સામી હતી એટલે વલ્લભદાસભાઈએ કહ્યું કે, “બાપા! આ લાલજીભાઈ આપને દંડવત કરે છે.”

ત્યારે બાપાશ્રી  બોલ્યા જે, “એ તો દંડવત મહારાજને કરે છે. આપણે પોતાને માથે શીદ લઈએ? જે જે થાય તે સર્વે મહારાજની મૂર્તિને વળગાડી દઈએ. શ્રીજી મહારાજને આગળ રાખીએ અને પોતે પાછળ રહીએ તો બાધ ન આવે. કોઈ પૂજા-પ્રતિષ્ઠા કરે કે માન-સત્કાર મળે એ સર્વે શ્રીજી મહારાજને થાય છે, પણ આપણે વિષે તો કાંઈ ગુણ નથી. એમ સર્વે વાતમાં મહારાજને જ આગળ રાખવા. બોલવું, ચાલવું, ખાવું, પીવું વગેરે ક્રિયા મહારાજની સ્મૃતિએ સહિત કરવી. જોવું તે પણ મૂર્તિની સ્મૃતિએ સહિત જોવું. એમ સર્વે ક્રિયાઓ મહારાજની મૂર્તિને લઈને કરવી, પણ મૂર્તિને મૂકીને કાંઈ પણ કરવું નહિ. અને પોતાને વિષે કોઈ રૂડા ગુણ બતાવે અથવા પોતાને વિષે કોઈ રૂડા ગુણ ભાસે એ સર્વે મહારાજને લઈને છે, માટે મૂર્તિને વિષે સર્વ વળગાડવું, પણ લગારે પોતાપણું આવવા દેવું નહિ. એવી નિરંતર સૂરત રાખવી, તો મહારાજને વિષે દાસપણું દૃઢ થાય છે.

“આપણે મહારાજને અને મોટા મુક્તને દર્શને ગયા. પછી પાંચ-દસ દિવસ રહીને ઘરે જઈએ ત્યારે એમ રહે જે  આટલા દિવસ આપણે મહારાજ તથા મોટા ભેગા રહ્યા અને ત્યાંથી જુદા પડીને પાછા આપણે ઘેર આવ્યા, તે સમજણ સારી ન કહેવાય. હરિભક્તોએ એવી સમજણ ન રાખવી; ને એમ સમજવું જે મહારાજ અને મોટા સદાય આપણી ભેળા જ છે તે જરાવાર પણ જુદા પડતા નથી. એમ જાણીને મહારાજનો અને મોટા મુક્તનો અંતરદૃષ્ટિ કરીને નિરંતર જોગ કર્યા કરવો. તે જોગ તે શું? તો તેમને સંભારવા, તેમના સામું જોઈ રહેવું, તેમનાં વચનનો વિચાર કરવો, એ આદિ કરવું. અંતરદૃષ્ટિ કર્યા વિના  સમીપપણું રહેતું નથી, પોતાના દોષ ઓળખાતા નથી અને ભગવાનના ભક્તનો મહિમા પણ જણાતો નથી. અંતરદૃષ્ટિથી સર્વેનું સમીપપણું થાય છે. માટે અંતરદૃષ્ટિ ભગવાનના ભક્તની છે અને બહારદૃષ્ટિ અભક્તની છે ને દ્રોહદૃષ્ટિ તે તો અસુરની કહી છે; માટે નિરંતર અંતરદૃષ્ટિ  રાખવી.

“જેને મહારાજનો અને મોટા મુક્તનો વિશ્વાસ આવ્યો હોય તેને સર્વે વાતે સવળું પડતું જાય છે, પણ અવળું તો પડે જ નહિ. તે સુખ–દુ:ખમાં, હાણ-વૃદ્ધિમાં, વાતચીતમાં, કોઈના કહેવા-સાંભળવામાં એ સર્વેમાં સવળું ને સવળું જ પડતું  જાય છે. તેથી મોટા મુક્ત અને મહારાજનો વધારે ને વધારે વિશ્વાસ આવતો જાય છે તથા વધારે ને વધારે હેત થતું જાય છે તેથી એને મહારાજની મૂર્તિમાં વધારે ચોંટાતું જવાય છે.

“જેણે મહારાજને અને મોટા મુક્તને અંતર્યામી જાણ્યા હોય તેનાથી સર્વ આજ્ઞાઓ પળે, તેમની સદાય બીક રહે તેથી ખોટા સંકલ્પ પણ ન થાય, અને એમ નિરંતર રહ્યા કરે જે, ‘હું જે જે કરું છું તે સર્વેને મહારાજ અને મોટા મુક્ત નિરંતર જાણે છે. મહારાજ અને મોટા મુક્ત તો સદાય ભેળા ને ભેળા જ છે અને તે સર્વે જુએ છે માટે હું જરાય પણ આજ્ઞા વિરુદ્ધ વર્તન કરીશ તો એમનો મારા પર અતિશે કુરાજીપો થશે તો મારું બગડી જશે’, એમ રહ્યા કરે તેથી તે ફડકમાં કાંઈપણ ભૂંડો ઘાટ કરી શકે નહિ તો બીજું તો શું કરે? નાસ્તિક ભાવ પણ ત્યારે જ ટળ્યો કહેવાય.”

પછી બોલ્યા જે, “આપણે પોતાની સરસાઈ કરવા સારુ કોઈની સાથે બગાડવું નહિ  ને કોઈ પ્રકારનો કલેશ  થાય તેમ પણ ન કરવું. સર્વે સાથે હળી મળીને રહેવું: કેમ કે કલેશથી ભગવાન ભજવામાં વિઘ્ન થાય છે, માટે કોઈ સાથે વિરોધ કરવો નહિ. અને પોતાનું માન ખંડન થતું હોય કે પોતાની વાત જતી હોય તો તે ભલે જાય, તેનું આપણે સત્સંગીને કામ નહિ. માટે કોઈનો ઘસારો ખમીને પણ સંપ રાખવો ને નમીને સર્વેથી ચાલવું. મહારાજને અખંડ સંભાર્યા કરવા.

“અને સંગ કરવો તેમાં પણ ભેદ છે. સંગ તો ઉત્તમ પુરુષનો જ કરવો. મોટા મુક્ત  સાથે જુદાપણું ન રાખવું. કેટલાક તો ઉપર ઉપરથી મળતું રાખે ને પાસે આવે, જાય, બેસે, ઊઠે, વાતો સાંભળે, પૂછે, પણ અંતરમાં જુદાપણું હોય; એ પણ સંગ કર્યો કહેવાય. અને એક તો મન, કર્મ, વચને, શુદ્ધભાવે, નિષ્કામપણે, ગરજુ થઈને સંગ કરે તે પણ સંગ કર્યો કહેવાય. માટે જેને ભગવાનને રાજી કરવા હોય અને પોતાનું પૂરું કરી લેવું હોય તેને તો નિષ્કપટભાવે મન, કર્મ, વચને દાસાનુદાસ થઈને સંગ કરવો તો શ્રીજી મહારાજ તથા મોટા મુક્ત રાજી થાય છે. અને તે સંગ કરનારો પણ મોટાને જોગે કરીને મોટા સુખને તથા મહા મોટા આનંદને પામે છે. તેથી અખંડ આનંદ તથા અખંડ સુખમાં રહ્યો થકો મહારાજની અખંડ સેવામાં રહે છે.

“જેમ નાનાં છોકરાંને કાંઈક ભય આવે તો  દોડીને બાપના પગમાં પેસી જાય છે, એમ આપણે પણ માયાના ગુણ કાંઈ વ્યાપે તો ચેતી જવું ને તરત મોટા મુક્તને વળગી પડવું; એટલે જેમ છોકરાંને તેના માવતરના આશ્રયથી ભયની નિવૃતિ થઈ જાય છે, તેમ આપણે પણ મોટાના આશ્રયે કરીને માયાના ભયની નિવૃતિ થઈ જાય છે. તેથી માયાના ગુણ એકે ટકી શકતા નથી એટલે કોઈ દુ:ખ દઈ શકતા નથી.”  II ૯૫ II

Bāpāśrī, sitting on the upper storey of the temple said, “Just as Mahārāj is divine luminous. Similarly, muktas are also divine luminous. Though they may appear like human being, they are divine– keep such understanding. Jīva wants to get much happiness but does not grasp muktas’ understanding. If it grasps understanding of muktas, it will get divine happiness. Just see! How much eagerness has jīva to become great in the world? At some places, it is the custom that when a businessman writes account book, he will ask someone to get sākarkoḷu from anywhere and eats. He believes that by eating sākarkoḷu he will become land owner. In becoming land owner there is much agony but there is no happiness in it. Even then, he wishes to be so– such is the nature of jīva. Jīva does not insist to realise supreme Śrījī Mahārāj wherein there is always unlimited happiness. Such is the ignorance of jīva. While Bāpāśrī was talking thus, Lāljībhāī came and prostrated before him but Bāpāśrī was looking towards the audience. So Vallabhdāsbhāī drew his attention and told him that Lāljībhāī was prostrating before him. Then Bāpāśrī said, “He was prostrating before Mahārāj so why should I think that he is prostrating before me? Let everything that happens be dedicated to Mūrti. If we keep Śrījī Mahārāj ahead of us and we remain behind him, we will be free from obstacle. If someone does pūjā or gives respect, this is all for Śrījī Mahārāj. We have no virtue at all. Thus, Mahārāj should be kept ahead in everything. All activities like speaking, walking, drinking, eating, etc.  should be done remembering Mahārāj. Seeing should also be with the memory of Mūrti. Thus, all activities should be done keeping Mūrti together but do not do anything without Mūrti. If someone praises our virtue or believes everything as ours but never allow ourselves to be proud. If such alertness is kept constantly, feeling of servant of Mahārāj becomes firm. We went for darśan of Mahārāj and great muktas, after five days we returned home and if we feel that we stayed with Mahārāj and muktas for so many days and came back home getting separated from them- that understanding is not good. Devotees should not have such understanding and should understand that Mahārāj and muktas are always with us. They do not separate from us even for a moment. Knowing thus one should constantly remain attached to Mahārāj and great muktas by keeping sight inwardly- what is that attachment? It is to remember them, to remain looking at them, ponder on their words etc.– that should be done. Unless the sight is not inward, there is no nearness, our faults are not found and greatness of God’s devotees is also not understood. By inward sight, everything is near. Therefore, inward sight is that of God’s devotee, outward sight is that of non-devotee, and sight of betrayal is that of demon. Therefore, always keep inward sight. The one, who has faith in Mahārāj and great muktas, will be benefited in every way but nothing will be adverse for him. In happiness or agony, in loss or profit, in talk or in anyone’s saying or hearing- in all this it will be his favour. Therefore, he develops more and more faith in great muktas and Mahārāj and more and more love is developed. Therefore, he sticks to Mūrti more and more. He, who has known Mahārāj and great muktas as omniscient, will obey commands; he always fears them; so wrong thoughts will not arise and constantly he remembers that whatever he does is known by Mahārāj and great muktas. Mahārāj and great muktas are always with me and see everything so if I behave a little contrary to the commands, they will be very displeased with me and my efforts will be spoiled. If it remains thus, his fear will not allow any bad thought. What else will he do? Feeling of atheism will also be said to have been avoided then.” Then Bāpāśrī advised, “To prove our superiority we should not spoil relationship with anyone and should not do anything which may create enmity. Be cordial with all, because discordiality puts obstacle in worshipping God. Therefore, never oppose anyone. Even if one’s pride is hurt or his talk is disregarded, he should not care for it because we satsaṅgī have no use of it. Therefore tolerating someone’s insult, keep unity and remain humble with all. Constantly remember Mahārāj and there is a difference in association also. Always associate with virtuous. Do not keep separation with great muktas. Some associate outwardly, come near, go, sit, hear talk, ask questions but inwardly he is different; it is also called association. On the other hand someone associates by mind, deeds, words, pure feelings, selflessly associates is also called association. Therefore, one who wants to please God and who wants to fulfil himself should associate frankly by mind, deed and words and remain as servant’s servant so that Śrījī Mahārāj and great muktas will be pleased. And, he who associates with muktas will get very much joy and bliss by the grace of muktas. So there is constant joy and constant happiness and constantly remains in Mahārāj’s sevā. Just as little child fears of something runs to his father’s feet and takes shelter there. Similarly if attribute of māyā enters in to us, be alert and soon go in the shelter of great muktas, means just as children become free from fear under the shelter of parents. Similarly, we also become free from the fear of māyā under the shelter of muktas. Not a single attribute of māyā can sustain means it cannot give any agony.” ||95||