Gujarati / English

પછી બાપાશ્રી એમ બોલ્યા જે, શ્રીજી મહારાજની મૂર્તિમાંથી અપરંપાર તેજ છૂટે છે. તે તેજ અતિ શ્વેત છે, શાંત છે, શીતળ અને ઘાટું છે. તેમાં રહી જે મૂર્તિ તે ચંચળ છે. શ્રીજી મહારાજના રોમ તે શું? તો મૂર્તિમાંથી તેજની છટાઓ        છૂટે છે અને તેજના અનંત બંબ છૂટે છે. તે મૂર્તિને ચારે તરફ તથા સર્વે ઠેકાણે તેજની ઠઠ છે. તે સામસામી તેજની સેડ્યું દોઢે વળે છે અને અનંત તેજના ઢગલા છે, તે અપાર છે. એવી અલોકિક મૂર્તિમાં અનંત અનાદિમુક્ત રસબસ રહ્યા થકા પુરુષોત્તમના સંકલ્પે અહીં દેખાય છે. એવા મોટા અનાદિની પાસે આ લોકનું કાંઈ માગવું નહિ.”

એ ઉપર વાત કરી જે, “જેમ હીરા, માણેક, મોતી, ઝવેરાત, રત્ન, ચિંતામણિના વેપારીને કોઈક વેપારી તેની નબળી ચીજનો કોથળો ભરેલો જાળવવાને આપે તો તે મોટા ઝવેરાતના વેપારીને સારું ન લાગે, પણ તે મોટા વેપારી પોતાની મોટાઈ સામું જોઈને મહોબતે કરીને રાખે. તેમ શ્રીજી મહારાજના લાડીલા અનાદિ મહામુક્તને પોતાના દેહની રક્ષા કરવા તથા સકામપણામાં માયિક પદાર્થની ઈચ્છા પૂરી કરવા ભલામણ કરવી તે આ દૃષ્ટાંત દીધા બરોબર છે. વળી, આ જીવને જેટલો મહારાજનો અને મોટા મુક્તનો મહિમા હોય તેટલું સુખ આવે છે અને જેવો મહિમા સમજાય તેવું થવાય છે. માટે મોટાને વિષે આપોપું રાખવું તથા આત્મબુદ્ધિ કરવી તેથી મોટાને સુખે સુખ અને મોટાને દુ:ખે દુ:ખ થાય. સદ્. સ્વામી નિર્ગુણદાસજીએ દેહ મૂક્યો ત્યારે કેટલાકને દુ:ખ થયું હતું; આત્મબુદ્ધિ એવી કરવી.”

પછી બોલ્યા જે, “જ્યાં પહોંચાડવાના છે ત્યાં જ્યારે પહોંચાડશું ત્યારે મહિમાની ખબર પડશે. આપણે તો સ્વામિનારાયણના ગીત ગાવાં. તરવાર માથામાં મૂકે તો પણ ગાવાં અને સાધુ, સત્સંગી, હરિભક્ત કોઈનો અપરાધ ન કરવો. ભગવાનના ભક્તનો અપરાધ થઈ જાય તો જીવ નાશ થઈ જાય છે.”

પછી નારાયણપુરવાળા ધનજીભાઈએ પૂછ્યું જે, “બાપા! શ્રીજી મહારાજના સંબંધને પામેલા વૃક્ષને પરમ પદના અધિકારી કહ્યા છે, તો તે પાધરા ધામમાં જાય કે તેમને સત્સંગમાં આવવું પડે?”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “આવા જોગમાં આવે તો પાધરા અક્ષરધામમાં જાય; કેમ જે આ સભા દિવ્ય છે. આપણે તો પ્રેમમગન થઈ માનસી પૂજા કરવી, સેવા-ભક્તિ કરવી. તે પ્રેમ કેવી રીતે ઉત્પન્ન થાય?  તો અતિ હેતે કરીને મૂર્તિમાં જોડાય તો અંગોઅંગને વિષે પ્રેમ પ્રગટ થાય. અને જો શ્રવણ, મનન, નિદિધ્યાસથી આવી વાતો જીવમાં ઉતરી જાય તો જીવમાં સાક્ષાત્કાર થાય. લોચો પોચો રાખે તેથી  કામ ન થાય. એક તો વીસ ગાઉ ચાલે અને એક ચાર ડગલાં ચાલે તે સરખો ક્યાંથી આવે?

“અમારે ત્યાં ભુજમાં શામજીમલ હતા એ ખરેખરા મંડ્યા હતા તે હેતભર્યાં કીર્તન બોલતા આવે, ત્યારે કેટલાક હસે; તોપણ તેનું તેમને કાંઈ નહિ. પ્રથમ તો  એ ઘણા આકરા હતા, પણ ઓળખાણ થઈ ને મહારાજ તથા મોટાનો  દિવ્ય ભાવ આવ્યો ત્યારે બહુ સુખિયા થઈ ગયા. ભોળા ને વિશ્વાસી પણ એવા હતા તે બ્રહ્મચારી નિગુર્ણાનંદજીને ઘણીવાર કહેતા જે, ‘મને સેવા બતાવો.’ ત્યારે બ્રહ્મચારી કહે, ‘તમે શું સેવા કરી શકશો?’ ત્યારે તે કહે જે, ‘તમો કહો તે કરીશ.’ પછી એ બ્રહ્મચારીએ સભાનો દિવ્ય ભાવ સમજાવીને કહ્યું જે, ‘તમારે અહીં બેસીને હાથમાં પંખો રાખી સભાને વાયરો નાખવો ને એમ ધારવું જે શ્રીજી મહારાજ સભામાં પ્રત્યક્ષ બિરાજે છે અને વાયરેથી છોગું ફરકે છે.’ પછી તો તે એવી રીતે કરતા. જ્યારે બ્રહ્મચારી પૂછે  જે, ‘શામજીભાઈ! શું કરો છો?’ ત્યારે કહે, ‘મહારાજને પવન નાખું છું, તેથી શ્રીજી મહારાજનું છોગું ફરક ફરક થાય છે.’ એમ હેત થઈ જવાથી ને મોટાનો મહિમા જણાવાથી ભાવ સાચો હતો તે મુક્ત થઈ ગયા.”

તે વખતે મોહનભાઈએ પૂછ્યું જે, “બાપા! જીવને એવો ભાવ કેમ નહિ થતો હોય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટાનો વિશ્વાસ રાખે ને તે કહે તેમ કરે તથા મહારાજની આજ્ઞામાં મંડ્યો રહે તો એવો ભાવ આવે. માથકવાળા કલ્યાણસંગજીને પ્રત્યક્ષ દર્શનનું તાન હતું તે અમોએ મહારાજની મૂર્તિ પાસે લઈ જઈને કહ્યું જે, ‘જુઓ, આ ભગવાન ખરા કે નહિ?’ ત્યારે તે કહે, ‘હા. હવે મારી ખોટ ઓળખાણી.’ આમાં સમજવાનું એ છે કે મહારાજની મૂર્તિ છે તે મહારાજ પ્રત્યક્ષ છે, એવો દિવ્ય ભાવ સમજવો.”

રાત્રે મેડા ઉપર આસને બાપાશ્રીએ વાત કરી જે, “સેવકરામ નામનો સાધુ કૃતઘ્ની હતો, પણ મહારાજના હાથથી સેવા થઈ તેથી તેનો મોક્ષ થયો. ભગવાન કે સંત કોઈના અપરાધ સામું જોતા નથી. જે સેવા કરવાનું બતાવ્યું છે તે તો મોક્ષનો માર્ગ છે માટે આપણે સંતની સેવા કરવી ને સંત આપણી સેવા કરે. માવતર છોકરાંની સેવા કરે છે કે નથી કરતા? એમ ભગવાન અને સંત સેવા કરે છે. તે ચોરાસી લાખ ખાણથી જીવને છોડાવે છે, તેથી તેમનો મોટો પાડ માનવો. જીવ કેટલાય જન્મથી ભમે છે. કહો સંતો! ખરો સિધ્ધાંત છે કે ગપાટા દઈએ છીએ?”

પછી સાધુ મુક્તવલ્લ્ભદાસજીએ પૂછ્યું જે, “બાપા! સેવકરામે તો કૃતઘ્નીપણું કર્યું  હતું, તોય તેનો મોક્ષ કેમ થયો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ સેવકરામને અંત વખતે પણ મંદવાડ બહુ થયો હતો. એના શિષ્યો તે વખતે પાસે હતા, પણ તેની કોઈ સેવા કરી શક્યા નહિ. ત્યારે એ એમ બોલ્યો જે, ‘હું પ્રથમ વેંકટાદ્રિથી રામેશ્વર જતો હતો ત્યાં માર્ગમાં મને ઘણો મંદવાડ થઈ ગયેલ તેથી મારામાં ચાલવા જેટલી શક્તિ રહી નહિ તે ટાણે મને એક નીલકંઠ બ્રહ્મચારી મળ્યા હતા. તેમણે મારી બહુ ચાકરી કરી હતી. તમે આટલા બધા ભેગા થઈને તેમના હજારમા ભાગની પણ ચાકરી કરી શકતા નથી. અરે! હું કેવો અજ્ઞાની કે મેં એ બ્રહ્મચારીને તે વખતે ખાવાનું પણ આપેલ નહિ. અને તમે તો આ મઠના ધણી થઈ બેઠા છો, તોય મારી કોઈ સેવા કરતા નથી. અત્યારે એ નીલકંઠ બ્રહ્મચારી અહીં ક્યાંથી આવે? મેં એ વખતે બહુ ભૂલ કરી.’

“એમ મહારાજને સંભારી પસ્તાવો કરતો હતો, તે વખતે પોતાનું બિરદ જાણી મહારાજે તેજોમય દર્શન આપ્યાં ને બોલ્યા જે, ‘અમે તો ભગવાન સ્વામિનારાયણ છીએ ને તને તેડવા આવ્યા છીએ.’ ત્યારે તે સેવકરામ અતિ સ્નેહથી કહેવા લાગ્યો જે, ‘અહો! આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા!’ પછી તેના શિષ્યોને બોલાવીને કહ્યું જે, ‘આ ભગવાનનાં દર્શન કરો ને હવે સૌ એમનું ભજન કરજો.’ એમ કહી પ્રાર્થના કરવા લાગ્યો જે, ‘હે નીલકંઠ વર્ણી! તમને મેં આવા ભગવાન જાણ્યા નહોતા, તેથી મારો બહુ અપરાધ થયો. હવે મારો ગુનો માફ કરો.’ એમ પ્રાર્થના કરતો તે દેહ મૂકી ગયો.

“પછી શ્રીજી મહારાજે તેને સત્સંગમાં જન્મ ધરાવ્યો, પણ મહારાજને જરાય અન્ન આપેલ નહિ; તેથી તેને દેહ રહ્યો ત્યાં સુધી ખાવા-પીવાનું દુ:ખ બહુ રહ્યું હતું. પછી શ્રીજી મહારાજ તેને પોતાનો શરણાગત જાણી અંત વખતે દર્શન દઈ અક્ષરધામમાં તેડી ગયા; એવી મહારાજની દયા છે. માટે એવો સર્વોપરી દૃઢ  નિશ્ચય કરવો. જો શ્રીજી મહારાજની દિવ્ય તેજોમય મૂર્તિ ધારે તો નિશ્ચયમાં કસર ન કહેવાય. એમ ધારવાથી સાક્ષાત્કાર થઈ જાય.”

પછી એમ બોલ્યા જે, “કેટલાંક મંડળ અક્ષરધામમાં પહોંચાડે તેવી વાતો કરે, અને કોઈક તો અક્ષરધામમાંથી પાછા ખણી લાવે તેનું કેમ કરવું? બધાય લૂગડાં સારાં પહેરે તેથી શું ખબર પડે? પણ રાજાને ઓળખવો જોઈએ. જો ઓળખે તો કામ થાય. એમ જેણે પુરુષોત્તમ નારાયણનો સર્વોપરી નિશ્ચય નથી કર્યો, ત્યાં સુધી એ જીવ આડો-અવળો ધોબીના કૂતરાની પેઠે વલખાં મારે છે. તે કૂતરે એમ નિશ્ચય કરેલો કે આ ભીના પગવાળો તે મારો ધણી છે, પણ બીજી કાંઈ ખબર નહિ. પછી ચોમાસામાં સર્વેના પગ ભીના જોઈ એકબીજાની કેડે દોડી દોડી મરી ગયો; તેમ ન કરવું. પુરુષોત્તમ નારાયણને ઓળખીને દૃઢ નિશ્ચય કરવો. તેમ સંતને પણ ઓળખવા જોઈએ, પણ રૂડાજીના ભદ્દરની પેઠે ન કરવું. ઉપાસના દૃઢ ન હોય તો એવું થાય.

“આપણા ધણી કેવડા છે! તોય પણ કેટલાક ચાલોચાલ સત્સંગ કરે છે, તેને ખબર પડતી નથી. તેને તો સાધુ-અસાધુનીયે ખબર નહિ, અવતાર-અવતારીની પણ ખબર નહિ; એમ ન કરવું. મોટા મુક્તને ઓળખવા, નહિ તો ક્યાંય ને ક્યાંય અટકી રહે. દેવલોકમાં, વૈકુંઠમાં કાં તો ગોલોકમાં જ્યાં ત્યાં અટકી રહે પછી આ બધું હાથ ન આવે. મુદ્દો હાથ ન આવ્યો હોય તો એવું થાય.

“સુખ તો એક મહારાજની મૂર્તિમાં જ છે, તે વિના બીજે ક્યાંય નથી. જેને આ લાભ હાથ આવે તે તો મૂર્તિમાં થીજી જાય, સુખિયો થઈ જાય. આપણે સત્સંગમાં એ કરવા બેઠા છીએ. મોટા અનાદિમુક્તને મન સોંપવું એ કાંઈ રમતવાત નથી. મોટા સંત એ વાત સમજાવે છે, તેથી સંતને મોક્ષના દ્વારરૂપ કહ્યા છે. માટે બત્રીશ લક્ષણે યુક્ત સંત હોય એ અક્ષરધામની વાત કેમ ન કરે? સાડા ત્રણ કરોડ રૂંવાડે રૂંવાડે સ્વામિનારાયણ બોલાય છે. ચમક દેખી લોહ ચળે તેમ  અનુભવજ્ઞાને કરી મૂર્તિનું સુખ લેવું. પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં જોડાવું.

“જે શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડાવે એ સાધુ ખરા. આ નક્કી કરવું જોશે; હરામના સમ ખાઈને કરવું જોશે. સંત તથા હરિભક્ત મોટા કહેવાતા હોય, પણ આટલું તો જરૂર કરવું પડે. મૂર્તિ વિના માયાનું આવરણ ટળે તેવું નથી. માયા ત્રિગુણાત્મક છે. એ મલિન ગુણનો સંબંધ ન રાખવો. સત્સંગમાં દાસના દાસ થઈને રહેવું, તે વિના તો કોઈ જરા ગોદો મારે તો ચમકી જાય એવું છે. સરકારે હજારો રૂપિયાના કાગળો છપાવી દીધા તે ચાલે છે, કેમ કે આ લોકમાં તેની સત્તા છે; તેમ શ્રી પુરુષોત્તમ નારાયણ તો અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે, તે ધારે તેમ કરી શકે. મૂર્તિ રાખ્યા વિના સાજો જન્મારો એમને એમ નીકળી જાય, પણ કામ ન થાય.

“સત્સંગમાં ઘણો માલ છે. મોતી, ઝવેરાત, હીરા ભર્યા છે. જે માલ ખપે તે મળે છે. તેમાં જો ખપવાળો થઈને એક નંગ લે, તો નગરશેઠિયો બની જાય. આ જોગ ને વખત સારો છે. જમાડનારા તો તૈયાર છે, પણ જમનારા જોઈએ. મહારાજની મૂર્તિ  વિના ઘડી પણ રહેવું નહિ. મહારાજનો પ્રતાપ બહુ જબરો છે. એ પ્રતાપે શું ન થાય? છ મહિનામાં સિદ્ધ કરવું હોય તો થઈ જાય. રાત-દહાડો મૂર્તિમાં ઝીલતો રહે તે આનંદમાં રહે. કેટલાક જળમાં પડે તોય કોરા રહી જાય, એવા જીવના સ્વભાવ છે. આ વર્તમાન કાળે શ્રીજી મહારાજની બહુ દયા છે તેથી મૂર્તિમાં રહે તે સુખિયો થઈ જાય છે. વ્યવહારમાં થોડો રહે તેનું કાંઈ નહિ, પણ ભગવાનની આજ્ઞામાં તો રહેવું જ. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ ને સ્થૂળ, સૂક્ષ્મ, કારણ તથા ભૂત, ભવિષ્ય, વર્તમાન એ સર્વે કાળમાં મૂર્તિમાં જ રહેવું. આ વાત સર્વેને માટે છે; કેમ કે મહારાજ ને મુક્ત સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજે છે.

“હીરા, માણેક, મોતીની  દુકાનમાં ભાગ રાખે તેને બહુ લાભ મળે  અને તે શેઠિયો થઈ જાય; પણ હળદર–મરચાની દુકાનમાં ભાગ રાખે તો આખા દિવસમાં બે-ચાર આના મળે, તેમાં શું? માટે ખરેખરો સત્સંગ કરવો. ત્રો, ત્રો ન કરવું, એમાં કાંઈ વળે નહિ. મોટા સદગુરુ કેવા! મોટા હરિભક્ત કેવા! જોગ અને ટાણું સારું છે, કહેનારા સારા છે. આ ટાણે જે ખપે તે લેતા જાય. આવા મહારાજ, આવા મુક્ત, આવી સભા, આ સર્વે અક્ષરધામનો સાજ છે.”  II ૯૭ II

Then Bāpāśrī said, “Luminescence emits limitlessly from Mūrti. That luminescence is very white, calm, cool, and thick. The Mūrti in it is lively. What is the pore of Śrījī Mahārāj? Luminescence emits like jet from Mūrti. Mass of luminescence is everywhere and around that Mūrti in all direction. Rays of luminescence bend and dash against one another and there are infinite heaps of luminescence- it is boundless. In such divine Mūrti infinite Anādi muktas dwell and remain engrossed in it and they are seen here by the saṅkalpa of Puruṣottam. We should not ask anything of this world from such great Anādi. To elaborate the point Bāpāśrī said that if some businessman gives a bag full of ordinary things to the businessman who deals in diamonds, rubies, pearls, jewellery, jewels, chiṅtāmaṇi, etc., that big businessman of jewellery would not like it but he will keep it because of the friendship and looking at his own greatness. Similarly, to recommend for fulfilment of māyik objects being fruit for, to ask for protecting our body to Anādi Mahā Muktas who are beloved of Śrījī Mahārāj- the above cited example of the businessman fits here. Moreover, this jīva gets happiness as much as he has understanding of greatness of muktas and Mahārāj and he becomes as he understands the greatness. Therefore, we should keep oneness and should have ātmabuddhi (one’s own wisdom and intelligence) with muktas so that we become happy with the happiness of muktas and unhappy with unhappiness of muktas. When Sadguru Swāmī Nirguṇdāsjī left his body many became very sad- have such ātmabuddhi (one’s own wisdom and intelligence). Greatness will be known when I will take you to the place where your destination is. We should always sing songs of Swāmīnārāyaṇa and even if someone threatened with sword, we should continue singing and should not commit any fault of a saint, a satsaṅgī, a devotee. If fault of God’s devotee is committed, jīva will be perished.

          Dhanjībhāī of Nārāyanpar asked Bāpāśrī, “Trees which have relationship with Śrījī Mahārāj are said to be entitled for the salvation. Whether will they go directly to Akṣardhām or have to come in satsaṅg?” Bāpāśrī said, “Those who come in such contact go directly to Akṣardhām because this assembly is divine. We should perform mental worship, sevā with deep love. How will that love be created? If one gets attached to Mūrti with very much love, love will be developed in every part of body and if such talks go deep in jīva by hearing, pondering, constant study, etc. there will be realisation in jīva, if he keeps it loose, nothing can be done. How can we compare the one who walks forty miles with the one who walks only four steps? There was Śāmjīmal of Bhuj in our region who was sincerely doing upāsanā. Whenever he could come, he used to sing devotional songs with love- at this some would make mockery of it but he would not mind it. In the beginning he was very quarrelsome but after coming in contact with me and when he had divine feeling for Mahārāj and muktas he became very joyful. He was straightforward and trusting too. He would often ask Brahmachārī Nirguṇānaṅdjī to show him any sevā. Brahmachārī would ask him what kind of sevā he could do. He would say whatever he would ask. Then Brahmachārī explained him the divine feeling of the assembly and asked him, to take a fan in his hand and blow wind with the fan to cool the assembly and you should think that Śrījī Mahārāj himself sits in the assembly and tassel of His turban moves by the wind of the fan. Then he used to do thus. When he was doing, he would say, he was fanning Mahārāj so a tassel of Śrījī Mahārāj moves. Thus by developing love and understanding greatness of muktas and as his faith was true, he became mukta. At that Mohanbhāī asked Bāpāśrī, “Why jīva does not have such feeling?” Bāpāśrī said, “If it trusts muktas and does as they tell and continues to remain in the commands of Mahārāj, it will have the same feeling. Kalyāṇasaṅgjī of village Māthak was very much eager to get physical darśan. I took him to Mūrti and asked him if it was real God or not. He agreed. He added that he recognised his shortcoming. In this we have to understand that Mūrti means Mahārāj Himself is there- try to have such divine feeling.”

          At night Bāpāśrī, sitting on upper storey of the temple talked. He said, “A sādhu named Sevakrām was ungrateful but as Mahārāj did his sevā, he was liberated. God or saint ignores guilt of everybody. It has been asked to do sevā which is the path of salvation. Therefore, we should do sevā of saint and saint will do our sevā. Parents do sevā of children, do not they do? Similarly God and saint do sevā. They make jīva free from the cycle of birth and death, we should be very much thankful to them. The jīva wanders since many births.” Bāpāśrī got his statement confirmed by saints and asked them if it was real principle or boasting. Then saint Muktavallabhdāsjī asked, “Bāpā! How did Sevakrām get salvation even though he was ungrateful?” Bāpāśrī said, “Sevakrām was seriously ill at the time of his death. His disciples were beside him but could not do his sevā. Then Sevakrām said that when first time he was going from Veṅkaṭādri to Rāmeśvar , he became very ill on the way and he became so weak that he could not walk. At that time, he met one Nīlkaṇṭha Brahmachārī. That Brahmachārī did much service of him. Whereas at present there are many disciples but they are unable to do service even a thousandth part of the service which Brahmachārī did. Alas! How much ignorant he felt for himself and repented that at that time he did not give any food to that Brahmachārī. Whereas the disciples had become master of the math (temple) even then they were not doing any service. He remembered Nīlkaṇṭha Brahmachārī but how he could come. He said that he had made a great mistake at that time. While he was repenting thus by remembering Mahārāj, Mahārāj gave him luminous darśan even by forgetting His state and told him that he was Lord Swāmīnārāyaṇa and had come to fetch him. Then Sevakrām said with deep love, “Oh! Lord Swāmīnārāyaṇa has come. Then he called his disciples and told them to have darśan of God and told them, all should worship Him. Then he prayed and said oh! Nīlkaṇṭha Varṇī! I did not know you as such Lord, so it is my big guilt and forgive my guilt. He left the body offering prayer thus. Then Śrījī Mahārāj made him take birth in satsaṅg but since he had not given any food to Mahārāj, so till his death he was short of food. Then Śrījī Mahārāj, knowing him as surrendered gave him darśan at the time of death and took him to Akṣardhām. Such is the mercy of Śrījī Mahārāj. Therefore, firmly determine His supremacy. If one meditates on Śrījī Mahārāj’s divine luminous Mūrti, there will not be shortcoming in determination. By meditating thus, there will be realisation.” Then Bāpāśrī said, “Several groups talk that one will be taken to Akṣardhām, whereas others bring him from Akṣardhām- what to do about it? All wear good clothes so how can they be recognised? But the king should be recognised. If he is recognised, work will be done. He who has not determined supremacy of Puruṣottamnārāyaṇa is searching here and there in vain like the washerman’s dog. That dog had determined that the one with wet legs is its owner, but did not know anything else. Then in monsoon it saw legs of all to be wet, and ran after one after the other and ultimately died. Do not do like that. Recognise Puruṣottamnārāyaṇa and determine firmly. Similarly saints should also be recognised but should not do like Ruḍājī’s completely shaven head. If upāsanā is not firm, it will happen like that. How big our Master is even then some do ordinary satsaṅg– they do not know. They do not even know sādhu or asādhu, Incarnation-Incarnator-  do not do thus. Recognise great muktas, otherwise he may stop anywhere- may stop in Devlok, in Vaikuṇṭha or in Golok, then this all will not come in his hand. If the real thing is not got, it will happen thus. Happiness is only in Mūrti, nowhere else. The one who has got this benefit will freeze in Mūrti, will be happy. We are in satsaṅg for that purpose. It is not a child’s play to surrender mind to great Anādi muktas. Great saints explain it so they are called form of door of liberation. The saint having thirty two characteristics   is bound to talk about   Akṣardhām. The name of Swāmīnārāyaṇa is chanted at thirty five million thin hair on body. Magnet attracts iron, similarly, take happiness of Mūrti with experiential knowledge. Get attached to Puruṣottamnārāyaṇa’s Mūrti. The one who gets you attached to Mūrti is a real saint. This has to be decided. This will have to be done by hook or crook. Saints and devotees are called great but this much has to be done. The covering of māyā is not avoidable without Mūrti. Māyā has three attributes. Do not keep relationship with those polluted attributes. We should remain in satsaṅg as servant’s servant, otherwise we will not be able to tolerate anything. The Government has printed notes of thousands of rupees and they are valid because it has got the backing of authority. Similarly, Puruṣottamnārāyaṇa is the king’s king of infinite cosmoses- He can do what He wants. The whole life may pass as it is without Mūrti but the goal is not achieved. Satsaṅg is invaluable- it contains pearls, jewellery, diamonds, etc. One can get whatever he wants. If needy takes only one jewel, he will become the most wealthy person of his town. This time and opportunity is good. The host is ready but guest is needed. Do not remain without Mūrti even for a moment. Capacity of Mahārāj is beyond words so what is impossible? If one wants to be self-realised it can be done within six months. The one who remains in Mūrti round the clock will be in happiness. Some remain dry even in water- such is the nature of jīva. In the present time Śrījī Mahārāj shows much mercy so one who remains in Mūrti will become happy. It does not matter if he takes a little part in worldly affairs, but he must remain in the command of God. One should remain in Mūrti in three states viz. awakened, dream, subconscious; in three bodies viz. physical, subtle and causal; and in all three phases of time viz. present, past and future. This is applicable to all, because Mahārāj and muktas themselves remain present in satsaṅg. One who keeps share in the business of diamonds, rubies, pearls, will have much benefit and he will become a rich man. But if he keeps share in business of turmeric or chillies, how much will he get? Therefore, do real satsaṅg. Do not complain. It is of no use. How great sadgurus are! How great devotees are! The time and opportunity is good. The preacher is good. Take whatever you want at this time. Such Mahārāj, such muktas, such assembly- all this is adornment of Akṣardhām.” || 97 ||