Gujarati / English

ફાગણ વદ-૧૪ને રોજ સવારે મેડા ઊપર નિત્યવિધિ કરીને બાપાશ્રી સંત-હરિભક્તોને મળ્યા.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, “બાપા! આ હરિભક્તો કહે છે કે અમારા પર રાજી રહેજો.”

ત્યારે બાપાશ્રી કહે, “આથી રાજીપો કેટલો ખપે?  આપણે આ બધું દિવ્ય ભાવમાં જોવું ને ઘરમાંજ રહેવું. તે ઘર કયું? તો મહારાજની મૂર્તિ.”

એમ કહી અતિ પ્રસન્ન થકા બાપાશ્રી વાત કરવા લાગ્યા જે, “ભગવાનના ભક્તને પોતાના સ્વરૂપનો તપાસ કરવો. શ્રીજી મહારાજે   ઢેઢના છોકરાને સો વાર આત્મા કહેવરાવ્યું, પણ જ્યારે પૂછ્યું ત્યારે કહ્યું જે,  ‘બાપજી, હું તો ઢેઢ છું’;  એમ ન કરવું. ઢેઢ મટી જાવું. અને ઝળળ ઝળળ તેજોમય દિવ્ય સ્વરૂપ બનાવી મૂર્તિ સાથે  રસબસ ભાવે સુખિયા રહેવું. પ્રકૃતિના કાર્યને ખોટું કરે તે એકાંતિક. પરમાત્માને પધરાવીને સાજી સભા તે મૂર્તિ સાથે જુએ તે પરમ એકાંતિક. પછી મૂર્તિની ખુશબો આવી ત્યારે તેને અનુભવજ્ઞાને  કરીને મૂર્તિમાં જોડ્યો એટલે મૂર્તિરૂપ થયો; તો પણ સુખનું દાતા-ભોક્તાપણું રહે છે, સ્વામી-સેવકપણું રહે છે. ચમક લોહને ખેંચે તેમ મૂર્તિમાં ખેંચાય છે. ગરુડ ઊડ્યો પછી અટક્યો એટલે મહારાજ એકલા ઊડ્યા. ગરુડથી પહોંચાણું નહિ કેમ જે તેને અનુભવજ્ઞાન નહોતું. આપણે મહારાજને એકલા ઊડવા દેવા નહિ, પણ ભેગા ઊડતા શીખવું.”

પછી બોલ્યા જે, ‘મહંત કોણ? તો ભગવાનને ઓળખાવે અને મૂર્તિમાં રહે તે. જીવને પંચવિષય છે તે વિઘ્નરૂપ છે તેને ઓળખવા જોઈએ. અને નેત્ર-શ્રોત્રાદિકને તો ભગવાનની મૂર્તિમાં જોડી દેવા, નહિ તો મોટી ખોટ આવે. જેના ઘરમાં ભગવાન નહિ તેના ઘરમાં મોટા મોટા કામ-ક્રોધાદિક સર્પ રહે છે; માટે આપણે તો એક ભગવાનની જ મૂર્તિ રાખવી અને જે એ મૂર્તિ રાખે તેને આવરણ ટળી જાય. શ્રીજી મહારાજના કહેવાણા હોય તેની તુચ્છ જેવા દોષ ફજેત કરી કિંમત કરાવે તે ઠીક નહિ. જેમ હીરા-મોતીના હારની ચણોઠીએ કિંમત કરી તેમ આપણી કિંમત બીજા પાસે ન કરાવવી.

“આપણે તો મહારાજના જેવું બીજે ક્યાંય હેત થવા દેવું નહિ. રાખનાં પડીકાંમાં શું માલ છે! પણ જીવને અજ્ઞાન ભર્યું છે તેથી ખબર પડતી નથી, નહિ તો ભગવાનના જેવો બીજે ક્યાંય આનંદ થાય નહિ. આ તો વાચ્યાર્થ જ્ઞાન છે. તે જ્યારે લક્ષ્યાર્થ થાય ત્યારે સુખિયા થવાય. કેવી રીતે? તો સર્વે વિષયવાસના મૂકીને ભગવાનને તથા મોટા મુક્તને વળગી પડે. તે વિના પિંડ-બ્રહ્માંડમાં કાંઈ છે જ નહિ એવું કરી નાખે ત્યારે બીજે ક્યાંય માલ માનીને આનંદ પામે જ નહિ. આપણને બહુ જ મોટો લાભ મળ્યો છે.

“આવા સમયમાં ખોટનો વેપાર કરવો નહિ. ખરા ગરજું થઈને પોતાનું પૂરું કરી લેવું. ભગવાનના ભક્તનો અવગુણ ન આવે ને એનો દ્રોહ ન થાય એવો ખટકો રાખવો. વાસના બહુ ભૂંડી છે. એ તો જમપુરીએ લઈ જાય. આપણે આવી વાતનો વિચાર ઘણો રાખવો. અવગુણથી બહુ બીવું. આ સભા અક્ષરધામની છે. તેના અવળા સંકલ્પ થઈ જાય ત્યારે શું કમાણા? આ ટાણે બહુ ભારે કામ થાય છે. જે જોઈએ તે આ સભામાં છે. આ સંત-હરિભક્ત સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે. માટે કોઈને વિષે ભાવ ફરે નહિ એવી સૂરત રાખવી. મહારાજની મૂર્તિમાં સર્વે સુખ છે. મૂર્તિને મૂકીને ક્યાંય સુખ નથી. બીજે સુખ મનાય છે તે જ અજ્ઞાન છે. મૂર્તિને રાખ્યા વિના તો કોઈ નોરમાં ચડી જવાય તે ઠેકાણું પણ ન રહે.”

પછી સંતો સામું જોઈને બોલ્યા જે, “સંતો! તમારે ને અમારે સહુને એમ જ રહેવાનું છે. તમે તો સદાય તે મૂર્તિરૂપી માળામાં જ રહો છો, પણ અમારે વ્યવહારિકને કઠણ ખરું. ખટકો તો બેયને રાખવો જોઈએ. જો તમારામાં ખટકો ન રાખે તોય કેટલાંય વિઘ્ન થાય. ચેલો, પદાર્થ, આસન, પૂજા, પ્રતિષ્ઠા વગેરે વિઘ્નરૂપ થઈ પડે. અને અમારે દ્રવ્ય, છોકરા, ખેતર, મેડી અને સંબંધી એ સર્વે વિઘ્ન કરે, માટે એ વિઘ્નમાંથી ઊગરવાને મહારાજ રાખવા. તે ઉપાય બહુ જ જબરો છે; માટે મહારાજને ભૂલવા નહિ. આજ મહારાજ ને મોટા સૌને સુખિયા કરે છે. જુઓને! આવી સભા ક્યાંય છે? આવી વાતો ને આવી દિવ્ય સભા તથા આવું સુખ સ્વામિનારાયણ ભગવાનના ઘર વિના બીજે ક્યાંય નથી. એક સત્સંગમાં જ છે. આપણે તો એ અખંડ અવિનાશી વરને મુખ્ય રાખવા. વર મહારાજ ને જાનૈયા મુક્ત. તે જો વર ન રાખે તો કોઈ જમવા આપે નહિ.”

પછી કડીવાળા દલસુખભાઈએ પૂછ્યું જે, “બાપા! વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે, ‘માનવાળા તો કોઈ નભી શક્યા નથી.’ તે માન ટાળવાનો કોઈ ઉપાય હશે કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “માન ક્યાંથી ટળે? તન, મન, ધન અને અનેક જન્મનાં કર્મ તે ભગવાનને આપવાના તેમાં કર્મ આપે છે, તન ન આપે, મન ન આપે ને ધન પણ ન આપે. આ તો એકલા કાંકરા આપે છે, તે એકલા કાંકરા કોણ લે? ઘઉં ભેળા હોય તો ચાલે. તેમ એકલાં કર્મ કોણ લે? તો પણ મહારાજ ને મોટા તો જીવને બહુ જ સુખિયા કરે છે અને સ્વભાવ મુકાવી મૂર્તિના સુખમાં મૂકી દે છે.

“આ સમયમાં બહુ લાભ છે. માયિકમાંથી માયિક સુખ મળે છે તો દિવ્ય મૂર્તિમાંથી દિવ્ય સુખ મળે તેમાં શું કહેવું? પણ અંતરાય ન રાખે તો સુખ લેવાય. મહારાજ ને મોટા મુક્ત તો જીવને કેવળ સુખ દેવા જ પધાર્યા છે. બીજું કાંઈ એને કામ નથી, પણ માન રાખે તો મોટા રાજી ન થાય. ‘મોહનવરને માન સંગાથે વેર.’ માન એવું છે કે બધાંય સાધન થોડીકવારમાં બગાડી દે અને આ સભામાંથી ક્યાંય જતું રહેવાય. જ્યાં સુધી ત્રણ ગુણમાં વર્તાય છે ત્યાં સુધી સુખ આવે જ નહિ; માટે સર્વેને દિવ્ય સુખ લેવાનો આગ્રહ રાખવો. મોટા મુક્ત તો તરત એ સુખ પમાડે એવા છે. પછી ઝળળ ઝળળ તેજમાં મહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંય સુખ મનાય જ નહિ. એ સુખ તો અતિ અલોકિક છે. એ મૂર્તિમાં સુખ, સુખ અને સુખ જ છે તે સુખનો જે પારખું થયો હોય તેને ખબર પડે.”  II ૯૮ II

On the day of Fāgaṇa Vad 14th, in the morning Bāpāśrī met saints and devotees after completing his daily routine of rituals, etc. Swāmī Īśvarcharaṇadāsjī said to Bāpāśrī, “These devotees say that be pleased on them.” Bāpāśrī said, “How much more do they want than this? We should see everything in divine feeling and reside in home? Which is that home? It is Mūrti. Bāpāśrī showing his pleasure began talking. He said, “God’s devotee should examine his self. Śrījī Mahārāj made a boy of harijan caste say hundred times the word ‘soul’. But, when he was asked the boy replied that he was harijan- do not do thus. Forget the caste of harijan and remain happy by making own self, bright luminous divine and remaining engrossed with Mūrti. The one who makes the work of Prakṛti false is ekāṅtik. The one who installs God in his heart and sees Mūrti along with the assembly of muktas is param ekāṅtik. When the fragrance of Mūrti unites him, he got attached to Mūrti by experiential knowledge so he became the form of Mūrti. Even then the relationship of  giver-receiver of bliss, and the master-servant relationship does remain. param ekāṅtik is attracted to Mūrti just as iron is attracted to magnet. The eagle flew and then stopped so Mahārāj flew alone. The eagle was incapable because it had no experiential knowledge. We should not allow Mahārāj fly alone but should learn to fly with Him. Then Bāpāśrī asked a question, “Who is Mahaṅt? He who remains in Mūrti and makes us know God. Jīva has five sensual objects which are obstacles and they should be recognised. Our sight and hearing senses (eye, ears, etc.), etc. should be joined with Lord’s Mūrti, otherwise it is the biggest drawback. A house in which there is no God is the residing place of snakes like, passion, anger, etc. Therefore, we should keep only Lord’s Mūrti and he who keeps that Mūrti is free from māyā’s covering. Those who are called Śrījī Mahārāj’s devotees are supposed not to loose their prestige by having trivial faults. And by lowering the prestige we should not get our valuation made by others. Just as necklace of diamond and pearls is valued by chaṇoṭhī (kind of plant). We should not have our love elsewhere as we have with Mahārāj. What is the value of the packet of ash! But jīva is full of ignorance, it does not know, otherwise the joy which you find in God is no where else. This knowledge is vāchyārtha (in theory only). When it becomes lakṣyārtha (practical or real) one will become happy. How? Giving up all sensual objects he would stick to God and great muktas. He would think that there is nothing in the body and in the world. When he does so, he will not get joy anywhere else, thinking that there is nothing elsewhere. We have got much benefit. We should not do the business of loss in this time. Be needy and get oneself fulfilled. Take care that no fault is found in God’s devotee or he is not betrayed. Passion is very bad. It will take one to yampurī (abode of God of death). We should think much about such talks. Have much fear of faults. This assembly is that of Akṣardhām. If we have adverse thoughts about it, what shall we gain? So much is being done at this time. Whatever one wants is there in this assembly. This saint, devotees are all Mūrti’s of Brahma, therefore, our feeling should not vary for anyone- try to be careful. There is all kind of happiness in Mūrti. There is no happiness anywhere without Mūrti. If happiness is believed to be elsewhere, it is ignorance. Without keeping Mūrti one will go to astray and he will have no direction.” Then looking at the saints Bāpāśrī said, “You and I have to remain in equal state. You always dwell in Mūrti but for me having household duties, it is difficult. Alertness should be kept for both. If there is no alertness in saint there will be certain obstacles such as disciple, objects, sitting mat, worshipping kit, reputation, etc. For a householder (and in my case) money, children, farm, house and relatives are all obstacles. Therefore, to overcome those obstacles, keep Mahārāj with us. That is a very powerful remedy. Therefore, Mahārāj should not be forgotten even for a single moment. Today Mahārāj and muktas make all happy. Just see! Where is such assembly? Such talk and divine assembly and such happiness is not anywhere else excepting at the house of Lord Swāmīnārāyaṇa- it is only in satsaṅg. We should keep that constant immortal bridegroom. Bridegroom is Mahārāj, and muktas are the members of bridegroom’s party. If bridegroom is not with us nobody will give us meal.”

          Then Dalsukhbhāī of village Kaḍī asked, “Bāpā! In Vachanāmṛt Mahārāj has said that those having pride are unable to continue. Is there any remedy  to avoid pride?” Bāpāśrī replied, “It is difficult to give up pride. The body, the mind, wealth and deeds of many births are to be given to God but one gives only deeds (karmas) and does not give the body, mind, and even the wealth. One gives only pebbles- who will take only pebbles?  If they are with wheat, it is all right. Similarly, who will take only deeds? Even then Mahārāj and muktas make the jīva very happy and make it avoid nature and put it in the bliss of Mūrti. There is much benefit in the present time. One gets māyik happiness from māyā, so if he gets divine happiness from the divine Mūrti, where is doubt in it? If he does not keep the distance, happiness can be got. Mahārāj and great muktas have come to give only happiness to the jīva. They do not have any other work but if one has pride, muktas will not be pleased. ‘Mohanvarne mān saṅgāthe ver’ (God has enmity with pride). Pride has such attribute that all means are spoiled in no time and it takes one far away from this assembly. Until you are under the control of three attributes happiness will not come. Therefore, everyone should insist to take divine happiness. Great muktas are such that they give such happiness immediately. Thereafter one will not believe that there is happiness anywhere except in the bright luminescent Mūrti of Mahārāj. That happiness is supernatural, beyond words. In that Mūrti, there is only happiness and it is known only to the one who has experienced to appreciate.” || 98 ||