Gujarati / English

સવારે સભામાં બાપાશ્રીએ વાત કરી જે, “શ્રીજી મહારાજને રાજી કરવા માટે એ દિવ્ય મૂર્તિનું ધ્યાન જરૂર કરવું પડશે.”

ત્યારે હીરાભાઈએ પૂછ્યું જે, “બાપા! ધ્યાન કરવા બેસીએ છીએ તે થોડીવારમાં  જાણે કેટલીય વાર થઈ ગઈ. અંતરમાં આગ્રહ તો હોય, પણ કલાકના કલાક બેસી શકાતું નથી એનું કારણ શું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિમાં જોડાવાનો ખરેખરો આગ્રહ નથી અને આગ્રહ છે તોપણ તે વાચ્યાર્થ છે. જીવને ખપ તો હોય, પણ ખપમાં ફેર છે. જુઓને! હીરો ખોવાણો હોય તો રાત્રિ-દિવસ શોધ્યા કરે અને તે ન જડે ત્યાં સુધી કેવો વ્યાકુળ થઈ જાય! તેમ આગ્રહ હોય તો ધ્યાનમાં બેસાય. પછી ધ્યાન કરતાં સમુદ્રના જેવા તરંગ ઊપજે છે તે પણ મટી જાય. માટે ધ્યાન કર્યા સિવાય છૂટકો નથી. એ તો જરૂર કરવું પડશે. તે જો ખરેખરો આગ્રહ રાખીને ધ્યાન કરવા મંડે તો ત્રણે  શરીર ટળી જાય ને મહારાજનો સાક્ષાત્કાર તરત થાય; એવો મૂર્તિનો પ્રતાપ છે.

“આજ મહાપ્રભુનું સુખ બહુ જ સોંઘું છે, મહારાજની મૂર્તિનું અનુભવજ્ઞાન તેના ફુવારા છૂટે છે તે જ્ઞાનથી મહારાજ ને મુક્ત મૂર્તિમાં ખેંચી લે છે.  તે સુખ અનાદિ, સનાતન, અનંત ને અપાર છે. જેને એક મહારાજને સુખે સુખિયા થવું હોય તેને તો એ સુખ તરત આવે એવું છે. પણ માંહી બીજું રહી જાય છે તેથી  એ સુખ મળતું નથી. રોટલો તથા શેરડીનો કૂચો બેય ભેળું થાય એટલે સુખ ક્યાંથી આવે? આ સભામાં તો મહારાજ, અનાદિ, સંત, હરિભક્ત સર્વે છે. આ દિવ્ય સભા છે. આ સભાની વાત શું કહેવી? મહારાજ કહે છે કે, ‘આ સભાનું કર્યું સર્વે થાય છે.’ આ સર્વે દિવ્ય મૂર્તિઓ છે. આ મુક્ત તો ગૌમુખી ગંગા છે તે ગૌમુખીમાંથી મહારાજનું સુખ આવે છે; માટે મહિમા સમજીને તેમનો જોગ કરવો.

“જેમ ગૃહસ્થને દ્રવ્યની ને પુત્રની આલોચના રહે છે,  તેમ આપણે મહારાજની આલોચના રહે તો મૂર્તિ સન્મુખ થઈ જવાય; માટે ઘણો જ વિચાર જોઈએ. તેમાં પણ કોઈ પ્રકારનો અહંકાર આવવા દેવો નહિ. મૂર્તિથી જુદા પડવું નહિ. મૂર્તિમાં રહીને સર્વે ક્રિયા કરવી, તે પણ પ્રસન્નતા માટે કરવી, તેથી કચરો ને કંચન સમાન થાય છે; એવી રીતે વર્તે તે જ સાધુ કહ્યા છે. માટે શબ્દને બારોબાર રજા દેવી નહિ. આપણે મોટી વસ્તુ લેવી છે તેથી શૂરવીર થઈને આજ્ઞારૂપી કોટમાં રહીને અંતરશત્રુને જીતીએ ત્યારે મહારાજની મૂર્તિ મળે. ત્યાગીને ધર્મામૃત ને નિષ્કામશુધ્ધિ પ્રમાણે રહેવું અને ગૃહસ્થ હરિભક્તને શિક્ષાપત્રી પ્રમાણે રહેવું; તો શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ આવે, પણ તે વિના આવે નહિ. તે વિના સુખની આશા કરે છે તે સર્વે વલખાં છે.

“આપણે મહારાજનો અને અનાદિ મહામુક્તનો મહિમા તથા જશ ગાતા જઈએ જે આવા ગોપાળાનંદ સ્વામી, આવા મુક્તાનંદ સ્વામી, આવા બ્રહ્માનંદ સ્વામી, આવા ગુણાતીતાનંદ સ્વામી, આવા નિષ્કુળાનંદ સ્વામી,  એ આદિક મોટા મોટા તપ કરીને નિર્વાસનિક થઈને સુખિયા થઈ ગયા. પણ તેમણે તો જેમ જનુની ઓસડ ખાઈને બાળકને નિરોગી કરે છે; તેવી રીતે પોતે તપ કરીને, ભક્તિ કરી ને મુમુક્ષુને બળિયા કર્યા અને મોટા મુક્તોને રાજી કરવાની તથા મહારાજને પામવાની  રીત  દેખાડી. એ મહા મુક્તો મૂર્તિમાં રસબસ રહેતા ને સદાય એ સુખ ભોગવતા, તોપણ આપણા મોક્ષને અર્થે  એમણે સર્વે કરી દેખાડ્યું એમ જાણવું.”  II ૯૯ II

In the morning assembly, Bāpāśrī said, “To please Śrījī Mahārāj one will have to meditate on that divine Mūrti.” Hīrābhāī asked Bāpāśrī, “Bāpā! We sit for meditation but after some time it seems that so much time has passed. There is much desire inside but we cannot sit for hours together- what is the reason of it?” Bāpāśrī said, “In fact there is no real desire to join Mūrti and even if it is there it is only in vāchyārtha (words). Jīva has need but need differs. Just see! If diamond is lost one will search for it day and night and till it is not found how much disturbed he will become! Similarly if there is such insistence one can sit in meditation; so there is no way out but to do meditation- it will have to be done. While meditating ripples like the waves of sea rise, they also subside. If there is real desire and starts meditating, all the three bodies become deserted and there will be realisation of Mahārāj soon- such is the power of Mūrti. Today bliss of Mahāprabhu is easily available. The jets of experiential knowledge of Mūrti emit- by that knowledge Mahārāj and muktas attract devotee in Mūrti. That happiness is Anādi (without an end and beginning), eternal, limitless and infinite. He who wants to be happy in the happiness of Mahārāj that happiness is such that it comes immediately, but unfortunately, there remains something else inside so that happiness cannot be had. If bread and waste of sugarcane are together how can there be happiness? In this assembly there are all viz. Mahārāj, Anādi, saints, devotees, etc. This assembly is divine. What to say about this assembly? Mahārāj says that everything happens according to the wishes of this assembly. These are all divine Mūrtis. These muktas are gaumukhī Gaṅgā. From that gaumukhī bliss of Mahārāj comes. Therefore, get attached to them understanding their greatness. Just as a householder has affection for wealth and son, similarly if we have affection for Mahārāj, we can have closeness with Mūrti, so it requires much thinking. Do not bring any kind of ego in it. Do not get separated from Mūrti. Do all activities remaining in Mūrti, that also should be done for pleasure. So refuse and gold become equal. He who behaves only thus is called a saint. Therefore, do not allow words to fall on deaf ears. We have to achieve a big thing so be brave, remain in the bounds of commands and win inner enemies, so that we get Mūrti. The renunciate should follow the Dharmāmṛt and Niṣkāmśuddhi and the householder devotee should remain according to Śikṣāpatrī, so that bliss of Mūrti will be experienced, otherwise not. One, who hopes happiness without it, is all in vain. We should sing song praising reputation and greatness of Mahārāj and Mahā muktas like Gopālānaṅd Swāmī, Muktānaṅd Swāmī, Brahmānaṅd Swāmī, Guṇātitānaṅd Swāmī, Niṣkulānaṅd Swāmī, etc. who became happy by doing penance by becoming passionless. But they themselves by doing penance and by doing worship made Mumukshus strong just as a mother takes medicine to keep her child healthy.  They showed the way to achieve Mahārāj and to please great muktas. Those great muktas remained engrossed in Mūrti and always enjoy that happiness, even though they did it for the sake of our liberation- know thus.” ||99 ||