Gujarati / English

એક સમયે બાપાશ્રી દહીંસરા કેશરાભાઈને ઘેર પધાર્યા.

ત્યાં કેશરાભાઈએ કહ્યું જે, “બાપા, આપની ગગીનું સગપણ ઝીણોભાઈ આ ગામમાં કરી ગયા છે. તેનું તો અમે પાણી પણ પીતા નથી, એવા આચારભ્રષ્ટ છે.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “આપણે સારે ઠેકાણે આવતી કાલે સગપણ કરીશું તે તમે પરમ દિવસે જાણશો.”

એમ કહીને સવારે વૃષપુર પધાર્યા ને તે દીકરીને માતા નીકળ્યાં. તેની પાસે બાપાશ્રી તથા ગામના હરિભક્તો તથા નારાયણપુરના જાદવજીભાઈ તથા પ્રેમજીભાઈ આદિ ફરતાં ગામોના કેટલાક હરિભક્તો રાત્રે બેઠા હતા.

તે વખતે બાપાશ્રીએ તે દીકરીને કહ્યું જે, “તારે ધામમાં જાવું છે કે મટાડવું છે?”

ત્યારે તે બોલી જે, “ઠેઠ મહારાજ પાસે મૂકો તો જાવું છે.”

પછી તેને કહ્યું જે, “અમારા સામું જોઈ રહે.”

પછી તે દીકરી બાપાશ્રી સામું જોઈ રહી અને દેહ પડી ગયો ને ધામમાં મૂકી દીધી. અને બે દીકરાઓને પણ માતા નીકળ્યાં હતાં તે મેડા ઉપર સૂતા હતા.

તેમને પૂછ્યું જે, “તમારી બહેનને તો ધામમાં મૂકી દીધી ને તમારે જાવું હોય તો વગર સાધને ઠેઠ મૂકી દઈએ.”

ત્યારે તે દીકરા બોલ્યા જે, “કલ્યાણ તો તમે મળ્યા ત્યારથી થઈ જ રહ્યું છે, પણ અમારે આપની સેવા કરવાની ઈચ્છા છે.”

પછી તેમને રહેવા દીધા.  II ૫૭ II

 

Once, Bāpāśrī came to Dahīṅsarā at Keshrabhāī’s house. Keshrabhāī said to Bāpāśrī, “Zīṇābhāī got your daughter engaged in this village but we do not even drink their water because they are of corrupt character.” Bāpāśrī said, “We shall arrange engagement with a good family tomorrow and you will know it day after tomorrow.” Saying so, Bāpāśrī came to Vṛṣpur in the morning and the daughter suffered small-pox. Beside her Bāpāśrī, devotees of the village, Jādavjībhāī Premjibhāī, etc. of Nārāyaṇpur and devotees from near by villages were sitting at night. At that time Bāpāśrī asked the daughter if she desired to go to Akṣardhām or get the disease remedied. She said that she was willing to go provided she was put directly near Mahārāj. Bāpāśrī asked her to look at him and she did so and left the body. Bāpāśrī put her in Akṣardhām. Two sons were also affected by small-pox. They were sleeping on the upper storey. Bāpāśrī said, “Your sister has been put in Akṣardhām and if you also want to go, you can be put directly without doing any means.” Sons said, “Liberation is already under process since you met us, but we want to do your sevā.” Bāpāśrī let them remain in this world. || 57 ||