Gujarati / English

મોરબીના ફોજદાર સાહેબ કાળુભાને સ્વામી શ્વેતવૈકુંઠદાસજીએ કહ્યું જે, “તમે વર્તમાન ધારો.”

ત્યારે તેમણે કહ્યું જે, “શ્રીજી મહારાજ અને બાપાશ્રી મને દર્શન આપે તો કંઠી બાંધું.”

પછી તે માંદા થયા. તેમને શ્રીજી મહારાજ તથા બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, “તમારી આયુષ્ય પૂરી થઈ છે, પણ તમને રાખવા છે ને તમે કંઠી બાંધજો.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા.

પછી તે સાજા થયા ને મંદિરમાં આવીને વર્તમાન ધરાવ્યાં. પછી જ્યારે બાપાશ્રી સંઘે સહિત છપૈયે જતા હતા ત્યારે મોરબીથી ગોવિંદભાઈ તથા કાળુભા રાજકોટમાં આવીને મળ્યા.

પછી કાળુભા બોલ્યા જે, “તમે મને મંદવાડમાં દર્શન આપ્યાં હતાં ત્યારે તો તેજોમય દેખાયા હતા.” એમ કહીને બીજી વાર મળ્યા.

અને એમને બાપાશ્રીએ ફેર વર્તમાન ધરાવીને પ્રસાદીની કંઠી આપી અને બોલ્યા જે, “અમે તમને તેડવા આવશું.”

પછી બાપાશ્રી મૂળી ગયા અને તે બન્ને મોરબી ગયા. તેમણે દેહ મૂક્યો ત્યારે બાપાશ્રી ઘણાકને દર્શન આપી તેડી ગયા હતા.  II ૮૩ II

 

Kalubha, the fojdar shaheb (P.S.I.) of Morbi who was asked by Śvetvaikuṇṭhdāsjī Swāmī to take vow of vartamān. He said if he was given darśan by Śrījī Mahārāj and Bāpāśrī he would tie their Kaṇthī. Then he became ill. Śrījī Mahārāj and Bāpāśrī gave him darśan and told him that his life span was over but he was to be kept, he should tie kaṇthī and then disappeared. He became all right and took the vow of vartamān in the temple. When Bāpāśrī was going to Chhapaiyā along with the group (sangh), Goviṅdbhāī and Kalubha came to Rajkot from Morbi and met Bāpāśrī. Kalubha said that when he was given darśan in illness, he appeared luminous. Saying so, they met again and Bāpāśrī once again gave him vow of vartamān and gave kaṇthī of prasādī and told him that he would come to fetch him.  Bāpāśrī went to Muḷī and both of them went to Morbi. When he left the body, Bāpāśrī gave darśan to many and fetched him. || 83 ||