Gujarati / English

સંવત ૧૯૪૨ની સાલમાં બાપાશ્રી છસો હરિભક્તોના સંઘે સહિત કચ્છથી મૂળી આવ્યા, ને ત્યાં બે રસોઈઓ આપી. ત્યાં બાપાશ્રીને સમાધિ થઈ હતી. પછી જ્યારે સંઘ ગઢડે ચાલ્યો ત્યારે સમાધિમાંથી તો જાગ્યા, પણ માંદા થઈ ગયા; તેથી જઈ શક્યા નહિ. તેમની સેવામાં મુક્તરાજ રત્ના ભકતના પૌત્ર કાનજી ભક્ત રહ્યા. જ્યારે સંઘ ગઢડે પહોંચ્યો ત્યારે મુ. ધનબા ડોસીને શ્રીજી મહારાજ તથા મુક્તોનાં દર્શન થતાં.

તે વાત કેશરાભાઈને જગાડીને કરી જે, “આજ શ્રીજી મહારાજ અનંત મુક્તોએ સહિત અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીને તેડવા મૂળીએ ગયા, તે સત્સંગમાં આપણું મોટું સુખ ગયું.”

ત્યારે કેશરાભાઈ કહે, “મા! હું તમારો દીકરો છું. તે તમારા જેટલું તો ન જાણું, પણ એટલું તો મને નક્કી છે જે આપણું સુખ નહિ જાય; કેમ કે મૂળીથી આપણે ચાલ્યા ત્યારે બાપાશ્રીએ મને કહ્યું છે કે, ‘અમે જરૂર ગઢડે આવશું.’ તેથી જો મહાપ્રભુજી આવ્યા હશે તોપણ તેડી નહિ જાય.” એમ વાત કરીને સૂઈ ગયા.

બીજે દિવસે બાપાશ્રીને શરીરે ઠીક થયું એટલે કાનજી ભક્તને સાથે લઈને ગઢડે જવા નીકળ્યા.

જ્યારે ગઢડું અડધો ગાઉ દૂર રહ્યું ત્યારે કેશરાભાઈએ સર્વે સંઘને કહ્યું જે, “બાપાશ્રી આવે છે, માટે ચાલો આપણે સામા જઈએ.”

એમ કહી હરિભક્તો સહિત સામા ચાલ્યા તે ગામ બહાર ભેગા થયા. ત્યાં સૌને મળ્યા ને બહુ પ્રસન્નતા જણાવી સંઘે સહિત બે દિવસ ગઢડામાં રહી મહારાજના મહિમાની ઘણીક વાતો કરી ઘણા સંત-હરિભક્તોને સુખિયા કર્યા.

ત્યાંથી ધોળેરા થઈ ધોળકે આવ્યા. તે વખતે જેતલપુરમાં મોટા સંત સદગુરુ શ્રી ધ્રુવાનંદ સ્વામીને દેહ મૂકવા સમયે શ્રીજી મહારાજ તેડવા આવેલા ત્યારે બાપાશ્રીએ મહારાજની પ્રાર્થના કરી જે, “આ સંઘ બે દિવસમાં જેતલપુર પહોંચી જશે માટે સ્વામીશ્રીને બે દિવસ રાખો તો આ સંઘને સંભારવા થાય.” એવાં વચન સાંભળી શ્રીજી મહારાજે ધ્રુવાનંદ સ્વામીને રાખ્યા. જ્યારે સંઘ ધોળકેથી જેતલપુર પહોંચ્યો ત્યારે જસા ભક્ત મંદિરની વાડીમાં રહેતા હતા. તેમને શ્રીજી મહારાજ માણકી ઘોડી પર બેઠેલા ને વતું વધેલું એવાં દર્શન થયાં.

ત્યારે જસા ભક્તે કહ્યું જે, “મહારાજ! તમે આવા દૂબળા કેમ દેખાઓ છો? ઘોડી પણ દૂબળી જણાય છે, વતું પણ વધેલું છે તેનું શું કારણ?”

ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, “આ કચ્છનો સંઘ જ્યારથી નીકળ્યો છે ત્યારથી અમે એમના ભેળા ચાલીએ છીએ. એ સંઘ મોટો બહુ છે અને કેડા મોર સૌ ચાલે છે તેથી કોઈ તેમને લૂંટી ન જાય તેમ માર્ગ પણ ન ભૂલે એટલા માટે સાથે જ રહીએ છીએ તેથી તમને આવા દેખાઈએ છીએ.”

એટલામાં તો સંઘ જેતલપુર જઈ પહોંચ્યો ને સર્વેને દર્શન થયાં. પછી બે દિવસ રહીને જ્યારે અમદાવાદ તરફ ચાલવાની તૈયારી કરી ત્યારે સ્વામીશ્રીએ અદભૂત પ્રતાપ જણાવી દેહત્યાગ કર્યો. તે વખતે ચંદનની વૃષ્ટિ થઈ તે સર્વત્ર સુગંધ સુગંધ થઈ રહ્યો. તે ચંદનની ગોળીઓ કરીને સંઘમાંના કેટલાક મનુષ્યોએ લઈ લીધી હતી તે હજી પણ છે.

પછી સંઘ અમદાવાદ આવ્યો ને ત્યાં રસોઈઓ આપી. અને બાપાશ્રી ઠાકોરજીનાં દર્શન કરી સ્વામી શ્રી નિર્ગુણદાસજીના આસને દર્શને ગયા.

ત્યાં સ્વામીને દંડવત કરીને મળ્યા ત્યારે બાપાશ્રી કહે, “સ્વામી! ઘણા દિવસે દર્શન થયાં.”

ત્યારે સ્વામીએ કહ્યું જે, “વૃષપુરમાં અણદા ભક્તે દેહ મેલ્યો ત્યારે તમે પાસે બેઠા હતા તે વખતે તમારા ભત્રીજા ગોવિંદ ભક્તને બહુ તેજ દેખાણું તે તેજ દેખીને બીન્યા તેમને તમે ધીરજ આપીને કહ્યું જે, ‘આ તો મહારાજનું અને મુક્તનું તેજ છે.’ પછી આપણે અણદા ભક્તને તેડી ગયા, તેને બે મહિના થયા છે અને ઘણે દહાડે ભેગા થયા એમ કેમ કહો છો?” ત્યારે બાપાશ્રી હસ્યા.

પછી સ્વામીશ્રીએ કહ્યું જે, “અણદા ભક્તની મહાપથારી હતી તે ઠેકાણે શ્રીજી મહારાજ સંવત ૧૮૬૨ની સાલમાં થાળ જમ્યા હતા ત્યાં ઓટો કરાવજો.”

પછી જ્યારે બાપાશ્રી કચ્છમાં પધાર્યા ત્યારે તે ઠેકાણે ઓટો કરાવ્યો છે.

બીજે દિવસે સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને આસને મહારાજના મહિમાની વાતો થતી હતી. સભામાં બાપાશ્રી પણ બેઠેલા હતા, તેથી સભા મોટી થઈ હતી. ત્યાં અમદાવાદના શેઠ ચીમનલાલભાઈ તથા વકીલ સોમેશ્વરભાઈ આદિ હરિભક્તો આવીને સ્વામીને પગે લાગીને આગળ બેસતાં જાય ને બાપાશ્રી પાછા ખસતાં જાય.

તે જોઈને સ્વામીશ્રી બોલ્યા જે, “તમે પગે લાગી લાગીને નજીક બેસો છો અને આ અનાદિમુક્ત પાછા ખસતાં જાય છે તેમની તમે મર્યાદા સાચવતા નથી, પણ એ કેવા છે? તો જેતલપુરમાં સદ્. શ્રી ધ્રુવાનંદ સ્વામીને મહાપથારીમાંથી મહારાજને કહીને રખાવ્યા ને ચંદનની વૃષ્ટિ કરાવી એવા છે. શ્રીજી મહારાજ આ મુક્તનું માને છે. એવા મોટા છે તેમને તમે ગણતા નથી ને આગળ આગળ આવીને બેસો છો, પણ આ તો અનાદિ મહામુક્ત છે. તેમને શ્રીજી મહારાજે અનંત જીવોના મોક્ષને માટે મોકલ્યા છે.”

એવાં સ્વામીશ્રીનાં વચન સાંભળી ચીમનલાલ શેઠ આદિ સૌ ઊઠીને બાપાશ્રીને દંડવત કરી પ્રાર્થના કરવા લાગ્યા જે, “અમે તમને બીજા હરિભક્ત જેવા જાણીને મર્યાદા ન રાખી એ અપરાધ દયા કરીને માફ કરો.”

પછી સ્વામીશ્રીને પણ પ્રાર્થના કરીને ચીમનલાલ શેઠે કહ્યું કે, “એમને મારી ભલામણ કરો જે મને અક્ષરધામમાં લઈ જાય.”

પછી સ્વામીશ્રીએ બાપાશ્રીને કહ્યું જે, “આ જીવ તમારો છે તેને અંત વખતે સંભાળી લેજો.”

ત્યારે બાપાશ્રી કહે જે, “બહુ સારું, આપનું વચન માથે ચડાવશું.”

પછી ચીમનલાલ શેઠને બાપાશ્રીને વિષે ઘણું હેત થઈ ગયું તેથી હાથ જોડી વિનય કરી બાપાશ્રીને પોતાને ઘેર તેડી ગયા ને પુત્રની ઈચ્છા જણાવી.

તેમનાં વિનયવચનથી બાપાશ્રી રાજી થઈને બોલ્યા જે, “મહારાજ તમારી ઈચ્છા પૂરી કરશે. આપણે તો શ્રીજી મહારાજને ઘડીએ વિસારવા નહિ.”

એ આશીર્વાદથી તેમને હાલમાં જેઠાલાલભાઈ પ્રોફેસર છે તે દીકરા થયા.  II ૧ II

 

In Saṁvat year 1942, Bāpāśrī along with group (sangh) of six hundred devotees came to Muḷī temple from Kutch and there two meals (rasois) were offered for Ṭhākorjī and saints. There Bāpāśrī went into trance. When group started for Gaḍhaḍā Bāpāśrī woke up from trance (Samādhi) but became ill, so he could not go. Kanji Bhakta the grand-son of Ratnā Bhakta stayed for the sevā of Muktarāj (Bāpāśrī). When the group reached Gaḍhaḍā Muktarāj Dhanba doshi had darśan of Śrījī Mahārāj and muktas. She got Keshrabhāī waken up and told that matter and said that Śrījī Mahārāj along with infinite muktas went to Muḷī to fetch Anādi Mahā Mukta Bāpāśrī-it is a loss of great happiness for us in satsaṅg. Keshrabhāī said, “Ma! I am your son so I cannot know as much as you know but it is sure for me that our happiness will not be over because when we started from Muḷī, Bāpāśrī had told me that he would come to Gaḍhaḍā definitely, so even Mahāprabhujī would have come, he would not fetch him.” Saying so, he went to bed. On the next day when Bāpāśrī felt better, he started for Gaḍhaḍā with Kanji Bhakta. When Gaḍhaḍā was about a mile away, Keshrabhāī told the whole group that Bāpāśrī was coming so they should go to receive him. Saying so devotees started with Keshrabhāī and gathered outside the village. There Bāpāśrī met all and showed his much pleasure and stayed in Gaḍhaḍā along with the group for two days and gave many talks about the greatness of Mahārāj and there made saints and devotees happy. From there the group came to Dholka via Dholera. At that time Śrījī Mahārāj had come to fetch great Saint Sadguru Śrī Dhruvanand Swāmī at the time of last journey in Jetalpur. At that time Bāpāśrī requested Mahārāj to keep Swāmīśrī for two days as the group would reach Jetalpur within two days and thereby the group could remember. Hearing such words Śrījī Mahārāj kept Dhruvanand Swāmī for two days. When the group reached Jetalpur from Dholka, Jasa Bhakta was living in the farm of the temple. He had darśan of Śrījī Mahārāj with beard sitting on Manki mare. Jasa Bhakta asked Mahārāj, “Why do you look so weak- the mare also seems weak- moreover beard is not shaved- what is the reason of it?” Śrījī Mahārāj said, “I go along with the group of Kutch since it had started. That group is very big and while walking the whole group could not remain together so I remained with them lest somebody may rob them or may loose the path- so I look thus.” In the meanwhile the group reached Jetalpur and all had darśan. After two days when the group (sangh) was getting ready for going to Amdāvād, Swāmīśrī showed his wonderful power and left the world. At that time there was rain of sandal and everywhere there was fragrance. Some among the group made tablets from that sandal and they are still there. Then the group came to Amdāvād and offered meals. Bāpāśrī went to the seat of Swāmī Śrī Nirguṇdāsjī after having darśan of Ṭhākorjī. He prostrated before Swāmī and met him and told him that he (Bāpāśrī) had darśan after many days. Swāmī said that when Anda Bhakta breathed his last in Vṛṣpur, you were sitting near him and at that time your nephew Govind Bhakta saw too much luminescence and seeing that he was afraid. You consoled him and told him that, it was luminescence of Mahārāj and mukta, then, we fetched Anda Bhakta. Only two months have passed since then and why do you say that we met after many days. Then Swāmīśrī told Bāpāśrī to build a raised platform as a memorial at the place where Anda Bhakta breathed his last because at that place Śrījī Mahārāj had eaten thāḷ in Saṁvat year 1862-it would be memorial. When Bāpāśrī came to Kutch he got a memorial built.          On the next day the talks about the greatness of Mahārāj was taking place where Sadguru Śrī Nirguṇdāsjī Swāmī was sitting. Bāpāśrī was also there in the assembly. So the assembly became very big. There Chimanbhāī Śeṭh of Amdāvād and advocate Someshwarbhāī, etc. devotees would come, prostrate before Swāmī, sit in the front and Bāpāśrī was moving behind. Seeing this Swāmīśrī said, “You are prostrating and sitting in the front and this anādi mukta goes on moving behind. You are not keeping his respect but he is such that in Jetalpur he made Sadguru Śrī Dhruvanand Swāmī who was breathing his last remained in this world by requesting Mahārāj and showered rain of sandal. Śrījī Mahārāj honours this mukta. He is such great and you have no regard for him and sit in front but this is Anādi Mahā Mukta. He has been sent by Śrījī Mahārāj to liberate infinite jīvas.”Hearing such words of Swāmī, Chimanbhāī Śeṭh, etc. got up, prostrated before Bāpāśrī and prayingly said that they considered him like other devotees and did not keep his respect- “please pardon us for the guilt with your mercy.” Then Chimanlal Śeṭh requested Swāmī to recommend him so that he could be taken to Akṣardhām. Then Swāmīśrī told Bāpāśrī that, that jīva was his and at the time of his death remember him. Bāpāśrī agreed and said that his words would be kept in heart. Then Chimanlal Śeṭh developed much love for Bāpāśrī and politely requested him and took him to his house and showed the desire for a son. Bāpāśrī was pleased with his polite words and told him that Mahārāj would fulfil his wish. We should never forget Śrījī Mahārāj even for a moment. With that blessing he had a son named professor Jethalalbhāī. || 1 ||