Gujarati / English

વૃષપુરના અણદા ભક્ત કેરાઈ બાપાશ્રી અંતર્ધાન થયા તે વખતે પોતે પાસે હતા તે ઘણા ઉદાસ થઈ ગયા ને મનમાં એમ સંકલ્પ કરે જે અંત સમયે બાપાશ્રી બોલ્યા નહિ.

એટલામાં બાપાશ્રી તેમને દર્શન દઈને બોલ્યા જે, “ઉદાસી થાઓ મા, લાવો જમીએ.”

પછી તેણે વાલબાને કહ્યું જે, “બાપાશ્રી સારું જમવાનું લાવો.”

પછી થાળ લાવ્યા તેમાંથી એક ગ્રાસ જમ્યા ને જય સ્વામિનારાયણ કહીને અદૃશ્ય થઈ ગયા.  II ૧૦૪II

Anda Bhakta Kerai of Vṛṣpur was present at the time when Bāpāśrī left for Akṣardhām and remembering that he became very sad and had a saṅkalpa that Bāpāśrī did not speak at the time of his last time. Soon Bāpāśrī gave him darśan and asked him not to be sad and asked him to bring meals. He told Valba to bring food for Bāpāśrī. Then thāḷ was brought and from it Bāpāśrī ate only one mouthful and disappeared after saying Jay Swāmīnārāyaṇa. || 104 ||