Gujarati / English

અષાડ વદ-૧ ને રોજ બાપાશ્રીને ઘેર વાલબા, રામપુરનાં કાનબા, પ્રેમબા, નારાયણપુરનાં અમરબા, મેઘપુરનાં અમરબા આદિ ઘણાં બાઈઓ શોકાતુર થઈ વિલાપ કરતાં હતાં.

તે વખતે શ્રીજી મહારાજની તથા બાપાશ્રીની મૂર્તિ તેમને ઘેર હતી તે મૂર્તિમાંથી બાપાશ્રી જેવા પોતે હતા તેવા મનુષ્ય આકારે દર્શન આપીને બોલ્યા જે, “રુદન શું કરો છો? અમે તો સદાય છીએ જ. તમે શોકમાં ને શોકમાં તેર દિવસથી અમને જમાડવા પણ ભૂલી ગયાં છો. માટે થાળ લાવો; જમીએ.”

પછી પ્રેમબાએ ઊઠીને થાળ તૈયાર કરીને આપ્યો, તે જમીને બોલ્યા: “હવે તૃપ્ત થયા.”

પછી બોલ્યા જે, “કાર્ય મોટું આદર્યું છે તે કાર્ય તો અમારે નીવેડવું છે તે શા માટે ફિકર કરો છો?”

એમ મૂર્તિમાંથી પ્રગટ થઈને શોક નિવૃત્ત કર્યો.  II ૧૦૭ II

On the day of Ashadh Vad 1st at the house of Bāpāśrī Valba, Kanba and Premba of Rāmpur, Amarba of Nārāyaṇpur, Amarba of Meghpur, etc. ladies were crying in grief. At that time Mūrti of Śrījī Mahārāj and Bāpāśrī was at their house, Bāpāśrī gave darśan in the human form from Mūrti as he was and asked why they were crying and added that he was always there and in grief they have forgotten to feed him for the last thirteen days. He asked them to bring thāḷ so he could eat. Premba prepared thāḷ and gave it to Bāpāśrī. After finishing meals Bāpāśrī said that his hunger was satiated. Then Bāpāśrī added that the big work had been taken in hand and that is to be done by him. So, why they should worry? Thus coming out of Mūrti, Bāpāśrī freed them from grief. || 107 ||