Gujarati / English

એક સમયે અણદા કેરાઈ બાપાશ્રીના કાર્ય વીત્યા પછી વૃષપુરના મંદિરની ઓસરીમાં ઉદાસ થકા બેઠા હતા, તેવામાં બાપાશ્રી સદાય બેસતા તે તકિયા ઉપર લૂગડું ઓઢી વિરાજમાન થયેલા એવાં દર્શન થયાં.

પછી મુખારવિંદ પરથી લૂગડું કોરે કરીને અણદાભાઈને કહ્યું જે, “અમે તો સદાય છીએ, છીએ ને છીએ જ; માટે જતા રહ્યા એમ ન જાણશો.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા.

એવી રીતે પોતાને વિષે હેતવાળા હરિભક્તને ઘણીવાર પોતાનું પ્રત્યક્ષપણું જણાવતા.  II ૧૦૯ II

Once, Anada Kerai was sitting sadly in the porch of Vṛṣpur temple after Bāpāśrī’s rituals were over. At that time he had darśan of Bāpāśrī in the same way in which he used to sit on a cushion covering cloth around his body. Then Bāpāśrī put aside the cloth from his face and called Andabhāī and told him that he was always there so do not think that he had gone away. Saying so, Bāpāśrī disappeared. Thus Bāpāśrī used to show his presence to devotees having love for him. || 109 ||