Gujarati / English

સંવત ૧૯૮૪ના શ્રાવણ વદ-૬ને રોજ સવારે બે વાગે વૃષપુરમાં બાપાશ્રીની ત્રણે વાડીમાં ચંદનનો વરસાદ થયો ને ભેગો અત્તરનો સુગંધ પણ હતો તેની ખબર વદ સાતમને રોજ સાંજના સાત વાગે પડી. પછી સભામાં સદગુરુઓ તથા સંત-પાર્ષદ તથા દેવરાજભાઈ આદિ ઘણા હરિભક્તો આશરે પચાસેક હતા. તે જાદવા આશાએ બાપાશ્રીના ઘેરથી કણજરા આદિનાં ઘણાં પાંદડાં ઉપર ચંદન વળગેલું એવાં લાવીને મૂક્યાં. તેને જોઈને સૌ ઘણું આશ્ચર્ય પામ્યા. પછી તરત વરસાદ થયો તે બધું ધોવાઈ ગયું. પછી સંત-હરિભક્તો તેવે ટાણે વાડીમાં ગયા, પણ હાથ ન આવ્યું ને અંધારું થઈ ગયું તે કોઈ કોઈને દેખે નહિ. પછી બાપાશ્રીનો પૌત્ર હરજીભાઈ કેળનાં પાંદડાં ઉપર વરસાદથી ધોવાતાં ધોવાતાં થોડું રહી ગયેલું તે લાવ્યા; તેને જોઈને સૌને ઘણો આનંદ થયો.

પછી તે દિવસે રાત્રિએ રામજી કરસન જેસાણીને બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું કે, “ચંદન વરસાદ તો અમે છઠના બપોરે બે વાગે કર્યો હતો, પણ તમો સર્વેએ બીજે દિવસે જાણ્યું છે. અને આવતી કાલે આઠમને દિવસે કાકરવાડીમાં ચંદનનો વરસાદ કરીશું; જેને જોવું હોય તે જજો.”

વળી તે દિવસે રામજીને કોઈક દ્વેષબુદ્ધિવાળાએ પાણીમાં ઝેર પાયું તે બહુ ચડ્યું ને ગળુ બંધ થઈ ગયું, પણ બાપાશ્રીએ ઊલટી કરાવી. પછી સાંજે આરતી થયા કેડે મંદિરમાં તેમને લાવ્યા અને સ્વામીશ્રી વૃંદાવનદાસજીને કહ્યું જે, “આને કાંઈક વળગાડ જેવું લાગે છે તે પાઠ કરો.”

પછી સ્વામી બોલ્યા જે, “તેને વળગાડ નથી; એમને કોઈકે ઝેર પાયું છે. ઘેર જઈને ખૂબ ઘી પીઓ.”

પછી ઘેર જઈને ઘી પાયું એટલે તુરત બોલવા માંડ્યો ને સાજો થઈ ગયો.

પછી વદ સાતમની રાત્રે બાપાશ્રીએ દર્શન દીધાં તે સમે વરસાદની તથા આ ઝેરની વાત કરી કે, “તુંને ઝેર બહુ આકરું દીધું હતું; થોડીક મુદ્દતમાં પ્રાણ નીકળી જાય એવું હતું, પણ અમોએ ઊલટી કરાવીને સ્વામી વૃંદાવનદાસજી દ્વારે ઘી પાવાનું કહ્યું. માટે હવે ભૂલીશ મા. જ્યાં ત્યાં પાણી પીવું નહિ ને ખાવું નહિ.”

પછી તે કહે જે, “બાપા! એ તો મારે ન ચાલે; માટે રક્ષા કરજો, નહિ તો મને ધામમાં વહેલા લઈ જજો.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “અમે તારી રક્ષા કરતા આવીએ છીએ.”

એમ કહીને અદૃશ્ય થઈ ગયા.  II ૧૧૪ II

In Saṁvat year 1984, on the day of Shravan Vad 6th, at two o’clock there was rain of sandal in three farms of Bāpāśrī in Vṛṣpur and there was also fragrance of attar and this news came to be known on the day of 7th, at seven o’clock in the evening. In the assembly there were about fifty persons including Sadgurus, saints, pārṣad, Devrājbhāī, etc. and many devotees. Jadva Asha brought leaves of kanjara, etc. trees which were covered with sandal from Bāpāśrī’s house and put them before assembly. All were surprised to see it. Then soon it rained and everything was washed away. Then saints and devotees went to the farm but nothing came in their hands and it became dark and nobody could see one another. Then Bāpāśrī’s grand-son Harjībhāī brought some sandal which was left behind on the leaves of banana tree after washing away from the rain water. All were very much pleased to see it. On that day Bāpāśrī gave darśan to Rāmjī Karsan Jesani at night and told him that rain of sandal was done by him at two o’clock in the afternoon on 6th, (chhath) but all of them came to know on the next day and added that on the next day i.e. on the day of 8th (atham) he would rain sandal in Kakarvadi. Whosoever wants to see could go and see. On that day some jealous person added poison in the water meant for Rāmjībhāī. It had much effect on his throat and he could not speak but Bāpāśrī made him vomit. Then in the evening he was brought to the temple by his family after āratī was over. They told Swāmī Vṛṅdāvandāsjī that it seemed he had been affected by spirit so do some recitation path. Swāmī said there was no effect of spirit on him but somebody had poisoned him. He was advised to take much ghee. He went home and was given ghee so he began to speak soon and became all right. On the day of Vad 7th, Bāpāśrī gave him darśan at night and told him about the poison and rain of sandal and added that poison was very strong and it would have cost his life. Bāpāśrī said that he made him vomit and through Swāmī Vṛṅdāvandāsjī therapy of ghee was suggested. Bāpāśrī advised him not to forget and not to drink or eat anywhere. He said to Bāpāśrī it was not possible for him and requested to protect him otherwise to take him to Akṣardhām early. Bāpāśrī told him that he was always protected and saying so disappeared. || 114 ||