Gujarati / English

એક સમયે કરાંચીના મિસ્ત્રી નાજુભાઈનાં બહેન સાકરબાઈને કંઠમાળના દરદની પીડા વધુ જણાતાં શ્રીજી મહારાજને તથા બાપાશ્રીને સંભાર્યા.

પછી બાપાશ્રીએ દર્શન આપી કહ્યું જે, “આજ ૧૧ વાગે મહારાજ ને અમે તમને તેડી જઈશું.”

તે વખતે લીરૂબાએ તેમને પૂછ્યું જે, “શ્રીજી મહારાજ તથા બાપાશ્રીનાં દર્શન થાય છે?”

ત્યારે તે કહે જે, “હા, મહારાજ ને બાપા આ રહ્યા. મને ૧૧ વાગે તેડી જશે; ત્યાં સુધી મારી પાસે રહેજો.”

તે ૧૧ વાગ્યા એટલે જય સ્વામિનારાયણ કહી દેહ ત્યાગ કરી દીધો. તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા.  II ૧૧૬ II

Once, Sakarbai the sister of Mistry Nājubhāī of Karāchī had much pain because of disease of goitre (kanthmal)so she remembered Śrījī Mahārāj and Bāpāśrī. Bāpāśrī gave her darśan and told her that she would be fetched by Śrījī Mahārāj and himself at eleven o’clock that day. At that time Liruba asked her if she was having darśan of Śrījī Mahārāj and Bāpāśrī. She nodded and said Mahārāj and Bāpāśrī were there and she would be fetched at eleven o’clock; so she asked her to stay with her till then. At eleven o’clock she said Jay Swāmīnārāyaṇa and left the body. All were surprised to see it. || 116 ||