Gujarati / English

ગામ ધરમપુરના દેવજી વરમોળાને તાવ આવ્યો. તે ત્રીજે દિવસે ખાટલામાંથી બેઠો થઈ પગે લાગવા મંડ્યો અને તેમના મોટાભાઈ ભાવજીભાઈને કહ્યું જે, “આ મહારાજ અને બાપાશ્રી અને સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળ આવ્યાં છે તેમનાં દર્શન કરો. અને હજી સવાર છે માટે રસોઈ કરી મહારાજને થાળ જમાડો. બાપાશ્રી મને કહે છે કે, ‘દશ વાગે મહારાજની મૂર્તિના સુખે સુખિયો કરવો છે માટે ઉતાવળ કરો.’ તમે બધાય મહારાજ તથા બાપાશ્રીને સંભારજો અને આવા મોટા સંત સાથે હેત રાખજો.”

એમ કહીને ઊંડા ઊતરી ગયા. પછી જ્યારે દશ વાગ્યા ત્યારે સર્વને જય સ્વામિનારાયણ કહી દેહ મૂકી દીધો.  II ૧૧૮ II

Devaji Varmola of village Dharampur had fever. On the third day he got up from his bed and began to prostrate and told his elder brother Bhāvjībhāī that Mahārāj, Bāpāśrī, Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Īśvarcharaṇadāsjī, etc. saints group had come and asked him to have their darśan. He added that it was still morning so cook food and offer thāḷ to Mahārāj. Then he said that he was being told by Bāpāśrī that he was to be made happy in the happiness of Mūrti at ten o’clock so asked them hurry up. All of you remember Mahārāj and Bāpāśrī and keep love with such great saint, saying so, he went deep in meditation. At ten o’clock he said Jay Swāmīnārāyaṇa to all and left the body. || 118 ||