Gujarati / English

સંવત ૧૯૫૫ના ભાદરવા માસમાં રામજીભાઈને વધારે મંદવાડ થવાથી પોતાને કચ્છમાં જવાનો સંકલ્પ થયો એટલે સગાં- સંબંધીને કહ્યું જે, “મારે તો જરૂર બાપાશ્રી પાસે જવું છે. માટે મેનામાં સુવારી મને કચ્છમાં લઈ જાઓ.”

ત્યારે તેમના સંબંધીઓએ કહ્યું જે, “તમારો દેહ માર્ગમાં પડી જાય એવો છે માટે જવાય નહિ.”

ત્યારે રામજીભાઈ બોલ્યા જે, “દેહ પડે તો ભલે પડે, પણ મારે તો નક્કી જવું છે.”

પછી સર્વે સંબંધી મૂંઝવણમાં પડ્યા જે હવે આમને શી રીતે લઈ જવા.

તે રાત્રિએ બાપાશ્રીએ રામજીભાઈને તેજના સમૂહમાં દર્શન આપ્યાં અને બોલ્યા જે, “રામજીભાઈ! ‘અમે કચ્છમાં છીએ અને અહીં નથી’ એમ ન જાણશો. અમે તો તમારી પાસે જ છીએ; કેમ જે અમે તો સર્વત્ર છીએ. માટે તમો કચ્છમાં જવાનો સંકલ્પ મૂકી દઈ મહારાજ તથા મોટાને સંભારો. અને આજથી છઠ્ઠે દિવસે તમને તેડી જઈશું.” એમ બોલીને અદૃશ્ય થઈ ગયા.

પછી રામજીભાઈ બહુ રાજી થયા ને પોતાના સંબંધીઓને કહ્યું જે, “મને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું છે જે, ‘તને છઠ્ઠે દિવસે ધામમાં તેડી જઈશું.’ માટે તમે ચિંતા કરશો નહિ ને મારે હવે કચ્છમાં જવું નથી.”

પછી છઠ્ઠે દિવસે મહારાજ તથા બાપાશ્રી સૌને દર્શન આપીને તેડી ગયા.  II ૧૪ II

 

In Saṁvat year 1955, in the month of Bhādarvā, Rāmjībhāī’s illness was going from bad to worse. So he made a saṅkalpa to go to Kutch and informed to his relatives that he wanted to go surely to Bāpāśrī. As such take me to Kutch in comfortable palanquin (mena) by getting me slept. His relatives told him that he could not go because he might die on the way. Rāmjībhāī insisted that even if died on the way he wanted to go without fail. All his relatives were confused and thought how they would take him. On that night Bāpāśrī gave him darśan in the mass of luminescence and told him that it is not that he was only in Kutch and not at other places. Bāpāśrī added that he was already near him because he was omnipresent and advised him to give up saṅkalpa of going to Kutch. Remember Mahārāj and muktas and on the sixth day from that day he would fetch him and Bāpāśrī disappeared. Rāmjībhāī was very much pleased and told his relatives that Bāpāśrī had given him darśan and promised him that on the sixth day Bāpāśrī would take him to Akṣardhām. So they should not worry and programme of going to Kutch was cancelled. On the sixth day Mahārāj and Bāpāśrī gave darśan to all and took him to Akṣardhām. || 14 ||