Gujarati / English

એક સમયને વિષે બાપુભાઈને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, “તમારી સ્ત્રીને તથા મોટા દીકરાને અમે થોડાક દિવસમાં તેડી જઈશું.”

ત્યારે બાપુભાઈએ કહ્યું જે, “આપની મરજી હોય તેમ કરો, પણ હાથે રસોઈ કરવી પડશે. મારા પિતાશ્રીને મોટા દીકરા ઉપર હેત બહુ છે તેથી તેમને પણ માઠું લાગશે. તે કરતાં નાનો દીકરો જન્મવાનો છે એમ આપ કહો છો તે દીકરાની આયુષ્ય કેટલી છે?”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “એની આયુષ્ય તો વધારે છે.”

ત્યારે બાપુભાઈ કહે જે, “તેની આયુષ્ય આ મોટા દીકરાને આપીને નાનો દીકરો જન્મે ત્યારે તેને તેડી જાઓ તો ઠીક અને આપની મરજી હોય તો એની માને પણ તેડી જજો.”

પછી બાપાશ્રીએ કહ્યું જે, “સારું.”

પછી મોટા દીકરાને રાખવાનું કર્યું ને બોલ્યા જે, “એની માને પણ એક વર્ષે તેડી જઈશું.”

પછી બરાબર એક વર્ષ થયું ત્યારે તેને દર્શન આપીને તેડી ગયા.  II ૨૧ II

 

Once Bāpāśrī gave darśan to Bapubhāī and told him that he would fetch his wife and his elder son in a few days. Bapubhāī said to Bāpāśrī to do as he wished but he would have to prepare food himself. He added that his father had much love on his elder son so he would be sorry. Instead he could take younger son who was to be born. He further asked what was the life span of the son whom Bāpāśrī was referring? Bāpāśrī said that his life span was much. Bapubhāī requested Bāpāśrī to give the life span of the younger son who was to be born to the elder son and instead of elder son if younger one was fetched, it would be better and he would also fetch his mother if he wished. Bāpāśrī said O.K. Then the elder son was kept and Bāpāśrī said that his mother would be fetched after a year. When it was exactly a year Bāpāśrī gave her darśan and fetched her. || 21 ||