Gujarati / English

સંવત ૧૯૬૬ની સાલમાં દેવ દીવાળીના સમૈયે બાપાશ્રી કચ્છનો સંઘ લઈને અમદાવાદ પધાર્યા હતા. ત્યાંથી જેતલપુર થઈને ડભાણ જતાં નવાગામમાં ડાહ્યાભાઈને રાત્રિએ અઢી વાગે દર્શન આપ્યાં.

ત્યારે ડાહ્યાભાઈ પગે લાગ્યા ને બોલ્યા જે, “બાપા! સ્વામી ઈશ્વરચરણદાસજી ક્યાં?”

એમ સ્વામીશ્રીનાં દર્શનની તેમની ઈચ્છા જાણી બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીનાં દર્શન કરાવ્યાં. પછી ડભાણ થઈ વરતાલ ગયા ને વાડીમાં ઉતારો કર્યો. ત્યાં કાણોતરના બાપુભાઈએ આખી રાત પ્રદક્ષિણાઓ ફરીને ચોકી ભરી.

તેમને સવારે બાપાશ્રીએ રાજી થઈને કહ્યું જે, “વર માગો, જે માગો તે આપીએ.”

પછી તેમણે કહ્યું જે, “આ સંઘ લઈને કાણોતર પધારો.”

પછી બાપાશ્રીએ કહ્યું જે, “આ સંઘ લઈને અમે તમારે ગામ બે મહિને આવીશું.”

પછી બે દિવસ રહીને બાપાશ્રી આદિક સર્વ નીકળ્યા તે સ્પેશિયલ ગાડીમાં બેસીને અમદાવાદ આવતાં નડિયાદના સ્ટેશને એક મુસલમાનના છોકરાને બાપાશ્રીએ દિવ્ય દર્શન આપ્યાં.

તેથી તે છોકરો ટોપી ઉતારીને પગે લાગ્યો ને બોલ્યો જે, “મેરા અચ્છા કરીઓ. હમ તમારા ગુલામ હય.” એમ વંદના કરવા માંડ્યો.

એની પાસે બ્રાહ્મણનો એક છોકરો ઊભો હતો તેને કહ્યું જે, “અબે બમન, ક્યા દેખ રહેતા હે. પાઉંમે શીર ધર દે, તેરા અચ્છા હો જાયગા.”

પણ તે છોકરો નમ્યો નહિ. પછી તેને કહ્યું જે, “અબે બમન, નમતા નહિ હે; ક્યા બમન હુઆ હય?” એમ લડવા માંડ્યો.

પછી રેલ ઊપડી તે સર્વે અમદાવાદ આવ્યા ને ત્યાંથી કચ્છમાં પધાર્યા. પછી બે મહિને કાણોતરમાં બાપુભાઈને સંઘે સહિત દર્શન આપીને તેડી ગયા.  II ૨૩ II

 

In Saṁvat year 1966, Bāpāśrī along with the group (sangh) of Kutch had come to Amdāvād on the occasion of Dev Diwali festival (samayia). From there, while going to Dabhan via Jetalpur Bāpāśrī gave darśan to Dahyabhāī in Navagam at half past two in the night. Dahyabhāī prostrated and asked Bāpāśrī where Swāmī Īśvarcharaṇadāsjī was. Bāpāśrī gave him darśan of Swāmī Īśvarcharaṇadāsjī as per his wish. Then he went to Vaḍtāl via Dabhan and lodged in a farm (vadi). There Bapubhāī of Kanotar did Pradakṣiṇā (going round and round in circle) for the whole night and guarded. In the morning Bāpāśrī pleasingly told him to ask for a boon. I could give what ever you ask for he could ask for anything. He requested Bāpāśrī to visit Kanotar along with group. Bāpāśrī told him that he along with that group would come to his village after two months. After two days Bāpāśrī, etc. started by a special train and on the way to Amdāvād he gave divine darśan at the Nadiad station to a Muslim boy, so the boy took off his cap, prostrated and requested Bāpāśrī for his good and said he was his (Bāpāśrī) slave thus he started praying. A Brāhmaṇa boy was standing near him. He said to him in angry tone what he was looking- asked him to prostrate so that he would be benefited, but the boy did not bow. He got angry and told him why he had become Brahman and quarrelled with him. Then train started and all came to Amdāvād, and from there came to Kutch. Then after two months Bāpāśrī along with group (sangh) gave darśan to Bapubhāī in Kanotar and fetched him. || 23 ||