Gujarati / English

સંવત ૧૯૪૮ની સાલમાં અમદાવાદમાં સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી માંદા હતા તે વખતે વૃષપુરમાં બાપાશ્રીએ પણ મંદવાડ ગ્રહણ કર્યો. જેથી સ્વામીશ્રીએ ઈશ્વરચરણદાસજી પાસે એક કાગળ ભુજના મહંત સદ્. સ્વામી અક્ષરજીવનદાસજી ઉપર લખાવ્યો જે, “વૃષપુરમાં અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો છે. તેમનો ખાટલો મંદિરમાં રાખશે માટે તેમની સેવામાં તમો બે સાધુ તરત મોકલજો.” અને બીજો કાગળ બાપાશ્રી ઉપર પણ લખાવ્યો જે, “તમારો ખાટલો મંદિરમાં રાખજો અને ભુજથી બે સાધુ તમારી સેવામાં આવશે.”એવી રીતે બે કાગળ લખાવ્યા.

પછી ભુજથી સાધુ જગજીવનદાસજી તથા નારાયણચરણદાસજી વૃષપુર ગયા ને ખાટલો મંદિરમાં લાવ્યા. તે વખતે બાપાશ્રી ઊંડા ઊતરી ગયા તેને દસ દિવસ થયા, પણ બહાર આવ્યા જ નહિ. ત્યારે સેવામાં રહેલા સાધુ તથા ગામના અને ફરતાં ગામોના સેવા કરનારા હરિભક્તોએ વિચાર કર્યો જે, “બાપાશ્રી કદાપિ બહાર નહિ આવે ને આમ ને આમ ધામમાં જતા રહેશે તો આપણે કાંઈ પ્રાર્થના નહિ થાય અને આશીર્વાદ પણ નહિ મંગાય. માટે જગાડીએ તો ઠીક.”

એમ વિચાર કરી બહુ બોલાવી હલાવીને જગાડ્યા ત્યારે બાપાશ્રીએ નેત્ર ઉઘાડીને કહ્યું જે, “મને શું કરવા જગાડ્યો?”

ત્યારે સંત-હરિભક્તો બોલ્યા જે, “આપ ઊંડા ઊતરી ગયા હતા તે એમ ને એમ ધામમાં જતા રહો તો અમારે આપની પાસે આશીર્વાદ માગવા છે તે રહી જાય તે સારુ જગાડ્યા.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “અમે એવા પરતંત્ર નથી; અમે તો સ્વતંત્ર છીએ. તેથી અમારે જવાનું થશે ત્યારે તમારા સર્વના મનોરથ પૂર્ણ કરીને જઈશું. માટે તમે કાંઈ ફિકર રાખશો નહિ ને અમને જગાડશો પણ નહિ.” એમ કહીને નેત્ર મીંચી ગયા.

તે એમ ને એમ સત્તર દિવસ થયા એટલે સંત-હરિભક્તો વિચાર કરવા લાગ્યા જે, “બાપાશ્રીએ આ ફેરે શું કરવા ધાર્યું છે તે કાંઈ ખબર પડતી નથી. આપણને કહ્યું છે જે તમારા મનોરથ પૂર્ણ કરીશું, પણ આમ ને આમ ક્યાં સુધી આપણી ધીરજ રહેશે?” પછી સૌએ મળી એમ વિચાર કર્યો જે આપણને બાપાશ્રીએ ના પાડી છે તેથી જગાડાય તો નહિ, પણ ભુજમાં સ્વામી અક્ષરજીવનદાસજીને ખબર આપીએ જે, “બાપાશ્રીનું શરીર રહે તેમ લાગતું નથી; માટે સંત-હરિભક્તોને દર્શન કરવાં હોય તે કરી જાઓ.”

પછી ભુજ મનુષ્ય મોકલીને ખબર પહોંચાડ્યા તેથી સ્વામી અક્ષરજીવનદાસજી આદિ સંતો, બ્રહ્મચારી, પાર્ષદ સર્વે રાત્રે આઠ વાગે ભુજથી ચાલ્યા તે વૃષપુર  આવીને બાપાશ્રીના ખાટલાને ફરતા બેઠા. પછી સ્વામીશ્રીએ પ્રાર્થના કરી, પણ બોલ્યા નહિ તેથી સંત-હરિભક્તો ફરતા બેસી રહ્યા. પછી સવારમાં ચાર વાગે બાપાશ્રી ખાટલેથી પોતાની મેળાએ ઊઠીને મહારાજને પ્રદક્ષિણાઓ ફરવા માંડ્યા ત્યારે બાપાશ્રી પડી જશે એમ જાણીને સામત્રાના મૂળજી ભક્તે ઝાલ્યા.

તેમને બાપાશ્રી કહે જે, “નહિ પડીએ, મૂકી દો.”

એટલે તેમણે મૂકી દીધા.

પછી પચીસ-ત્રીસ પ્રદક્ષિણાઓ ફરીને પચીસ-ત્રીસ દંડવત કર્યા અને પગે લાગીને સિંહાસન આગળ બેઠા ને બોલ્યા જે, “અમારો દાખડો નિષ્ફળ ગયો; કેમ જે અમારે અક્ષરધામમાં શ્રીજી મહારાજની આગળ સત્તાવીશ દિવસ ચોવટ ચાલી જે મને અક્ષરધામમાં લઈ જાઓ. ત્યારે મહારાજે છેલ્લીવારે હા પાડી, પણ સ્વામીશ્રી નિર્ગુણદાસજીએ ના પાડી ને સ્વામીશ્રીને લઈ જવાનું ઠરાવ્યું. માટે તમે સૌ મોટા મોટા સંત તથા હરિભક્તો સ્વામીશ્રીનાં દર્શન કરી આવો; પછી નહિ થાય.”

ત્યારે સંત અને હરિભક્તો બોલ્યા જે, “અષાડ મહિનો બેઠો છે ને વરસાદ પણ આવું આવું થઈ રહ્યો છે, માટે આખરના દિવસમાં દરિયામાં તોફાનને લીધે હેરાન બહુ થવાય તેથી દીવાળી ઉપર જઈએ તો કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ત્યાં સુધી સ્વામીશ્રી રહેશે નહિ.”

ત્યારે હરિભક્તો કહે, “જન્માષ્ટમી ઉપર જઈએ તો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તે દહાડે દરિયામાં તોફાન હશે માટે હાલ જાઓ; તમે દરિયામાં જરાય દુઃખી નહિ થાઓ. મારે પણ આવવાની તાણ ઘણી રહે છે, પણ મંદવાડને લીધે અવાશે નહિ. પણ તમે તો જાઓ અને સ્વામીશ્રીને અમારા જય સ્વામિનારાયણ કહેજો. એવા મોટા સંતનાં દર્શન ફેર મળે તેવાં નથી. પછી સંત-હરિભક્તો અમદાવાદ આવ્યા ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી સ્વામીશ્રીને આસને આવી દંડવત કરવા લાગ્યા.

ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, “તમે આટલા બધા સંત-હરિભક્તો આવ્યા અને જીવનપ્રાણ મુક્તરાજ કેમ ન આવ્યા?”

ત્યારે રામપુરવાળા વશરામભાઈ બોલ્યા જે, “એ તો પડખું પણ બીજા ફેરવે ત્યારે ફરે એવા માંદા છે તેથી પોતે ન આવી શક્યા ને અમને મોકલ્યા ને આપને જય સ્વામિનારાયણ કહ્યા છે.”

પછી સ્વામીશ્રી બોલ્યા જે, “એ તો કાલે બપોરે અહીં આવશે.”

પછી બીજે દિવસે સંતોએ રસોઈ કરીને સ્વામીશ્રીને ઠાકોરજી જમાડવાનું કહ્યું ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, “અમે તો અનાદિ મુક્તરાજ ભાઈશ્રી આવશે ત્યારે તેમની સાથે જમશું.”

સભામાં પણ સૌ હરિભક્તોને સ્વામીશ્રીએ કહ્યું હતું જે, “આજે જરૂર ભાઈશ્રી ગાડીમાં આવશે. માટે જેને સામા જવું હોય તે જજો.”

તેથી રેલ ઉપર ઘણા હરિભક્તો ગયા હતા. જ્યારે બાપાશ્રી ગાડીએથી ઊતર્યા ત્યારે સૌ મળ્યા ને ‘સ્વામીશ્રીએ અમને સભામાં વાત કરી હતી’ એમ કહી સાથે સાથે મંદિરમાં  આવ્યા. પછી ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરીને સ્વામીશ્રી પાસે આવી દંડવત કરવા લાગ્યા ત્યારે સ્વામીશ્રી ઊભા થઈ ગયા ને બહુ હેત જણાવીને મળ્યા. તે વખતે બાર વાગ્યા હતા.

બાપાશ્રીના તથા સ્વામીશ્રીના મંદવાડની પરસ્પર વાતો કર્યા પછી સ્વામીશ્રીએ કચ્છનાં સંત-હરિભક્તોને કહ્યું જે, “જુઓ! આ અનાદિ મુક્તરાજ આવ્યા.”

ત્યારે સૌ સંત-હરિભક્તો રાજી થયા ને બાપાશ્રીને કહ્યું જે, “તમે બહુ માંદા હતા ને શી રીતે આવ્યા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમારા નીકળ્યા પછી અમને એમ સંકલ્પ થયો જે મારે પણ સ્વામીશ્રીનાં દર્શન કરવાં. એવો વિચાર કર્યો ત્યાં તો મંદવાડ મટી ગયો એટલે ભાતું કરાવ્યું. અર્ધી રાત્રિએ વાડીએ આવીને અણદા ભક્તના લાલજીને જગાડીને સાથે લઈને ચાલ્યા તે ખારીરોલે આવ્યા. ત્યાં વહાણ મળ્યું તેમાં બેસી ગયા ને વવાણીએ થઈને અહીં આવ્યા.”

ત્યારે સંત-હરિભક્તો બોલ્યા જે, “અમે ગઈ કાલે પહોંચ્યા ત્યારે અમને સ્વામીશ્રીએ કહ્યું હતું જે, ‘કાલે બપોરે અહીં આવશે.’ તે અમને એમ થતું જે આવો મંદવાડ ગયો છે ને બાપાશ્રી કેમ આવી શકે? પણ સ્વામીશ્રી કહેતા હતા તે પ્રમાણે જ તમે આવ્યા.”

પછી બાપાશ્રીએ નાહી પૂજા કરી એટલે સ્વામીશ્રી તથા બાપાશ્રીએ પાસે બેસીને ઠાકોરજીને જમાડ્યા. સાંજના પણ સ્વામીશ્રી પાસે ઘણીવાર બેઠા. બીજે દિવસે સવારે સ્વામીશ્રી પાસે આવીને બાપાશ્રી તથા સર્વ સંત-હરિભક્તો બેઠા હતા. ત્યાં કથા-વાર્તા થઈ રહ્યા પછી સૌ હરિભક્તો સદ્. જ્ઞાનાનંદ સ્વામીના મેડા ઉપર જ્યાં ઉતારો હતો ત્યાં ગયા ને બાપાશ્રી તો સ્વામીશ્રી પાસે બેસી રહ્યા. હરે થયા એટલે સંતો જમવા ગયા.

તે વખતે સ્વામીશ્રી બોલ્યા જે, “આપનાં દર્શન મને બરાબર થતાં નથી, માટે મારી પાસે આવીને દર્શન આપો.”

પછી બાપાશ્રી સ્વામીશ્રીની પાસે આવ્યા ત્યારે સ્વામીશ્રીએ ચશ્મા પહેર્યા ને બોલ્યા જે, “હજી બરાબર દર્શન થતાં નથી, માટે આંગડી કાઢી નાખો.”

એટલે બાપાશ્રીએ આંગડી કાઢી કે તુરત તેજનો સમૂહ નીકળ્યો, તે ચારે કોરે તેજ તેજ છાઈ રહ્યું.

એ જોઈને સ્વામીશ્રી બોલ્યા જે, “અહોહો! આવા તમે તેજોમય મૂર્તિ છો! આ તો એકલું તેજ જ ભર્યું છે.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “તમે પણ આવા જ તેજોમય છો.” એમ કહી તેજ સંકેલી લીધું ને આંગડી પહેરીને બેઠા.

તે વખતે મૂળીવાળા સ્વામી બાલકૃષ્ણદાસજી ઉપવાસી હતા તે સ્વામીશ્રી પાસે બેઠા હતા, તેમણે કહ્યું જે, “બાપજી, મને તેજ બતાવો ને!”

પણ એમને તો ન બતાવ્યું. પછી સંતો જમીને આવ્યા ત્યારે આ બધી વાત સ્વામી બાલકૃષ્ણદાસજીએ સર્વેને કહી. પછી વચનામૃતની કથા વાંચીને સમાપ્તિ કરી સૌ પોતપોતાના આસને ગયા.

ત્યારે સ્વામીશ્રીએ બાપાશ્રીને કહ્યું જે, “મહારાજ મને ધામમાં ક્યારે લઈ જશે તે સમાધિ કરીને પૂછો.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “વૃષપુરમાં સત્તાવીસ દિવસ મહારાજ પાસે આપણી ચોવટ ચાલી હતી તે તમારો ઠરાવ થઈ ગયો છે ને હવે શું પૂછવાનું બાકી છે? આ લોકની રીત પ્રમાણે આવવાનું ને જવાનું કહેવાય છે, પણ આપણે તો મહારાજની મૂર્તિમાં જ રહ્યા છીએ ને સ્વતંત્ર છીએ તે બધુંય જાણીએ છીએ. મૂર્તિમાં રહ્યા થકા જ મહારાજના સંકલ્પથી દેખાઈએ છીએ.”

ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, “એ તો આપણે બે જ જાણીએ, પણ સમાધિ કરો તો કેટલાકને આશ્ચર્ય થાય જે સમાધિમાં જઈને મહારાજને પૂછી આવે છે. માટે સમાધિ કરો તો ઠીક.”

પછી બાપાશ્રીએ સમાધિ કરી ને સાંજના જાગ્યા ને પાંચ વાગે સંત-હરિભક્તોની સભા ઈસ્પિતાલના મેડા ઉપર સ્વામીશ્રીને આસને થઈ.

તે વખતે બાપાશ્રીએ વાત કરી જે, “અમે ધામમાં શ્રીજી મહારાજની મૂર્તિમાં અ.મુ. સદ્. ગોપાળાનંદ સ્વામી જેમ રસબસ રહ્યા છે તેવી રીતે આ સ્વામીશ્રી નિર્ગુણદાસજીને જોયા. અને શ્રીજી મહારાજે મને કહ્યું જે, ‘એ તો અંનત જીવોનાં કલ્યાણ કરવા અમારી ઈચ્છાથી અમારી મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે એવા સમર્થ છે. અને તમારી પાસે સમાધિ કરાવીને પુછાવ્યું તે તો મનુષ્યચરિત્ર કરે છે.’ એમ શ્રીજી મહારાજે કહ્યું.”

એમ કહીને બોલ્યા જે, “આસો સુદ-૧ પડવેને રોજ રાત્રિએ એક વાગે સ્વામીશ્રી દેહોત્સવ કરશે. માટે સંતો તથા હરિભક્તો આ સ્વામીશ્રીનો મહિમા જાણી ખૂબ સેવા કરી લેજો. આ સેવા ફેર મળે એવી નથી. માટે ઊંઘ, ઉજાગરો, ભૂખ કે થાક કોઈ ગણશો નહિ.” એમ વાત કરી.

પછી કથા વાંચવા માંડી એટલાકમાં ઈશ્વરલાલભાઈ દર્શને આવ્યા, તે સર્વે હરિભક્તોના સોંસરા પડીને સ્વામીશ્રીના પગે અડવા ગયા ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, “આ મોટા મોટા હરિભક્તો બેઠા છે તેમની મર્યાદા રાખતા નથી?”

ત્યારે ઈશ્વરલાલભાઈએ કહ્યું જે, “સ્વામી! આમાં મોટા કોણ છે? આ તો સર્વ કચ્છના કણબી છે. એમને તો હું ભુજમાં દીવાન હતો ત્યારથી ઓળખું છું.”

ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, “આ અબજીભાઈ અખંડ મહારાજની મૂર્તિમાં રહ્યા છે તેમને તમારો પગ વાગ્યો તેથી શ્રીજી મહારાજનો અપરાધ થયો.”

તે સાંભળીને ઈશ્વરલાલભાઈ તુરત બાપાશ્રીને દંડવત કરવા મંડી પડ્યા એટલે બાપાશ્રીએ ઊભા થઈને ઝાલી લીધા ને મળ્યા.

પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે ઈશ્વરલાલભાઈએ સ્વામીશ્રીની પ્રાર્થના કરી જે, “બાપાશ્રીને મારે ઘેર પધારવાનું કહો. તમે મારા પરમ હેતુ છો, તે આ વાત મને સમજાવી. આવી મોટપ તો હું જાણતો નહોતો.”

એમ કહી બાપાશ્રીને પોતાને ઘેર લઈ ગયા. ત્યાં તેમને બાપાશ્રીએ મહારાજના મહિમાની ઘણી વાતો કરી તેથી બહુ હેત થઈ ગયું. પછી જ્યારે બાપાશ્રી કચ્છમાં જવા તૈયાર થયા ત્યારે સ્વામીશ્રી તથા સૌ સંત-હરિભક્તો બાપાશ્રીને મળ્યા.

તે વખતે સૌ સભાને સાંભળતાં સ્વામીશ્રીએ વાત કરી જે, “આ પુરુષની કોઈ જોડ નથી. શ્રીજી મહારાજે એમને અનેક જીવોના મોક્ષને માટે મોકલ્યા છે તેથી સૌ આ પુરુષનો જોગ- સમાગમ કરજો, પણ બીજે ક્યાંય ધોડા કરશો નહિ. સત્સંગમાં ક્યાંય આમના જેવા નથી.” એમ બોલ્યા.

પછી બાપાશ્રી આદિક સંત-હરિભક્તો સૌ કચ્છમાં પધાર્યા.  II ૩ II

 

In Saṁvat year 1948, Sadguru Śrī Nirguṇdāsjī Swāmī was ill in Amdāvād. At that time Bāpāśrī also had illness in Vṛṣpur. Swāmī Īśvarcharaṇadāsjī got a letter written on Mahaṅt Sadguru Swāmī Akṣarjivandasji of Bhuj about Bāpāśrī’s illness as per the Swāmīśrī. His cot would be kept in the temple so send two saints in his sevā immediately. He wrote another letter on Bāpāśrī telling him to keep his cot in the temple and two saints would come from Bhuj in his sevā. Thus two letters got written. Then saint Jagjivandasji and Nārāyancharandasji went to Vṛṣpur from Bhuj and brought the cot in the temple. At that time Bāpāśrī went in deep trance and did not come out from it for ten days. At that time saints and others who were from other villages and from Vṛṣpur doing the sevā thought that Bāpāśrī would never come out and would go away to Akṣardhām in this state and they would not be able to do any prayer and would not be able to ask for blessings so it would be better to wake him up. After much thinking they shook Bāpāśrī and woke him up. Bāpāśrī opened his eyes and asked why he was awakened up. Saints and devotees told him that they thought he would go away in Akṣarham and they would not be able to get blessing from him. Bāpāśrī said that he was not such dependent-he was independent so whenever he wanted to go he would fulfil wishes of all before going. So do not worry and asked them not to wake him up and close his eyes. Thus seventeen days passed so saints and devotees thought that they did not understand what Bāpāśrī had decided this time. He had promised to fulfil our wishes but how long they could keep patience. Then they thought he could not be awakened up against his wishes but they should inform Swāmī Akṣarjivandasji at Bhuj that Bāpāśrī was not feeling well and saints and devotees who wanted to have darśan should come. The message was sent to Bhuj through messenger so Swāmī Akṣarjivandasji, etc. saints, Brahmachārī, pārṣad, etc. started at night at eight o’clock and came to Vṛṣpur and sat around the Bāpāśrī’s cot.  Swāmīśrī prayed but Bāpāśrī did not speak so saints and devotees sat there. Then in the morning at four o’clock Bāpāśrī himself got up and started pradkshina of Mahārāj. Lest Bāpāśrī fall down Mūḷajī Bhakta of Sāmatrā held Bāpāśrī but Bāpāśrī refused and told him that he would not fall down so he released him. Then he (Bāpāśrī) did twenty-five to thirty pradkshina, prostrated and sat in front of the throne. Bāpāśrī said that his efforts failed because he wanted to go to Akṣardhām and he had persuasion for twenty-seven days with Śrījī Mahārāj about his going to Akṣardhām and then only Mahārāj at last agreed but Swāmī Nirguṇdāsjī refused and decided to take Swāmīśrī. So, Bāpāśrī told all including big saints and devotees to go and have darśan of Swāmīśrī-afterwards they would not get. Saints and devotees said that the month of Ashadh had started and the rain was likely to come and they might be put in trouble because of stormy sea, so if they went at the time of Divali, would it be all right? Bāpāśrī said that Swāmīśrī would not live till then. Then again they asked for going there on the day of Janmashtami. Bāpāśrī said that on that day the sea would be stormy. So they were asked to go immediately and they would not find any trouble in the sea journey. Bāpāśrī further said he also wanted to go but because of the illness, he could not and told them to go and say his Jay Swāmīnārāyaṇa to Swāmīśrī. Darśan of such great saint would not be possible there after. Then saints and devotees came to Amdāvād, after having darśan of Ṭhākorjī came to Swāmīśrī’s seat and prostrated. Then Swāmīśrī asked them why his bosom (jivanpran) Muktarāj had not come. Vasrambhāī of Rāmpur said that he was such ill that he was even unable to change his side himself so he could not come and had conveyed Jay Swāmīnārāyaṇa to him. Swāmīśrī said that he would come tomorrow afternoon.

          On the second day saint prepared meals and requested Swāmīśrī to offer Ṭhākorjī but Swāmīśrī said that he would take with Anādi Muktarāj when he arrived, Swāmīśrī told all devotees that Bāpāśrī would definitely come by train so whosoever wanted to receive him should go. Many devotees had gone to the station. When Bāpāśrī got down from the train and all met him and told him that Swāmīśrī had informed them in the assembly. Saying so, all came to the temple together. Then after having darśan of Ṭhākorjī and saints came before Swāmīśrī and prostrated. Swāmīśrī got up and met with much love. At that time it was twelve noon. Bāpāśrī and Swāmīśrī talked about their illness with each other. Swāmīśrī told saints and devotees of Kutch that this Anādi Muktarāj had come. All saints and devotees were pleased and asked Bāpāśrī how he had come even though he was very ill. Bāpāśrī said, “After you left I had a saṅkalpa that I should also have darśan of Swāmī, no sooner did I have that saṅkalpa, then the illness gone away so got the tiffin prepared. At midnight I went to the farm and Lāljī of Anada Bhakta was awakened and I started with him and we came to Khari Road. There we got a ship and came here via Vavania.” Saints-devotees said, “When they came yesterday, Swāmīśrī told us that Bāpāśrī would reach here the next day afternoon, but we doubted because in such illness how Bāpāśrī could come, but according to Swāmīśrī’s word you came.” Bāpāśrī had bath, performed pūjā then, Swāmīśrī and Bāpāśrī sat together and offered meals to Ṭhākorjī. In the evening also Bāpāśrī sat besides Swāmīśrī for a long time. On the next day morning Bāpāśrī and all saints and devotees were sitting beside Swāmīśrī. After kathā-vārtā was over all devotees went to the place where they were given lodging place on the upper storey of Sadguru Gyananand Swāmī. Bāpāśrī sat near Swāmīśrī. When the call for the meals was given saints went to dine. At that time Swāmīśrī said to Bāpāśrī that he was not having his darśan properly, so he requested him to come near and give darśan. Bāpāśrī went near Swāmīśrī. Swāmīśrī put on spectacles and said that he was still not having proper darśan and so asked him to remove āṅgaḍī (a kind of shirt) so Bāpāśrī removed it and soon there was mass of luminescence  and on all sides there was luminescence, seeing that Swāmīśrī has said, “Ah! You are such luminous Mūrti-this is only full of luminescence.” Bāpāśrī said, “You are also such luminous.” Saying so , Bāpāśrī hid luminescence and wore āṅgaḍī. At that time Swāmī Balkrishnadasji of Muḷī who was fasting was sitting near Swāmīśrī. He requested Bāpāśrī, to show him his luminescence but Bāpāśrī did no show him. When saints came back after having meals, Swāmī Balkrishnadasji told everything about it to them. Then after finishing the reading Vachanāmṛt kathā all went to their respective seats. Swāmīśrī asked Bāpāśrī to ask Mahārāj by going in trance when he would be taken to Akṣardhām. Bāpāśrī said that they had long discussion in Vṛṣpur for twenty-seven days and at that time his decision had been taken so there remains nothing to be asked. According to the custom of this world it is said about coming and going but since they were already in Mūrti so they were independent and knew everything. Bāpāśrī added that their dwelling in Mūrti appears by the saṅkalpa of Mahārāj. Swāmīśrī said, “This we only two know but if you go in trance and ask Mahārāj so that some will be surprised. Therefore, you go in trance it will be well and good.” Bāpāśrī went into the trance and woke up in the evening. At five o’clock the assembly of saints and devotees took place on the upper storey of the hospital at the seat of Swāmīśrī. At that time Bāpāśrī said, “I saw Swāmī Nirguṇdāsjī in Akṣardhām in Mūrti as Anādi Mukta Sadguru Gopālānaṅd Swāmī remain engrossed in Mūrti. Śrījī Mahārāj told me that he was liberating infinite jīvas and he appears dwelling in my Mūrti by my wish-he is such capable- he asked you to go in trance and got me asked-it is only human behaviour- thus Śrījī Mahārāj told me. Bāpāśrī further added on the day of Āso Sud 1st, “Swāmīśrī will leave this world at one o’clock in the night. So I request devotees and saints to do much sevā of this Swāmī knowing his greatness. This sevā, you will not get again so forget sleep, hunger, or tiredness.” Then kathā began. In the meanwhile Ishwarlalbhāī came for darśan. He went to Swāmīśrī making his way from the devotees who were sitting there. He was about to touch the feet of Swāmīśrī, when Swāmīśrī scolded him and told him that such great devotees were sitting and he was not keeping their respect.” Ishwarlalbhāī asked Swāmī who among them was great. They were all Kaṇabī of Kutch and he knew them from the time when he was Diwan in Bhuj. Then Swāmīśrī said that Abjibhāī was dwelling constantly in Mūrti and his leg had touched him, so it was guilt of Śrījī Mahārāj. Hearing this Ishwarlalbhāī soon began to prostrate before Bāpāśrī, so Bāpāśrī stood up, stopped him and met him. When kathā was over, Ishwarlalbhāī requested Swāmīśrī to ask Bāpāśrī to go to his house. Swāmīśrī added that he was his well wisher so he made him understood that matter. He did not know such greatness. Saying so, he took Bāpāśrī to his house. Bāpāśrī gave many talks on the greatness of Mahārāj, so he developed much love. When Bāpāśrī prepared to go to Kutch Swāmīśrī and all saints and devotees met Bāpāśrī. At that time Swāmīśrī loudly told that Bāpāśrī was second to none. Śrījī Mahārāj has sent him to liberate many jīvas so all of you associate with him but do not go elsewhere, there was no one like him anywhere in satsaṅg. Then Bāpāśrī, and saints and devotees all came to Kutch. || 3 ||