Gujarati / English

એક સમયે બાપાશ્રી ભુજ પધાર્યા હતા. તે પાછા વૃષપુર તરફ જવા તૈયાર થયા એટલે બ્રહ્મચારી તથા સંતો કહે જે, “બે દિવસ રહો ને વાત કરો.”

પછી બાપાશ્રી કહે જે, “ઘર સુધી જઈ આવીએ, પછી પાછા આવશું.”

એમ કહીને ચાલ્યા તે આઘા જઈને પાછા વળ્યા ને કહે જે, “કોઈક સંત-હરિભક્ત અમને ખેંચે છે તે નહિ જવાય.”

એટલામાં તો રામજીભાઈ અંજારથી ભુજ ગયા. ત્યાં બાપાશ્રી મંદિરના ચોકમાં મળ્યા અને ઉત્તમાનંદ બ્રહ્મચારી તથા સંત-હરિભક્તોએ કહ્યું જે, “બાપાશ્રી તો ચાલ્યા હતા ને પાછા વળ્યા ને બોલ્યા જે, ‘કોઈક હરિભક્ત ખેંચે છે તે અમને નહિ જવા દે’ એમ કહેતા હતા એટલી વારમાં તો તમે આવ્યા.”

પછી બાપાશ્રી તેમને બાથમાં ઘાલીને મળ્યા ને કહ્યું જે, “અમે સર્વેને કહ્યું હતું જે અમને કોઈક ખેંચે છે તે નહિ જવાય તેથી રોકાણા છીએ.”

પછી તેમણે હાથ જોડીને કહ્યું જે, “એક ગાઉ ઉપર નંદવાણાં મોંઘીબાએ આપના સમાચાર આપ્યા ને કહ્યું જે, ‘બાપાશ્રી ભુજ છે ને હમણાં વૃષપુર જવાના છે.’ ત્યાંથી જ મને બહુ ખેંચ થઈ હતી.”

એમ કહીને પોતે ભુજ રહીને બાપાશ્રી સાથે વૃષપુર ગયા.  II ૩૨ II                       

 

Once, Bāpāśrī had come to Bhuj. When he got ready to go back to Vṛṣpur, Brahmachārī and saints requested him to stay for two days and talk. Bāpāśrī told them to let him go home and would come back. He began his journey and after walking some distance turned back and said that some saints and devotees attract him so he could not go. In the meanwhile Rāmjībhāī went to Bhuj from Añjār. Bāpāśrī met him in the square of the temple. Uttamanand Brahmachārī and saints and devotees told him that Bāpāśrī had started to go but came back and had said that some devotees had been attracting him and would not allow him to go. While he was saying thus, he came. Bāpāśrī embraced him and told him that he had told everyone that some one was attracting, so he would not able to go and had stayed back. Then Rāmjībhāī said to Bāpāśrī with folded hands that about two miles away Moghiba of Nandvana informed him that Bāpāśrī was at Bhuj and now he would go to Vṛṣpur. From there only he was in a hurry. Saying so, he went to Vṛṣpur with Bāpāśrī from Bhuj. ||32 ||