Gujarati / English

એક વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીને આંખમાં રોગ હતો તે પીડા બહુ થતી હતી ને કાંઈ ગરમ વસ્તુ ખવાતી નહિ ને વંચાય પણ નહિ.

પછી બાપાશ્રીએ કહ્યું જે, “આંખોનો રોગ મટી જશે ને જે મળે તે સર્વે જમજો. તમને નડશે નહિ.”

વળી એક વખત સ્વામીને કેડમાં આંટી પડી હતી તે બેઠું રહેવાતું નહોતું તેથી સૂઈ રહ્યા હતા.

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “સભામાં તો બેઠા રહેવું જોઈએ.”

પછી સ્વામીએ કહ્યું જે, “કાંઈક ભાર ઉપાડવાથી કેડે આંટી પડી ગઈ છે તેથી બેઠું રહેવાતું નથી ને સૂઈ રહેવું પડે છે.”

પછી તેમનું કાંડુ ઝાલીને બોલ્યા જે, “બેઠા થાઓ.” એટલે તરત આંટી છૂટી ગઈ ને પીડા ટળી ગઈ.

વળી એક સમયે મૂળી જતાં સ્વામીને રેલમાં બહુ શૂળ આવતું હતું તે ખમાયું નહિ, ત્યારે બાપાશ્રીને કહ્યું જે, “શૂળ ખમાતું નથી.”

પછી તેમણે હાથ ફેરવ્યો એટલે મટી ગયું.  II ૩૬ II

 

Once, Swāmī Īśvarcharaṇadāsjī had some eye disease so it was paining a lot, as a result he could not eat any hot thing and could not even read. Bāpāśrī told him that his eye disease would be cured and asked him to eat whatever he got to eat, it would not trouble him. Once, Swāmī had trouble in the waist so he was not able to sit and he was lying on the bed. Bāpāśrī told him that one should remain seated in the assembly. Swāmī said he was not able to sit because there was pain in the waist by lifting some thing heavy so he was required to sleep. Bāpāśrī held his hand asked him to get up so his pain in the waist had gone and he was free from pain. Once when Swāmī was going to Muḷī, he had severe stomach ache and it was unbearable and Swāmī told about it to Bāpāśrī. Bāpāśrī moved his hand on the stomach and it was cured. || 36 ||