Gujarati / English

એક વખતે જેતલપુરમાં સાધુ પુરુષોત્તમપ્રિયદાસજીને કૂતરું કરડ્યું હતું, તેની પીડા બહુ થતી. તેમને સ્વામી ઈશ્વરચરણદાસજી મહારાજની ને મોટાની વાતો કરી શાંતિ પમાડતા.

પછી એક દિવસ સ્વામી અમદાવાદ આવ્યા તેથી તે સાધુ ઉદાસ થઈ ગયા.

તેથી પછી બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, “તમે ઉદાસ થઈ ગયા. અમે પાણી પીવા પણ ન રહ્યા ને તરત આવ્યા. અમે તમારા ભેળા જ છીએ, છેટે નથી અને સ્વામી ઈશ્વરચરણદાસજી બે દિવસ પછી આવશે; કેમ જે શહેરમાં પાકી છે તેથી જે વસ્તુ લેવા ગયા છે તે મળશે નહિ. તમે આંબવા (પ્રબોળિયા)નાં પાંદડાં વાટીને બાંધજો ને ત્રીજે દિવસે પાટો છોડજો. એવી રીતે ત્રણ પાટા બાંધવા પડશે.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા. અને પછી ત્રણ પાટે મટી ગયું.  II ૩૮ II

 

Once, a dog had bitten saint Puruṣottampriyadasji in Jetalpur and it was giving him much pain. He was calmed by Swāmī Īśvarcharaṇadāsjī by giving talks of Mahārāj and muktas. Then once, Swāmī came to Amdāvād so saint became sad. Bāpāśrī gave him darśan and told him that he had become sad. He further added that he did not wait for drinking water and came immediately, and told him that they were with him and not away. Bāpāśrī further said that Swāmī Īśvarcharaṇadāsjī would come after two days because there was strike in the city and he would not get the things, he had gone to bring. Saint was advised by Bāpāśrī to crush leaves of anbva (praboliya) and tie it, and on the third day the bandage be removed. Thus three time bandages would be required. Saying so, Bāpāśrī disappeared, and in three bandages it was cured. || 38 ||