Gujarati / English

  માનકુવાના વીરજીભાઈએ લસણ વેચ્યું હતું તેની કોરી છસો પોતાના ઘરમાં મૂકી હતી અને પોતે મંદિરમાં સૂતા હતા.

  તેમને બાપાશ્રીએ તેજોમય દર્શન આપીને જગાડીને ઘેર મોકલ્યા અને કહ્યું જે, “કોઈક લઈ જશે તો મહારાજને ને અમારે માથે બદ દેશો.”

  પછી તે ઘેર ગયા ને ચોર જતા રહ્યા! પછી કોરી ઠેકાણે મૂકીને તાળું દઈને મંદિરમાં ગયા, ત્યાં બાપાશ્રીને દેખ્યા નહિ. પછી બીજે દિવસે તે વૃષપુર ગયા.

  ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, “અમે રાત્રિએ આવીને જગાડ્યા ન હોત તો ચોર કોરીઓ લઈ જાત.”  II ૩૯ II

   

  Virjibhāī of Mānkuvā had sold garlic at six hundred koris the sale price of it, was put in his home and he was sleeping in the temple. Bāpāśrī gave him luminous darśan and woke him up and sent him home and told him that if that money was stolen Mahārāj and he (Bāpāśrī) would be blamed. He went home and thieves went away. Then koris were put in a proper place, locked and he went to temple. There he did not see Bāpāśrī. On next day he went to Vṛṣpur. Bāpāśrī told him that if he was not awakened at night, thieves would have stolen the koris. || 39 ||