Gujarati / English

 એક વખત ઉપરદળના રામજીભાઈ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને દર્શને અમદાવાદ આવ્યા. ત્યાં સ્વામીશ્રીને શરીરે મંદવાડ જોઈને અતિ હેતને લીધે રોવા લાગ્યા ને બોલ્યા જે, “બાપજી! તમે તો ધામમાં જવા તૈયાર થયા ને હું કોને આધાર જીવીશ? મારાથી તમારો વિયોગ કેમ સહન થશે?”

ત્યારે સ્વામીશ્રીએ તેમને કહ્યું જે, “અમારા વિયોગનું દુઃખ ટાળે એવા કચ્છ દેશમાં વૃષપુર ગામમાં શ્રી અબજીભાઈ અનાદિ સિદ્ધ મુક્ત છે તે શ્રીજી મહારાજના સંકલ્પથી દેખાય છે. તે તમને સુખિયા કરશે, માટે ત્યાં જજો; પણ બીજે ક્યાંય જશો નહિ.”

એવાં સ્વામીશ્રીના વચન સાંભળી રામજીભાઈ સંતોષ પામ્યા ને થોડા દિવસ રહી પોતાને ગામ ગયા.  II ૪ II

 

Once, Rāmjībhāī of Uperdal came to Amdāvād for darśan of Sadguru Śrī Nirguṇdāsjī Swāmī. There he saw that Swāmīśrī was ill so he began to cry out of love and told him that since he was ready to go to Akṣardhām, with whose support he would live. He added that how could he bear his separation. Swāmīśrī told him that sadness of separation could be avoided by going to Vṛṣpur in Kutch where there is Abjibhāī who is Anādi Siddh Mukta and he appears by the saṅkalpa of Śrījī Mahārāj. He would make him happy so he told him to go there and nowhere else. Hearing such words of Swāmī Rāmjībhāī was satisfied and went to his village after staying for few days. || 4 ||