Gujarati / English

એક સમયે બાપાશ્રી મંદિરમાં સૂતા હતા ને પોતાની વાડીમાંથી ચોર ચાસટિયો કાપીને ચોફાળમાં નાંખે, તે પોતે મંદિરમાં સૂતાં સૂતાં ચોફાળ ને ચાસટિયો ખેંચી લીધો. પછી તે ચોર ભાગી ગયો ને જાણ્યું જે આ કોણે લીધું?

પછી બે-ચાર દિવસે તે ચોરને ચોફાળ આપીને કહ્યું જે, “આવું કામ હવે કરીશ નહિ. અને જો કરીશ તો અમે બધેય દેખીએ છીએ અને જાણીએ છીએ.”

પછી તેણે વિનંતી કરીને માફી માગી.  II ૪૧ II

 

Once, while Bāpāśrī was sleeping in the temple, a thief was cutting crop of millet from Bāpāśrī’s farm and was putting it in a cloth. Bāpāśrī himself was sleeping in the temple and from there dragged the bundle of millet crop. Then thief ran away and wondered who took it away. After three-four days Bāpāśrī gave the thief cloth and told him not to do such work and if he did, Bāpāśrī said he could see everywhere and knew everything. The thief requested and begged for pardon. || 41 ||