Gujarati / English

એક સમયે પ્રેમજીભાઈ માંદા હતા. તેમનો ખાટલો ઉગમણી વાડીમાં હતો. ત્યાં બાપાશ્રી પધાર્યા ને તેમને બોલાવી જગાડ્યા. પછી તે બેઠા થયા ને દર્શન કર્યા. પછી કલાક વાર થઈ એટલે દિવસ વહેલ લાવેલા તેમાં બેસીને વૃષપુર તરફ ચાલી નીકળ્યા તે થોડેક સુધી દેખાયા, પછી ન દેખાણા. વળી એક વખતે પોતે બહુ માંદા હતા ને આંખો બહુ દુખતી હતી ને ફૂલાં છવાઈને આંખો ધોળી થઈ રહી હતી.

તેમને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, “એક આંખ સારી થશે.”

એમ કહીને અદૃશ્ય થઈ ગયા તે એક આંખ સારી થઈ.    II ૪૩ II

 

Once, Premjībhāī was ill. His cot was on the east side of the farm. Bāpāśrī came there and woke him up. He got up and had darśan. After an hour he went towards Vṛṣpur by bullock cart which he had brought with him. He was seen for some distance and then he was not seen. Once, he was very ill and he was having much pain in his eyes because he had some disease in his eyes and they were becoming white. Bāpāśrī gave him darśan and told him that one eye would be cured and saying so, he disappeared. His one eye became all right. || 43 ||