Gujarati / English

એક સમયે રામપરામાં વાઘજી પટેલ માંદા થયા. તેને દર્શન દેવા બાપાશ્રી પધાર્યા હતા. તેમની મૂર્તિમાંથી તેજ નીકળ્યું તે થોડીકવાર રહીને પાછું સમાઈ ગયું. પછી બાપાશ્રીએ તેમની ખબર પૂછી ને બેઠા. એટલામાં તો એમના ઘરના વળામાં મોટા મોટા તેજના ગોળા વળગેલા તે ચળક ચળક થાય.

તે જોઈને આશ્ચર્ય પામ્યા ને બાપાશ્રીને પૂછ્યું જે, “આ શું છે?”

ત્યારે બાપાશ્રી કહે જે, “જ્યાં મહારાજ ને મોટા પધારે ત્યાં અવતારાદિક દર્શન કરવા આવે તે આવ્યા છે.”

પછી તે ઘડીકવાર દેખાઈને અદૃશ્ય થઈ ગયા.  II ૪૬ II

 

Once, in Rampara Vaghji Paṭel became ill. Bāpāśrī had gone there to give him darśan. Luminescence came out from his Mūrti and subsided after some time. Bāpāśrī inquired about him and sat. In the meanwhile big lamps (sphere) of luminescence which were in front of the house began to shine. They were surprised to see this and asked Bāpāśrī what it was. Bāpāśrī said, “Wherever Mahārāj and mukta come incarnations, etc. come for darśan and they have come.” They were seen for some time and then disappeared. || 46 ||