Gujarati / English

એક સમયે નારાયણપુરમાં જાદવજીભાઈ માંદા થયા હતા. તેમને તેડવા બાપાશ્રી પધાર્યા. તે વખતે જાદવજીભાઈના મનમાં એમ થયું જે મને તેડવા તો આવ્યા, પણ મેં પૂરાં સાધન કર્યા નથી, માટે મને બીજે ક્યાંઈક મૂકશે તો શું થશે? એવો વહેમ આવ્યો. પછી બાપાશ્રીએ રહેવા દીધા ને સાજા થયા. ને થોડા દિવસ પછી ધનજીભાઈનાં માતુશ્રી માંદાં પડ્યાં. તેમને જોવા સારુ દિવસમાં એક વાર બાપાશ્રી આવતા. તે એક દિવસ કાંઈક કામ આવ્યું તેથી જવાણું નહિ ને બીજે દિવસે ગયા.

ત્યારે તે બાઈ બોલ્યાં જે, “ગઈ કાલે કેમ ન આવ્યા?”

ત્યારે કહે જે, “કામ હતું તેથી અવાણું નહિ.”

ત્યારે તે બાઈ બોલ્યાં જે, “આવતી કાલે કેમ કરશો?”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “આવતી કાલે તો આવ્યા વિના છૂટકો જ નથી, માટે જરૂર આવીશું.”

પછી બીજે દિવસે સવારમાં વહેલા વૃષપુરથી ચાલ્યા તે નારાયણપુરના ઝાંપામાં આવ્યા. ત્યાં શ્રીજી મહારાજ તથા બાપાશ્રી આદિ અનંત મુક્ત રંગ રમે છે એવું એ બાઈના દેખવામાં આવ્યું. પછી બાપાશ્રી એમના ઘરમાં આવ્યા.

ત્યારે તે બાઈએ શ્રીજી મહારાજ સાથે રંગ રમેલા તે રંગવાળી પછેડી બાપાશ્રી પાસેથી માગી લીધી અને કહ્યું જે, “આ પછેડી મારા ઉપર ઓઢાડજો.”

પછી એમણે દેહ મેલ્યો. તેમના ઉપર એ પછેડી ઓઢાડી તેમાંથી ખુશબો ઘણી આવતી હતી. તે જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા જે આ પછેડીમાંથી આવી અલૌકિક ખુશબો ક્યાંથી આવતી હશે?

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “અમે તથા શ્રીજી મહારાજ અને અનંત મુક્ત આ નારાયણપુરના ઝાંપામાં હમણાં જ રંગ રમ્યા તેની ખુશબો છે.”

પછી જાદવજીભાઈને કહ્યું જે, “તમારા કલ્યાણનો વહેમ છે કે મટી ગયો?”

ત્યારે તે બોલ્યા જે, “આ ધનજીની માનું કલ્યાણ કર્યું એ પ્રમાણે તો મારે હવે વહેમ નથી રહ્યો.”

પછી જાદવજીભાઈને પણ તેડી ગયા.  II ૫૮ II

 

Once, Jādavjībhāī of Nārāyaṇpur was ill. Bāpāśrī came to fetch him. Jādavjībhāī thought that he had come to fetch him but he had not done sufficient means and if he was put elsewhere what would happen- such type of doubt he got. Bāpāśrī let him stay and he was recovered. After some days the mother of Dhanjbhāī fell ill. To see her Bāpāśrī used to come to her once every day. Once, he could not go because he had some work and went on the next day. The lady asked him why he did not come yesterday. Bāpāśrī said that since he was busy with some work so he could not come. She further asked if he would come on next day or not. Bāpāśrī told her that he would have to come on the next day so he would come certainly. On the next day Bāpāśrī started early in the morning from Vṛṣpur and came to the outskirts of Nārāyaṇpur. At that time the lady saw that Śrījī Mahārāj infinite muktas, Bāpāśrī, etc. were playing with colour. Bāpāśrī entered into her house. The lady asked for colour clothes (pachhadi) of Bāpāśrī with which he had played with colour with Śrījī Mahārāj and requested Bāpāśrī to cover her body with that pachhadi. Then she left this world. Her body was covered with that pachhadi and fragrance was coming from it. all were surprised and wondered from where the divine fragrance was coming from the pachhadi. Bāpāśrī said, “I and Śrījī Mahārāj and infinite muktas have just played with colour on the outskirts of Nārāyaṇpur and it is its fragrance. Bāpāśrī asked Jādavjībhāī if his doubt of liberation had gone. He replied that the mother of Dhanji had been liberated and so he had no doubt. Then Jādavjībhāī was also taken away. || 58 ||