Gujarati / English

બાપાશ્રીને ત્રણ વાર સર્પ કરડ્યો. તેમાં એક વાર ગાડામાં નાખવા ઘરમાં આડાં લેવા ગયા ત્યાં કરડ્યો. તે ગાડું જોડીને ચાલ્યા ને વાટમાં જતાં ચડ્યો. તે ગાડું બીજા મનુષ્યે હાંક્યું ને ઘેર લાવ્યા, પણ ઉતરાવ્યો નહિ ને કોઈને વાત પણ કરી નહિ ને ઊતરી ગયો. બીજી વાર વાડીમાં બપોર વખતે સામો આવીને કરડ્યો તેને ચડવા દીધો નહિ. તે વાત વાદીના જાણવામાં આવી.

તેણે વાડીએ આવીને બાપાશ્રીને કહ્યું જે, “તમને નાગ ચડ્યો નહિ, માટે તમારી પાસે બહુ ચમત્કારી મંત્ર અથવા બુટ્ટી હોવી જોઈએ તે મને આપો.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “અમારે તો સ્વામિનારાયણ એ જ મંત્ર અને એ જ બુટ્ટી છે.”

પછી તે વાદીએ પોતાની વિદ્યાથી ઝેર ચડાવ્યું એટલે બાપાશ્રી ઊંડા ઊતરી ગયા ને વાદી બેસી રહ્યો. પછી થોડીકવારે બાપાશ્રી બહાર આવ્યા તે જોઈને આશ્ચર્ય પામ્યો જે આ મંત્ર કે બુટ્ટીવાળા નથી. આ તો કોઈક મોટા પુરુષ છે.

એમ જાણીને પગમાં પડ્યો અને પ્રાર્થના કરી જે, “તમને ઝેર ચડાવીને દુ:ખ દીધું તે મારો ગુનો માફ કરો.”

પછી બાપાશ્રીએ કહ્યું જે, “અમને તો કાંઈ દુ:ખ જ નથી. તમે જ્યાં જતા હોય ત્યાં જાઓ.”

પછી તે ચાલી નીકળ્યો. વળી ત્રીજે ફેરે કરડ્યો ત્યારે પણ ચડવા દીધો નહિ. તે સર્પ એ ગામનો કણબી હતો. તેની સ્ત્રીને ભગવાન ભજવા દેતો નહિ. પછી બાપાશ્રીએ ત્યાગી બાઈઓના ભેળી તેની સ્ત્રીને મોકલી દીધી. તેનું વૈર હતું તે મૂઆ પછી સર્પ થઈને કરડ્યો હતો.  II ૫૯ II

 

Bāpāśrī was bitten by a snake thrice. Once, when Bāpāśrī went into the house to bring supporting stick of the bullock cart for loading, he was bitten there. Bāpāśrī started in his cart and on the way he had the effect of the poison. That cart was driven by someone else and he brought him home. But Bāpāśrī did not do anything for the effect of the poison and informed no one but effect of poison had gone. Second time it came in the farm in the afternoon and bit Bāpāśrī coming in front of him but Bāpāśrī did not allow effect of the poison. This matter was known by the snake-charmer. He came to the farm and told Bāpāśrī that the effect of the poison of a snake was not there on him, so, he must be having some miraculous maṅtra or miraculous herbal root (jadibutti) and requested Bāpāśrī to give it to him. Bāpāśrī told him that Swāmīnārāyaṇa was the only miraculous power maṅtra and it was only jadibutti. That snake-charmer got the poison entered in Bāpāśrī by his power so, Bāpāśrī went deep in meditation and he sat. After sometime, Bāpāśrī came out of meditation. Seeing this he was surprised and knew that he had neither maṅtra nor jadibutti. He seems to be a very great person. He fell at his feet and begged his pardon for troubling him by entering poison in his body. Bāpāśrī told him that he had no trouble so he could go wherever he wanted to. Then he left. Once again third time it bit but Bāpāśrī did not allow the effect of poison. That snake was Kaṇabī of the village. He did not allow his wife to worship God so Bāpāśrī sent his wife to other female ascetic (sadhvi). This was his enmity. After his death he became snake and had bitten Bāpāśrī. || 59 ||