Gujarati / English

સંવત ૧૯૫૦ની સાલમાં ભુજમાં સત્સંગીજીવનનું પારાયણ થયું હતું. ત્યાં કુંભારિયાવાળા મિસ્ત્રી હરજીભાઈ કારખાનામાંથી આવ્યા હતા, તેમનો ઉતારો બાપાશ્રી પાસે હતો. તે બાપાશ્રી ને જાદવજીભાઈ તથા ઉપરદળવાળા રામજીભાઈ રાત્રિએ શ્રીજી મહારાજના મહિમાની વાતો કરતા.

તે સાંભળીને હરજીભાઈને એમ થયું જે મેં આટલા દિવસ સુધી સત્સંગ કર્યો, પણ આવો મહિમા જાણ્યો નહિ. આ તો સર્વે અવતારાદિકથી ને બ્રહ્મકોટિથી ને અક્ષરકોટિથી પર એવા મહામુક્ત છે ને સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે તે મેં જાણ્યા નહિ. આવા મોટા મુક્ત આગળ હું ઢોલિયામાં સૂઈ રહું છું તે મારે અપરાધ થયો એમ જાણીને ઢોલિયેથી ઊતરી દંડવત કરવા મંડી પડ્યા અને પ્રાર્થના કરીને અપરાધ માફ કરાવ્યો. સાધુ રસોઈ કરીને જમાડતા અને પાળા પાણી મૂકીને નવરાવતા તેમને ના પાડીને પછી ચાંદ્રાયણ કર્યું. પછી તાંસળામાં સાધુની પેઠે ભેળું કરીને પાણીમાં મેળાવીને જમવા માંડ્યા અને વસ્ત્ર પણ સાદાં પહેરવા માંડ્યા. અને પારાયણ થઈ રહ્યા પછી બાપાશ્રી સાથે વૃષપુર ગયા ને મઠની ખીચડી ને જાર, બાજરી, નાગલીના રોટલા ખાવા મંડ્યા.

પછી સંવત ૧૯૫૩ની સાલમાં બાપાશ્રીએ તેમને કહ્યું જે, “તમે કુંભારિયે જાઓ”, પણ તેમણે જવાની ના પાડી.

પછી બાપાશ્રીએ કહ્યું જે, “એક મહિનો જઈને પાછા આવજો.”

એટલે તે ગયા ને ત્યાં માંદા પડ્યા. દેહ મૂકવાને આગલે દિવસે તેમને સૂઝી આવ્યું જે કાલે મારો દેહ પડશે.

પછી એમની માતુશ્રીને કહ્યું જે, “બાપાશ્રીને વૃષપુરથી તેડાવો.”

પછી ઊંટવાળાને તૈયાર કર્યો એટલામાં બાપાશ્રીએ દર્શન આપ્યાં ને સવારે દેહ મૂકવા ટાણે હરજીભાઈને કહ્યું જે, “કાંઈ ચમત્કારની ઈચ્છા હોય તો તમારી સાથે જે આવવાની હા પાડે તેનો દેહ મેલાવીએ.”

પછી તેમણે સર્વેને પૂછી જોયું જે, “જેને મારી સાથે આવવું હોય તેને બાપાશ્રી દેહ મેલાવે.”

ત્યારે એમના ભાઈ ગોવામલભાઈની દીકરીએ હા પાડી. પછી તેનો દેહ મેલાવ્યો ને બેયને સાથે તેડી ગયા.

પછી હરજીભાઈને દેહ મેલે દશ દિવસ થયા ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી ત્યાં હતા, તેમને બાપાશ્રીએ કહ્યું જે, “અમારે હરજીભાઈની લોકાઈએ જવું છે ત્યાં એમની માતુશ્રીને કંઠી બંધાવવી છે માટે કંઠી આપો.” પછી એમણે કંઠી આપી.

પછી બાપાશ્રી કુંભારિયે પધાર્યા ત્યારે હરજીભાઈની માતુશ્રી બોલ્યાં જે, “તમે મનુષ્ય નથી. મારા હરજીને ને મારા ગોવાભાઈની દીકરીને સાથે તેડી ગયા તે મેં નજરે જોયું. માટે તમે મોક્ષ કરો એવા સમર્થ છો, માટે મને કંઠી બાંધો ને સત્સંગી કરો.”

પછી બાપાશ્રીએ તેમને કંઠી આપીને કહ્યું જે, “રામપરામાં ધનબાઈ ડોશી મહામુક્ત છે તેમની વાતો એક મહિનો જઈને સાંભળો તો સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાશે. પછી અમે તમને હરજીભાઈની પાસે તેડી જઈશું.”

પછી તેમણે એવી રીતે સમાગમ કર્યો ને ધામમાં ગયાં.  II૬II

 

In Saṁvat year 1950, Satsaṅgījīvan pārāyaṇa was held at Bhuj. There Mistry Harjībhāī of Kumbharia had come from the factory. His lodging place was with Bāpāśrī. He (Harjībhāī), Bāpāśrī, Jādavjībhāī and Rāmjībhāī of village Upardaḷ used to talk at night about the greatness of Śrījī Mahārāj. Listening to this, Harjībhāī felt that he had done satsaṅg for so many days but he did not know such greatness. He did not know that Swāmīnārāyaṇa is Supreme Lord and Bāpāśrī is such a Mahā Mukta who is above all incarnations, Brahmakoṭī and Akṣarkoṭi. He felt sorry that he slept in cot in the presence of such great mukta- he considered it to be his guilt so he got down from the cot and began to prostrate and prayed for forgiving his guilt. Saints used to prepare meals for him and fed him (Harjībhāī) and pārṣad used to prepare hot water for him and bathed him- they were refused to do so and then he did penance by observing chandrayan fast. Thereafter he used to take meals mixing it with water in bowl like saints and started to eat and began to wear ordinary clothes. When pārāyaṇa was over, he went with Bāpāśrī to Vṛṣpur and began to eat hotchpotch of math and loaves of millet and nagli. Then in Saṁvat year 1953, Bāpāśrī told him to go to Kumbharia but he refused to go. Bāpāśrī told him to go there for a month and then come back, so he went there and there he became ill. On the previous day it suddenly came to his mind that he would leave this world on the following day. He told his mother to send for Bāpāśrī from Vṛṣpur. The camel man was prepared to go to Vṛṣpur in the meanwhile Bāpāśrī gave him darśan and in the morning at the time of leaving the world Harjībhāī was asked if he had any desire for miracle, Bāpāśrī would make one leave this world who was interested in going with him. When all were asked, the daughter of Govamalbhāī (his brother) got ready. Bāpāśrī made her leave this world and took both of them together. When ten days had passed after Harjībhāī’s leaving this world, Swāmī Īśvarcharaṇadāsjī was there, Bāpāśrī told him that he wanted to go for Harjībhāī’s condolence meeting and there he wanted his (Harjībhāī’s) mother to wear kaṇthī so Bāpāśrī asked Īśvarcharaṇadāsjī to give him kaṇthī. He gave it to him. When Bāpāśrī came to Kumbharia, Harjībhāī’s mother told him he was not a human being. She added that she had seen with her own eyes that Harjī and daughter of Govabhāī were taken with him so he was capable to give liberation so she asked to tie kaṇthī and make her satsaṅgī. Bāpāśrī gave her kaṇthī and told her that there was Mahā Mukta Dhanbai old devotee (doshi) in Rāmpur and if she listens to her talks for a month she would understand Lord Swāmīnārāyaṇa’s greatness and then she would be taken to Harjībhāī. She associated as was told and went to Akṣardhām. || 6 ||